farsi puri recipe

Farsi Puri Recipe : (Menda Na Lot Ni Puri) Recipe in Gujarati Language :

Ingredients :

  • 500 ગ્રામ મેંદો (મેંદાનો લોટ) (Maida flour)
  • 1/2 વાડકી સોજી (Soji flour)
  • 1 વાડકી ઘઉં નો રોટલી નો લોટ (Wheat chapati making flour)
  • મીઠું (Salt)
  • મરી નો ભુક્કો (black pepper)
  • તલ (Sesame seed)
  • મોંણ માટે તેલ મુઠી વડે તેટલું (Oil)


farsi puri recipe

Farsi Puri Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ મેંદો, સોજી, અને ઘઉં નો રોટલી નો લોટ ને ભેગા કરી, તેમાં મીઠું, મરી, જીરાનો ભુક્કો, તલ નાખી લોટમાં તેલનું મોંણ નાખવું. 
  • જેમ તેલ સહેજ વધારે હશે તેમ પૂરી પોચી અને કડક થશે, ત્યારબાદ તેમાં પાણી સહેજ સહેજ ઉમેરી કઠણ પૂરીનો લોટ બાંધવો.
  • નાના નાના ગુલ્લા કરી નાની નાની પૂરી વણવી.
  • અને તેમાં ચપ્પા વડે ટીચા/કાપા પાડી લો, જેથી પૂરી ફૂલે નહિ, અને સરસ કડક થાય.
  • પછી તેલ ગરમ કરી તેલમાં પૂરી ગુલાબી થાય તેવી તળી લેવી. 
  • ઉપરથી સહેજ સંચળ ભભરાવવું. ટેસ્ટી ફરસી પૂરી તૈયાર છે. 
Recipe:
  • First take big bowl and add soji flour, maida flour, and wheat chapati making flour and mix well, then add salt, black pepper, cumin seed powder, sesame seed and add oil in it.
  • You can add oil in making dough as you want to make puri crispy, then add little water into flour and make solid dough.
  • Make small bolls out of dough and make round puri from it.
  • Then make scratch on puri so puri have not bubbles and crispy.
  • Then heat the oil and fry puri until get in pink colour. take out the puri in a bowl which have paper on the bottom so it sucks the excessive oil.
  • Sprinkle the black salt on it.  
Enjoy Tasty Crispy Farsi Puri (Maida puri) In Morning Breakfast with Tea, In Noon snack Add Vegetable and make Topping on it, and also use while make Mamra ni Bhel at home. 

advi pan na samosa recipe

Advi Pan na Samosa Recipe in Gujarati Language : 

(પાંદડા ના સમોસા) 

Ingredients :
  • 150 ગ્રામ અળવી ના પાન પાંદડા (Advi na pan)
  • 250 ગ્રામ બટાકા (Potato)
  • 100 ગ્રામ લીલા વટાણા (Green Peas)
  • 1/2 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1 ટીસ્પૂન વાટેલા લીલા મરચા (Green Chili)
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો (Garam Masala/ Spices)
  • 1 નંગ લીંબુ (Lemon)
  • 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
  • 2 ટેસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (Small Chopped Coriander)
  • 2 ટેસ્પૂન કણકી નો લોટ (Kanki Flour)
  • ચપટી હિંગ (Asafoetida)
  • 1/2 કપ મેંદો (Maida flour)
  • તેલ (Oil)
  • મીઠું પ્રમાણસર (Salt)
Advi Na Pan (Patra) Samosa Recipe in Gujarati Language :
  • વટાણા બાફી નાખવા, બટાકા ને એકદમ ઝીણા સમારી તળી નાખવા.
  • બંને ભેગા કરી બધો મસાલો નાખવો, પાંદડા ની નસો કાઢીને તેના બે ઉભા ભાગ કરવા.
  • એક ભાગ લઇ કિનારે મસાલો મૂકી, સમોસું વાળવું અને લઈથી (કણકી માં હિંગ, પાણી, મીઠું નાખી જાડી લઇ બનાવવી) કિનારી બંધ કરવી.
  • પછી મેંદા નું ખીરું બનાવી અને તેમાં મીઠું નાખી.
  • સમોસા ખીરામાં બોળી, ગરમ તેલમાં તળી લેવા, ગરમ ગરમ જ પીરસવા.
Recipe:

  • First of all Boil the Peas first, Chopped the Potatoes in small pieces and fry them.
  • Mix peas and potato and add all spices, remove the veins of the leaf and make standing part of it.
  • take one part and fill the filling on corner side and make samosa type shape and close the corner.
  • Then make Beestings of maida flour and add salt to taste in it.
  • now steeping the samosa in beestings and fry in a oil, serve it with chutney or sauce.



Advi na Pan na Samosa Farsan is the Best Recipe in Social Function Menu in Gujarati Families and used in Breakfast too with Amchur chutney.   

sandwich bhajia recipe

Sandwich Bhajia Recipe in Gujarati Language :
                  (બટાકા અને રતાળું ના સેન્ડવિચ ભજીયા)

Sandwich Bhajia Ingredients:
  • 400 ગ્રામ બાફેલા બટાકા (Boiled Potato)
  • 400 ગ્રામ બાફેલું રતાળુ (Ratalu - Yam)
  • 200 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
  • 6 ટેબલ સ્પૂન આરાનો લોટ (Ara flour)
  • અથવા કોર્ન ફ્લોર (Corn flour)
  • મીઠું (Salt)
  • મરચું (Chili Powder)
  • હળદર (Turmeric)
  • તેલ તળવા માટે (Oil)
ચટણી માટે (Make Chutney) :
  • 2 ટેબલસ્પૂન  ટોપરાનું તાજું ખમણ (Coconut Crumbed)
  • 100 ગ્રામ કોથમીર (Coriander)
  • 10 થી 12 લસણ ની કળી (Garlic)
  • 1/2 ટેબલસ્પૂન જીરું (Caraway seeds)
  • 5 થી 6 લીલા મરચા (Green Chili)
  • નાનો ટુકડો આદું (Garlic)
  • 2 ટેબલસ્પૂન તલ (Oil)
  • 1 ટેબલસ્પૂન દાળિયા (Daliya)
  • 1/2 ટેબલસ્પૂન લીંબુ નો રસ (Lemon Juice)
  • સ્વાદ મુજબ મીઠું (Salt)
  • ખાંડ (Sugar)
Sandwich Bhajia Recipe in Gujarati Language :
  • બટાકા અને રતાળુ બફાય પછી ગરમ હોય ત્યારે જ ભાગી ને ચીકણા થાય એટલા લસોટી નાખો.
  • બંને જુદા જુદા રાખો અને સ્વાદ મુજબ મીઠું અને ત્રણ ત્રણ ટેબલ સ્પુન આરાનો  લોટ અથવા કોર્ન ફ્લોર ઉમેરવા.
  • પારદર્શક પ્લાસ્ટિક ના કાગળ પર બફાયેલા બટાકા ને 3/4 સેમી જાડો રોટલો વણો લંબચોરસ ટુકડા કરો.
  • બંને નું કદ સરખું રાખો, એક રોટલા પર ચટણી પાથરો.
  • તેના પર બીજો  રોટલો બરાબર ગોઠવી દો, હથેળી વડે ઓલા હાથે હલાવી ચોટાડયા પછી 3 સેમી જેટલા ચોરસ ટુકડા કાપી લો.
  • ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર નાખી બહુ જાડું નહિ કે પાતળું નહિ તેવું ખીરું બનાવી સેન્ડવીચ ના કટકાને એમાં બોળીને તળી લો.
  • ચટણી માટેની બધી વસ્તુ બારીક અને લીસી વાટવી.

dakho recipe


Dakho Recipe in Gujarati Language:

Ingredients:

  • 1/2 કપ તુવેર ની દાળ (Toor Dal)
  • 1/2 કપ ચણા ની દાળ (Chana Dal)
  • 1/2 કપ મગની દાળ (Moong Dal)
  • 100 ગ્રામ મેથી ની ભાજી (Fenugreek Bhaji)
  • 100 ગ્રામ પાલક ની ભાજી (Palak/ Spinach)
  • 50 ગ્રામ સિંગદાણા (Ground Nut)
  • મીઠું (Salt)
  • વાટેલા આદું - મરચા (Ginger Garlic Paste)
  • 1 નાનો કટકો ગોળ (Jaggery)
  • આંબલી થોડી (Ambli)
  • 50 ગ્રામ ફુલવડી (Fulwadi)
  • 50 ગ્રામ ખારેક (Kharek)

Recipe :
  • 3 દાળ ને ભેગી ધોઈ ને બાફીલો. 
  • સિંગદાણા સૂરણ અને ખારેક ના ટુકડા બાફીલો.
  • બાફેલી દાળ ને વલોવીને તેમાં સિંગદાણા અને ખારેક ના ટુકડા ઉમેરો.
  • 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી રાઈ, હિંગ, અને 2 તજ, 2 લવિંગ, ચાર લીમડાના પત્તા નો વઘાર કરી ઝીણી સમારેલી ધોયેલી પાલક અને મેથીની ભાજી ઉમેરો.
  • ભાજી ચઢી જાય એટલે તેમાં મીઠું, હળદર, ગોળ, મરચું, આંબલી નો રસ બાફેલું સૂરણ સિંગદાણા અને ખારેક ના ટુકડા નાખી ઉકાળવા મુકો.
  • ઉપર 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી, તેમાં ફુલવડી ઉમરો. 
  • અને ઉપર કોથમીર ભભરાવી અને ગરમ નાન સાથે પીરસો.

rasmalai recipe in gujarati

Rasmalai Recipe :

Ingredients :
1.25 સવા વાટકી પનીર (Paneer)
1/2 વાટકી દળેલી ખાંડ (Castor Sugar)
250 ગ્રામ દૂધ (Milk)  
ઇલાઇચી પાવડર (Elaichi Powder)

Rasmalai Recipe :
  • સૌ પ્રથમ દૂધ ને ઉકાળવા મુકવું ખાંડ નાખી, ફરી ઉકળવા મૂકો.
  • થોડું ઘટ થાય એટલે નીચે ઉતારી લો.
  • પનીર ને મસળી ને તેમાં ખાંડ અને ઇલાઇચી નો ભૂક્કો નાખી બરાબર મિક્સ કરી લો.
  • થોડા ભાગના પનીર ના ચપટા ગોળા વાળવા અને બાકીના પનીર ના બે ભાગ કરવા.
  • એક ભાગ માં ખાવા નો પીળો રંગ નાખવો અને એક ભાગમાં લીલો રંગ નાખવો. 
  • પીળા રંગની નાની ગોળી વાળવી થોડા ચપટા કરી સફેદ ગોળા પર મૂકવો અને લીલા પનીર માંથી પણ ગોળા વાળી અને પીળા ભાગ પર મૂકો.
  • આ પ્રમાણે બધી રસમલાઇ તૈયાર કરી, એક બાઉલ માં મૂકી, તેની આજુ - બાજુ ઉપર નું તૈયાર કરેલું દૂધ રેડી વાનગી ને ઠંડી કરવા મૂકો.

naan recipe using gas

Naan Recipe In Gujarati Language :

Ingredients :
2 કપ મેંદો (Maida flour)
પા કપ દૂધ (Milk)
1 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ (Dry yeast)
1 ટીસ્પૂન ખાંડ (Sugar)
1 ટીસ્પૂન મીઠું (Salt)
માખણ અથવા ઘી - (Butter or Ghee)

Naan Recipe :
  • સૌ પ્રથમ પા કપ દૂધ ને હુંફાળું ગરમ કરી, તેમાં ખાંડ અને યીસ્ટ નાખી 10 મિનીટ માટે ઢાંકીને રાખો.
  • મેંદામાં મીઠું નાખી ચાખી લો.
  • આ લોટની અંદર ઉપરનું દૂધ નાખી બરાબર મીક્સ કરી હુફાળા પાણી થી બહુ નરમ નહિ તેવો લોટ બાંધી લો.
  • આ લોટને 1/2 કલાક ઢાંકી ને રહેવા દો, જેથી કરીને આથો આવી જશે. 
  • આથો આવેલી કણેક માંથી મધ્યમ કદ ના લુવા કરી વણી લો.
  • નોન સ્ટીક તવા પર ચઢવી ને ગરમ ગરમ ઘી અથવા બટર લગાડી ને પીરસો.