Vada pav recipe in gujarati

Vada Pav Recipe in Gujarati :

Ingredients :

  • 1 પેકેટ પાઉં (Pav Bhaji Pav)
  • 300 થી 400 ગ્રામ બટાકા (Potato)
  • 2 નંગ કાંદા ઝીણા સમારેલા (Chopped Onion)
  • આદું, મરચા ની પેસ્ટ (Ginger, Chili paste)
  • સુકો મસાલો (Dry Masala)
  • 1 કપ ચણા નો લોટ ખીરા માટે (Gram flour)
  • મીઠું - (Salt)
  • મરચું પાવડર (Chilli powder)

Vada Pav Recipe :
  • બટાકા ને બાફી છોલી ને છીણી નાખવા.
  • 2 ટેબલસ્પૂન તેલ માં રાઈ, અડદ ની દાળ, લીમડો, તલ, હળદર અને ઝીણા સમારેલા કાંદા નાખવા બ્રાઉન થવા દેવું. 
  • અને પછી બટાકા અને બાકી નો મસાલો નાખવો.
  • બટાકા વડા ચપટા વાળી ચણા ના લોટ નાં ખીરામાં બોળી તેલ માં તળી લેવા.
  • ભાજીપાઉં ના બ્રેડ ને વચ્ચે થી સહેજ કાપી માખણ લગાડો. 
  • ગળી ચટણી, લસણ ની ચટણી, તીખી કોથમીર ની ચટણી પાથરી તેના પર બટાકા નું વડું મૂકી ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.
  • લોઢી પરથી તેલ મૂકી બને બાજુ શેકવું. 
  • તેની ઉપર સેવ, કોથમીર ભભરાવવી.
Recipe :
  • Boil the potatoes and grater them.
  • Take 2 tablespoon oil and add mustard seed, urad dal, curry leaves, sesame seed, and add small chopped onion and cook till it gets brown colour.
  • And then add potato and other spices in it.
  • Fold the flat Potato Vada and put it in a beestings of a gram flour and then fry them in a oil.
  • Put the cut bewteen in a bhaji pav bread and spread butter.
  • Spread Sweet chutney, Garlic chutney, spicy coriander chutney in between pav and place bataka vada on it and then spread three chtuneys again on vada and close the pav.
  • Take Pen and take oil to roast vada pav.
  • Then sprinkle the sev and coriander and serve. 
Vada pav is the favourite of youth, children, and elders, is spicy and delicious recipe and fast food.

vegetable burgar recipe

Vegetable Burger Recipe : (School Children Snack)

Indgredients:

1 પેકેટ બર્ગર બન્સ Burgar Bun
250 થી 300 ગ્રામ બટાકા Potato
2 નંગ ગાજર Carrot
1 નંગ કાંદો Onion
કોથમીર - Coriander
સૂકો મસાલો - Dry masala
કટલેસ ને રગદોળ વા માટે ટોસ્ટ નો ભૂકો - Toast crumb
મેદાનું ખીરું - Menda Khiru
તળવા માટે તેલ - Oil
ટામેટા નો સોસ - Tomato Catchup

Vegetable Burgar Recipe :
  • સૌ પ્રથમ બટાકાને બાફી માવો તૈયાર કરવો.
  • વટાણા, ગાજર બાફીને બટાકાના માવામાં ઉમેરો.
  • ત્યાર બાદ તેમાં કોથમીર અને ઝીણા સમારેલા કાંદા, સ્વાદ મુજબ બધોજ મસાલો ઉમેરો.
  • કટલેસ નો આકાર આપવો.
  • ત્યારબાદ મેંદા ના ખીરા માં કટલેસ બોળી ટોસ્ટ માં રગદોળી ને તેલ માં તળો.
  • બર્ગર વચ્ચે થી કાપી તેલ માં શેકી લેવું, કટલેસ ને બર્ગર ની વચ્ચે મુકો
  • અને અંદર ની બાજુ કાંદાની સ્લાઈસ મૂકવી અને કેપ્સીકમ ની સ્લાઈસ મૂકો.
  • પછી અને ફરી પાછું આખું બર્ગર ગેસ પર શેકીલો
  • અને પીરસતી વખતે ચીઝ ભભરાવવી. અને ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

rava sandwich dhokla recipe

Rava Sandwich Dhokla Recipe in Gujarati Language : 

(રવા ના સેન્ડવીચ ઢોકળા)

Ingredients :
  • 1/2 કપ દહીં - (Yogurt)
  • 250 થી 300 ગ્રામ રવો - (Rava flour)
  • 50 ગ્રામ વટાણા - (Green Peas)
  • 1 ચમચી તેલ - (Oil)
  • 50 ગ્રામ સૂકા નારીયેલ નું ખમણ - (Coconut crumb)
  • આદું - મરચા ની પેસ્ટ - (Ginger, Chilli Paste)
  • સુકો મસાલો - (Dry Spices)
Recipe : 
  • સૌ પ્રથમ વટાણા ને અધકચરા કરી
  • અંદર નારિયેળ નું ખમણ વાટેલા આદું, મરચા ની પેસ્ટ અને જરૂર પૂરતો બધો સૂકો મસાલો નાખી, સાધારણ તેલમાં સાંતળી લો.
  • ત્યારબાદ દહીં માં રવાને પલાળી સાધારણ મીઠું નાખી ઢોકળા જેવું ખીરું તૈયાર કરો.
  • ઢોકડિયા માં પાણી રેડી થાળીમાં તેલ લગાવી તેમાં રવાનું ખીરું પાથરી લો, અને તેને અધકચરું ચઢવી લો આમ થઇ ગયા પછી ઉપર વટાણા નું પૂરણ પાથરો, અને ઉપર ફરી બાકી રહેલું રવાનું ખીરું પલાળી લો
  • ફરી એને વરાળે ચઢવો 
  • ચઢી ગયા પછી ગરમ ગરમ કોથમીર ની ચટણી સાથે પીરસો.
Other Dhokla Recipes :

tomato moong dal soup recipe

Tomato Moong Dal Soup Recipe : 

(ટામેટા અને મગની દાળ નો સૂપ)

Ingredients :

  • 250 ગ્રામ પાકા ટામેટા (Ripe Tomato)
  • 100 ગ્રામ મગની દાળ (Moong Dal)
  • 50 ગ્રામ માખણ (Butter)
  • સ્વાદ મુજબ મીઠું (Salt)
  • તજ  - Cinnamon
  • લવીંગ - Loung
  • મરી - Pepper
  • કોથમીર - Coriander
  • ચીઝ - Cheese


Tomato Moong dal Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ મગની દાળ ને ધોઈ ને પલાળી નાખો.
  • ત્યારબાદ માખણ ગરમ કરી તેમાં ઝીણા સમારેલા ટામેટા સમારી દઈ પલાળેલી મગની દાળ ને અંદર ઉમેરી દો
  • જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો અને મગની દાળ ને ધીમા તાપે ચઢવી લો
  • સ્વાદ મુજબ મીઠું ઉમેરો મિશ્રણ ને ગરમી પરથી ઉમરી લઇ ઠંડુ થવા દો
  • ઠંડુ કર્યાં પછી મિક્સર માં મિક્ષ કરી લો મિક્ષર માં ક્રશ કાર્ય પછી જરૂર પડે તો હુફાડું ગરમ કરવું અને તેમાં તજ લવિંગ અને મરિયા નો ભુક્કો ભભરાવો અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવો
  • ઉપર થી ચીઝ છીણી લેવી.
Recipe:
  • First Wash and Soak the Moong dal in water.
  • Then hot the butter and add small pieces of tomatoes and add soaked moong dal in it.
  • If required then add the water and let the moong dal cooked.
  • Add the salt and take the mixture from the gas and let cool.
  • Once cool crush the mixer into Mixture machine and add clove and black pepper powder into it and add small chopped coriander.
  • And sprinkle the grated cheese.

kanki ni gas recipe

Kanki Ni Gas Recipe : ચોખા ની કણકી ની ગેસ

Ingredients :
100 ગ્રામ કણકી - Kanki Rice (broken rice)
100 ગ્રામ દહીં ની છાશ - Yogurt buttermilk
1/2 ટીસ્પૂન તેલ - oil
સ્વાદ મુજબ મીઠું - salt
વાટેલું જીરું ચપટી - cumind seed

Recipe :

  • સૌ પ્રથમ કણકી ને ધોઈ 1/2 કલાક પલાળી રાખો.
  • ઢીલી રહે તે રીતે ચઢવી દો.
  • તેલ ગરમ કરી અને વઘાર કરી લો, ત્યાર બાદ તેમાં વલોવેલું દહીં કે છાશ ઉમેરો.
  • મિશ્રણને બરાબર મેળવી લો અને ફક્ત સ્વાદ મુજબ નું મીઠું ઉમેરો.

dry fruit matho recipe

Dry Fruit Matho :

Ingredients :
1 કિલો મોળું દહીં (Yogurt)
25 ગ્રામ કાજુ - Kaju (Cashew)
25 ગ્રામ બદામ - Almond
25 ગ્રામ પીસ્તા - Pista
25 ગ્રામ દ્રાક્ષ (Dry grape- Kismis)
2 અખરોટ - Walnut
150 ગ્રામ ખાંડ - Sugar
1/2 ટીસ્પૂન ઈલાઇચી નો ભૂક્કો - Elaichi

Dry fruit Matho Recipe :

  • મોટા પહોળા તગારામાં નદીની રેતી કોરી ભરવી, તેની પર કંતાન પાથરવું. 
  • તેની ઉપર સફેદ મલ-મલ નું કપડું પહોળું કરવું, મોળું દહીં આ કટકા ઉપર પાથરવું.
  • દહીં ને મલ-મલ ના કપડા થી ઢાંકી દેવું.
  • દહીં કપડાને છોડી દે ત્યાં સુધી આવી રીતે રહેવા દેવું.
  • આશરે 20 થી 30 મિનીટ થશે.
  • આ મસ્કા માં ખાંડ નાખી ઓગળે, ત્યાં સુધી રહેવા દો.
  • ગળ્યા મસ્કા ને પ્લાસ્ટિક ની ઝીણી ગરણી એ છીણી લો.
  • કાજુ બદામ પીસ્તા અખરોટ ને મરચા ના કટર માં વાટી લો.
  • આ કકરો સુકો મેવો સૂકી દ્રાક્ષ અને ઇલાઇચી નો ભુક્કો ગળ્યા મસ્કામાં ઉમેરવો
  • બધું હલાવી ઠંડુ થવા દો.