makai methi na gota recipe

Makai Methi na Gota Recipe in Gujarati Language :

મકાઈ, મેથી ના ગોટા બનાવવાની રીત :

Ingredients :
  • 2 નંગ મકાઈ ડોડા - (Fresh Corn)
  • 1 જુડી લીલી મેથી (Fenu greek)
  • 1 મોટો બાઉલ ચણા નો લોટ (Gram flour)
  • હળદર (Turmeric)    
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તલ (sesame seed)
  • વરીયાળી (Fennel seed)
  • કોથમીર (Fresh Coriander)
  • 8 થી 9 નંગ - લીલા મરચાં (Green chili)          
  • 6 થી 8 કળી - લસણ (Garlic)
  • આદું અડધો ટુકડો (Ginger)
  • મોણ માટે તેલ (Oil)
  • 1 ટેબલ  સ્પૂન - દહીં (Yogurt)
  • ખાંડ (Sugar)     
Recipe :
  • સૌ પ્રથમ મકાઈ ને બાફી ક્રશ કરી લેવી.
  • લીલી મેથી ચૂંટી ને જીણી સમારી પાણીમાં ધોઈ નાખવી.
  • એક તપેલીમાં ચણા નો લોટ અને ઘઉં ના કકરા લોટને મિક્સ કરી તેમાં તેલનું મોણ ઉમેરી ક્રશ કરેલી મકાઈ અને આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી, તેમજ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, તલ, વરીયાળી, ગરમ મસાલો વગેરે ઉમેરવું અને જીણી સમારેલી મેથી ઉમેરવી.
  • દહીં અને ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી બરાબર હાથથી હલાવી જરૂર પ્રમાણે પાણી ઉમેરવું અને ખીરું તૈયાર કરવું.
  • અને તેલ ગરમ કરવા મૂકી લૂવા મૂકવા અને આછા ગુલાબી ગોટા ઉતારવા.

corn potato paratha recipe

Corn Potato Paratha Recipe in Gujarati Language:

(મકાઈ અને બટાકાના પરોઠા ) 

Ingredients :
  • 2 નંગ - મકાઈ ડોડા (Fresh Corn)
  • 500 ગ્રામ - બટાકા (Potato)
  • 6 થી 7 નંગ - લીલા મરચાં (Green Chili)   
  • 6 થી 8 કળી લસણ (Garlic)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • હળદર (Turmeric)
  • મરચું (Red chili powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • ગરમ મસાલો (Garam Masala)
  • તલ (Sesame seed)
  • વરીયાળી (Fennel seed) 
  • કોથમીર (Fresh Chopped Coriander)
  • આદું નાનો ટુકડો (Ginger)
  • 1 મોટો બાઉલ - ઘઉં નો લોટ (રોટલીનો) (Wheat flour (Chapati Making Flour)
  • તેલ મોણ માટે (Oil)
  • મીઠું (Salt)
Recipe :
  • સૌ પ્રથમ મકાઈના ડોડા ને છોતરા કાઢી કુકર માં બાફી લેવા અને બટાકા ને પણ કુકરમાં બાફી લેવા
  • બાફેલા.
  • બાફેલા મકાઈ ના દાણા ને મિક્સર માં ક્રશ કરી લેવા, અને બટાકાના છોતરા કાઢી હાથથી માવો તૈયાર કરવો.
  • બટેકાના માવામાં ક્રશ કરેલી મકાઈ મિક્સ કરવી, તેમજ વાટેલા આદું મરચાં, લસણ ઉમેરવું.
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, તલ, વરીયાળી ઉમેરી લીંબુ, ખાંડ નાખવું. તેમજ કોથમીર ભભરાવવી, બધુંજ એક મિક્સ કરી લેવું. 
  • ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવું, અને બીજી બાજુ રોટલીના લોટને મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધવો. 
  • ત્યારબાદ નાનું પરોઠું વણી તેમાં આ માવો ભરવો અને બધી બાજુથી ગોળ વણી ફરીથી પરોઠું વણવું. અને તવી ઉપર તેલ મૂકી ગુલાબી થાય તેવા પરોઠા શેકવા.