roasted corn sekeli gujarati makai recipe

Roasted Corn (Sekeli Gujarati Makai) Recipe in Gujarati Language:

(શેકેલી મકાઈ નો ડોડો)   

Ingredients:
  • 1 નંગ - મકાઈ ડોડા (Fresh Corn)
  • લાલ મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • લીંબુ (Lemon)    
Roasted Corn Recipe:
  • સૌ પ્રથમ મકાઈ ના ડોડા ના છોતરા કાઢી આખા ડોડા ને સીધો ગેસ પર ધીમા ધીમા તાપે શેકવો.
  • મકાઈ નાં દાણા આછા ગુલાબી રંગ ના થાય તેવો શેકવો, શેકાઈ જાય એટલે તેને સહેજ ઠંડો પડવા દેવો.
  • ત્યારબાદ એક ડીશમાં મીઠું અને લાલ મરચું મિક્સ કરી, તેમાં લીંબુ નીચોવી લીંબુ વડે મીઠું, મરચું, લીંબુ, મકાઈ ના ડોડા ઉપર લગાવવું, મસાલેદાર શેકેલી મકાઈ તૈયાર છે. 
Fresh Roasted Corn, is a Favourite of all age group people, In india monsoon season many city and states, road side people are selling this Spicy Roasted Corn, you can also make this mouthwatering corn at your home.                         

boiled american corn recipe

Boiled American Corn Recipe in Gujarati Language:

બાફેલી અમેરિકન મકાઈ બનાવવાની રીત :

Ingredients :
  • 2 નંગ - મકાઈ ડોડા (Fresh American Corn)
  • 2 ટી સ્પૂન - બટર (Butter)   
  • 1/2 ટી સ્પૂન - લાલ મરચું (Red Chili Powder) 
  • મીઠું (Salt)
  • 1/2 ટી સ્પૂન - મરીયા નો ભૂક્કો (Black Pepper Powder)

Boiled American (Sweet) Corn Recipe :
  • સૌ પ્રથમ મકાઈ ના ડોડા ને છોતરા કાઢી ધોઈ ને બાફી કાઢવા.
  • બાફી લીધા બાદ તેને બહાર ડીશ માં કાઢી લો. 
  • ત્યારબાદ તેના દાણા છુટા પાડવા 
  • છુટા પડેલા દાણા ને એક બાઉલ માં લઇ તેમાં 2 ટી સ્પૂન ઓગળેલું બટર લાલ મરચું, વાટેલા મરીયા, મીઠું નાખી બરાબર હલાવી નાખવું.
  • ત્યારબાદ મસાલેદાર મકાઈ ગરમ ગરમ પીરસવી.                     

makai nu shaak corn sabzi recipe

Makai Nu Shaak Corn Sabzi Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 નંગ લીલી મકાઈ (Fresh American Corn/ Makai)
  • 2 નંગ ડુંગળી (Onion)
  • 3 નંગ ટામેટા (Tomato)
  • 5 થી 6 કળી લસણ (Garlic)
  • 5 થી 7 નંગ લીલા મરચાં (Green chili)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • ગરમ મસાલો (Garam Masala)
  • કોથમીર (Coriander)  
Recipe:
  • સૌ પ્રથમ મકાઈ ડોડા માંથી દાણા કાઢી તેને બાફી લેવા.
  • ત્યારબાદ થોડાક દાણા ને મિક્સર માં ક્રશ કરવા અને લીલા મરચાં, લસણ મિક્સરમાં ક્રશ કરવા અને ગ્રેવી તૈયાર કરવી.
  • ત્યારબાદ એક તાસરામાં તેલ અને ઘી મૂકી જીરું અને હીંગ નો વઘાર કરી, તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી, તેમાં સહેજ પાણી નાખી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર સાંતળો.
  • ગ્રેવી સતડાઈ જાય એટલે તેમાં મિક્સરમાં ક્રશ કરેલી મકાઈ ની પેસ્ટ તેમજ આખા બાફેલા દાણા પણ ઉમેરી દો. 
  • બરાબર મિક્સ કરી તેમાં કોથમીર ભભરાવવી અને દૂધ ઉપર જામેલી તાજી મલાઈ એક ચમચી ઉમેરવી.

kaju cashew sukhdi recipe

Kaju Cashew Sukhdi Recipe in Gujarati Language :

[ કાજુ ની સુખડી ] 

Ingredients:
  • Cashew - 500 ગ્રામ - (કાજુ) 
  • Sugar - 250 ગ્રામ - (ખાંડ) 
Recipe:
  • First of all crush the Cashew in the Mixer. 
  • And take 250 gms sugar into one bowl and the add the Same amount of water and let make the syrup (chasni) of sugar.
  • Once it two string chasni is ready then add crushed cashew in it.
  • Mixed well with Spoon and spread it in a steel plate (thali).
  • Once Spreaded Mixer cooled then make medium size pieces.
Recipe:
  • સૌ પ્રથમ કાજુ ને મિક્સરમાં ક્રશ કરી લેવા અને એક તપેલીમાં 250 ગ્રામ ખાંડ લઇ.
  • તે ડુબે તેટલુંજ માપનું પાણી લઇ ગેસ પર ચાસણી થવા દો.
  • બે તારની ચાસણી તૈયાર થાય એટલે તેમાં ક્રશ કરેલા કાજુ ઉમેરી દો, અને ચમચા થી બરાબર હલાવી એક મિક્સ કરી થાળી માં પાથરી દો. 
  • અને ઠરે એટલે સુખડી જેવા પીસ પાડો.