mughlai dal recipe in gujarati

Mughlai Dal Recipe in Gujarati Language: 

(મુગલાઈ દાળ)

Ingredients:
  • Whole Urad - 1 કપ (આખા અડદ) 
  • Rajma - 1/2 કપ (રાજમાં) 
  • Ginger paste - 1 ટીસ્પૂન (આદું બારીક સમારેલું) 
  • Green Chili - 3 થી 4 નંગ (લીલા મરચાં) 
  • Onion - 1 નંગ (ડુંગળી ઝીણી સમારેલી) 
  • Tamalpatra (Indian bay leaf) - 1 નંગ તમાલ પત્ર 
  • Yogurt - 1 કપ (મોળું દહીં)
  • Salt to taste - (મીઠું) 
  • Red Chili Powder 1 ટીસ્પૂન (લાલ મરચા ની ભૂકી) 
  • Lemon Juice - 1 ટેસ્પૂન (લીંબુ નો રસ) 
  • Tomato - 2 ટુકડા ટામેટા 
  • Milk Cream - 1/2 કપ ક્રીમ 
  • Pure Ghee - 2 થી 3 ટેબલ સ્પૂન (ચોખ્ખું ઘી) 
Mughlai Dal Recipe in Gujarati Language :
  • રાજમાં અને અડદ ને ઉકળતા પાણીમાં નાંખવા અથવા થોડું પાણી નાખીને બાફી લો.
  • રાજમાં તથા અડદ ચઢી જાય પછી તેમાં મીઠું હળદર આદું - મરચા તથા તમાલપત્ર નાખી ઉકળવા દેવું. 
  • રાજમાં તથા અડદ લગભગ ફાટી જવા આવે એટલે ટામેટા ના ટુકડા તથા દહીં નાખવું.
  • ત્યારબાદ તાવડી માં ઘી ગરમ કરવા મૂકી, તેમાં ડુંગળી વઘારી લો.
  • ડુંગળી ગુલાબી રંગની થાય એટલે મરચા ની ભૂકી નાખી, તરતજ વઘાર દાળમાં રેડો.
  • ઢાકણ ઢાંકી ધીમા તાપે દાળ 5 મિનીટ ઉકાળી તેમાં ક્રીમ નાખો.
  • અને પીરસતી વખતે દાળ ધીમા તાપે ગરમ કરી, લીંબુ નો રસ ઉમેરી પીરસો.
Recipe:
  • Take Rajma and Urad in boil water and add little water and boil it well.
  • Once Rajma and urad get boil and then add salt, turmeric, ginger and chili and indian bay leaf and let it boil. 
  • Once Rajma and urad going broken then add tomato and yogurt in it.
  • Then put the Ghee (butter) in the fry pen and roast the onion in it.
  • Once onion gets the pink color then add chili powder and add this tadka into dal.
  • Cover the bowl and Let the dal on low flame and boil it till 5 minutes and add the milk cream in it.
Enjoy Healthy Mughlai Dal With Rice and Parathas.

padvadi chana ni rotli

Two Layer Gram flour Rotli Recipe in Gujarati Language :

Ingredients :

  • Wheat flour - 225 ગ્રામ (ઘઉં નો લોટ)
  • Gram flour - 75 ગ્રામ (ચણાનો લોટ)
  • Salt - 1/2 ચમચી (મીઠું)
  • Caraway seeds - 1 ચમચી (ખાડેલો અજમો)
  • Turmeric - 1/2 ચમચી (હળદર)
  • Oil - 20 ગ્રામ (તેલ) 

Two Layer Gram flour Recipe :
  • બંને લોટ ભેગા કરી 1 ચમચી તેલનું મોઅણ લો. 
  • તેમાં બાકીનો મસાલો નાખો પાણી થી લોટ બાંધો.
  • અડધો એક કલાક લોટને રહેવા દો ફરી પાછો મસળી લો.
  • પછી એક સાથે બે લૂવા લઇ બંને ઉપર તેલ લગાવી, અટામણ લઈને રોટલી વણીલો અને શેકીલો.
  • અને બંને પડ જુદા પાડીને, ઘી ચોપડી ગરમ પીરસો.
Recipe:
  • Mix the Wheat and Gram flour and add 1 teaspoon of oil.
  • and add rest spices and make a dough with water.
  • Leave the dough in half an hour and mashed.
  • then take two small piece of dough and spread oil on it and sprinkle flour on it and make chapati type round and roast it.
  • and make two skin of this chapati and spread the (butter) ghee on it and spread.


stuffed dudhi rolls recipe

Stuffed Dudhi Rolls Recipe in Gujarati Language : 

Stuffed Bottle Gourd Rolls

Ingredients :

  • 500 ગ્રામ દૂધી (Bottle Gourd)
  • 250 ગ્રામ બટાકા (Potato)
  • 2 નંગ કાંદા (Onion)
  • આદું મરચાં ની પેસ્ટ (Ginger Garlic Paste)
  • સૂકો મસાલો (Dry Spices)
  • 1 કપ ચણા નો લોટ, ખીરા માટે (Gram flour for Khira)
  • મીઠું (Salt)
  • મરચું (Chili Powder)
  • હળદર (Turmeric)

Recipe :
  • સૌ પ્રથમ દૂધી ને છોલીને તેના ગોળાકાર કટકા કરો. 
  • કટકા કાર્ય પછી તેની વચ્ચે નો થોડો ભાગ કાઢી લેવો, અને આ રીંગ ને મીઠા ના પાણી માં અધકચરા બાફી લો, ત્યારબાદ બટાકા ને પણ બાફી લેવા. 
  • તેની અંદર કાંદા મીઠું, મરચું વાટેલા આદું, મરચા નાખી પૂરણ તૈયાર કરો
  • આ પૂરણ ને દૂધી ની રીંગ માં ભરો.
  • ખીરા માં બોળી ને તેલમાં નાખો.
  • ત્યારબાદ ટામેટા ના સોસ સાથે પીરસો.
Bottle Gourd is Good for Body, it is cool for body. Bottle Gourd juice is good in High Blood Pressure.

Pineapple Pudding Recipe

Pineapple Pudding Recipe in Gujarati Language :

Ingredients :

  • 4 થી 5 નંગ મેરી બિસ્કીટ (Merry Biscuit)
  • 2 રીંગ પાઈનેપલ (Pineapple)
  • 1 લીટર દૂધ  (Milk)
  • 50 થી 60 ગ્રામ ખાંડ (Sugar)
  • 3 થી 4 ચમચા કસ્ટર્ડ પાવડર (Custard Powder)
  • 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ (Vanilla Essence)

Pineapple Pudding Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાવડર ગઠ્ઠા ન રહે તે રીતે ઓગળી દો.
  • ઓગાળ્યા પછી બાકી ના દૂધ ને ખાંડ નાખી ઓગળવા મૂકો.
  • ઉકળી જાય એટલે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉકળતા દૂધ માં ઉમેરતા જઈ દૂધને ઘટ્ટ થવા દો.
  • પાઈનેપલ ને ખોલેલા ટીન માંથી ચાસણી જુદી કાઢી અંદર આખા મેરી બિસ્કીટ ડુબાડી અને હળવે હાથે ચાસની નીતારી ને કાઢી લો.
  • ત્યારબાદ તૈયાર થયેલા કસ્ટર્ડ પાવડર વાળું દૂધ પૂરે પૂરું ઠંડુ થયા પછી બાકીના મેરી બિસ્કીટ નો ભૂક્કો આ દૂધ માં ઉમેરો.
  • નીચે આખા મેરી બિસ્કીટ ગોઠવી ઉપર થોડાભાગનું કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરો.
  • અને ફરી પાઈનેપલ ની રીંગ ના ટુકડા અર્ધ ગોળાકાર રીતે ગોઠવી દો. 
  • અને ફરી બાકી રહેલું દૂધ રેડી દો અને  ફ્રીઝર માં ઠંડુ કરવા માટે મૂકો. 
  • બરાબર સેટ થાય પછી સર્વ કરો.

bajri na lot ni raab

Bajri (Bajra) Na Lot Ni Raab Recipe in Gujarati Language :

Ingredients :

  • 1 ચમચો ઘી (Ghee)
  • 1 થેલી દૂધ (Milk)
  • 100 ગ્રામ ગોળ (Jaggery)
  • 100 ગ્રામ બાજરી નો લોટ ( Millet flour )

Recipe :
  • સૌ પ્રથમ ઘી ગરમ કરી બાજરી ના લોટ ને ધીમા તાપે શેકી લો.
  • લોટને બરાબર શેકી લો, નહિ તો રાબ કાચી રહે છે.
  • બીજી બાજુ દૂધ ને ગરમ કરવા મૂકો.
  • આ ઉકાળેલું દૂધ બાજરી ના મિશ્રણ માં ધીમે ધીમે નાખીને, તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરતા જવું.
  • મિશ્રણ બરાબર એકરસ થાય ત્યારે ઠંડુ થવા મૂકી દો.
  • ઘઉંનો લોટ પણ વાપરી શકાય છે.