soan papdi recipe

Soan Papdi Recipe

Ingredients :

  • 1 1/4 કપ  ચણા નો લોટ (Gram flour)
  • 1 1/4 કપ  મેંદાનો લોટ (Maida flour)
  • 250 ગ્રામ ઘી (Ghee)
  • 2 1/2 કપ  ખાંડ (Sugar) 
  • 1 1/2 કપ પાણી (Water)
  • 2 ટેબલસ્પૂન દુધ (Milk)
  • 1/2 ટેબલસ્પૂન અધકચરો એલાઈચી પાવડર (Elaichi Powder)  
  • 4 નંગ પ્લાસ્ટિક  ની શીટ (Plastic sheet) 

Soan Papdi Recipe in Gujarati Language :

  • એક મોટી તપેલીમાં બંને લોટ ભેગા કરી લો.
  • એક મોટા તાસરમાં ઘી ગરમ કરી, બંને ભેગા કરેલા લોટ ને શેકો. 
  • લોટ નો આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય, ત્યારે ગેસ બંધ કરી સાઈડ માં મૂકી દો.
  • ત્યારબાદ એક બીજા તાસરમાં પાણી ખાંડ અને દૂધ મિક્ષ કરી ચાસણી બનાવો. 
  • બેથી અઢી તારની ચાસણી બની જાય, એટલે ગેસ બંધ કરી દેવો. 
  • આ ચાસણી ને લોટમાં નાંખી કાંટા વાળી ચમચી ની મદદ થી ભેગું કરો. 
  • મિશ્રણ માં તાર દેખાવા લાગે, ત્યાં સુધી મિશ્રણ ને હલાવતાં રહો. 
  • ત્યારપછી એક થાળી માં ઘી લગાવી, મિશ્રણ ને તેમાં કાઢી હળવા હાથે દબાવી, ઇલાઇચી પાવડર નાખી સહેજ ઠંડુ થવા દો. 
  • સોન પાપડી ઠંડી થઇ જાય એટલે, તેના સરખા ચોરસ ટુકડા કરી, દરેક પીસ ને પ્લાસ્ટિક શીટ માં વીંટી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.