kopra pak recipe in gujarati

Kopra Pak Recipe : (Topra pak) ટોપરા પાક

Ingredients :
  • 500 ગ્રામ ટોપરા ની છીણ - Coconut crushed  
  • 250 ગ્રામ દૂધનો માવો - Milk Mawa
  • 500 ગ્રામ ખાંડ - Sugar
  • કાજુ  - Cashew
  • બદામ - Almond
Kopra pak Recipe : 
  • છીણ ને કોરું શેકવું માવા ને પણ શેકો.
  • ખાંડ માં ડૂબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી બનાવવી.
  • થયેલી ચાસણી માં ટોપરું અને માવો નાખો ગેસ ચાલુ રાખો.
  • તેને બરાબર હલાવી સહેજ ઠંડુ પાડો.
  • ત્યાર બાદ તેમાં વેનીલા એસેન્સ અને ઓરન્જ નો થોડો કલર નાખો.
  • ગ્રીસ કરેલી થાળીમાં પહોળું કરવું, તેની ઉપર ઇલાઇચી ભભરાવવી.
Recipe :

  • Take Coconut Crushed and take milk mawa and roast them in a pen.
  • Add Water in Sugar enough that all sugar under water, Make One String from Syrup of Sugar.
  • Add Coconut Crushed and Mawa in Sugar Syrup/Chasni.
  • and Mix well and make it little bit cool.
  • Then add Vanilla Essence and Orgnge Colour in it.
  • Spread this Mixture in a Greased Plate and Sprinkle the Elaichi Powder.


sweet khajoor recipe

Sweet Khajoor Recipe in Gujarati Language :

Ingredients :

  • 300 ગ્રામ સ્વીટ ખજૂર (Sweet Khajur)
  • 1/2 લીંબુ (Lemon)
  • નારિયેળ (Crumbed Coconut)
  • બુરું ખાંડ પ્રમાણમાં (Sugar crumb)
  • 2 ચમચા ઘી સાંતળવા માટે (Ghee)
  • કાજુ ડેકોરેશન માટે (Cashew)

sweet khajur recipe

Sweet Khajoor Recipe :
  • સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરી બી કાઢી નાંખેલા ખજૂર ને સાંતળી લો. 
  • ઠળિયા કાઢવા માટે ચપ્પાથી ખજૂર માં ઉભો ચીરો કરીને ઠળિયા કાઢવા 
  • આ ચીરામાં નારિયેળ નું ખમણ બુરું ખાંડ ભરવું અને તેની ઉપર ડેકોરેશન માટે કાજુ મૂકવા 
  • અને ઠંડા ઠંડા સ્વીટ ખજૂર પીરસવા.
Khajoor is a Good Dry Fruit for Health. In the Gujarat state Region of Kutch is the top Khajur crop Production region, farmers produce Good Export quality khajoor on their farms in kutch. 

limbu mari sev recipe

Limbu Mari Sev Recipe in Gujarati Language : 

(લીંબુ મરી ની સેવ)

Ingredients :

  • 25 ગ્રામ મરી નો ભુક્કો (Black Pepper)
  • 1 નંગ લીંબુ (Lemon)
  • 250 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
  • મીઠું (Salt)
  • તળવા માટે તેલ (Oil)

Limbu Mari Sev Recipe in Gujarati :
  • ચણાના લોટમાં મરીનો ભુક્કો, અને લીંબુ નો રસ નાખો.
  • બરાબર મિક્સ કરી સંચામાં જે સેવ થી પાડવી હોય તેની જારી મુકો.
  • તેલ બરોબર ગરમ થાય એટલે સંચાથી સેવ પાડો.
  • બંને બાજુ સારી રીતે તળી લો.
Recipe:
  • Add One Lemon juice and black pepper powder, and salt in gram flour.
  • Mix all the mixture well, and take sev making sancha machine and set the plate of sev size you want.
  • Once oil heated then place the sev from machine into hot oil
  • And fry it well both side.




jalebi recipe in gujarati language

Jalebi Recipe in Gujarati Language : 

(જલેબી)

  • Maida flour - 1 કપ મેદો
  • Baking Powder 1/2 ટીસ્પૂન (બેકિંગ પાવડર)
  • Yogurt - 1/2 કપ (દહીં)
  • Water - 1/2 કપ (પાણી)
  • Green Cardamom - (1/2 ટીસ્પૂન ઇલાઇચી નો ભૂક્કો)
  • તળવા માટે ઘી

ચાસણી માટે (Syrup) :

  • Sugar - 1 કપ (ખાંડ)
  • Water - 1 કપ (પાણી)
  • Rose Essence - (રોઝ એસેન્સ  ના થોડા ટીપા)

Jalebi Recipe :
  • મેદામાં બેકિંગ પાવડર નાખી ચાળી લેવો, દહીંને સંચાથી બરાબર ભાગી લેવું. 
  • દહીંમાં પાણી નાખવું, અને દહીંનું મિશ્રણ લોટમાં રેડી ખીરું તૈયાર કરવું. 
  • ખીરામાં ઇલાઇચી નો ભૂક્કો નાખવો.
  • તપેલી માં ખાંડ તથા પાણી ભેગા કરી ચાસણી ને ઉકાળવા મૂકો.
  • ચાસણી ઉકળવા આવે એટલે 1 ટેબલસ્પૂન ઘી નાખી ગાળી લો. 
  • તૈયાર કરેલું ઉપરનું ખીરું બોટલમાં ભરી ગરમ ઘીમાં ગોળ ગોળ જલેબી પાડો. 
  • ચાસણી ને ઠંડી પાડવી, પછી 1 ટીપું રોઝ એસેન્સ નાખવું. 
  • ગરમ જલેબી તેમાં ઉમેરી ચાસણી સાથે પીરસો.

gadi suvadi sweet puri recipe

Gadi Suvadi : Sweet Puri Recipe in Gujarati Language :

( ગળી સુંવાળી )

Ingredients :
  • 250 ગ્રામ - મેંદો - Maida flour (Menda)
  • 125 ગ્રામ - ખાંડ - (Sugar)
  • દૂધ પ્રમાણસર - (Milk)
  • 1 ટેસ્પૂન - તલ (Sesame Seed)
  • 1 ટેસ્પૂન - ઇલાઇચી નો ભૂક્કો (Green Cardamom Powder)
  • 150 ગ્રામ - ઘી - (Ghee)
Gadi Suvadi (Sweet Puri) Recipe :
  • દૂધ અને ખાંડ ઉકાળવા, લોટ માં વધારે ઘી નું મોણ નાખવું. 
  • ખાંડ વાળું દૂધ ઠંડુ થાય એટલે લોટમાં નાખી, કઠણ લોટ બાંધવો. 
  • લોટમાં તલ ખાંડી ને નાખવા ઇલાઇચી નો ભુક્કો નાખવો લોટ ને બરાબર ટીપવો. 
  • પછી નાના લુવા કરી પાતળી પૂરી વણી ધીમા તાપે તળવી સહેજ કડક તડક તળવી.       
Sweet Suvadi Recipe in English:
  • Boil the Milk and Sugar together, Add more Ghee into Maida flour.
  • Once The Milk is Cooled then add it into the Flour and make tight dough.
  • Add bashed sesame seeds and elaichi powder into dough and press many times.
  • then make small pices of dough and make thin puri.
  • and on the slow flmae of gas, fry puri into it and keep it little crispy.  

khajoor halwa recipe

Khajoor Halwa Recipe in Gujarati Language : 

[ ખજૂર નો હલવો ]

Ingredients:

  • 1 કપ - ખજૂર - Date Palm
  • 200 ગ્રામ - માવો - Milk Khoya
  • પોણો કપ - ખાંડ - Sugar
  • 1 ટેસ્પૂન શેકેલા સીંગદાણા નો ભૂકો - Ground nut crumb
  • 1 ટેસ્પૂન - ઘી - Ghee
  • ગુલાબ નું એસેન્સ

Recipe:
  • સૌ પ્રથમ ખજૂર ના ટુકડા કરી ગરમ પાણીમાં પલાળી રાખો.
  • ત્યારબાદ બાદ એ ટુકડા કાઢી તેમાં, માવો અને સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરવું.
  • ગેસ પર ઘી ગરમ કરવા મૂકવું અને આ મિશ્રણ તેમાં ઉમેરવું.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખવી અને તેને લચકા પડતું બનાવું.
  • તેમાં ગુલાબનું એસેન્સ નાખી, થાળીમાં પાથરી ઉપર સિંગ દાણા નો ભૂકો ભભરાવો.

Vada pav recipe in gujarati

Vada Pav Recipe in Gujarati :

Ingredients :

  • 1 પેકેટ પાઉં (Pav Bhaji Pav)
  • 300 થી 400 ગ્રામ બટાકા (Potato)
  • 2 નંગ કાંદા ઝીણા સમારેલા (Chopped Onion)
  • આદું, મરચા ની પેસ્ટ (Ginger, Chili paste)
  • સુકો મસાલો (Dry Masala)
  • 1 કપ ચણા નો લોટ ખીરા માટે (Gram flour)
  • મીઠું - (Salt)
  • મરચું પાવડર (Chilli powder)

Vada Pav Recipe :
  • બટાકા ને બાફી છોલી ને છીણી નાખવા.
  • 2 ટેબલસ્પૂન તેલ માં રાઈ, અડદ ની દાળ, લીમડો, તલ, હળદર અને ઝીણા સમારેલા કાંદા નાખવા બ્રાઉન થવા દેવું. 
  • અને પછી બટાકા અને બાકી નો મસાલો નાખવો.
  • બટાકા વડા ચપટા વાળી ચણા ના લોટ નાં ખીરામાં બોળી તેલ માં તળી લેવા.
  • ભાજીપાઉં ના બ્રેડ ને વચ્ચે થી સહેજ કાપી માખણ લગાડો. 
  • ગળી ચટણી, લસણ ની ચટણી, તીખી કોથમીર ની ચટણી પાથરી તેના પર બટાકા નું વડું મૂકી ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.
  • લોઢી પરથી તેલ મૂકી બને બાજુ શેકવું. 
  • તેની ઉપર સેવ, કોથમીર ભભરાવવી.
Recipe :
  • Boil the potatoes and grater them.
  • Take 2 tablespoon oil and add mustard seed, urad dal, curry leaves, sesame seed, and add small chopped onion and cook till it gets brown colour.
  • And then add potato and other spices in it.
  • Fold the flat Potato Vada and put it in a beestings of a gram flour and then fry them in a oil.
  • Put the cut bewteen in a bhaji pav bread and spread butter.
  • Spread Sweet chutney, Garlic chutney, spicy coriander chutney in between pav and place bataka vada on it and then spread three chtuneys again on vada and close the pav.
  • Take Pen and take oil to roast vada pav.
  • Then sprinkle the sev and coriander and serve. 
Vada pav is the favourite of youth, children, and elders, is spicy and delicious recipe and fast food.

vegetable burgar recipe

Vegetable Burger Recipe : (School Children Snack)

Indgredients:

1 પેકેટ બર્ગર બન્સ Burgar Bun
250 થી 300 ગ્રામ બટાકા Potato
2 નંગ ગાજર Carrot
1 નંગ કાંદો Onion
કોથમીર - Coriander
સૂકો મસાલો - Dry masala
કટલેસ ને રગદોળ વા માટે ટોસ્ટ નો ભૂકો - Toast crumb
મેદાનું ખીરું - Menda Khiru
તળવા માટે તેલ - Oil
ટામેટા નો સોસ - Tomato Catchup

Vegetable Burgar Recipe :
  • સૌ પ્રથમ બટાકાને બાફી માવો તૈયાર કરવો.
  • વટાણા, ગાજર બાફીને બટાકાના માવામાં ઉમેરો.
  • ત્યાર બાદ તેમાં કોથમીર અને ઝીણા સમારેલા કાંદા, સ્વાદ મુજબ બધોજ મસાલો ઉમેરો.
  • કટલેસ નો આકાર આપવો.
  • ત્યારબાદ મેંદા ના ખીરા માં કટલેસ બોળી ટોસ્ટ માં રગદોળી ને તેલ માં તળો.
  • બર્ગર વચ્ચે થી કાપી તેલ માં શેકી લેવું, કટલેસ ને બર્ગર ની વચ્ચે મુકો
  • અને અંદર ની બાજુ કાંદાની સ્લાઈસ મૂકવી અને કેપ્સીકમ ની સ્લાઈસ મૂકો.
  • પછી અને ફરી પાછું આખું બર્ગર ગેસ પર શેકીલો
  • અને પીરસતી વખતે ચીઝ ભભરાવવી. અને ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

rava sandwich dhokla recipe

Rava Sandwich Dhokla Recipe in Gujarati Language : 

(રવા ના સેન્ડવીચ ઢોકળા)

Ingredients :
  • 1/2 કપ દહીં - (Yogurt)
  • 250 થી 300 ગ્રામ રવો - (Rava flour)
  • 50 ગ્રામ વટાણા - (Green Peas)
  • 1 ચમચી તેલ - (Oil)
  • 50 ગ્રામ સૂકા નારીયેલ નું ખમણ - (Coconut crumb)
  • આદું - મરચા ની પેસ્ટ - (Ginger, Chilli Paste)
  • સુકો મસાલો - (Dry Spices)
Recipe : 
  • સૌ પ્રથમ વટાણા ને અધકચરા કરી
  • અંદર નારિયેળ નું ખમણ વાટેલા આદું, મરચા ની પેસ્ટ અને જરૂર પૂરતો બધો સૂકો મસાલો નાખી, સાધારણ તેલમાં સાંતળી લો.
  • ત્યારબાદ દહીં માં રવાને પલાળી સાધારણ મીઠું નાખી ઢોકળા જેવું ખીરું તૈયાર કરો.
  • ઢોકડિયા માં પાણી રેડી થાળીમાં તેલ લગાવી તેમાં રવાનું ખીરું પાથરી લો, અને તેને અધકચરું ચઢવી લો આમ થઇ ગયા પછી ઉપર વટાણા નું પૂરણ પાથરો, અને ઉપર ફરી બાકી રહેલું રવાનું ખીરું પલાળી લો
  • ફરી એને વરાળે ચઢવો 
  • ચઢી ગયા પછી ગરમ ગરમ કોથમીર ની ચટણી સાથે પીરસો.
Other Dhokla Recipes :

tomato moong dal soup recipe

Tomato Moong Dal Soup Recipe : 

(ટામેટા અને મગની દાળ નો સૂપ)

Ingredients :

  • 250 ગ્રામ પાકા ટામેટા (Ripe Tomato)
  • 100 ગ્રામ મગની દાળ (Moong Dal)
  • 50 ગ્રામ માખણ (Butter)
  • સ્વાદ મુજબ મીઠું (Salt)
  • તજ  - Cinnamon
  • લવીંગ - Loung
  • મરી - Pepper
  • કોથમીર - Coriander
  • ચીઝ - Cheese


Tomato Moong dal Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ મગની દાળ ને ધોઈ ને પલાળી નાખો.
  • ત્યારબાદ માખણ ગરમ કરી તેમાં ઝીણા સમારેલા ટામેટા સમારી દઈ પલાળેલી મગની દાળ ને અંદર ઉમેરી દો
  • જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો અને મગની દાળ ને ધીમા તાપે ચઢવી લો
  • સ્વાદ મુજબ મીઠું ઉમેરો મિશ્રણ ને ગરમી પરથી ઉમરી લઇ ઠંડુ થવા દો
  • ઠંડુ કર્યાં પછી મિક્સર માં મિક્ષ કરી લો મિક્ષર માં ક્રશ કાર્ય પછી જરૂર પડે તો હુફાડું ગરમ કરવું અને તેમાં તજ લવિંગ અને મરિયા નો ભુક્કો ભભરાવો અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવો
  • ઉપર થી ચીઝ છીણી લેવી.
Recipe:
  • First Wash and Soak the Moong dal in water.
  • Then hot the butter and add small pieces of tomatoes and add soaked moong dal in it.
  • If required then add the water and let the moong dal cooked.
  • Add the salt and take the mixture from the gas and let cool.
  • Once cool crush the mixer into Mixture machine and add clove and black pepper powder into it and add small chopped coriander.
  • And sprinkle the grated cheese.

kanki ni gas recipe

Kanki Ni Gas Recipe : ચોખા ની કણકી ની ગેસ

Ingredients :
100 ગ્રામ કણકી - Kanki Rice (broken rice)
100 ગ્રામ દહીં ની છાશ - Yogurt buttermilk
1/2 ટીસ્પૂન તેલ - oil
સ્વાદ મુજબ મીઠું - salt
વાટેલું જીરું ચપટી - cumind seed

Recipe :

  • સૌ પ્રથમ કણકી ને ધોઈ 1/2 કલાક પલાળી રાખો.
  • ઢીલી રહે તે રીતે ચઢવી દો.
  • તેલ ગરમ કરી અને વઘાર કરી લો, ત્યાર બાદ તેમાં વલોવેલું દહીં કે છાશ ઉમેરો.
  • મિશ્રણને બરાબર મેળવી લો અને ફક્ત સ્વાદ મુજબ નું મીઠું ઉમેરો.

dry fruit matho recipe

Dry Fruit Matho :

Ingredients :
1 કિલો મોળું દહીં (Yogurt)
25 ગ્રામ કાજુ - Kaju (Cashew)
25 ગ્રામ બદામ - Almond
25 ગ્રામ પીસ્તા - Pista
25 ગ્રામ દ્રાક્ષ (Dry grape- Kismis)
2 અખરોટ - Walnut
150 ગ્રામ ખાંડ - Sugar
1/2 ટીસ્પૂન ઈલાઇચી નો ભૂક્કો - Elaichi

Dry fruit Matho Recipe :

  • મોટા પહોળા તગારામાં નદીની રેતી કોરી ભરવી, તેની પર કંતાન પાથરવું. 
  • તેની ઉપર સફેદ મલ-મલ નું કપડું પહોળું કરવું, મોળું દહીં આ કટકા ઉપર પાથરવું.
  • દહીં ને મલ-મલ ના કપડા થી ઢાંકી દેવું.
  • દહીં કપડાને છોડી દે ત્યાં સુધી આવી રીતે રહેવા દેવું.
  • આશરે 20 થી 30 મિનીટ થશે.
  • આ મસ્કા માં ખાંડ નાખી ઓગળે, ત્યાં સુધી રહેવા દો.
  • ગળ્યા મસ્કા ને પ્લાસ્ટિક ની ઝીણી ગરણી એ છીણી લો.
  • કાજુ બદામ પીસ્તા અખરોટ ને મરચા ના કટર માં વાટી લો.
  • આ કકરો સુકો મેવો સૂકી દ્રાક્ષ અને ઇલાઇચી નો ભુક્કો ગળ્યા મસ્કામાં ઉમેરવો
  • બધું હલાવી ઠંડુ થવા દો.

vegetable handvo recipe

Vegetable Handvo Recipe : વેજીટેબલ હાંડવો

Ingredients :

  • 500 ગ્રામ બટાકા (Potato)
  • 500 ગ્રામ મકાઈ (Fresh Corn)
  • 100 ગ્રામ વટાણા (Green Peas)
  • 100 ગ્રામ ગાજર (Carrot)
  • 50 ગ્રામ ફણસી (French beans)
  • 1 કપ રાંધેલો ભાત (Cooked Rice)
  • સ્વાદ મુજબ મીઠું, લીંબુ, ખાંડ (Salt, Lemon and Sugar)
  • આદું મરચા વાટેલા (Ginger Chili Paste)
  • ઝીણી સમારેલી કોથમીર (Small Chopped Coriander)
  • 1 કપ ટોમેટો કેચઅપ (Tomato Sauce)
  • 1/4 કપ ટોસ્ટ નો ભુક્કો (Toast Crumb)

વઘાર માટે :

  • 3 ટેબલસ્પૂન તેલ (oil) 
  • 2 ટીસ્પૂન રાઈ (Mustard seed)
  • 2 ટીસ્પૂન તલ (Sesame seed)
  • 1/4 ટીસ્પૂન હિંગ (Asafoetida)
  • બે તજ (Cinamon)
  • બે લવિંગ (Clove)
vegetable handvo recipe
Vegetable Handvo


Vegetable Handvo Recipe :
  • બટાકા અને મકાઈ ને કુકર માં બાફી લો.
  • ગાજર ફણસી ઝીણા સમારી વટાણા સાથે બાફી લો, પાણી નીતારી કોરા કરો. 
  • બટાકા ને છોલી માવો તૈયાર કરો બાફેલી મકાઈ ને છીણી કાઢો. 
  • બટાકા ના માવામાં મકાઈ નું છીણ બાફેલા શાકભાજી રાંધેલા ભાત વાટેલા આદું, મરચા, કોથમીર, મીઠું, લીંબુ, ખાંડ નાખો તેલ ગરમ કરી વઘાર ની બધીજ સામગ્રી ઉમેરો.
  • આ વઘાર માંથી અડધો વઘાર ના માવામાં બરાબર મિક્સ કરો.
  • બેક કરવાની ઊંડી ડીશ માં થોડું તેલ લગાવી બટાકાનું મિક્સર તેમાં ભરવું.
  • ઉપર ટોમેટો કેચપ પાથરો બાકી રહેલું અડધું બટાકાનું મિશ્રણ ફરીથી કેચપ પર પહોળું કરી થેપી દો.
  • બાકી રહેલો વઘાર ઉપર પહોળો કરવો ટોસ્ટ નો ભુક્કો ભભરાવો. 
  • ગરમ ઓવન માં કે ઊંચા ઉષ્ણતામાને ગુલાબી થાય, ત્યાં સુધી બેક કરો.
  • હાંડવા ના કુકરમાં પણ આ હાંડવો બનાવી શકાય. 

herb soup recipe

Herbal Soup Recipe in Gujarati Language:

Ingredients :

  • 1 જુડી પાલક - Palak / Spinach
  • 2 નંગ ટામેટા - Tomato
  • 100 ગ્રામ કોથમીર - Coriander
  • 3 નંગ કાંદા - Onion
  • ફુદીના ના પાન - Mint
  • 100 ગ્રામ લીલી મેથી - Green Fenugreek
  • માખણ - Butter
  • કાળા મરી - Black pepper
  • સંચળ - Sancala / black slat
  • મીઠું - Salt
  • ક્રિમ - cream
Recipe:
  • પાલક, કોથમીર, ફુદીનો, લીલી મેથી ની ભાજી ક્રશ કરી અને શાક સમારી દેવું.
  • કઢાઈ માં માખણ મૂકી, તેમાં કાંદા ટામેટા સાંતળવા.
  • ત્યારબાદ મસાલો નાખી, ભાજી નો પલ્પ બનાવવો.
  • અને ખદખદવા દેવું ત્યાર બાદ, પીરસીને ઉપર ક્રીમ નાખવું અને ગરમ - ગરમ પીરસવું.
Recipe:
  • Take Spinach, Coriander, Mint, Green fenu greek and crush them and cut the vegetables.
  • Take deep pan add butter, onion, tomato and add little oil and roast.
  • then add spices, spinach pulp.
  • boil and cook, add cream and serve it hot.
This Herbal Soup is Good for Rheumatoid Arthritis Patience, and Healthy Person too.

corn tomato soup

Corn tomato soup Recipe in Gujarati Language : 

[ કોર્ન, ટોમેટો સૂપ બનાવવાની રીત ]

Ingredients :
  • 2 જુડી પાલક - Palak / Spinach
  • 100 ગ્રામ ગાજર - Carrot
  • 100 ગ્રામ ફણસી - french beans
  • 100 ગ્રામ ટામેટા - Tomato
  • 100 ગ્રામ માખણ - Butter
  • 100 ગ્રામ મસુર ની દાળ - Masoor Dal
  • 1 નંગ - નારિયેળ - Coconut
  • 2 નંગ - કાંદા - Onion
  • 4 કળી - લસણ - Lasan / Garlic
  • તજ - Cinnamon
  • મીઠું - Salt
  • મકાઈ - Corn
  • મરી - Pepper
  • લીંબુ - Lemon
  • કોથમીર - Coriander
  • તમાલપત્ર - Tamalapatra
Recipe : 
  • દાળ ને પલાળવી શાકભાજી સાફ કરીને મોટા સુધારો અને પ્રેસર કુકરમાં 10 કપ પાણી નાખી ને પકવવું 
  • દાળ ને પણ સાથેજ બાફી લેવી 
  • બાફ્યા પછી પાણી ગાળી લેવું, કોપરાને છીણી તેમાં 1 કપ પાણી નાખી ને ક્રશ કરી, દૂધ ગાળી લેવું. 
  • આદું, મરી, લસણ, તજ, તમાલપત્ર સાથે વાટી લેવા. 
  • એક કઢાઈ માં માખણ ગરમ કરી તેમાં કાંદા સાંતળવા, તેમાં દાળ શાકનો પલ્પ નાખવો. 
  • કોકોનટ મિલ્ક તેમાં નાખીને વધુ 10 મિનીટ ઉકાળવું. 
  • મીઠું, લીંબુ, કોથમીર સ્વાદ મુજબ જ નાખવું અને ગરમ ગરમ પીરસવું.
This Corn, Tomato Soup is Rich with Nutritious Value and Healthy Soup. because of lots of different vegetable and beans are of their ingredients. 

sprouted beans pulav recipe

Sprouted Beans Pulav Recipe : ફણગાવેલા કઠોળ નો પુલાવ

Ingredients :
1 કપ બાસમતી ચોખા - (Basmati Rice)
2 કપ સોયાબીન - (Soyabean)
1 કપ વટાણા, ગાજર, ફણસી, બાફેલા - (Boiled Green peas, Funsi)
મગ, મઠ - Mug, Math
સિંગ દાણા નો ભૂકો (Ground nut crumb)
નાળીયેર નું ખમણ (Coconut Crushed)
1 કપ કોથમીર (Coriander)
2 ટીસ્પૂન લીલા લસણ ની પેસ્ટ (Green Garlic paste)
આદું, મરચાં ની પેસ્ટ (Ginger, Chili paste)
100 ગ્રામ ખમણેલું પનીર (Paneer)
1કપ દહીં (Yogurt)

Sprouted Beans Pulav Recipe :
સૌ પ્રથમ ચોખા બાફી રાખવા. ત્યારબાદ ફણગાવેલા કઠોળ બાફી નાખવા. તે પછી એક તાવડી માં તેલ મૂકી, લસણ ની પેસ્ટ, વાટેલાં આદું, મરચાં નાખી. તેમાં ભાત અને ફણગાવેલા મિક્સ કઠોળ નાખી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર મસાલો સ્વાદ મુજબ નાખો. છેલ્લે કોથમીર, પનીર અને છીણેલું નારિયેળ ભભરાવવું.

Enjoy the Sprouted Beans Pulav which is healthy recipe, and mouth watering delicious tasty recipe.

nutritious soup recipe

Nutritious Soup Recipe :

Ingredients :
25 ગ્રામ ટામેટા - Tomato
25 ગ્રામ ગાજર - Carrot
50 ગ્રામ આંબળા - Amla
1 ટીસ્પૂન લીંબુ નો રસ - Lemon Juice
25 ગ્રામ ખીર - Kheer
21/2 ટીસ્પૂન મરી - Pepper
20 ગ્રામ ખાંડ - Sugar

Nutritious Soup Recipe :

  • ટામેટા, ગાજર, આમળા, ખીર બાફીને ક્રશ કરવા. 
  • ત્યારબાદ તેમાં મીઠું અને ચારે મસાલો, નાખવો
  • થોડો લીંબુ નો રસ નાખવો. 
  • ત્યારબાદ પૌષ્ટિક સૂપ તૈયાર છે, ગરમ ગરમ પીરસો.

puffed rice kheer recipe

Puffed Rice Kheer Recipe in Gujarati Language :
મમરા ની ખીર

Ingredients :
100 ગ્રામ Puffed Rice -  મમરા
100 ગ્રામ Milk - દૂધ
50 ગ્રામ Sugar - ખાંડ
ઇલાઇચી અને જાયફળ નો ભુક્કો

Recipe :
  • સૌ પ્રથમ મમરા શેકી લેવા જરૂર પ્રમાણે દૂધ લઇ તેમાં ખાંડ નાખો.
  • દૂધ ઉકળવા દેવું. 
  • ત્યારબાદ તેમાં મમરા નાખી, એક રસ કરી દેવું.
  • અને તેમાં જાયફળ તથા ઇલાઇચી નો ભુક્કો નાખી દેવો.

poha dhokla recipe

Poha Dhokla Recipe in Gujarati Language : 

(પૌવા ના ઢોકળા) 

Ingredients :

  • Dhokla flour - ઢોકળા નો લોટ
  • Ginger Chili Paste - વાટેલા આદું મરચાં
  • Poha (pauva) - પૌવા
  • Salt - મીઠું
  • Coriander - કોથમીર
  • Mustard Seed - રાઈ 

Recipe :
  • ઢોકળા નો લોટ છાસ માં પલાળો, 12 કલાક રહેવા દો.
  • અને પછી પલાળેલા પૌવા, મીઠું, કોથમીર,રાઈ વાટેલા આદું મરચા ઉમેરી અને બરોબર હલાવી દેવું. 
  • ઢોકડિયા ઢોકળા વરાળ થી બફાવા દો. 
  • વરાળ થી બફાઈ જાય એટલે ગરમ ગરમ પીરસવા. 
  • કોથમીર ની ચટણી સાથે તેમજ ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકાય માં ઢોકળા ઉતારો.
Other Dhokla Recipes :

magas recipe

Magas Recipe in Gujarati Language :

Ingredients:

  • 200 ગ્રામ ચણાનો લોટ કરકરો - Gram flour
  • 200 ગ્રામ ઘી - Ghee
  • ડાબો દેવા માટે દૂધ - Milk            
  • 200 ગ્રામ બુરું ખાંડ - Crumbed Sugar
  • 3 થી 4 નંગ ઇલાઇચી - Green Cardamom seed

Recipe:
  • સૌ પ્રથમ ચણાનાં લોટ ને ચાળી બે ચમચી ઘી અને થોડું દૂધ નાખો.
  • લોટ ને હાથથી મસળી 10 મિનીટ રહેવા દેવું, ત્યારબાદ લોટ ને ચાળી લેવો.
  • એક તાવડી માં ઘી મૂકી લોટ ગુલાબી રંગ નો થવા દેવો ત્યાં સુધી શેક્વો.
  • અને તે ઠંડુ પડે ત્યાં  સુધી હલાવવું.
  • થોડુક ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને ઇલાઈચી નો ભુક્કો નાખી બરાબર મિક્સ કરી થાળી માં પાથરી દેવું.
  • અથવા ગોળ ગોળ લાડું વાળવા.
Recipe:

  • First of all Strain the Gram flour and add two table spoon ghee and little milk in it.
  • Mash the flour with hand till 10 minute and keep aside then strain the flour.
  • Take deep pan add ghee into it and add flour in it and roast till it gets pink colour.
  • Turn off gas and mix till it get cool
  • It get little thick then add the crumbed sugar and cardamom powder in it and mix well and spread it in a plate which have greased with ghee.
  • otherwise you can make ladoo shape of this mixture.

This Magas is used in Gujarat for Sweet and Special Sweet of Baby Shower, Diwali Celebration, and many other ocassion this sweet is in the menu. can most suitable with potato and chick pea sabzi and with puri. and this sweet is mostly made in gujarati families of gujarat so called its gujarati mithai.

hajma hajam for food digestion

Hajma Hajam Recipe : (હાજમાં હાજમ)

Ingredients :
1 નંગ લીંબુ - (Lemon)
25 થી 30 ગ્રામ જલજીરા પાવડર - (Jaljira powder)
સંચળ - (Black Salt)
મીઠું - (Salt)
ફુદીનો - (Fresh Mint)

Recipe :
  • સૌ પ્રથમ ફુદીનાને મિક્સર માં ક્રશ કરી લેવો 
  • લીંબુ નો રસ કાઢવો. 
  • સંચળ અને જીરું ખાંડી ને ચાળી લેવું. 
  • ફુદીનાની પેસ્ટ માં પાણી ઉમેરી, તેમાં સંચળ જલજીરા પાવડર અને મીઠું મિક્સ કરવું. 
  • જરૂર મુજબ ખટાસ ઉમેરવી.
નોંધ : આ જમ્યા પછી ખાદ્ય પદાર્થ ને પચાવવા માટે લઇ શકાય છે.



bhaji besan recipe

Bhaji Besan Recipe in Gujarati Language : 

[ ભાજી બેસન ]

Ingredients:

  • 250 ગ્રામ મેથી - Green fenugreek
  • તાંદળજો - Tandalja / Tandaljo
  • અળવી - Advi
  • પાલક - Palak
  • 200 ગ્રામ ચણા નો લોટ - Gram flour
  • 1 કપ દહીં - Yogurt
  • 2 નંગ ડુંગળી - Onion
  • મીઠું - Salt

Besan Bhaji Recipe in Gujarati:
  • સૌ પ્રથમ દહીં માં પાણી નાખી છાસ બનાવી. તેમાં ચણા નો લોટ નાખી મિકસ કરો. 
  • પછી તેલ મૂકી ડુંગળી નાખો 
  • ડુંગળી સતડાઈ જાય, પછી ભાજી નાખવી. 
  • તે નાખ્યા પછી બેસન નાખવું અને જરૂરી મીઠું તથા મસાલો નાખવો. 
  • ત્યારબાદ ખદખદવા દેવું અને તાપ પરથી ઉતારી લેવું.

charotar na chilla recipe

Charotar Na Chilla Recipe : 

[ ચરોતર નાં ચિલ્લા ]

Ingredients:

  • 1/2 કપ બાજરી નો લોટ - Millet flour / Bajri flour
  • 1/2 કપ ફણગાવેલા મગ - Sprouted Moong / Fungavela mag
  • 1/2 કપ ઢોકળા નો લોટ - Dhokla Flour
  • લીલા મરચા - Green chili
  • આદું ની પેસ્ટ - Ginger Paste
  • 1 ટેસ્પૂન - ઝીણી સમારેલું લીલું લસણ - Small chopped green garlic
  • 1 ટેસ્પૂન કોથમીર - Coriander
  • 2 ટેસ્પૂન ઝીણી સમારેલી મેથી ની ભાજી - Green Fenugreek
  • 1 કપ - ખાટું દહીં - Yogurt
  • મીઠું - Salt

Charotar Chill Recipe in Gujarati Language :
  • બધી સામગ્રી ભેગી કરી દહીંથી લોટ બાંધવો (ખીરૂ બનાવવું).
  • અડધો કલાક રાખો પુલ્લા બનાવ્યા પહેલા ખીરું ખૂબ હલાવવું.
  • નોન સ્ટીક તવા ઉપર જાડા પુલ્લા ઉતારવા. 
  • લીલી કોથમીર ની ચટણી સાથે પીરસવા.
Recipe:
  • Mix all the ingredients and make dough using yogurt.
  • Keep the mixture till half hour and beofre making chilla mix all well.
  • Place the non-stick tava on gas and add oil on it and make chilla using mixture.
  • serve the chilla with coriander chutney. 

green paratha recipe

Green Paratha Recipe : 

Ingredients :

  • 1 કપ પાલક - Palak / Spinach
  • 1 કપ ફુદીનો - Mint
  • 1 કપ મેથી - Fenugreek
  • 100 ગ્રામ ઘઉં નો લોટ - Wheat flour
  • 100 ગ્રામ સોયાબીન નો લોટ - Soyabean flour
  • મીઠું - Salt
  • મરચું - Chili Powder
  • 1 ચમચો દહીં - Yogurt

Green Paratha Recipe in Gujarati Language :

  • સૌ પ્રથમ પાલક, ફુદીનો અને મેથી ને ચૂંટીને બરાબર સાફ કરી, ઝીણી સમારવી. 
  • ઘઉંનો લોટ અને સોયાબીન ના લોટ માં તેલ નું મોણ નાખી, મીઠું, મરચું, અને ઝીણી સમારેલી ભાજી નાખી. બાકીનો મસાલો કરી, દહીં થી બાંધવો. જરૂર પડેતો પાણી વેડવું, 
  • અને પછી લુવા પાડી પરોઠા કરવા. 
  • ગરમ ગરમ ગ્રીન પરોઠા પીરસવા.
Recipe :

  • First Sort the Spinach, Mint, Green fenugreek, Chopped small and Wash well with Water.
  • Take big bowl add wheat flour and soyabean flour, add oil, slat, chili, spinach, mint, fenugreek and other spices and add yogurt and make dough, if required then add little water in it.
  • Then make the small round bolls from dough and roll them in round paratha.
  • Take the pen and add oil and roast this paratha's on it. serve green paratha with yogurt or chutney.

masala daliya recipe

Masala Daliya Recipe : મસાલા દલીયા

Ingredients : (સામગ્રી)
1 કપ ઘઉંના દલિયા Wheat Daliya
1 કપ (કઠોળ, ગાજર, કોબીજ) છીણેલાં શાકભાજી - Chopped Vegetable and Beans
3 નંગ ડુંગળી - Onion
3 કળી લસણ - Garlic
2 નંગ ટામેટા - Tomato
ફુદીનાના પાન જુડી - Mint Leaves bunch
1 ચમચો લીંબુ નો રસ - Lemon Juice

Recipe :
  • ડુંગળી આદું લસણ અને લીલા મરચાની પેસ્ટ બનાવો.
  • આ પેસ્ટ ને શેકો તેમાં બધી શાકભાજી કોથમીર ફુદીના ના પાન અને મીઠું રાંધવા દો.
  • એક વાસણમાં ઘઉં ના ફાડાને શેકીલો આ રાંધેલા ફાડામાં ઉકાળેલું પાણી મીક્સ કરી
  • ત્યાં સુધી રહેવા દો જ્યાં સુધી એમાંનું બધું પાણી ચૂસાઈ ન જાય
  • તૈયાર ફાડામાં શાકભાજી બરાબર મિક્સ કરો બની જાય એટલે લીંબુ નો રસ બાળી ને ગેસ ઉપરથી ઉતારી દો કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસવું
Masala Daliya Recipe is Good in Breakfast.

green soup recipe

Green Soup Recipe in Gujarati Language : 

[ ગ્રીન સૂપ ]

Ingredients :
  • 100 ગ્રામ આમળા (Amla - Indian gooseberry)
  • 200 ગ્રામ દૂધી (Bottle Gourd)
  • 50 ગ્રામ પાલક (Palak)
  • 50 ગ્રામ ફુદીનો (Mint)
  • 50 ગ્રામ કોથમીર (Coriander)
  • 50 ગ્રામ કોબીજ (Cabbage)
  • 1 ટીસ્પૂન માખણ (Butter)
  • 1/4 ટીસ્પૂન જીરૂ (Cumin seed)
  • 1 નાનો ટુકડો આદું (Ginger)
  • મીઠું - (Salt)
  • મરી - (Black Pepper)
  • ખાંડ - (Sugar)
  • સંચળ - (Sancala / black salt)  
Green soup Recipe : 
  • સૌ પ્રથમ બધું શાક બાફી ક્રશ કરી, તેને ઉકાળો. 
  • બાકીનો બધો મસાલો નાખો. 
  • આદું છીણીને નાખવું, અને માખણ માં જીરાનો વઘાર કરી સૂપ માં નાખવું. 
  • સામાન્ય તાપમાને પીરસો.
Recipe:
  • First Clean all vegetables with fresh water, boil them.
  • Add other spices like salt, black pepper powder, sugar, black salt in the soup.
  • add minced garlic, butter, and add cumin seed tadka into soup.
  • Let the cook on normal heat, once cook well, serve it hot. 

bhaidku recipe

Bhaidku Recipe : ભૈડકું બનાવવાની રીત

Ingredients :
100 ગ્રામ - ભૈડકા નો લોટ (ખાસ તૈયાર કરેલો ઘઉં નો લોટ)
150 ગ્રામ છાશ - Butter milk
વાટેલા આદું મરચાં - Ginger Green Chili Paste

મીઠું - Salt

Bhaidku Recipe :
કૂકરમાં થોડું તેલ મૂકી,  જીરા નો વઘાર કરી, વાટેલાં આદું મરચા નાખી દેવા. ત્યાર બાદ જરૂર મુજબ છાશ નાખવી. છાશ થોડી ઉકળે પછી ભૈડકા નો શેકેલો લોટ ઉમેરી ભૈડકું બફાવા દેવું.


mix beans curry recipe

Mix Beans Curry Recipe :

Ingredients :
500 ગ્રામ મગ - Mung
50 ગ્રામ મઠ - Math
50 ગ્રામ દેશી ચણા - Chick pea
50 ગ્રામ કાબુલી ચણા Kabuli Chick pea
50 ગ્રામ લીલા વટાણા - Green Peas
50 ગ્રામ સોયાબીન - Soya bean
100 ગ્રામ પનીર - Paneer

વાટવા (ક્રશ કરવા નો મસાલો) :
100 ગ્રામ કાંદા - Onion
50 ગ્રામ ટામેટા - Tomato
3 ટીસ્પૂન લાલ મરચું પાવડર - Red Chili Powder
1/2 ટીસ્પૂન ગરમ મસાલો - Garam Masala
6 કળી લસણ - Ginger

Recipe :
મગ અને મઠ પલાળી ફણગાવી લેવા. તપેલી માં છુટા બાફી લેવા, બાકીના બધા કઠોળ ભેગા કરી, પલાળી કુકરમાં બાફી લો. મગ મઠ ભેગા કરવા. કઢાઈ માં તેલ ગરમ કરી. વાટેલો મસાલો સાતળવો. સ્વાદ મુજબ મીઠું, જો સહેજ ગળપણ જોઈએ તો 1 ચમચી ખાંડ ઉમેરવી. બાફેલા કઠોળ નાખી ખદખદાવું પરાઠા, અથવા ભાત સાથે ગરમ પીરસવું.

vegetable pulav recipe

Vegetable Pulav Recipe :

Ingredients :

  • 1/2 કપ ચોખા - (Rice)
  • 3 કાંદા - (Onion)
  • 1 કપ બાફેલા વટાણા - (Boil Green Peas)
  • ગાજર - (Carrot)
  • ફણસી - Fansi (French Beans)
વઘાર માટેની સામગ્રી :
  • 10 કળી લસણ - (Garlic)
  • 3 લવિંગ - (Clove)
  • 3 ટુકડા તજ - (Cinnamon)
  • 3 ઈલાઈચી - (Elchi Powder)
  • 1 મોટો આદું નો ટુકડો - (Ginger)
  • 6 લીલા મરચા - (Green Chili)
  • 3 ટેસ્પૂન સૂકા ધાણા - (Dry Coriander)
  • 1 ટીસ્પૂન જીરું - (Jiru)
  • મીઠું - (Salt) 
  • અડધી ટીસ્પૂન શાહજીરું (Cumin seed)
  • 4 ટીસ્પૂન ઘી - (Ghee)
Recipe :
    vegetable pulav
  • સૌ પ્રથમ ચોખા ને ચોખ્ખા પાણી થી ધોઈ ને પલાળી ને તેમાં મીઠું નાખી તેને ચઢવા દો. 
  • કાંદા ની લાંબી પાતળી સળીયો સમારો. 
  • ઘી ગરમ કરી શાહજીરું નો વઘાર કરી, કાંદા ને સાતળો. 
  • કાંદા ગુલાબી થાય એટલે વાટેલો મસાલો નાખવો. 
  • વાટેલો મસાલો બરાબર શેકાય એટલે તેમાં બાફેલા શાક નાખવા. 
  • ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખો. 
  • ગરમ ભાતમાં થોડું લીંબુ નોચોવો, ત્યારબાદ તેને હલાવો અને ગરમ પીરસો.
Pulav Recipe:

  • First soak the rice with clean water and wash it properly and add salt into it. and let them cook.
  • Make Onion Long thin Pieces.
  • Heat the Ghee, add Sahajirum seeds and Onion chips and mix well until the onion get the pink colour then add the spices.
  • Once spices gives smell then add the boil vegetables in it.
  • Then add the salt into it.
  • A little lemon juice sprinkle on rice then stir and serve hot.

This Vegetable Pulav you can take with Pav Bhaji, Kadhi or Butter Milk, or Punjabi Sabji and Paratha, and Bhakhri. 

fangavela mag soyabean bhaji na dhebra

Fangavela Mag (moong), Soyabean Bhaji Na Dhebra :

Ingredients :
Soyabean flour - 1 કપ - સોયાબીન નો લોટ  
Mix Bhaji - મિક્ષ ભાજી (મેથી ની ભાજી, કોથમીર, પાલક)
Bajri flour - 1 કપ - બાજરી નો લોટ
Yogurt - દહીં
Ginger Chili Paste - 1 ટીસ્પુન આદું મરચાં ની પેસ્ટ
Coriander - કોથમીર ઝીણી સમારેલી
Ground nut seed - 1 ટેસ્પૂન સિંગદાણા નો ભુક્કો
Sesame seed - 1 સ્પૂન તલ
Fangavela Mag (sprouted moong) - 1/2 કપ ફણગાવેલા મગ

Sprouted Recipe:
સૌ પ્રથમ સોયાબીન નો લોટ, બાજરી નો લોટ, મિક્ષ કરી, પછી તેમાં બધી મિક્ષ ભાજી નાખી, દહીં, આદું, મરચાં ની પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર, સિંગ દાણા નો ભુક્કો, તેમજ ફણગાવેલા મગ અને તલ ને ક્રશ કરી અંદર ઉમેરો. તેમજ મીઠું, મરચું, તેલ સ્વાદ અનુસાર. નાખી નરમ લોટ બાંધો ગોળ લુવા પાડી. તેના ઢેબરા  (થેપલા) વણો અને ગેસ ઉપર તવી મૂકી ગુલાબી તળી લેવા.

churmana ladoo recipe

Gujarati Churma Ladoo Recipe : (ચુરમા ના લાડું) 

Ingredients :
  • 3 વાડકી ઘઉં નો ભાખરી નો કકરો લોટ - Wheat flour
  • અડધી વાડકી ચણાનો લોટ - Gram flour
  • અડધી વાડકી સોજી નો લોટ - Soji Flour
  • બૂરું ખાંડ જરૂર પ્રમાણે
  • ઇલાઇચી નો ભૂકો Elaichi
  • કાજુ - Cashew
  • દ્રાક્ષ - Dry Grapes - Kismis
  • આખી સાકર નાની - Whole Sugar Small Size
  • ઘી જરૂર પ્રમાણે - Ghee

Recipe :
    churma ladoo recipe
  • સૌ પ્રથમ એક મોટી તાસમાં ત્રણે લોટ ભેગા કરી મુઠી વળે, એટલું ઘી અંદર નાખી. 
  • તેનાં મુઠીયા બનાવી તેલમાં ગુલાબી થાય તેવા તળી લેવા. 
  • ત્યાર બાદ મુઠીયા ને ભાગી ઠંડા પડે એટલે મિક્ષર માં ક્રશ કરી 
  • એકદમ ઝીણું કરી દેવું, અને ચારણા થી ઝીણું કરી દેવું. 
  • જેથી દાણા દાણા જેવું ચુરમું તૈયાર થશે. 
  • ત્યારબાદ તેમાં પહેલાં થોડું બુરું ખાંડ નાખવું, અને ઘી ગરમ કરીને જોઈતા પ્રમાણ નાખવું.
  • બધું બરાબર મિક્ષ કરી સહેજ ચાખવું, જો મોળું લાગતું હોય તો જોઈએ તે પ્રમાણે બુરું ખાંડ નાખવું. અને જરૂર પ્રમાણે ઘી ઉમેરવું. 
  • તેમજ ઇલાઇચી નો ભુક્કો કાજુ ના ટુકડા, અને દ્રાક્ષ અને આખી સાકર નાખી, સહેજ પાણી ના છાંટા નાખી. 
  • બધુજ ભેગું કરી થોડી વાર પછી ગોળ ગોળ લાડવા વાળવા, અને ઉપર થી ખસખસ લગાડવી. 

This Churma Na Ladoo Can be Made in Gujarati homes in Many Social Events like Wedding, Janoi, and Many Ceremony and Celebrations.

health salad recipe

Health Salad Recipe :

Ingredients :.
100 ગ્રામ કોબીજ - Cabbage
100 ગ્રામ પાઈનેપલ - Pineapple
100 ગ્રામ સફરજન - Apple
100 ગ્રામ ફણગાવેલા મગ - Sprouted Mag
100 ગ્રામ જામફળ - Jamfal (Guava)
1/2 કપ દાડમ ના દાણા - Pomegranate Seeds
50 ગ્રામ કાકડી - Cucumber
100 ગ્રામ ટામેટા - Tomato
1 નારંગી ની પેશીઓ - Orange
25 ગ્રામ કોથમીર - Coriander
25 ગ્રામ ફુદીનો - Mint
સ્વાદ મુજબ ચાટ મસાલો - Chat Masala
મીઠું - Salt          


Health Salad Recipe in Gujarati Language :
  • સફરજન, પાઈનેપલ, કાકડી, ની છાલ ઉતારી બધુંજ ઝીણું સમારવું. 
  • કોથમીર, ફુદીનો, ઝીણા સમારી ઉમેરવા. 
  • નારંગી ની પેશીઓ છૂટી પાડવી. 
  • બી અને છાલ કાઢી ઝીણી કરી ઉમેરો. 
  • દાડમ ના દાણા અને ફણગાવેલા મગ ઉમેરો. 
  • મીઠું અને ચાટ મસાલો નાખી બરાબર મિક્ષ કરો.  
  • કાચ ના વાડકા ભરી પીરસો.
This Health Salad Contains Apple, Pineapple, Orange, Tomato, Cucumber, Guava, Sprouted mag, Cabbage so its Healthy and Nutrients Value is Good, People Wants to Plant for Loose Weight Can take this salad its having taste too.

coconut chutney recipe in gujarati language

Coconut Chutney in Gujarati Style :

Ingredients :

  • 50 ગ્રામ - ચણા ની દાળ - (Chana Dal)
  • 50 ગ્રામ - અડદ ની દાળ - (Urad Dal)
  • 1/2 નંગ - લીલું ટોપરું (નારીયેળ) - Coconut
  • 2 ટીસ્પૂન - આદું મરચાં ની પેસ્ટ - (Ginger Chili Paste)
  • 2 ટીસ્પૂન - જીરૂ - (Cumin seed)  
  • 50 ગ્રામ - ખાંડ - (Sugar)
  • 50 ગ્રામ - દહીં - (Yogurt)
  • 50 ગ્રામ - કોથમીર - (Coriander Leaves)

Recipe :

  • સૌ પ્રથમ ચણા ની દાળ અડદ ની દાળ, જીરૂ અને એક આખું મરચું શેકવું. 
  • પછી તેને મિક્ષર માં વાટવું લીલા નારીયેળ ને સમારી ક્રશ કરવું. 
  • કોથમીર, લીલા મરચાં, આદું મિક્ષ્ચર માં ક્રશ કરવાં. 
  • આ બધાં મિશ્રણ ને મિક્સ કરી દહીં ઉમેરવું. 
  • જરૂર મુજબ મીઠું અને પછી તેલ મૂકી તેમાં સહેજ રાઈ અડદ ની દાળ હિંગ અને લીમડા નો વઘાર કરવો.
    coconut chutney gujarati
Note: Coconut trees are grown at gujarat Sea Shore, and Coconut Main use at Mandir for Prasad. and Another for food. This Chutney is set with Dhokla, Sandwich Dhokla, Dangela (ઢોકળા ના લોટના પુડલા ).

  

kotha ni chutney

Kotha Ni Chutney :

Ingredients :
2 નંગ કોઠા
100 ગ્રામ ગોળ
1 ટેસ્પૂન લાલ મરચું
1 ટીસ્પૂન જીરૂ
મીઠું     

Kotha Ni Chutney Recipe in Gujarati Language :

  • સૌ પ્રથમ કોઠા ને તોડી અંદર નો માવો કાઢી લેવો. 
  • તેમાં મીઠું, મરચું, અને ગોળ, ઉમેરી મિક્ષ્ચર માં ક્રશ કરવું.
  • શેકેલુ જીરૂ ઉમેરવું.
  • બરાબર મિક્ષ કરી લેવું, કોઠા ની ચટણી તૈયાર છે.
Note : Kotha are Generally Sold by Hawkers Near the School, this is Childrens favourite food. and also can be sold by vegetable vendors in the Vegetable Market.  

cheese vegetable soup

Cheese Vegetable Soup Recipe :

Ingredients :
100 ગ્રામ - કોબીજ - Cabbage
100 ગ્રામ - બટાકા  - Potato
200 ગ્રામ - ટામેટા - Tomato
1 નંગ - કાંદા - Onion
50 ગ્રામ - ચીઝ - Cheese
મીઠું - Salt
મરી - Black Pepper   

Cheese Vegetable Soup Recipe in Gujarati Language :
કોબીજ, બટાકા અને ટામેટા બાફી ને તેનો સૂપ બનાવવો, થોડું ઘી મૂકી કાંદા ને ઝીણા સમારી, તેમાં સાંતળવા. બાફેલા શાક નો પલ્પ તેમાં ઉમેરવો. તેમાં મીઠું અને મરી ઉમેરવા, સર્વ કરતી વખતે ઉપર ચીઝ છીણી ને નાખવું સૂપ તૈયાર છે. ગરમ ગરમ પીરસવો.     

masoor dal gujarati recipe

Masoor Dal Gujarati Style Recipe :

Ingredients :
Masoor Dal - 1 વાડકી  મસૂર ની દાળ
Water - પાણી જરૂર મુજબ
Garlic - 2 થી 3 કળી લસણ
Turmeric - હળદર
Chili Powder - મરચું
Salt - મીઠું
Dhanajiru - ધાણાજીરૂ
Oil - તેલ
Asafoetida - 3 ટીસ્પૂન હિંગ
Curry leaf - મીઠો લીમડો
Cumin seed - જીરુ
         
Masoor Dal Recipe in Gujarati Language :
સૌ પ્રથમ 1 વાડકી મસૂર દાળ ને ધોઈ, ને દાળ હવે તેટલું પાણી મૂકવું. ત્યારબાદ ગેસ ઉપર એક કઢાઈ માં તેલ મૂકી જીરું, હિંગ, અને મીઠા લીમડા નો વઘાર કરવો. ત્યારબાદ તેમાં પાણી સાથે દાળ ને નાખી દેવી. તેમાં વધેલું લસણ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરવું. અને ચમચા થી હલાવી ધીમા ગેસ ઉપર ઢાકણ ઢાંકી ચઢવા દેવી. દાળ કાચી લાગે તો જરૂર લાગે તેટલું પાણી અંદર ઉમેરવું. અને બધુજ પાણી બળી જાય, અને દાળ ચઢી જાય એટલે દાળ તૈયાર થઇ ગઈ છે.

This Masoor Dal is Good for Health, Masoor Dal is Favourite in Punjab Region.

chutti mag ni dal

Chutti Mag Ni Dal Recipe :

Ingredients :

  • 1 વાડકી મગની મોગર દાળ - Moong Mogar Dal (Moong Skinned Dal) 
  • જરૂર મુજબ પાણી - Water
  • 2 થી 3 કળી લસણ - Garlic
  • હળદર - Turmeric Powder
  • મરચું - Chili Powder
  • મીઠું - Salt
  • ધાણાજીરૂ - Cumin Coriander Seed Powder
  • તેલ - Oil
  • 3 ટીસ્પૂન હિંગ - Asafoetida
  • મીઠો લીમડો - Curry Leaves
  • જીરુ - Cumin Seeds

           
Mag Ni Chutti Dal ni Recipe :

  • સૌ પ્રથમ 1 વાડકી મગની મોગર દાળ ને ધોઈ, ને દાળ હવે તેટલું પાણી મૂકવું. 
  • ત્યારબાદ ગેસ ઉપર એક કઢાઈ માં તેલ મૂકી જીરું, હિંગ, અને મીઠા લીમડા નો વઘાર કરવો. 
  • ત્યારબાદ તેમાં પાણી સાથે દાળ ને નાખી દેવી. તેમાં વધેલું લસણ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરવું. અને ચમચા થી હલાવી ધીમા ગેસ ઉપર ઢાકણ ઢાંકી ચઢવા દેવી. 
  • દાળ કાચી લાગે તો જરૂર લાગે તેટલું પાણી અંદર ઉમેરવું. અને બધુજ પાણી બળી જાય, અને દાળ ચઢી જાય અને દાળના આખા દાણા રહે તેવી છૂટી દાળ તૈયાર થઇ જશે.
Moong Dry Dal Recipe:

  • First of all take one Small bowl Moong Mogar Dal Wash it with Water and Add Same Qty of water.
  • Then Heat the Pen and Add Oil Cumin seed, Asafoetida, Curry Leaves.
  • Then add Moong dal along with water in Pen and add Garlic, Salt, Chili Powder, Turmeric Powder, Cumin Coriander Seed Powder and Mix well with Spoon and Keep the Gas flame law and Cover the Pen.
  • If Moong dal is not cooked well then add little water and cook continue, once all the water can be abosorbed in Moong dal and looks dry then turn off the gas.
  • Dry Moong Dal is Ready to Serve.  

milk fruit salad recipe indian style

Milk Fruit Salad Recipe : દૂધ નો  ફ્રુટ  

Ingredients :
1 સફરજન  Apple
2 નંગ કેળુ - Banana
1 નંગ દાડમ - Pomegranate
2 નંગ ચીકુ - Chickoo / Sapota
1 લીટર દૂધ - Milk
1 વાડકી ખાંડ - Sugar
કસ્ટર્ડ પાવડર - Custard Powder
કેસર - Kesar
ઈલાઈચી - Elaichi      

Milk Fruit Salad Recipe :  
  • સૌ પ્રથમ દૂધ ઉકળવા મૂકવું,
  • દૂધ ઉકળે ત્યારે તેમાં ઈલાઇચી નો ભુક્કો નાખવો. અને કેસર પણ ઉમેરી દેવું. 
  • કસ્ટર્ડ પાવડર એક વાડકી માં લઇ દૂધ નાખી ઓગળી દૂધ માં ઉમેરી દેવું. 
  • અને ખાંડ ઉમેરી અને ઓગાળી દેવી ત્યારબાદ ફ્રિજ માં ઠંડુ પાડવા મૂકો. 
  • ત્યારબાદ સફરજન કેળા ચીકુ ના નાના નાના ટુકડા કરવા અને દાડમ ના દાણા કાઢી લેવા.
  • જમવાના સમય વખતે દૂધને ફ્રિજ માંથી કાઢી બધાજ ફ્રુટ ઉમેરી બરાબર હલાવી દેવું.
Fruit Salad Recipe :
Boil the Milk in Big Bowl, then after add the Elaichi Powder into it and Kesar, take custard powder in small bowl and add little milk and mix it well then add this into a Big Milk Bowl then add the Sugar and melt it, once sugar melted put his into a Refrigerator to make Cool then Cut the the Apple, Banana, Chickoo into small pieces and take pomegranate seeds too. on the Lunch time take out the Milk out of fridge and add all the fruits into it. Fruit salad is Ready.

doodh pak recipe

Doodh Pak Recipe : દૂધપાક

Ingredients :
1 લીટર દૂધ - Milk
2 વાટકી ખાંડ - Sugar
1 વાટકી ચોખા - Rice
બદામ - Almond
પીસ્તા - Pista
કાજુ - Cashew
ઇલાઇચી - Elaichi
કેસર - Kesar

Doodh Pak Recipe In Gujarati Language :

doodh pak recipe gujarati style
  • સૌ પ્રથમ દૂધને મોટી તપેલીમાં ઉકળવા મૂકો સાથે સાથે ચોખા ધોઈ ને તેને દૂધમાં ઉમેરી દો
  • ચોખા ચઢે ત્યાં સુધી દૂધ ઉકળવા દો.
  • ત્યાર બાદ ખાંડ ઉમેરી દેવી, ખાંડ ઓગળી જાય અને ચોખા ચઢી જાય એટલે ગેસ બંધ કરી.
  • તેમાં બદામ પીસ્તા કાજુ ના નાનાં નાનાં ટુકડા કરી ઉમેરવા. 
  • ઇલાઇચી નો ભુક્કો ઉમેરવો અને કેસર પણ ઉમેરી દેવું. 
  • જેથી સ્વાદીસ્ટ દૂધ પાક તૈયાર થઇ જાય છે.

Doodh Pak in English :

Boil the milk in Big Bowl and Along with Clean the Rice with Clean water and Add it into the Milk, Boil the Milk until the Rice are Cooked well. then add the Sugar and also melt it, Once the Rice is cooked then shut off the Gas. and add the Almond, Pista, Cashew Small pieces in it and elaichi powder and kesar, and mix it well Doodh Pak is Ready for Serve.
              
Doodh Pak is Gujarati Menu Sweet Liquid Recipe made from Milk, Rice, Sugar Combination and Dry Fruits. you can serve it hot or cold too.

mix fruit raita recipe

Mix Fruit Raita Recipe : ( મિક્ષ ફ્રુટ રાઈતુ )

Ingredients :
200 ગ્રામ મોળું દહીં - Tame Yogurt
1 નંગ કેળુ - Banana
1 નંગ ચીકુ - Chickoo / Sapota
દાડમ થોડા દાણા - Pomegranate
પાઈનેપલ - Pineapple
વાટેલું જીરૂ - jiru powder
મરી - Pepper
ચાટ મસાલો - Chat Masala
       
Recipe :
  • સૌ પ્રથમ બધા ફ્રુટને ધોઈને સમારવા
  • દહીં માંથી પાણી કાઢી લેવું. તેમાં મીઠું, મરચું, જીરૂ, તેમાં ઉમેરવા. 
  • બધા ફ્રુટ પણ તેમાં ઉમેરી દેવા. 
  • ખટાશ લાગતી હોય તો ખાંડ ઉમેરવી હલાવી ને ફ્રિજ માં ઠંડુ કરવા મૂકવું.

fruit salad with jelly recipe

Fruit Salad With Jelly Recipe : ફ્રુટ સલાડ વિથ જેલી

Ingredients:
250 ગ્રામ બીટ
1 પેકેટ જેલી
1/3 સ્પૂન કસ્ટર્ડ પાવડર
ખાંડ
2 સ્લાઇસ  સફરજન
2 સ્લાઇસ ચીકુ
2 સ્લાઇસ કેળા
2 સ્લાઇસ નાસપતી
2 સ્લાઇસ પાઈનેપલ         

Fruit Salad Recipe: 
સૌ પ્રથમ જેલી પેકેટમાંથી જે.લી સેટ કરવા મૂકવી. ત્યારબાદ ક્રીમની અંદર પાવડર અને ખાંડ ઓગાળવા, સફરજન, ચીકુ, કેળા, નાસપતી, પાઈનેપલ વગેરેના નાના નાના ટુકડા કરવા અને ક્રીમની અંદર ભેગું કરવું. જેલી સેટ થયા બાદ તેને મોલ્ડ માંથી કાઢી લેવી. તેના નાના ટુકડા કરી ક્રીમ સલાડ સાથે મિક્સ કરી ઠંડુ થવા દેવું.

sweet corn soup recipe

Sweet Corn Soup : (મકાઈ નો સૂપ) Makai No Soup

Ingredients :

  • 1 કિલો મકાઈ (Fresh Corn)
  • 1/4 ટેસ્પૂન સોયા સોસ (Soya Sauce)
  • 1/2 ચીલી સોસ (Chili Sauce)
  • ચીલી ઇન વિનેગર -  (Chili In Vinegar)
  • મીઠું (Salt)
  • મરી (Black Pepper)
  • ખાંડ (Sugar)   

Recipe :

  • સૌ પ્રથમ મકાઈ ના છોતરા કાઢી તેને બાફી ને છીણી લો, થોડા મકાઈ ના દાણા કાઢી લો. 
  • ત્યારબાદ પાણી માં કોર્નફલોર ઓગાળી મકાઈ ના મિશ્રણ માં ઉમેરી ઉકાળવા મૂકો. 
  • તેમાં મીઠું, મરી, ખાંડ ઉમેરો. 
  • સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ નાખવો.

mix bhaji uttapam recipe in gujarati

Mix Bhaji Uttapam Recipe :

Ingredients :
200 ગ્રામ ચણા નો લોટ
100 ગ્રામ ઘઉંનો (કકરો) લોટ
100 ગ્રામ દહીં
100 ગ્રામ મેથી ની ભાજી (ઝીણી સમારેલી) 
100 ગ્રામ ઝીણા સમારેલા લીલા કાંદા
50 ગ્રામ કોથમીર
25 ગ્રામ ફુદીનો
આદું
મરચાં
મીઠું
લસણ
તેલ

Mix Bhaji Uttapam Recipe in Gujarati Language :
ચણા નો લોટ અને ઘઉંનો લોટ ભેગા કરી મીઠું, આદું મરચાં ની પેસ્ટ, અને લસણ, ઝીણા સમારેલાં લીલાં કાંદા ( પાંદડા સાથે ) મેથી ની ભાજી, કોથમીર, ફુદીનો મિક્સ કરી દહીં નાખો. જરૂર પડેતો પાણી ઉમેરો. ખીરૂ બનાવવું, નોનસ્ટીક તવા પર ઉત્તપા ઉતારવા. લીલી ચટણી અને વઘારેલા દહીં સાથે ગરમ પીરસવું.

The Fenugreek Green Leafs helps in improves our blood quality and and having good source of fibre so also helps in digestion and very good source of iron it can fulfill your body fibre requirement. Enjoy this Mix Bhaji Uttapam Recipe and Get good source of iron from it.

sev khamani recipe

Sev Khamani Recipe in Gujarati Language :

(સેવ ખમણી)

Ingredients :
  • 250 ગ્રામ - ચણા ની દાળ - Gram dal  
  • 50 ગ્રામ - જીણું સમારેલુ લસણ - Small Chopped Garlic
  • 100 ગ્રામ ખાટું દહીં - Yogurt
  • મીઠું - Salt
  • આદુ મરચાં ની પેસ્ટ - Ginger, Green Chili Paste
  • 1/4 ટેસ્પૂન સોડા - Soda
  • ખાંડ અને લીંબુ નો રસ - Sugar and Lemon juice
વઘાર માટે:
  • તેલ - Oil
  • રાઈ - Mustard seed
  • હિંગ - Asafoetida
પીરસવા માટે :
  • અડધા નારીયેળ નું ખમણ - Half Coconut crushed
  • 50 ગ્રામ - ઝીણી સમારેલી કોથમીર - Coriander
  • 1/4 કપ - દાડમ નાં દાણા - Pomegranate seed
  • 100 ગ્રામ - સેવ ઝીણી - Jini Sev        
Recipe of Sev Khamani in Gujarati Language /Text :
  • ચણા ની દાળ ને 4 કલાક પલાળવી પાણી નીતારી દહીં નાખી કકરી વાટો. 
  • વાટેલી દાળ ને 2 થી 3 કલાક રહેવા દો જેથી આથો આવશે. 
  • આથો આવેલી ચણાની દાળમાં મીઠું, હળદર, આદું મરચાં ની પેસ્ટ અને સોડા નાખી હલાવો. 
  • ખીરા ને થાળીમાં રેડી વરાળે બાફો, 10 મિનીટ બફાયા બાદ બહાર કાઢી ઠંડુ પાડો.
  • તાવેતાથી ખમણ ઉપાડવા હાથથી કકરો ભૂકો કરવો.
  • 3 ટેસ્પૂન તેલ ગરમ કરી રાઈ, હીંગ અને લીલું લસણ થી વઘારો. 
  • વઘારને ખમણ નાં ભૂકા માં નાખો, અને ખાંડ, લીંબુ નો રસ અને પુરતું મીઠું ઉમેરી દાડમ ના દાણા ઉમેરવા. 
  • કોથમીર અને કોપરું ઉમેરી બરાબર ભેગું કરો. 
  • પીરસતી વખતે ઝીણી સેવ નાખી તરત પીરસવું.
Sev Khamani Recipe :

  • Take Gram Dal Soaked it in a Water for Upto 4 Hours then Remove the Water from it and Add Yogurt and Crushed it.
  • Keep the Crushed Gram Dal leave aside for 2 to 3 Hour So yeast will comes.
  • Then Add Salt, Turmeric Powder, Ginger Garlic Paste and Sol and Mix Well the Mixture.
  • Then Spread the Mixture (Khiru) inPlate and Steam them for 10 Mintures and Keep Aside then.
  • Once it gets Cool Remove it from the plate and make the crumb of it.
  • Take Pan and Add 3 Tablespoon of Oil and Heat them once Heated Add Mustard Seed, Asafoetida, Green Garlic.
  • Put this Vaghar into Crumb of the Khaman and add Sugar, Lemon, and Salt to Taste and add Pomegranate Seeds.
  • Sprinkle Fresh Chopped Coriander and Crumbed Coconut on it.
  • and While serving spread Zini Sev on it. 


This is the best breakfast recipe or you can make while for more Guest, Get together and also for Picnic place Snack and suitable with Tea.

sing dana ni chikki

Sing Dana Ni Chikki Ni Recipe : 
સીંગ દાણા ની ચીક્કી

Ingredients :

  • 250 ગ્રામ શેકેલા સીંગ દાણા - Sing Dana (Penut)
  • 350 ગ્રામ ગોળ (Jaggery)
  • 2 ટેબલ સ્પૂન ઘી (Ghee) 
Recipe :
  • સૌ પ્રથમ સીંગ ને ફોતરા કાઢી સીંગ ના બે ફાડિયા કરવા.  
  • એક તાસરામા ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી તેમાં તાવેતા થી હલાવો, જયારે ગોળ ખદખદવા લાગે એટલે તેનો પાયો થઇ ગયો સમજવો.
  • ત્યારબાદ તેમાં સીંગ નાખી દેવી અને ગેસ બંધ કરી નીચે ઉતારી લો.
  • તરતજ રસોડા ના પ્લેટફોર્મ પથ્થર સાફ કરી ઉપર ઘી લગાવી દો.
  • મિશ્રણ ના ગોળ ગોળ લાડવા જેવું કરી પથ્થર ઉપર પાથરી દો.
  • વેલણ થી વણી રોટલા જેવું તૈયાર કરી સરસ સમચોરસ કટકા કાપી દો.
Note : આ ચીક્કી બનાવતી વખતે પાયો બનાવવામાં  ધ્યાન રાખવું.         
Recipe:

  • First of all remove the ground nut (penut/ sing) skins and make its two pieces.
  • Take ghee in one pan and add crumbed jaggery in it, and mix them well once jaggery get hot and melted well and hot well means the mixture of chikki is ok.
  • Then add the ground nut pieces in it, and turn off the gas. and mix the groun nut in mixture well.
  • Instant clean the platform stone and spread the ghee on it, and spread the mixture on it.
  • And spread the mixture using roti dough roller/maker (belan) and make its thin roll. and cut them in square pieces.

Ground nut Sing dana ni Chikki Recipe is a Healthy Winter, and Uttarayan Festival special Sing ni Chikki Recipe, Special in Gujarat Region the Importance of this festival is very much people like this festival. Whole day people are flying Colourful kites in the sky from their terrace from Early Morning to Late Evening, they Eats Dry Snacks in between and this healthy recipe give them good energy too.

sing na ladu ladoo recipe

Sing Na Ladoo Recipe :

Ingredient:
250 ગ્રામ શેકેલા સીંગદાણા
200 ગ્રામ દળેલી ખાંડ
100 ગ્રામ ઘી
1/2 ચમચી ઇલાઈચી નો ભુક્કો

Recipe :

  • શેકેલી સીંગનાં ફોતરાં કાઢવા અને તેનો  ભૂકો કરવો.
  • તેમાં દળેલી ખાંડ ઈલાઇચી નો ભૂકો મિક્સ કરી ગરમ ઘી ઉમેરવું.
  • ગોળ નાખી લાડું વાળવા.
Note : Sing/Ground nut ladoo Recipe is a Helathy and Winter Season Best Recipe.

rava no shiro

Rava no Shiro (Soji no Shiro) Recipe in Gujarati Language:

(રવા નો શીરો/ સોજી નો શીરો)

Ingredients :
  • 1 કપ રવો (સોજી નો લોટ) (Ravo / Rava / Soji / Semolina flour)
  • 2 કપ દૂધ (Milk)
  • 1 કપ ખાંડ (Sugar)
  • પોણો કપ ઘી (Ghee)
  • ચાર ઇલાઇચી નો ભુક્કો (Green Cardamom Powder)
  • કાજુ (Cashew)
  • બદામ (Almond)
  • પિસ્તા (Pistachio)
  • સૂકી દ્રાક્ષ (Raisins/ Sultanas / Dry grapes)
rava soji no shiro

Recipe :
  • કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં રવો (સોજી નો લોટ) શેકવો.
  • રવો શેકાયાની સુગંધ આવે એટલે દૂધ નાખવું, દૂધ બધુંજ બળી જાય પછી ખાંડ ઉમેરવી
  • ખાંડ નું પાણી બળી ને ઘી છુટે ત્યાં સુધી શીરો ગેસ પર થવા દેવો   
  • કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ ના ટુકડા કરી તેમાં ઉમેરવા, અને ઇલાઇચી નો ભુક્કો નાખી તાવેતાથી શીરો ઉપર નીચે હલાવી દેવો 
Rava No Shiro is a Healthy and Prepared in Satyanarayan Katha Prasad Recipe.

Recipe in English:
  • Heat the Ghee in Kadhai and Scroch the Rava flour in it.
  • Once get the Smell of Rava flour to be Scroch the add the Milk in this Kadhai, and all the Milk is melt (burned) then add the sugar.
  • All the water of sugar can be burned and ghee can spreaded into kadhai till keep the rava shiro on the gas
  • Then add the Cashew, Almond, Pista Small Pieces and Elachi Powder and Mix them well into Mixture and turn upside and down side whole the mixture using Ladle.
  • Turn off the Gas, and Put the Kadhai on the Platform.  

tomato soup in gujarati language

Tomato Soup Recipe : ( ટામેટા નો સૂપ )

Ingredients :
750 ગ્રામ ટામેટા - Tomato
2 નંગ કાંદા - Onion
4 કડી લસણ - Garlic
3 ટે.સ્પૂન માખણ - Butter
2 ટે.સ્પૂન મેંદો - maida flour
50 ગ્રામ તાજું ક્રીમ અથવા મલાઈ - fresh cream
ખાંડ - sugar
મીઠું - salt
મરીનો ભુક્કો (પાવડર) - Pepper

Tomato Soup Recipe :

  • ટામેટા ને ધોઈ કટકા કરવાં, કાંદા અને લસણ ફોલી મધ્યમ કટકા કરવા. 
  • કઢાઈ માં માખણ ગરમ કરી મેંદો શેકવો, ગુલાબી થાય એટલે કાંદા લસણ ના ટુકડા ઉમેરવા.
  • અને હલાવતા રહેવું. ગુલાબી થાય એટલે ટામેટા ના કટકા અને એક કપ પાણી ઉમેરો.
  • આ મિશ્રણ ને બરાબર હલાવી, કુકર માં રેડો, ઢાકણ બંધ કરી, ત્રણ વ્હીસલ વગાડવી. 
  • ઠંડુ પડે એટલે ટામેટા ના મિશ્રણ ને મિક્સર માં વાટી લો. 
  • પ્લાસ્ટિક ની ગરણી વળે ગાળો. જરૂર પડે તે રીતે એક થી બે કપ પાણી રેડો. 
  • ગરમી ઉપર મૂકો સ્વાદ મુજબ ખાંડ મીઠું અને મરી નાખી ઉકાળો. 
  • ક્રીમ નાખી ગરમ પીરસવું.

  • ટામેટા સુપ સાથે ટોસ્ટ પીરસવામાં આવે છે, ટોસ્ટ બનાવવા માટે એક દિવસ જુની બ્રેડ લેવી, બ્રેડ ની સ્લાઈસ કાપી લેવી, અને મધ્યમ કદ ના ચોરસ ટુકડા કરવા.
  • ગરમ તેલમાં બ્રેડ નાં ટુકડા ગુલાબી તળો. 
  • સુપ પીરસતી વખતે દરેક કપમાં ક્રીમ સાથે 3 થી 4 ટોસ્ટ મૂકવા અને પીરસવા.

Tomato Soup is Good for Health, and Its taste is good in winter season because in winter tomatoes are available in good quality and due to cold its tomato soup taste is also increased.

rava idli recipe

Rava Idli Recipe in Gujarati Language :

Ingredients :

  • 250 ગ્રામ રવો - Rava flour
  • 250 ગ્રામ દહીં - Yogurt
  • 1 ટીસ્પૂન રાઈ - Mustard seed
  • 1/2 ટીસ્પૂન હિંગ - Asafoetida 
  • 3 ટીસ્પૂન અડદ ની દાળ - Urad Dal
  • 1/2 સ્પૂન સોડા - Soda
  • મીઠું - Salt
  • લીલા મરચાં ની પેસ્ટ  - Green Chili Paste

Rava Idli Recipe :

  • રવા ની અંદર દહીં અને હુંફાળું પાણી નાખી, ખીરૂ તૈયાર કરો. 
  • એક કલાક પલાળો, જેથી રવો પલળી ને હલકો થશે. 
  • ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, અને અડદ ની દાળ નો વઘાર તેમજ મીઠું અને સોડા નાંખી હલાવવું. 
  • ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી તૈયાર કરેલું રવા નું ખીરૂ એક એક ચમચો રેડવું. 
  • 10 મિનીટ વરાળે બાફી ઠંડી પાડી ઈડલી ઉખાડવી, ટોપરાની ચટણી સાથે ગરમ પીરસવું.
Recipe :
  • Take one Pan and add Rava flour and add Yogurt, and Luke Warm Water and Mix well and Prepare Khira.
  • Keep aside for a One Hour Rava gets wet and light weight.
  • Then add Mustard seed, asafoetida, Urad dal tadka and salt and soda and mix well all the mixture.
  • Grease the oil in Idli Stand and pour 1 Table spoon idli khira in it.
  • Boil 10 minutes on Steam and Keep Cool and take out in a Bowl.
  • Serve Idli with Chutney.


corn potato rolls

Corn Potato Rolls Recipe in Gujarati :

Ingredients :
  • 500 ગ્રામ બટાકા - Potato
  • 500 ગ્રામ મકાઈ - Corn
  • 4 સાઈઝ બ્રેડ - Break
  • 3 ટીસ્પૂન કોર્નફ્લોર (મકાઇ નો લોટ) - Corn flour
  • 3 ટીસ્પૂન કોથમીર - Coriander    
  • સ્વાદ મુજબ :
  • આદું - Ginger
  • મરચાં - Chili
  • મીઠું - Salt
  • લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • તેલ - Oil  
Corn Potato Rolls Recipe : ( મકાઈ અને બટાકા ના રોલ્સ )
  • બટાકા અને મકાઈ ને બાફવા બટાકા બફાઈ જાય એટલે તેનો માવો કરી, બાફેલી મકાઈ ને છીણવી. 
  • બટાકા, મકાઈ ભેગા કરી, તેમાં બ્રેડ કોર્નફ્લોર અને બધોજ મસાલો તથા કોથમીર નાખો. 
  • નાના મધ્યમ લંબગોળ રોલ વાળી ને તૈયાર કરો. 
  • તેને મધ્યમ ગરમ તેલ માં તળો.
Recipe :
  • Boil Potato and Corn, Once Potato Boiled then make its pulp and strain the boiled corn.
  • Mix the potato and corn and add bread, corn flour, and all other spices and coriander.
  • Make medium size Oval shape roll.
  • Fry them in a oil and then serve. 


aloo paratha bataka na parotha

Aloo Paratha Recipe in Gujarati Language :

Ingredients :

  • 500 ગ્રામ બટાકા - Potato
  • 250 ગ્રામ ઘઉંનો લોટ - Wheat flour
  • 100 ગ્રામ ડુંગળી - Onion 
  • 50 ગ્રામ કોથમીર - Coriander
  • 3 ટીસ્પૂન તેલ - Oil
  • 1/2 ટીસ્પૂન આખું જીરૂ - Cumin Seed
  • 2 ટીસ્પૂન ચાટ મસાલો - Chat Masala
  • (જો ચાટ મસાલો ન હોય તો)
  • 1 ટીસ્પૂન સંચળ પાવડર - Black Salt powder
  • 1 ટીસ્પૂન આમચૂર પાવડર - Ambodiya powder
  • મીઠું સ્વાદ મુજબ - Salt to taste

Aloo Paratha Recipe :
  • બટાકા ને બાફી છાલ ઉતારી દો. બટાકા ને મસળી નાખો, 
  • પછી તેમાં લોટ તેલનું મોઅણ (લોટ બાંધવા જેટલું તેલ) ગરમ મસાલો કોથમીર જીણા સમારેલા કાંદા બધું સારી રીતે ભેળવી લો. 
  • સ્વાદ મુજબ મીઠું ઉમેરો જરૂર પડે તો જ પાણી ઉમેરો. 
  • કણેક કઠણ બાંધો તેનાં લુવા પાડવા. 
  • પરોઠા વણી ગરમ તવા ઉપર બંને બાજુ તેલ મૂકી શેકો. 
  • ગુલાબી થાય ત્યાર બાદ ઉતારી લો. 
  • અને ગુજરાતી માં બટાકા રોટલી પણ કહે છે.
Recipe :

  • Boil the potatoes and remove its skin and mess the potatoes.
  • Then add flour and oil, garam masala, chopped coriander, chopped onion and mix all well.
  • Then add salt to taste.
  • Make the tight dough and make small pieces of dough.
  • Roll the paratha and grease the oil and cook them both side on the pen.
  • once it looks pinkish colour take of from the pen.
  • it is called in gujarati Bataka Rotli.
Note : This Aloo (Potato) Paratha is Usually taking with Tea in Breakfast, or serve with Coriander Chutney, Yogurt or Tomato Catchup. It is a Good Healthy Breakfast.

sabudana bataka na vada


Sabudana Bataka Na Vada Recipe : (સાબુદાણા બટાકા ના વડા બનાવવા ની રીત)

Ingredients :
  • 500 ગ્રામ બટાકા - Potato
  • 100 ગ્રામ સાબુદાણા - Sabudana
  • 50 ગ્રામ શેકેલી સીંગ - Roasted Groundnut
  • આદું - Ginger
  • મરચાં - Chili
  • મીઠું - Salt
  • ખાંડ - Sugar
  • લીંબુ નો રસ - Lemon juice
  • જીણી સમારેલી કોથમીર - Chopped Coriander
Sabudana Bataka Na Vada Recipe :
  • બટાકા ને બાફી માવો તૈયાર કરવો. 
  • સાબુદાણા ને પલાળી પોચાં બનાવવા, 
  • શેકેલા સીંગદાણા છોતરા ઉડાડી કકરો ભૂકો કરવો. 
  • બટાકા ના માવામાં પલાળેલા સાબુદાણા, સીંગદાણા નો ભૂકો, વાટેલા આદું, મરચાં, ઝીણી સમારેલી કોથમીર, મીઠું, ખાંડ, અને લીંબુ નો રસ નાખી મધ્યમ કદના ચપટા ગોળા વાળવા, 
  • ગરમ તેલમાં ગુલાબી તળવા.
Recipe :
  • Boil the Potato and prepare the pulp.
  • Soak the Sabudana in water and and make it soft.
  • Make the crumb of roasted ground nut beans.
  • Add sabudana in potato pulp, ground nut crumb, crushed ginger, chili, chopped coriander, salt, sugar and lemon juice and make round medium size balls.
  • heat the oil and fry them in a oil.
This Sabudana Bataka Na Vada you can take on the day of fast, this is farali vangi.

ringan nu bharthu baigan bhartha recipe

Ringan nu Bharthu Gujarati style : 

રીંગણ નું ભરથું

Ingredients : (સામગ્રી)
  • 500 ગ્રામ મોટા ગોળ રીંગણ - (Brinjal)
  • 100 ગ્રામ  લીલા કાંદા - (Green Onion)
  • 100ગ્રામ ટામેટા - (Tomato)
  • 25ગ્રામ લીલું લસણ - (Green Garlic)
  • આદું - મરચાં  મીઠું - (Salt)
  • 1/4 ટીસ્પૂન - હળદર  - (Turmeric)
  • 1/2 ટીસ્પૂન - લાલ મરચું - (Red Chili Powder)
Ringan nu Bharthu Recipe in Gujarati :

  • રીંગણ ને ધોઈ લુછીને કોરુ કરો, આછુ તેલ ચોપડી ગેસ ની આચ ઉપર શેકી લો. 
  • રીંગણ ચઢી જાય એટલે નીચે ઉતારી ઠંડુ પાડો. છાલ ઉતારી માવો તૈયાર કરો. 
  • તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરવો, તેમાં ઝીણા સમારેલા લીલા કાંદા અને લીલું લસણ નાખવું. 
  • ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા ઉમેરો. 
  • વાટેલા આદું મરચાં લાલ મરચું, હળદર અને મીઠું નાખી હલાવી રીંગણ નો માવો ઉમેરવો. 
  • ખદ્ખદાવી બાજરી ના રોટલા સાથે પીરસવું.
Recipe :
  • Wash the brinjal and clean with cloth and dry, spread the oil on the skin of the brinjal and roast it on the gas.
  • Once brinjal cooked well, turn of the gas and keep for cool, remove the brinjal skin and prepare the pulp of brinjal.
  • Heat the oil, add mustard seed, small chopped onion, green garlic in it.
  • Then add small chopped tomato in it.
  • Also add garlic chili paste, turmeric, salt and and brinjal pulp in it and mix all well and cook.
  • Once brinjal pulp cook well then Serve it with Bajri na rotla.
This Ringan Bharthu (baigan bhartha) Recipe is a Winter Special Recipe in Gujarat, and Saurashtra and Rajasthan Region of India.    

fada mag ni dal pulav recipe

Fada Mag ni Dal No Pulav: ફાડા મગ ની દાળ નો પુલાવ 

Ingredients :

  • 150 ગ્રામ ઘઉં ના ફાડા - Wheat fada
  • 100 ગ્રામ ફોતરા વાળી મગ ની દાળ - Moong ni dal
  • 100 ગ્રામ વટાણા - Peas
  • 50 ગ્રામ કાંદા - Onion
  • 50 ગ્રામ બટાકા - Potato
  • 50 ગ્રામ સિંગદાણા - Penaut
  • 1 નંગ ગાજર - Carrot
  • 25 ગ્રામ કોથમીર - Coriander
  • 1/2 ટીસ્પૂન હળદર - Turmeric
  • મીઠું - Salt
  • આદું મરચાં ની પેસ્ટ Ginger and Green Chili Past
  • વઘાર માટે 3 ટેબલસ્પૂન તેલ Oil
  • 1 ટીસ્પૂન રાઈ Mustard seed
  • હિંગ Asafoetida
  • તજ - Cinnamon
  • લવિંગ - Cloves

Recipe :

  • સૌ પ્રથમ તેલ ગરમ કરી રાઈ, તજ, લવીંગ, મીઠા લીમડાનાં પાન અને હિંગ નો વઘાર કરી. 
  • તેમાં લાંબા સમારેલા કાંદા અને સીંગ દાણા સાંતળવા.
  • ગુલાબી થાય એટલે આદું, મરચાં, હળદર તેમજ ઘઉં નાં ફાડા ઉમેરવા ફાડા ગુલાબી શેકાય એટલે તેમાં 3 કપ પાણી નાખવું, તરત જ જીણા સમારેલાં ગાજર, બટાકા અને ફોલેલા વટાણા ઉમેરવા. 
  • પાણી ઉકળે એટલે ધોઈ ને પલાળેલી મગ ની દાળ અને મીઠું નાખી, ધીમા તાપે ચઢવા દો. 
  • બધું ચઢી ને પાણી ચુસાઈ જાય. એટલે જીણી કોથમીર ભભરાવી ગરમ પીરસવું.          
Recipe :

  • First Heat the oil in a pen add mustard seed, cloves, curry leaves, and asafoetida tadka.
  • Add chopped onion and ground nut seeds in oil.
  • Once it gets the pink colour add ginger, chili, turmeric, wheat pieces, add 3 cup of water, add chopped carrot, potato, green peas.
  • once water is boiled then wash the moong dal and add salt and let them cook on slow flame.
  • Once all the ingredients cooked well and water is absorbed sprinkle the fresh chopped coriander and serve it.

This pulav is healthy because of using Wheat fada and Mung dal and vegitables. having rich in protein, and nutrients.

puran poli recipe

Puran Poli (Vedhmi) Recipe in Gujarati Language

(પુરણપોળી બનાવવાની રીત : ગળી રોટલી) 

Ingredients :
  • 200 ગ્રામ ચણા ની દાળ - Gram Dal
  • 200 ગ્રામ ગોળ - Jaggery
  • 3 ગ્રામ ટોપરાનું છીણ - Coconut Crushed
  • 3 થી 4 નંગ તમાલ પત્ર - Tamalpatra
  • એલચી - Cardamom
  • મીઠું - Salt
  • તેલ - Oil
  • ઘી - Ghee
  • ઘઉં નો લોટ - Wheat flour
Puran Poli/ Vedhmi Recipe :
  • સૌ પ્રથમ બધી ચણા ની દાળ ને કુકર માં બાફીલો.
  • ત્યારબાદ તેમાંથી પાણી કાઢી લો. 
  • તેમાં મીઠું અને ગોળ ઉમેરો અને ચણાની દાળ ને ગેસ પર ગરમ થવા દો. 
  • જ્યાં સુધી તે જાડી ન થાય ત્યાં સુધી તેને ગેસ પર રાખો.
  • ત્યાર બાદ તેને એક થાળીમાં પાથરો.
  • અને તેની ઉપર છીણેલું કોપરું એલચી નો પાવડર અને ચારોળી પાથરો.
  • ત્યાર બાદ ઘઉંના લોટમાં તેલ નાખી ને લોટ બાંધો.
  • ત્યારબાદ તેના લુવા વાળી ને તેની હલ્કા હાથે રોટલી વણો.
  • ત્યારબાદ તેને લોઢી પર શેકો આ રોટલી પાતળી હોવી જરૂરી છે.
Recipe :
  • First Boil the Gram Dal in cooker.
  • Then take them out of the water.
  • Add the salt and Jaggery and Gram dal and let the warm on gas.
  • Until it is thick, hold it on the gas.
  • Then Spread on a plate and spread shredded coconut, cardamom powder and caroli on it.
  • Then Add oil into wheat flour and make dough of wheat flour.
  • And make small pieces of the dough and make the thin chapati with delicate hand.
  • Roast the chapati on the pan, Make this chapati is thin is necessary.     
પોષકતત્વો : (Nutrients)
  • (Gram Dal) ચણા ની દાળ - 2nd class Protein  
  • (Jaggery) ગોળ - કાર્બોહાઈડ્રેડ 
  • (Coconut Crushed) ટોપરાનું છીણ - ચરબી  
  • (Salt) મીઠું - આયોડીન
ઉપસંહાર :
  • રંગ : બ્રાઉન
  • સ્વાદ : ગળ્યો
  • સ્વરૂપ : ગોળ
This Puran poli Recipe (Gari Rotli in Gujarati or sweet thick chapati in english) is favourite Sweet Recipe in Gujarat and Maharashtra. can be suit with Tikhi Potato Sabji and Kadhi and pickle.

sev tameta nu shaak recipe

Sev Tameta nu Shaak Recipe in Gujarati: 

(સેવ - ટામેટા નું શાક)

Ingredients:
  • 500 ગ્રામ - ટામેટા - Tomato
  • 3 થી 4 નંગ - ડુંગળી - Onion
  • 5 થી 6 કળી લસણ - Garlic
  • લીલા મરચાં - Green Chili
  • તીખી લસણીયા સેવ (રતલામી સેવ) - Ratlami Tikhi Sev
  • હળદર - Turmeric
  • મીઠું - Salt
  • મરચું - Chili Powder
  • ધાણા જીરૂ - Coriander cumin seed powder
Sev Tomato Sabji Recipe :
  • સૌ પ્રથમ ટામેટા ને જીણા, જીણા સમારી લેવાં, ડુંગળી ને પણ જીણી જીણી સુધારી લેવી. 
  • લસણ, મરચાં ખાંડણી માં જીણા ખાંડી દેવા.
  • તાસરાં માં તેલ મૂકી, તેલ માં રાઈ નો વઘાર કરી. તેમાં લીલાં લસણ, મરચાં નાંખી ડુંગળી નાંખી હળદર, મરચું, મીઠું, ધાણા જીરૂ, ગરમ મસાલો નાંખી અને સહેજ પાણી નાંખી. ડુંગળી ને ચઢવા દો. 
  • ડુંગળી ચઢી જવા આવે એટલે ટામેટા ઉમેરી દેવા. 
  • ટામેટા સહેજ ચઢે અને તેલ છૂટે એટલે તેમાં જીણી લસણીયા સેવ ઉમેરી દેવી. અને ગેસ બંધ કરી દેવો. અને કોથમીર ઉમેરવી (સેવ જમવાના સમયે જ ઉમેરવી) આ શાક બાજરી ના રોટલાં સાથે ખાવા ની ખૂબ મજા આવે છે.
Recipe :
  • First chopped small tomatoes and onion separately.
  • Make the Garlic Chili Paste.
  • Take oil in fry pen, add mustard seed, chili, garlic paste and onion, turmeric, red chili powder, salt, cumin coriander seed powder, garam masala and little water and mix all well, and let cook the onion.
  • Once onion get cook then add tomatoes.
  • Once Tomato cook and Spread the oil then add Sev in it and turn off the gas and sprinkle the coriander on it. 
Note: This sabzi you can also take with bread. bhakri or parathas. this sev tameta nu shaak recipe is favourite of Saurashtra Region of Gujarat.

bharela bhinda nu shaak

Bharela bhinda nu shaak Recipe in Gujarati : 

Filled Lady's finger Vegetable Recipe

"ભરેલા ભીંડા નું શાક"

Ingredients :
  • 250 ગ્રામ ભીંડા - (Lady's finger)
  • 2 ચમચી ચણા નો લોટ - (Gram flour) 
  • સીંગ - (Ground Nut Seeds)
  • તલ - (Sesame Seed)
  • હળદર - (Turmeric)
  • મરચું - (Green Chilies)
  • મીઠું - (Salt)
  • ધાણાજીરૂ - (Coriander Cumin Seed powder)
  • ખાંડ - (Sugar) 
  • લીંબુ - (Lemon)
  • ગરમ મસાલો - (Garam Masala)
  • કોથમીર - (Fresh Coriander)
Recipe :
  • સૌ પ્રથમ એક ડીશમાં ચણા નો લોટ લેવો તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, ખાંડ, લીંબુ, ગરમ મસાલો, કોથમીર નાખવું. 
  • તેમજ સહેજ એક ચમચી તેલ નાખવું તેમજ ખલ માં સિંગ અને તલ ખાંડી તેમાં ઉમેરવું. 
  • ત્યાર બાદ હાથથી બધુંજ મિક્ષ કરી લેવું 
  • ત્યારબાદ ભીંડા ને ભીના કપડાં થી સરસ રીતે સાફ કરી તેમાં વચ્ચે થી કાપો પાડી તેમાં બનાવેલો ચણા ના લોટ નો મસાલો ભરવો 
  • ત્યારબાદ ગેસ પર તાસરા માં 3 ટીસ્પૂન જેટલું તેલ મૂકી તેમાં ભરેલા ભીંડા ઉમેરી દેવા 
  • ત્યાર બાદ બાકી રહેલો ચણા ના લોટ નો મસાલો ઉપર ભભરાવી દેવો 
  • ત્યાર બાદ તેની ઉપર થાળી માં પાણી મૂકી ચઢવા દો 
  • શાક ને હલાવવા માટે તાવેતા નો જ ઉપયોગ કરવો હંમેશા નીચે થી ઉપર એવી રીતે હલાવવું જેથી ભીંડા આખા રહે.    
Recipe :
  • Take Gram flour in a one plate add turmeric, chili, salt, cumin coriander seed powder, sugar, lemon, garam masala, and coriander.
  • And add one teaspoon of oil and add crushed ground nut seed and sesame seed in it.
  • Then mix the mixture with your hand. 
  • Then clean the lady's finger with clean cloth and make a cut in a center and fill the fillings between.
  • Then take 3 teaspoon of oil and add it in a pen and put the filled lady's finger in this pen.
  • Then put the plate on the pen add little water in plate.
  • Cook the lady's finger with help of tablespoon or teaspoon, do not touch your hand, and cook with care so filling in the lady's finger could not come out side. 

Simple Bhinda Nu Shaak Recipe Read Here.    

bataka vada recipe

Bataka Vada Recipe :

Ingredients :

  • 500 ગ્રામ બટાકા - Potato
  • 1 વાડકી ચણા નો લોટ - Gram flour
  • 7 થી 8 લીલા મરચા - Green Chili
  • 7 થી 8 કળી લસણ - Garlic
  • નાનો ટુકડો આદું - Ginger
  • હળદર - Turmeric
  • મીઠું - Salt
  • મરચું  - Chili Powder
  • લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • કોથમીર - Coriander Leaves

Bataka Vada Recipe in Gujarati Language :


  • સૌ પ્રથમ બટાકા ને બાફી દેવા, બફાઈ ગયા પછી તેને થોડા ઠંડા પડવા દો, 
  • ત્યાર બાદ તેની છાલ ઉતારી એક મોટી તાસમાં બટાકા નો માવો તૈયાર કરવો. 
  • બટાકા ના માવામાં લીલા મરચાં, આદું, ખાંડણી થી જીણું ખાંડી ને તેમાં ઉમેરવા. (બટાકા ના જીણા જીણા કટકા કરી હાથ થી ખમણી માવો તૈયાર કરવો) 
  • પછી તેમાં હળદર, મીઠું , મરચું, લીંબુ, ખાંડ, કોથમીર તેમજ ગરમ મસાલો નાંખી ગોળ ગોળ બોલ્સ જેવા વાળી મૂકવા. 
  • ત્યરબાદ એક તપેલી માં ચણાનો લોટ લઈ તેમાં સહેજ મીઠું નાંખી, અને પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરવું. 
  • ત્યાર બાદ ગેસ પર એક તાસરા માં તેલ મૂકી બટાકા ના બોલ્સ ને ચણા ના લોટ માં બોળી ને તેલ માં તળી લેવા અને ગોળ આંબોડીયા ની ગળી ચટણી સાથે ખાઈ શકાય.          
Recipe :

  • First of all boil the potatoes, once it boiled, let it be cool.
  • Then remove the skin of potatoes make the pulp in a big pen.
  • Add Green chili, ginger paste in potato pulp mix it well.
  • Then add turmeric, salt, chili, lemon, sugar, coriander, and garam masala and mix it well and make round small balls from this.
  • Then take gram flour in a one bowl and add salt, water and make thin beestings.
  • Then take pen and heat the oil and take potato balls and put it in a gram flour beestings and put it in a oil and fry them, serve it with sweet chutney.

Note : You can take this bataka vada placing in between of pav with tomato catchup and chutney. the vada pav vada is prepared same style.
    

patra recipe advi na pan

Patra Recipe : (Advi na Pan)

Ingredients :

  • 350 ગ્રામ અળવી ના  પાન (Advi na pan)
  • 200 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
  • 200 ગ્રામ દહીં (Yogurt)
  • વાટેલા આદું મરચા ની પેસ્ટ (Ginger chili paste)
  • મીઠું (salt)
  • ગરમ મસાલો (garam masala)
  • ખાંડ (sugar)
  • અડધી ટીસ્પૂન હળદર (turmeric)
  • 1/2 ટીસ્પૂન સોડા
વઘાર માટે :
  • 3 ટીસ્પૂન તેલ (oil)       
  • 1 ટીસ્પૂન રાઈ (mustard seed)
  • 1/4 ટીસ્પૂન હિંગ (Asafoetida)
  • 1/4 ભાગ પાણી (water)
  • 2 ચમચી ખાંડ (sugar)
  • 2 ચમચી લીંબુ નો રસ (lemon juice)
  • 1/4 ટીસ્પૂન મીઠું (salt)     


Patra Recipe in Gujarati Language: (Advi Na Pan Patra Ni Recipe)

patra recipe gujarati
Advi na Patra
  • અળવી ના પાનની નસો કાઢી ધોવા, 
  • ચણાના લોટ માં બધોજ મસાલો સોડા, અને દહીં નાખી ખીરું તૈયાર કરવું 
  • આ ખીરું પાંદડા પર ચોપડી વાટા વાળવા, વરાળે 15 થી 20 મિનીટ બાફો. 
  • એકદમ ઠંડા પડે એટલે કટકા કરવા. 
  • ત્યાર પછી એક કઢાઈ માં તેલ મૂકી, ઉપર જણાવેલી સામગ્રી ઉમેરી. 
  • વઘાર ઠંડા પડે એટલે તેમાં પાણી, ખાંડ, લીંબુ નો રસ, અને મીઠું નાખો, 
  • ખાંડ ઓગળે એટલે પાત્રાના કટકા ઉમેરી ગરમી ઉપર મુકો.
  • પાત્રા પાણી ચૂસી લે, એટલે ગરમી ઉપર થી ઉતારી કોથમીર ભભરાવી પીરસવા. 
Recipe of Advi na Pan:

  • First of all remove the veins of Advi Pan Leaves and wash them with clean water.
  • Add all the spices in gram flour, soda, and yogurt and make beestings from it.
  • Spread this beestings on Advi ni pan and roll them round and cook them on steam till 15 to 20 minutes.
  • Once it gets cool make its small pieces.
  • Then heat the oil in a pen and put all the ingredients as above.
  • Once Tadka gets cool add water, sugar, lemon juice and salt in it.
  • Once sugar is melt then add patra pieces and put it on heat.
  • Once patra sucks the water then take it out from heat and sprinkle coriander and serve it. 


Some other names of Advi pan Leaf is known as :
Aluchya vadya (marathi)
Patrode (konkan)
Taro plant (Botanical name)

papaya nu raytu

Papaya Nu Raytu Recipe :

Ingredients :

  • 1 કપ જાડું મોળું દહીં - 1 Cup Thick Yogurt
  • 1 કપ પાકા પપૈયા નું પલ્પ - 1 Cup Ripe Papaya Pulp
  • 1 ટેબલસ્પૂન ખાંડ - Sugar
  • 1/4 ટીસ્પૂન મીઠું - Salt
  • ચપટી તજ નો ભુક્કો - Cinnamon Powder


Papaya nu Raytu Recipe :
દહીંને વલોવી તેમાં પપૈયા નો પલ્પ ખાંડ મીઠું અને તજનો પાવડર નાખવો બરાબર હલાવી એકદમ ઠંડુ પીરસવું.

Papaya Raytu Recipe:

  • Churn the yogurt and add papaya pulp and sugar, salt and cinnamon powder and mix well all.
  • keep cool and serve.

green pulav recipe

Green Pulav Recipe in Gujarati Language :

( ગ્રીન પુલાવ )

Ingredients :

  • 1 કપ લાંબા ચોખા - Basmati Rice
  • 150 ગ્રામ - લીલા વટાણા  - Green Peas
  • મીઠું - Salt
  • 150 ગ્રામ - પાલક ની ભાજી - Palak bhaji
  • વાટવા નો મસાલો  - Garam Masala
  • 10 ગ્રામ કોથમીર - Coriander
  • 20 ગ્રામ ફુદીનો - Mint
  • 50 ગ્રામ - લીલા કાંદા - Green Onion
  • 6 કળી લસણ - Garlic
  • 2 તજ - Cinnamon
  • 2 લવિંગ - Clove
  • 5 થી 6 લીલા મરચા - Green chili
  • 1 કટકો આદું - Ginger
  • 1 લીંબુ નો રસ - Lemon juice
  • 3 થી 4 ટેબલસ્પૂન તેલ - Oil

Green Pulav Recipe :

  • ચોખાને ધોઈ ને પલાળવા મીઠું નાખી છુટા રહે એવી રીતે ચઢવી દો. 
  • વટાણા ને બાફી ભાત માં ઉમેરો.
  • તેલ ગરમ કરી વાટેલો મસાલો અને જીણી સમારેલી પાલક ની ભાજી સાતળવી. 
  • વટાણા વાળો ભાત ઉમેરી મીઠું નાખવું  અને હલાવવું ગરમ ગરમ ગ્રીન પુલાવ પીરસો.
Green Pulav Recipe :

  • First Clean Soak the rice in water, and add Salt and boil it and keep them loose. 
  • Boil the peas and add it into rice. 
  • Heat the oil and add Masala, Coriander, Spinach bhaji and mix it and add rice. 
  • Which having green peas and add little salt to taste in it and mix it well, and now serve this green pulav. 

Note: Palak Bhaji is having good iron, calcium and Green Peas having good Source of protein.

dudh kheer recipe

Dudh Kheer Recipe :

Ingredients :

  • 1 small bowl Rice - 1 નાની વાટકી ચોખા
  • Kaju Cashew - કાજુ
  • Almond - બદામ 
  • Pistachio - પીસ્તા
  • Elaichi Powder - ઈલાઈચી પાવડર
  • Saffron / Kesar - કેસર
  • Vanilla Powder - વેનીલા પાવડર
  • Sugar - ખાંડ
  • 1.5 Litre Milk - દૂધ

Dudh/ Doodh Kheer Recipe in Gujarati :


  • સૌ પ્રથમ ચોખા ને ચોખ્ખા પાણી થી ધોઈ ને ઓસાવી ને છુટા દાણા રહે તેવી રીતે ચઢવી દેવા. 
  • ગેસ પર બીજી બાજુ દૂધ ને મોટી તપેલી માં ઉકાળવા મુકવું. 
  • દૂધ ને ગેસ પર મુક્યા પછી ત્યાં તેની સાથે ઉભા રહી ને ચમચા વડે હલાવતા રહેવું. જેથી નીચે તપેલામાં દૂધ ચોટે નહિ. 
  • દૂધ ને ત્યાં સુધી હલાવવું અને ઉકળવા દેવું. 
  • જ્યાં સુધી દૂધ જાડું લાગે, ત્યાં સુધી ( આશરે 1.5 માંથી 200 થી 300ગ્રામ દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળવા દેવું ) ત્યાર બાદ તેમાં 2 વાડકી ખાંડ ઉમેરવી, અને બધીજ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું. 
  • ત્યારબાદ એક વાડકી માં વેનીલા પાવડર એક નાની ટીસ્પૂન જેટલો લઇ, તેમાં કેસર નાખી પાવડર ઓગળે તેટલી ચમચી જેટલું દૂધ નાખી. 
  • બરાબર મિક્ષ કરી તે વાડકીવાળું દૂધ તપેલી માં મિક્ષ કરી દેવું. 
  • ત્યારબાદ ગેસ બંધ કરી. તેમાં બનાવેલો ભાત નાખી દેવો. 
  • છુટો છુટો રહે તે રીતે નાખતા જવું. અને ચમચા થી હલાવતા જવું. 
  • ત્યારબાદ ઉપર ઉભી ચીરી કરેલા કાજુ બદામ પીસ્તા ઉમેરવા ઇલાઇચી નો ભુક્કો કરી ભભરાવો જમતી વખતે ચમચા વડે હળવે હાથે બધુજ એક મિક્ષ કરી પીરસવું.
Dudh Kheer Recipe :

  • First of all Wash the Rice with clean water and cook them and be sure all the seeds are seperate.
  • Other side on gas put the milk for boil.
  • After placing milk on gas, standing near there and constant stir so the milk is not cote.
  • stir the milk and boil.
  • Stir Until milk looks thick, (Burn 200 to 300 gm of milk from 1.5 litre milk) then add 2 bowl of sugar and stir the milk until all the sugar melt. 
  • Then take vanilla powder in one bowl and add saffron powder and one teaspoon of milk in it.
  • Add this bowl mixture into a milk.
  • Then turn off the gas, and add cooked rice.
  • Add rice like it is seperated in milk and stirring.
  • Then add thin slices of cashew, almond, pistachio and elaichi powder and mix well.
  • Mix well all the mixture before serving so rice and other ingredients can be goes in each Serving.

Kheer (Rice pudding ) also made on Shraddha in Hindu Religion and other ocassions.