turiya nu shaak recipe

Turiya Nu Shaak Recipe in Gujarati Language:

"તુરીયા નું શાક બનાવવાની રીત" 

Ingredients:
  • 500 ગ્રામ તુરીયા (Turiya /Ridge gourd)
  • 1 નંગ - ડુંગળી (Onion)
  • 1 નંગ - ટામેટું (Tomato)
  • લસણ (Garlic)
  • લીલા મરચાં (Red Chili)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Coriander cumin seed powder)
  • તેલ (oil)         
  • હિંગ (Asafoetida)
Turiya Vegetable Recipe:
  • સૌ પ્રથમ તુરીયા ને છોલી તેનાં પીસ કરવાં.
  • તેમજ એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરું, હિંગ નો વઘાર કરી તેમાં જીણી સમારેલી ડુંગળી અને ટામેટા તેમજ લસણ, મરચાં ઉમેરી સાંતળવા.
  • ત્યારબાદ તુરીયા નાખી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું.
  • સહેજ પાણી નાખવું અને ચઢવા દેવું.
  • ત્યારબાદ શાક ચઢી જાય એટલે સહેજ અડધી ચીરી લીંબુ નીચોવી ખાંડ ઉમેરવી.
  • બધુંજ શાક થઇ જાય અને તેલ છુટે એટલે ગેસ બંધ કરી દેવો અને કોથમીર ભભરાવવી જમતી વખતે જીણી સેવ નાખી બાજરી ના રોટલા સાથે ખાઈ શકાય. 

dudhi bataka nu shaak recipe

Dudhi Bataka nu Shaak Recipe in Gujarati Language:

Ingredients:
  • 500 ગ્રામ - દૂધી (Bottle gourd)
  • 2 થી 3 નંગ - બટાકા (Potato)
  • 1 નંગ - ટામેટું (Tomato)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Coriander Cumin Seed powder)
  • તેલ જરૂર મુજબ (Oil)
  • લસણ-મરચાં ક્રશ કરેલા (Garlic Chili Paste)
Recipe in Gujarati:
  • સૌ પ્રથમ દૂધી ને છોલી નાના નાના ટુકડા કરવા.
  • તેમજ બટેકા ના નાના નાના ટુકડા કરવા.
  • ત્યારબાદ કુકર માં તેલ મૂકી, જીરું, હિંગ નાખી તેમાં ટામેટું ઉમેરવું. 
  • તેમજ દૂધી બટેકા ઉમેરવા તેમજ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને સહેજ ખાંડ ઉમેરી બે કૂકર ની વ્હીસલ બોલે એટલે શાક તૈયાર થઇ ગયું સમજવું,
Recipe:
  • First wash the bottle gourd with clean water and remove its skin and cut it into small pieces.
  • Also remove potato skin and make the Potato small pieces.
  • Take one bowl add oil and heat, add cumin seed, asafoetida, tomato in it.
  • and add bottle gourd and potato pieces and turmeric, chili powder, salt, cumin coriander seed powder, and sugar and play two whistle and turn off the gas.


         

dudhi chana nu shaak recipe

Dudhi Chana Nu Shaak Recipe in Gujarati Language:
Ingredients:
  • 500 ગ્રામ - દૂધી (Bottle Gourd)
  • 1 નાની વાડકી - ચણા ની દાળ (Gram Dal)
  • લસણ (Garlic)
  • 1 ટી સ્પૂન - મરચાં (Chili)
  • 1 નંગ - ટામેટું (Tomato)
  • હળદર (Turmeric)
  • લાલ મરચું (Red Chili Powder)
  • મીઠું (salt)
  • ધાણાજીરું (Coriander Cumin Seed)
  • તેલ જરૂર પ્રમાણે (Oil)      
Recipe:
  • સૌ પ્રથમ ચણા ની દાલ ને અડધો કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી રાખવી.
  • ત્યારબાદ દૂધી છોલી તેના પીસ કરવા.
  • ત્યારબાદ એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, લસણ, મરચાં, ટામેટું ઉમેરી.
  • તેમાં દાળ નાખવી સહેજ પાણી ઉમેરવું દાળ સહેજ વાર ખદખદે એટલે તેમાં દૂધી ઉમેરવી.
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું અને 2 થી 3 વ્હીસલ વગાડવી.
  • રસાવાળું શાક તૈયાર થઇ જાય એટલે તેને રોટલી તથા ભાત સાથે સર્વ કરો.
Recipe:
  • First of all take gram dal and soaked it in hot water for one hour.
  • Then take bottle gourd wash it with water and remove the bottle gourd skin and make small pieces of it.
  • Then add oil in Pressure Cooker and heat it, and add mustard seed, asafoetida, garlic, chili and tomato in it.
  • Then add gram dal and add little water, once it can be cook little then add bottle gourd.
  • and add turmeric, red chili powder, salt, cumin coriander seed powder and mix well, and play 2 to 3 whistle of cooker.

                                  

galka nu shaak recipe

Galka Nu Shaak Recipe in Gujarati Language :

"ગલકા નું શાક બનાવવાની રીત"

Ingredients:
  • 500 ગ્રામ ગલકા (Galka/ Gilka)
  • 1 નંગ ડુંગળી (Onion)
  • 1 નંગ ટામેટું (Tomato)
  • હિંગ (Asafoetida)
  • જીરું (Cumin seed)
  • ધાણાજીરું (Coriander Cumin Seed Powder)
  • મરચું (Green Chili Powder)
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)
  • તેલ (Oil)
  • લસણ (Garlic)
  • આદું (Ginger)
  • મરચાં (Red Chili)              
Recipe:
  • સૌ પ્રથમ ગલકા અને ટામેટા ચોખ્ખા પાણી થી ધોઈ લેવા. 
  • એક તાસરામા તેલ મૂકી જીરાનો અને હિંગ નો વઘાર કરી.
  • તેમાં જીણા સમેરલા ડુંગળી, ટામેટા, લસણ, મરચાં ઉમેરી તથા ગલકા સુધારીને ઉમેરી દેવા.
  • શાક ચઢી જાય એટલે સહેજ ખાંડ ઉમેરવી એટલે શાક તૈયાર થઇ જશે.

bhinda nu shaak recipe

Bhinda Nu Shaak Recipe in Gujarati Language:

"ભીંડા નું શાક બનાવવાની રીત"

Ingredients:
  • 500 ગ્રામ ભીંડા (Lady's Finger)
  • સૂકી મેથી ચપટી (Dry Fenugreek)
  • ચપટી હિંગ (Asafoetida)
  • મીઠું (Salt)
  • હળદર (Turmeric)
  • ધાણાજીરું (Coriander Cumin Seed Powder)
  • મરચું (Red Chili Powder)
  • તેલ જરૂર પ્રમાણે (Oil)         
bhinda nu shaak
Bhinda nu shaak

Bhinda nu shaak Recipe:
  • સૌ પ્રથમ ભીંડા ને ગોળ ગોળ સુધારી દેવા.
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી મેથી હિંગ નો વઘાર કરી.
  • તેમાં ભીંડા નાખવા અને મીઠું નાખી ચઢવા દેવું.
  • તાવેતા થી ઉપર નીચે ઉપર નીચે હલાવતા રહેવું જેથી ભીંડા ભાંગી ન જાય અને ભીંડા કડક કોકડી જેવા થવા આવે એટલે તેમાં હળદર, મરચું, ધાણાજીરું ઉમેરવું.
  • બધોજ મસાલો મિક્સ થઇ જાય અને ભીંડા સહેજ કોકડી થઇ જાય એટલે થઇ ગયું સમજવુ. 
  • જમતી વખતે તેમાં દહીં નાખી ને ખાવું.

To Read the Recipe of Bharela Bhinda Nu Shaak, Click here. it is also a delicious sabji recipe.

ringan methi nu shaak recipe

Ringan Methi Nu Shaak Recipe in Gujarati Language:

"રીંગણ મેથી નું શાક" 

Ingredients:
  • 2 થી 4 નંગ - રીંગણ (Brinjal)
  • 1 મોટો બાઉલ ઝીણી સમારેલી મેથી (Green Fenugreek)    
  • આદું, મરચાં, લસણ ની પેસ્ટ (Ginger Garlic, Chili Paste)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • તેલ (oil)      
Recipe:
  • સૌ પ્રથમ રીંગણ સ્વચ્છ પાણી થી ધોઈ નાના સમારી લેવા
  • ત્યારબાદ તાસરામા તેલ મૂકી રાઈ હિંગ નો વઘાર કરી આદું, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી
  • અને તેમાં રીંગણ વઘારવા તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ઉમેરી સહેજ પાણી નાખી ચઢવા દેવું
  • સહેજ ચઢી જાય એટલે મેથી નાખી દો અને ચઢવા દો.
  • બરાબર શાક થઇ જાય એટલે તેલ છુટે એટલે મેથી રીંગણ નું શાક તૈયાર થઇ જશે.
  • બાજરીના રોટલા સાથે સર્વ કરો.                    

kankoda nu shaak recipe


Kankoda nu Shaak Recipe in Gujarati Language:

"કંકોડા નું શાક બનાવવાની રીત" 

Ingredients:
  • 500 ગ્રામ કંકોડા (Kankoda)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
  • લીંબુ (Lemon)
  • ખાંડ જરૂર પ્રમાણે (Sugar)
Recipe:
  • સૌ પ્રથમ કંકોડા ને ઉભી ચીરીઓ કરવી  અને  એક તાસરામા તેલ મૂકી.
  • તેમાં અજમો અને હિંગ નાખી કંકોડા નાખી દેવા.
  • ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું.
  • હલાવી સહેજ પાણી નાખી ઉપર પાની મૂકી ચઢવા દેવું.
  • ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી દેવા.

parvar dungdi nu shaak recipe

Parvar Dungdi Nu Shaak Recipe in Gujarati Language :

Ingredients:
  • પરવર 500 ગ્રામ (Parvar)
  • 2 થી 3 નંગ ડુંગળી (Onion)
  • જીરું (Cumin)
  • હિંગ (Asafoetida)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
  • તેલ (oil)
Recipe:
  • પરવર અને ડુંગળી ને ઉભી ઉભી ચીરીઓ કરવી.
  • તાસરામા તેલ મૂકી તેમાં જીરું હિંગ નાખી, ડુંગળી અને પરવર નાખી દેવા. 
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું, અને સહેજ અંદર પાણી નાખવું.
  • તાસરા ઉપર થાળી મૂકી તેમાં પાણી મુકવું.
  • શાક ચઢી જાય એટલે તેમાં લીંબુ ની અડધી ચીરી નીચોવી કાઢી અને ખાંડ નાખવી.                

karela dungri nu shaak recipe


Karela Dungri nu Shaak Recipe in Gujarati Language:

Ingredients:
  • કારેલા - 500 ગ્રામ (Bitter Gourd) Karela 
  • ડુંગળી - 2 થી 4 નંગ (Onion) 
  • ગોળ જરૂર પ્રમાણે (Jaggery)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
  • તેલ જરૂર પ્રમાણે (Oil) 
Recipe:
  • સૌ પ્રથમ કારેલા ની ઉભી ઉભી ચીરીઓ કરી એક તપેલીમાં કારેલા લઈ તેમાં મીઠું નાખી થોડી વાર મૂકી રાખો.
  • ડુંગળી ની પણ ઉભી ચીરીઓ કરવી.
  • ત્યારબાદ કારેલાને દબાવીને બધુંજ કડવાસ નીતારી લેવી ત્યારબાદ એક કુકરમાં તેલ મૂકી રાઈ હિંગ નો વઘાર કરી, તેમાં ડુંગળી અને કરેલા નાખી હળદર, મરચું, ધાણાજીરું નાખવું અને સહેજ ચાખી ને મીઠું નાખવું.
  • જરૂર પ્રમાણે ગોળ નાખી સહેજ પાણી નાખી વ્હીસલ બોલાવી 2 વ્હીસલ માં શાક તૈયાર થઇ જશે.
Recipe :

  • First Make Vertical Slices of Karela and add Salt in it and Keep for Few Minutes.
  • Make Vertical Slices of Onion too.
  • Then Remove Water from Karela it removes Bitter juice. then take Pressure Cooker add Oil, Mustard seeds, Asafoetida, and add onion, turmeric powder, red chili powder, cumin coriander seed powder, and add salt according to taste.
  • add Jaggery according to requirement and close the Pressure Cooker Cover and Play 2 Whistle then Karela Dungri Sabji is Ready.  

Moon soon Special Vegetable "Karela", Which keeps you healthy.
                     

bajri na rotla recipe

Bajri Na Rotla Recipe in Gujarati Language:

Ingredients :
  • 3 થી 4 વાડકી - બાજરી નો લોટ (Millet Flour)
  • મીઠું જરૂર પ્રમાણે (Salt)
  • પાણી (Water)   

Recipe :
  • બાજરી ના લોટ ને એક તાસ માં લેવો અને એક તપેલીમાં પાણી લઇ તેમાં મીઠું નાખી.
  • તે પાણી લોટમાં જરૂર પ્રમાણે નાખી હાથથી લોટને બરાબર મસળવો અને એકદમ લીસ્સો લોટ થાય
  • એટલે મોટો ગોળ લાડવો વાળવો 
  • હવે લાડવો ધીમે ધીમે હાથથી બે હાથની હથેળી વચ્ચે થેપી ને રોટલો બનાવો.
  • ત્યારબાદ કલાડી (માટી ની તવી) માં શેકવો.
Note : ચૂલા પર બનાવેલા રોટલા વધારે સ્વાદિસ્ટ લાગે છે.         

In Gujarat Bajri na Rotla, Jowar na rotla, (Corn flour) Makai na rotla are the traditional recipes. In India Village Farmers are doing breakfast of Rotla and Milk, or Raab its a energetic food.

bhakri recipe

Bhakri Recipe in Gujarati Language:

[ ભાખરી બનાવવાની રીત ] 

Ingredients :
  • 2 વાડકી - ઘઉં નો જાડો ભાખરી નો લોટ (Thick Wheat flour) 
  • 2 થી 3 ટી સ્પૂન તેલ (મોણ માટે) Oil
  • મીઠું - જરૂર પ્રમાણે  (Salt)
Recipe :
  • Take Thick bhakri flour in wide deep bowl, add oil, salt and little water and make tight dough.
  • Make small round dough and roll the round bhakri.
  • Roast the bhakri on the pen and roast it well like pinkish in color.
bhakri recipe in gujarati

Recipe :
  • સૌ પ્રથમ એક તાસ માં ભાખરી નો જાડો લોટ લઇ, લોટમાં મોણ (તેલ) અને મીઠું નાખી, સહેજ સહેજ પાણી નાખી કઠણ લોટ બાંધવો.
  • ત્યારબાદ તેના લુવા પાડી લો.   
  • ગોળ ભાખરી વણી કલાડી (માટી ની તવી) કે લોઢાની તવી ઉપર ગુલાબી શેકવી.   
It also called in gujarati, "Bhakhri" generally bhakri can be made in gujarati family in dinner time and also use in morning breakfast, or you can pack and take for travelling dry healthy snack food. during travelling you can eat bhakri with pickle, athana, dahi, or coriander chutney whichever combination you like the most!.

rotli recipe

 Rotli Recipe in Gujarati Language :

"ઘઉં ના લોટ ની રોટલી બનાવવાની રીત"

Ingredients : 
  • ઘઉં નો લોટ - 2 વાડકી (Wheat Flour)
  • મોણ માટે તેલ (Oil)
  • મીઠું - સ્વાદ મુજબ (Salt)
wheat flour rotli recipe

Rotli Recipe :
  • સૌ પ્રથમ ઘઉં નો જીણો લોટ લઇ તેમાં મોણ અને મીઠું નાખી સહેજ સહેજ પાણી નાખી. 
  • મુલાયમ લીસ્સો લોટ બાંધવો, લોટ બહુ ઢીલો નહિ કે બહુ કઠણ નહિ તેવો બાંધવો.
  • અને તેના લુવા પાડી અને ઘઉંના ઝીણા લોટનું અટામણ લઇ (ઘઉંના ઝીણા લોટમાં રગદોળી) ગોળ પાતળી રોટલી વણવી.
  • તવી ઉપર ગુલાબી શેકી દેવી.


             

keri no ras recipe


Keri No Ras Recipe in Gujarati Language:

"કેરી નો રસ

Ingredients:
  • 3 નંગ કેસર કેરી (Kesar Mango)
  • 1 નંગ બદામ કેરી (Badam Mango)
  • મીઠું (Salt)
  • સુંઠ (Dry Ginger Powder)
  • ખાંડ (Sugar)
  • ઘી (Ghee)   
Recipe:
  • સૌ પ્રથમ કેસર અને બદામ કેરી ને ચોખ્ખા પાણી થી ધોઈ ને છોલી ને ટુકડા કરવા.
  • ત્યારબાદ તેમાં ખાંડ, નાખી સહેજ ઠંડુ પાણી નાખી બ્લેન્ડર મશીન થી ક્રશ કરી લેવું.
  • અને ગરણી થી ગાળી લેવું, જેથી રેસા નીકળી જશે.
  • રસ ને ઠંડો કરી લો, સર્વ કરતી વખતે જરૂર મુજબ મીઠું, ઘી અને સુંઠ ઉમેરી ને સર્વ કરવો.  
  • આમ કેરી નો રસ તૈયાર થઇ જશે.     
Mango Ras Recipe:

  • First of take Keshar and Badam Mango and Wash it well with water and remove the skin and make small pieces.
  • Then add Sugar, and Little Cold Water and Blend with Blender Machine and Crush Well.
  • Then after Strain it so the fibers will come out.
  • Make the Juice Cool and While Serving Add Salt, Ghee and Dry Ginger Powder according to need.
  • Mango Ras is Ready to Serve.

Its Also Called Aamras in Hindi Everyone's Favourite Reciep in Summer, and Mango is also a King of all Fruits.

bread dahi vada recipe

Bread Dahi Vada Recipe in Gujarati Language :

Ingredients:
  • 1 પેકેટ બ્રેડ (માવો બનાવવા) (Bread)
  • 500 ગ્રામ બટાકા (Potato)  
  • આંબોળીયા ની ગળી ચટણી (Ambodiya Chutney)
  • લસણ ની ચટણી (Garlic)
  • દહીં ફીણેલું (Yogurt)
  • મીઠું (Salt)
  • મરચું (Chili)
  • આદું લસણ (Ginger - Garlic)
  • હળદર (Turmeric)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • કોથમીર જરૂર પ્રમાણે (Coriander)                 
Recipe:
  • સૌ પ્રથમ બટાકા ને બાફી તેની છાલ ઉતારી તેનો માવો કરવો.
  • તેમાં મીઠું, મરચું, વાટેલા આદું-મરચાં, હળદર, લીંબુ, ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી બટાકાવડા જેવો માવો તૈયાર કરવો.
  • ત્યારબાદ બ્રેડ ની કીનારી કાપી બ્રેડ ના ચાર પિસ કરી લેવા, અને તેલમાં આછી ગુલાબી તળી ને કડક ટોસ્ટ  જેવી બનાવી દેવી.
  • એક મોટા બાઉલ માં બ્રેડ નો એક ટુકડો લઇ, તેમાં બટાકાનો માવો લગાવવો.
  • અને બીજો ટુકડો ઉપર મૂકી તેની ઉપર લસણ ની ચટણી, કોથમીર ની ચટણી લગાવવી.
  • આંબોળીયા ની ગળી ચટણી અને ફીણેલું ગળ્યું પાતળું દહીં નાખી અને પછી ઝીણી સેવ ભભરાવી અને પીરસવું.
Bread Dahi Vada Recipe :
  • First of all Boil Potatoes and Remove the Potatoes Skin once it Cool down and make the pulp.
  • Then Add Salt, Chili Powder, Ginger Chili Paste, Turmeric, Lemon, Coriander and prepare the pulp like a Bataka Vada/ Potato Vada.
  • Then Take Bread cut four side border and make four piece of bread. and fry bread in oil until get pink in colour and crispy.
  • Take one Bowl put the bread piece and spread potato pulp on it.
  • and second bread piece put on the potato pulp and spread garlic chutney and coriander chutney on it.
  • Ambodiya Sweet Chutney and Thin Yogurt can be sprinkled on the bread and thin besan sev can also be spread on it. bread dahi vada is ready to serve.
 

khakhra masala recipe


Khakhra Masala Recipe in Gujarati Language:

"ખાખરા નો મસાલો

Ingredients:
  • જીરું (Cumin)
  • મરી (Pepper)
  • સંચર (Black Salt)
  • મીઠું (Salt)     
Recipe:
  • સૌ પ્રથમ જીરું, મરીયા એકદમ ઝીણા ક્રશ કરવા.
  • તેમજ તેમાં સંચર અને મીઠું ઉમેરવું. 
  • જેથી ચાટ મસાલા જેવું મિશ્રણ તૈયાર થઇ જશે.
  • ખાખરા ઉપર લગાવી તેની ઉપર મસાલો લગાવી ખાઈ શકાય.
Khakhra Masala Recipe:

  • First of all Crush the Cumin seed, Pepper and make its powder.
  • Then add Black salt and Salt in it.
  • This mixture taste like a Chat Masala.
  • You can Sprinkle it on Khakhra while before eating.

 Note: સાદા ખાખરા ઉપર ઘી લગાવી મેથી નો (આચાર) મસાલો લગાવીને ખાઈ શકાય.              

rotli na khakhra

Rotli Na Khakhra:

"રોટલી ના ખાખરા" 

Ingredients :
  • ઘઉંનો રોટલી નો લોટ 2 વાડકી (Chapati Wheat Flour)
  • મીઠું (Salt)
  • મોણ માટે તેલ (Oil)
  • પાણી જરૂર પ્રમાણે (Water)
Recipe :
  • ઘઉંના લોટમાં મીઠું, તેલ નાખી જરૂર પ્રમાણે થોડુક થોડુક પાણી લઇ રોટલી નો લોટ બાંધવો.
  • લોટ બંધાઈ જાય એટલે લુવું લઇ કોરા લોટ માં બરાબર રગદોળી રોટલી વણવી.
  • ગેસ ઉપર તવી માં ધીમા તાપે રૂમાલ દબાવી કડક ગુલાબી ખાખરો તૈયાર કરવો.
  • તેની ઉપર ઘી લગાવી મેથી નો મસાલો લગાવી સર્વ કરવા.          
Rotli Khakhra Recipe :
  • In Wheat flour add Salt, and Water and make Dough like to make a chapati.
  • Once Dough is made then take one dough pieces and move it in a dry flour and make chapati.
  • Then on the Pan on Slow Burn make Crispy Pink khakhra.
  • Then Spread Ghee, Methi Masala on it and Served.        

vagharela sev mamra recipe

Vagharela Sev Mamra Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 મોટી તપેલી મમરા (Puffed Rice)
  • 2 વાડકી ઝીણી સેવ (Naylon Besan Sev)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • મીઠું (Salt)
  • બુરુંખાંડ (Crushed Sugar)
  • 2 ટેબલસ્પૂન તેલ (Oil)
  • રાઈ (Mustard Seed)
  • હિંગ (Asafoetida)
  • મીઠો લીમડો - (Mitho Limdo / Sweet neem)
sev mamra recipe
Recipe :
  • સૌ પ્રથમ એક મોટી તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, તેમાં મમરા નાખી.
  • તેમાં હળદર, મરચું, મીઠું, મીઠો લીમડો, બુરુંખાંડ નાખી મમરા વઘારવા.
  • મમરા કડક થઇ જાય, એટલે તેમાં ઝીણી સેવ ઉમેરી બધુંજ એક મિક્ષ કરી લેવું.
Recipe:
  • Take big bowl and add oil and heat the oil then add asafoetida, and mustard seed tadka and add puffed rice in it.
  • Then add Turmeric Powder, Red Chili Powder, Salt, Curry Leaves, Crushed Sugar mix well.
  • Once Puffed Rice get Crispy add thin Nylon Besan Sev and mix well all and turn off the gas.

lasaniya sev mamra recipe

Lasaniya Sev Mamra Recipe in Gujarati Language:

Ingredients :
  • 1 તપેલી - મમરા (Puffed Rice)
  • 1 નંગ - અડદ નો પાપડ (Urad papad)
  • 1 વાડકી ઝીણી સેવ (Besan Thin Sev)
  • સિંગ દાણા એક મુઠ્ઠી (Ground Nut)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • મીઠું (Salt)
  • 1 ટી સ્પૂન - વાટેલું સુકું લસણ (Dry Garlic Paste)
  • 1 ટેબલ સ્પૂન તેલ (Oil)          
  • બુરુંખાંડ જરૂર પ્રમાણે (Crumbed Sugar)  
Recipe :
  • એક મોટા તપેલામાં તેલ મૂકી તેલ આવે એટલે, તેમાં રાઈ હિંગ નો વઘાર કરી, લસણ ઉમેરી દેવું.
  • લસણ એકદમ લાલ કડક થઇ જાય એટલે તેમાં સિંગ દાણા ઉમેરી દેવા અને તેમાં મમરા નાખી દેવા.
  • અને તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરવું.
  • બધુંજ એક મિક્સ થઇ જાય, એટલે તેમાં ઝીણી સેવ, અને અડદ નો પાપડ શેકી તેના નાના ટુકડા કરી ઉમેરવા. 
  • અને મમરા કડક થઇ જાય એટલે, જરૂર મુજબ બુરુંખાંડ નાખી નીચે ઉતારી દેવા.
Lasaniya Sev Mamra Recipe :
  • Take one big Pan add oil turn on gas, once oil is heated add mustard seed, asafoetida powder and Garlic in it.
  • Once Garlic gets Crispy and Red add ground nut seeds and puffed rice and add turmeric powder, chili powder, and salt.
  • Mix all the ingredients well and then add Nylon Sev and Roasted Urad Papad Small pieces in it.
  • Once Puffed rice gets Crispy then add crushed sugar according need and mix and take off bowl from the gas.

dry bhel recipe

Dry Bhel Recipe in Gujarati Language:

Ingredients:
  • 2 વાડકી વઘારેલા મમરા (Mamra - Puffed rice)
  • 2 વાડકી ઝીણી નાયલોન સેવ (Nylon Sev)
  • 1 નંગ ડુંગળી (Onion)
  • 1 નંગ ટામેટા (Tomato)
  • નાની વાડકી તળેલા સિંગ દાણા (Ground nut seeds)     
Recipe:
  • મમરા સેવ ભેગા કરી લેવા, તેમાં તળેલા સિંગદાણા પણ નાખવા.
  • તેમજ ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા પણ નાખવા.
  • બધુંજ બરાબર મીક્ષ કરી સર્વ કરો. 
Recipe:
  • Mix Puffed rice and Nylon Sev and add fried ground nut seed in it.
  • Also add the small chopped onion and tomatoes in it.
  • Mix all the Ingredients well and then Serve.     

chatpata chana recipe

Chatpata Chana/Chickpeas Recipe in Gujarati Language:

"ચટપટા મસાલેદાર ચણા" 

Ingredients :
  • 1 કપ ચણા - (ChickPeas)
  • 1 નંગ મોટી ડુંગળી (Onion)
  • 1 નંગ ટામેટું (Tomato)
  • લીંબુ જરૂર મુજબ (Lemon)
  • લાલ મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)   
  • કોથમીર જરૂર મુજબ (Coriander)     
Recipe :
  • સૌ પ્રથમ સાદા ચણા ને 2 થી 3 કલાક પલાળી રાખવા.
  • ત્યારબાદ કૂકરમાં બાફી દેવા, ત્યારબાદ ચારણી માં પાણી નિતારી ચણા કાઢી લેવાં.
  • ત્યારબાદ ડુંગળી ઝીણી સુધારવી.
  • ટામેટા અને કોથમીર ઝીણા સુધારવા.
  • એક બાઉલ માં ચણા કાઢી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા ઉમેરવા.
  • મીઠું, લાલ મરચું, કોથમીર ભભરાવવી અને લીંબુ નીચોવવું.
  • બધુંજ ચમચી થી મિક્સ કરી સર્વ કરવું.
Recipe :
  • First of all Soak the Simple Chick Peas in Water Upto 2 to 3 Hours.
  • Then Boil the Chick Peas in Cooker, then Put the Chickpeas in a strainer and remove water. 
  • Then Cut Onion in Small pieces.
  • Also cuts the coriander and tomatoes in small pieces.
  • Take Chick Peas in One Bowl and sprinkle the Small Chopped onion, tomatoes in it.
  • Add Salt, Red Chili Powder, Coriander and add the Lemon Juice.
  • Mix the all the Chick Peas with Spoon and Served it.

Lila vatana lilva tuver na paratha

Lila Vatana Lilva Tuver na Paratha Recipe in Guajrati :

"લીલા વટાણા, લીલવા તુવેર ના પરોઠા"  

Ingredients:

  • 200 લીલા વટાણા (Green peas)
  • 200 ગ્રામ લીલી તુવેર ના દાણા (Lilva Tuver beans)
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો (Coriander & Mint)
  • 1 ટી સ્પૂન ગરમ મસાલો (Garam Masala)
  • લીલા મરચાં (Green Chili)
  • લસણ (Garlic)
  • 1 નંગ લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • 1 ટી સ્પૂન તલ (Sesame seed)
  • 125 ગ્રામ ઘઉંનો લોટ (Wheat flour)
  • મીઠું પ્રમાણસર (salt to taste)          

Recipe:

  • સૌ પ્રથમ વટાણા અને તુવેર ના દાણા ને મીક્ષર માં ક્રશ કરી દેવા.
  • લીલા મરચાં અને લસણ સાથે ક્રશ કરી લેવાં.
  • એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરું તલ, હિંગ વાટેલું મિશ્રણ તેમાં નાખી સાંતળવું.
  • તેમાં કોથમીર, ફુદીનો, ગરમ મસાલો, લીંબુ નો રસ પણ ઉમેરવો તેમજ મીઠું, હળદર, મરચું, ઉમેરવું.
  • બધુજ એક મિશ્ર થાય અને સતડાઈ જાય, એટલે તેને ઠંડુ પડવા દો.
  • ત્યારબાદ લોટમાં મીઠું અને મોણ નાખી લોટ બાંધી થોડુંક વણી, તેમાં આ પૂરણ ભરી ફરી વણવું.
  • અને તવીમાં તેલ મૂકી શેકી દેવું, (આલું પરોઠા ની જેમ વણી લેવા).                     


            

coriander kothmir thepla recipe

Coriander (Kothmir) Thepla Recipe in Gujarati Language :

Ingredients:
  • 250 ગ્રામ  ઘઉંનો લોટ (Wheat Flour)
  • 50 ગ્રામ બાજરી નો લોટ (Bajri (Millet) flour)
  • 250 ગ્રામ કોથમીર ઝીણી સમારેલી (Fresh Chopped Coriander)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Coriander Cumin seed)
  • તલ (Sesame seed)
  • દહીં (Yogurt)          
Recipe:
  • સૌ પ્રથમ બાજરી અને ઘઉંના લોટને ભેગો કરી.
  • તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી, તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, તલ ઉમેરવા.
  • અને દહીં થી લોટ બાંધવો, તેલનું મોણ નાખવું તથા ખાંડ ઉમેરવી.
  • અન્ય ઢેબરા ની જેમ લોટ બાંધી તેને ગોળ તવીમાં શેકી લેવા.
  • દહીં અથવા અથાણા સાથે લઇ શકાય.

beetroot puri recipe

Beatroot Puri Recipe (બીટ ની પૂરી):

Ingredients:
  • 150 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
  • 150 ગ્રામ બીટ (Beatroot)
  • મીઠું (Salt)
  • તેલ (Oil)
  • સંચળ (Black Salt)
Beatroot Puri Recipe:
  • ઘઉં ના લોટમાં મીઠું અને તેલ નાખવું.
  • બીટ ને છોલી ને ક્રશ કરી તેનાથી લોટ બાંધવો.
  • જાડી પુરી વણીને ગરમ તેલમાં તળવું. 
  • પુરી તળાઈ જાય એટલે, ઉપરથી સંચળ ભભરાવવું.    


vaal ni dal recipe in gujarati

Vaal Ni Dal Recipe in Gujarati Language :

"ગુજરાતી વાલ ની દાળ" "ગુજરાતી વાલ" 

Ingredients:
  • 1 કપ વાલ ની દાળ (Vaal)
  • 4 ટી સ્પૂન તેલ (oil)
  • અજમો જરૂર પ્રમાણે (Caraway Seed)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili Powder)
  • મીઠું જરૂર પ્રમાણે (Salt)
  • ચપટી હિંગ (Pinch of Asafoetida)
  • 2 ટી સ્પૂન ખાંડ (Sugar)
  • ચપટી સાજી ના ફૂલ (Citric acid)            
Recipe:
  • વાલ ની દાળ ને રાત્રે પલાળવી, સવારે એક કઢાઈ માં તેલ મૂકી. 
  • તેમાં અજમાનો વઘાર કરી, વાલ ભેળવી દઈ સહેજ પાણી ઉમેરવું.
  • સાજીના ફૂલ નાંખી વાલને ચઢવા દેવા.
  • વાલ ચઢી જાય એટલે તેમાં હળદર, મરચું, મીઠું, નાખી દેવું
  • તેમજ ખાંડ ઉમેરવી કોથમીર ભભરાવવી.
  • ખટાશ માં આંબોળીયા નો પાવડર નાખવો.
Recipe:
  • Soak the Vaal in Water for Whole Night, in the Morning Put the oil in Pan.
  • And Add Celery Seed Tadka and mix the Vaal Seeds in it and Add little water.
  • Add Citric acid and let them cook and add turmeric, chili powder, salt in it.
  • Also add Sugar and Coriander.
  • And add Ambodiya Powder.
This Recipe is Also Known as "Vaal nu Shaak" or "Kathod na Vaal",  and this recipe can be made on social functions in gujarat.         

urad dal recipe in gujarati

Urad Dal Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 કપ અડદ ની દાળ (Urad dal)
  • 1 ટી સ્પૂન વાટેલાં આદું મરચાં (Ginger Chili Paste)
  • 1 નંગ લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • જીરું (Cumin Seed)
  • હિંગ (Asafoetida)
  • કોથમીર (Coriander)
  • મીઠું પ્રમાણસર (Salt)
  • 1 ટેબલ સ્પૂન ઘી (Ghee)
  • મીઠો લીમડો  Mitho Limdo (Curry Leaves)    

Urad Dal Recipe (Gujarati Style):

  • અડદ દાળ ને ધોઈ ને કૂકરમાં બાફવા મૂકવી.
  • દાળ બફાઈ જાય એટલે એક કઢાઈ માં ઘી મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, વાટેલા આદું મરચાં, લસણ નાખી.
  • તેમાં બાફેલી દાળ ને નાખી દેવી.
  • ત્યારબાદ તેમાં હળદર મરચું, મીઠું, ધાણાજીરું નાખવું.
  • ત્યારબાદ બરાબર વલોણી થી હલાવી દેવું.           
  • જેથી બધુંજ એક મિશ્ર થઇ જાય છેલ્લે લીંબુ ની ખટાશ ખાંડ ઉમેરવી.
  • કોથમીર ભભરાવી સહેજ વાર ઉકળવા દેવી પછી દાળ તૈયાર થઇ જશે.
  • ગરમ ગરમ બાજરી ના રોટલા સાથે અથવા ભાખરી સાથે સર્વ કરવી.    
This Urad dal is a Special Recipe of Winter and Monsoon, Where body needs the more Hot Food and Energetic Food. Urad dal is a good source of Protein and Nutrients.  

chana dal recipe in gujarati

Chana ni dal nu shaak recipe in Gujarati Language :

Ingredients:
  • 1 કપ ચણા ની દાળ (Chana Dal)
  • 4 ટી સ્પૂન તેલ (oil)
  • 1/2 ટી સ્પૂન રાઈ (Mustard seed)
  • 1 ડુંગળી (Onion)
  • 1 ટામેટું (Tomato)
  • 1 ટી સ્પૂન લસણ (Garlic)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • ગોળ (Jaggery)
  • મીઠું (Salt)
  • જરૂર પ્રમાણે મીઠો લીમડો (Mitho Limdo / Sweet neem)
  • 2 ટી સ્પૂન લીલા આદું મરચાં ની પેસ્ટ (Ginger Chili Paste)
Recipe:
  • સૌ પ્રથમ ચણા ની દાળ ને બે કલાક પાણીમાં પલાળી કૂકરમાં બાફી લેવી.
  • એક કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, નાખી તેમાં લસણ લીલા મરચાં નાખવા તેમજ ડુંગળી ટામેટા ઝીણા સમારી અંદર ઉમેરવા.
  • તેમાં સહેજ મીઠું ગરમ મસાલો નાખવો.
  • ત્યારબાદ બાકીની દાળ ને વલોવી એક રસ કરી તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું નાખી તેમાં આ વઘાર ઉમેરી દેવો અને ગોળ પણ ઉમેરી દેવો.
  • લીંબુ ની ખટાશ નાખી ઉપર કોથમીર ભભરાવવી, રસાવાળી દાળ કરવી.
Recipe:
  • Soad the Chana dal till two hours in a water, then boil it in pressure cooker.
  • Put the Kadhai Fry Pen and add oil to heat, add mustard seed once sizzle add turmeric, sweet neem, garlic, green chili, onion, tomato and add it.
  • Add little garam masala in it.
  • Then blend other chana dal and make mixture add turmeric, chili powder, salt, cumin coriander seed powder and jaggery in it.
  • Also add the lemon juice and coriander on it. curry type dal is ready.

  

mix fruit salad recipe

Mix Fruit Salad Recipe in Gujarati Language:

Ingredients:
  • Guava - (જામફળ) 
  • Tomato - (ટામેટા) 
  • Pomegranate - (દાડમ)
  • Grapes - (દ્રાક્ષ)
  • Salt - (મીઠું)
  • Cumin Seed - (વાટેલું જીરું)
  • Black Pepper - (મરીયા)     
Recipe:
  • જામફળ, ટામેટા, દ્રાક્ષ ને સ્વચ્છ પાણી થી ધોઈ લો.
  • જામફળ, ટામેટા ને ગોળ સુધારવા.
  • દાડમ નાં દાણા કાઢવા, દ્રાક્ષ ના દાણા છુટા પાડવા.
  • ત્યારબાદ બધાજ ફ્રુટ અને ટામેટા ને મિક્સ કરી. 
  • તેમાં મીઠું, વાટેલું જીરું, મરી નો ભુક્કો ઉમેરવો અને ત્યારબાદ સર્વ કરવું.
Recipe:
  • Wash the Guava, Tomato, Grapes with Clean Water.
  • Then Cut the Guava, Tomato in Round shape.
  • Remove the Pomegranate seed from pomegranate,
  • Then mix all the fruit and tomato and add salt, cumin powder, pepper powder and serve. 

simple salad recipe

Simple Salad Recipe in Gujarati Language:

Ingredients:
  • કાકડી 1 નંગ (Cucumber)
  • ડુંગળી 1 નંગ (Onion/Dungdi)
  • કોબીજ જરૂર પ્રમાણે (Cabbage/Kobij)
  • ગાજર (Carrot)
  • ટામેટા (Tomato)
  • કેપ્સીકમ (Capsicum)
  • બીટ (Beat)
  • કોથમીર (Coriander)
  • લીંબુ (Lemon)
  • ચાટ મસાલો (Chat Masala)
  • મીઠું જરૂર પ્રમાણે (Salt)            
Simple Salad Recipe:

  • First Wash all the Vegetables with Clean Water.
  • Then Cut all the vegetables and mix all them together.
  • Sprinkle Salt and Chat Masala on the Vegetables and Sprinkle Lemon Juice and Chopped Corianders on it. 
  • You can cut the vegetables in different shapes to decorate the salad dish.


Recipe:
  • સૌ પ્રથમ બધાજ શાકભાજી ને સ્વચ્છ પાણી થી ધોઈ લો. 
  • ત્યારબાદ બધાજ શાકભાજી ને જીણા જીણા સુધારી ભેગા કરવા. 
  • તેની ઉપર મીઠું, ચાટ મસાલો, લીંબુ ઉમેરી, ઉપર કોથમીર નાખવી.  
  • આ બધા શાક ને જુદા જુદા આકાર માં સુધારી સલાડ ની ડીશ ડેકોરેટીવ કરી શકાય.          

mix beans salad recipe

Mix Beans Salad Recipe in Gujarati Language :

Ingredients:

  • મગ (Moong) 
  • મઠ (Math)
  • ચણા (Peas)
  • રાજમા (Rajma)  
  • ચાટ મસાલો (Chat Masala)
  • મીઠું (Salt)
  • લીંબુ (Lemon)      

Recipe:

  • સૌ પ્રથમ મગ, મઠ, ને ફણગાવવા.  
  • ત્યારબાદ ચણા, રાજમા ને બાફી લેવા.  
  • ત્યારબાદ મગ, મઠ, ચણા, રાજમા ને ભેગા કરવા, તેમાં મીઠું, લીંબુ, ચાટ મસાલો ઉપર ભભરાવવો.       

raw banana chivda recipe

Raw Banana Chivda Recipe in Gujarati Language :

Ingredients:
  • 5 કાચા કેળા (Raw Banana)
  • 1/2 ટી સ્પૂન મરચું (Red Chili Powder)
  • 3 ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા (Kaju tukda)
  • 2 ટેબલ સ્પૂન દ્રાક્ષ (Draksh)     
  • 5 થી 6 લીલા મરચાં (Green Chili)
  • 2 ટી સ્પૂન તલ (Sesame seed)
  • 1 ટેબલ સ્પૂન ખાંડ (Sugar)
  • તેલ જરૂર પ્રમાણે (oil)    
Ripe Banana Chivda Recipe:
  • કાચા કેળા ને છોલી ડાયરેક્ટ તેલમાં છીણી તળી નાંખવા.
  • છીણ ને કડક બનાવવા માટે તેલમાં તેલ ગરમ થાય એટલે, એક ચમચી મીઠા વાળું પાણી ઉમેરી, ઉપર ઢાકણ ઢાંકી દેવું 
  • ઉભરો બેસી જાય એટલે, તેમાં છીણ પાડવાથી ચેવડો કડક બનશે.
  • કાજુ, દ્રાક્ષ, લીલા મરચાં ને તેલમાં તળવા. 
  • ત્યારબાદ તેની ઉપર મીઠું, તથા મરચાં ના ટુકડાને તળી ને ચેવડા માં તલ, ખાંડ વગેરે નાંખવું.
Recipe:
  • Chip the raw banana direct into hot oil and fry.
  • Want to make Chips crispy heat the oil then add one table spoon salt water and cover the fry pen.
  • once oil will sit add banana chip in it it makes the banana chivda crispy.
  • fry cashew, dry grapes, green chili in oil and add in this chivda.
  • Also add salt, sugar, sesame seed in it.
                 

gadya ambodiya recipe

Gadya Ambodiya Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 કિલો રાજાપૂરી કેરી
  • 500 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ બુરું ખાંડ   

Recipe:

  • કેરી ને બરાબર છોલી ને જાડા ટુકડાં કરવાં.
  • પછી તેમાં ખાંડ નાખી બરાબર હલાવી, 3 દિવસ રહેવા દેવું 
  • પછી ચારણીમાં કાઢી લેવાં, જેથી ચાસણી નીતરી જાય. 
  • અને પછી તેમાં બૂરું ખાંડ ભેળવવી.       


fried masala kaju recipe

Fried Masala Kaju Recipe in Gujarati Language :

Ingredients:
  • 100 ગ્રામ કાજુ (Cashew/ Kaju)
  • 1 ટી સ્પૂન મરીનો ભુક્કો (Black Pepper)
  • 1/2 ટી સ્પૂન ચાટ મસાલો (Chat Masala)
  • મીઠું પ્રમાણસર (Salt)
Masala Kaju Recipe:
  • સૌ પ્રથમ ફોતરા વગરના 100 ગ્રામ કાજુ લો.
  • ત્યારબાદ કાજુ ને કઢાઈ માં બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘી માં તળવા. 
  • પછી તેમાં મીઠું, મરીનો ભુક્કો અને ચાટ મસાલો નાખવો, અને સર્વ કરો. 
Kaju is a Healthy Dru fruit and Eating Direct or Using in Many Recipes, Here one of the Best Fry Masala Kaju Recipe. Best suites in Party Starters, Get to gather served with Cold-drinks.

fried masala badam recipe

Fried Masala Badam Recipe in Gujarati Language :

Ingredients:

  • 100 ગ્રામ બદામ
  • ઘી પ્રમાણસર
  • 1 ટી સ્પૂન મરીનો ભૂકો
  • મીઠું પ્રમાણસર
  • સંચળ     

Recipe:

  • સૌ પ્રથમ ઘી ગરમ કરી બદામ ને સાંતળવી
  • સરસ રીતે સતડાઈ જાય એટલે મીઠું, સંચળ, મરીનો ભૂકો નાખવો        

choco cream recipe

Choco Cream Recipe in Gujarati Language :

Ingredients :

  • 3 ગ્લાસ દૂધ
  • 4 ટેબલ સ્પૂન ખાંડ
  • 1 ટી સ્પૂન કોફી
  • ટી સ્પૂન ચોકલેટ પાવડર
  • 50 ગ્રામ ક્રીમ
  • ચોકલેટ કેડબરી      

Recipe :

  • એક તપેલીમાં દૂધ, ખાંડ, કોફી ભેગાં કરી બ્લેન્ડર મશીન થી મિશ્રણ કરવું. 
  • અને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું.
  • ચોકો ક્રીમ સર્વ કરતી વખતે બરફનો ભુક્કો નાખી ઉપર ચોકલેટ પાવડર ક્રીમ તથા છીણેલી ચોકલેટ નાખવી.     

mix mukhwas recipe

Mix Mukhwas Recipe in Gujarati:

Ingredients:
  • 200 ગ્રામ ધાણા ની દાળ
  • 200 ગ્રામ વરિયાળી
  • 50 ગ્રામ તલ
  • અડધી કાચલી કોપરાની છીણ
  • 25 ગ્રામ મગજતરીના બીજ
  • 1 ટી સ્પૂન લવલી હીરામોતી 
Recipe:
  • તલ, મગજતરીના બીજ 5 મિનીટ શેકવા.
  • તેમાં કોપરાની છીણ અને ધાણા ની દાળ નાખવી.
  • બધુંજ શેકાઈ જાય એટલે ઠંડુ પાડી પછી લવલી મસાલો નાખવો.     

lemon ginger juice recipe

Lemon Ginger Juice Recipe in Gujarati Language:

Ingredients :
  • 1 કિલો લીંબુ (Lemon)
  • 250 ગ્રામ ફુદીનો, આદું (Ginger)
  • ખાંડ પ્રમાણસર (Sugar)
  • સંચળ (Black Salt)
  • શેકેલું જીરું (Roasted Cumin)      
  • મીઠું (Salt) 
Recipe :
  • લીંબુ નો રસ કાઢવો, ત્યારબાદ ખાંડ ને એક તપેલીમાં લઇ તેને ગરમ કરી તેની 1 તારની ચાસણી તૈયાર કરવી.
  • તેને ઠંડી કરી લીંબુ ના રસમાં ઉમેરવી, તેમાં આદું વાટીને નાખવું. 
  • પછી ગરણી થી ગાળી લેવું, જેથી કુચા નીકળી જાય અને ફુદીનો પીસી ને શરબત માં નાખવો.
  • સર્વ કરતી વખતે એક તપેલીમાં 5 ટેબલ સ્પૂન શરબત લઇ તેમાં ઠંડુ પાણી બરફ, સંચળ, શેકેલું જીરું અને મીઠું નાખવા.   
Recipe :

  • Take Lemon Juice first, then take sugar in bowl and make one string syrup, 
  • Once sugar syrup get cool, then add it in a lemon juice and add the paste of ginger in it.
  • then mix and strain the juice with strainer, so the waste can remove and add mint paste in the juice.
  • while you serve, take 5 table spoon juice add cool water, ice cubes, black salt, cumin seed and salt mix all well and serve.

kadi draksh falsa juice recipe

Kadi Draksh Falsa Juice Recipe in Gujarati Language :

Ingredients:

  • 450 ગ્રામ કાળી દ્રાક્ષ (black grape)
  • 400 ગ્રામ ફાલસા (Falsa)
  • 250 ગ્રામ ખાંડ (sugar)
  • મીઠું (salt)
  • સંચળ (black salt)
  • મરી પાઉડર (black pepper)

Recipe:

  • 450 ગ્રામ કાળી દ્રાક્ષ, 400 ગ્રામ ફાલસા લઇ પલાળવા, બંને ધોઈ ને ક્રશ કરી 250 ગ્રામ ખાંડ નાખવી.
  • મીઠું, સંચળ, મરી પાવડર નાખી ઠંડુ કરવું. 
  • જ્યુસ ચાખી ફાલસા ની ખટાશ પ્રમાણે ખાંડ ની વધઘટ કરવી.          

plum juice recipe

Plum Juice Recipe in Gujarati Language:

Ingredients:
  • 100 ગ્રામ પ્લમ (Plum)
  • 50 ગ્રામ ખાંડ (Sugar)
  • 1 ટી સ્પૂન મરી નો ભુક્કો (Black Pepper)
  • સ્વાદ પ્રમાણે મીઠું (Salt)    
Recipe:
  • 100 ગ્રામ પ્લમ ને ગરમ પાણીમાં 2 મિનીટ રાખી, તેની છાલ અને ઠળિયા કાઢી તેમાં મીઠું, 1 ટી સ્પૂન મરી નો ભુક્કો અને થોડીક ખાંડ નાખી વાટવું.
  • પછી ગાળીને બરફ નાખી પીરસવું ખાંડ પ્લમ ની ખટાશ પ્રમાણે લેવી.      

kachi keri no baflo recipe

Kachi Keri No Baflo Recipe in Gujarati Language :

Ingredients:

  • 150 ગ્રામ કાચી કેરી
  • 4 થી 5 કપ પાણી
  • 120 ગ્રામ ગોળ
  • 1/4 ટી સ્પૂન મરચું
  • 1/2 ટી સ્પૂન ખાંડેલું જીરું
  • મીઠું પ્રમાણસર       

Recipe:

  • કેરી ને ધોઈને બાફીને તેનો માવો કાઢી લેવો.
  • એક વાસણ માં 4 થી 5 કપ પાણી લઇ તેમાં ગોળનો ભુક્કો નાખી ઓગળી કેરીનો માવો નાખી, બ્લેન્ડર મશીન ફેરવી, બધુ બરાબર ભેગું કરવું. 
  • તેમાં મીઠું, મરચું નાખી ફ્રીજ માં ઠંડુ કરી પીરસવું.

falsa juice recipe

Falsa Juice Recipe in Gujarati Language :

Ingredients :
  • 125 ગ્રામ ફાલસા (Falsa)
  • 150 ગ્રામ ખાંડ (Sugar)
  • 1/2 લીંબુ નો રસ (Lemon Juice)
  • મીઠું (Salt)
  • સંચળ (Black salt)
  • ચાટ મસાલો પ્રમાણસર (Chat Masala)
Recipe :
  • સૌ પ્રથમ ફાલસા લઇ તેને ચોખ્ખા પાણી થી બરાબર ધોઈ નાખવા.
  • ફાલસા પાણીમાં 2 કલાક રાખી મિક્સરમાં પીસવા, ત્યારબાદ મિશ્રણ ચારણા થી ચાળી લેવું.
  • ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગરમ કરવું.
  • 1 તારની ચાસણી થાય એટલે લીંબુ નીચોવવું, ત્યારબાદ બનાવેલી ફાલસાની પેસ્ટ તેમાં નાખી 7 થી 10 મિનીટ ગરમ કરવું.
  • ઠંડુ પડે એટલે રોઝ રંગ નાખી બોટલ માં ભરવું.
  • ત્યારબાદ એક તપેલીમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી ઉમેરી, બરફ, મીઠું નાંખીને બ્લેન્ડર મશીન ફેરવી લેવું અને ત્યારબાદ સંચળ ચાટ મસાલો નાખવો અને ચમચી થી હવાલી ઠંડુ પીરસવું.