rajapuri ripe mango sharbat recipe

Rajapuri Ripe Mango Sharbat Recipe in Gujarati Language:

"રાજાપુરી પાકી કેરી નો શરબત"


Ingredients :
  • 1 કિલો રાજાપુરી પાકી કેરી (Rajapuri Ripe Mango)
  • અડધી ચમચી લીંબુ ના ફૂલ
  • 400 ગ્રામ ખાંડ (Sugar)  
Recipe : 
  • રાજાપુરી પાકી કેરી ને છોલી તેનો બધોજ પાકો માવો એક તપેલીમાં કાઢી લેવો.
  • તેમાં લીંબુ ના ફૂલ અને ખાંડ ઉમેરી, મિક્સર માં ક્રશ કરી કાઢી લેવું.
  • ત્યારબાદ એક ડબ્બામાં તે પલ્પ ભરી ફ્રીઝર માં મૂકી દેવું.
  • જયારે શરબત બનાવવો હોય ત્યારે એક તપેલીમાં એક ગ્લાસ ઠંડુ પાણી લઇ તેમાં 1 ચમચી પલ્પ લઇ બ્લેન્ડર મશીન ફેરવી.
  • તેનો શરબત તૈયાર કરી તેમાં જીરું પાવડર, મીઠું, સંચળ ઉમેરવું અથવા ચાટ મસાલો ઉમેરવો.                   

  

gulab jamun recipe

Gulab Jamun Recipe in Gujarati Language:

"ગુલાબજાંબુ બનાવવાની રીત"

Gulab Jamun Ingredients:

  • 1 કિલો (મોળો) માવો (Milk Mawa)
  • 250 ગ્રામ મેંદો (Maida flour)
  • 750 ગ્રામ ખાંડ (Sugar)
  • ઇલાઈચી નો પાવડર (Elaichi Powder)
  • સાજી ના ફૂલ (જરૂર પ્રમાણે)     
Gulab Recipe:
  • સૌ પ્રથમ એક કિલો માવો છીણી તેમાં મેંદો ઉમેરતા જવું અને મસળતા જવું.
  • તેમજ ઇલાઈચી નો પાવડર અને અડધી ચમચી સાજી ના ફૂલ પણ ઉમેરી દેવો.
  • બધું બરાબર મિક્સ કરી, હાથથી બરાબર મસળી ગોળ ગોળ લીસ્સા બોલ વળવા.
  • ગેસ ઉપર તાસરામા તેલ ગરમ થવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી એક મોટી પહોળી તપેલીમાં 750 ગ્રામ ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગેસ ની બીજી બાજુ ચાસણી થવા મૂકવી
  • ચાસણી ધીમે ધીમે હલાવતા રહેવું 1/2 (અડધા) તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવો
  • તેલ ગરમ થયું હોય તેમાં આ બોલ તળી આછા ગુલાબી થાય તે ચાસણી માં નાખી દેવા.
  • ચાસણી વધારે ટેસ્ટી બનાવવા માટે કેસર અને ઇલાઈચી પાવડર તેમાં ઉમેરવો.
  • 7 થી 8 કલાકે ગુલાબ જાંબુ ચાસણી પી તૈયાર થઇ જશે.
  • ઠંડા પડે એટલે તપેલી ઢાંકી ને ફ્રિઝ માં મૂકી દેવી જેથી વધારે ઠંડા ગુલાબ જાંબુ થઇ શકે.

simple moong dal khichdi recipe

Moong Dal Khichdi Recipe in Gujarati Language:

"સાદી ફોતરા વાળી મગ ની દાળ ની ખીચડી"

Ingredients :
  • 1 વાડકી બાસમતી ચોખા (Basmati Rice)
  • અડધી વાડકી ફોતરાવાળી મગની દાળ (Moong Dal)
  • મીઠું (Salt)
  • હળદર જરૂર મુજબ (Turmeric) 
  • 1 ટીસ્પૂન ઘી ( Ghee / Butter)  
Mag Ni Dal Ni Khichdi Recipe :
  • એક તપેલીમાં ચોખા અને મગની ફોતરા વાળી મગની દાળ ને ધોઈ ને પાણીમાં પલાળવી અને બરાબર ધોઈ ને ફોતરા ઉખાડી દેવા.
  • તપેલીમાં બે વેઢા (ડૂબે તેટલું) જેટલું પાણી રાખી તેમાં હળદર, મીઠું ઉમેરી 1 ટી સ્પૂન ઘી ઉમેરી દેવું. 
  • અને ધીમા તાપે ખીચડી થવા દેવી.
Moong Dal Khichdi Recipe:
  • Take Rice and Skinned Moong dal in one bowl and add water in the bowl and washed well.
  • Washed the Skinned Moong dal well and remove the skin.
  • Keep little water in bowl measure it by fingers two marks dip in water. and add turmeric, salt, 1 teaspoon ghee.
  • and let the khichdi on low flame on gas.
  • check after few minute and turn off the gas and served it.
  • Moong dal khichdi (Sadi mag ni dal ni khichdi) is ready.
This Healthy and Simple Moong Dal Khichdi is Good For Health you can take the rice as you use in Regular basis.