Fried Masala Badam Recipe in Gujarati Language :
Ingredients:
- 100 ગ્રામ બદામ
- ઘી પ્રમાણસર
- 1 ટી સ્પૂન મરીનો ભૂકો
- મીઠું પ્રમાણસર
- સંચળ
Recipe:
- સૌ પ્રથમ ઘી ગરમ કરી બદામ ને સાંતળવી
- સરસ રીતે સતડાઈ જાય એટલે મીઠું, સંચળ, મરીનો ભૂકો નાખવો
Choco Cream Recipe in Gujarati Language :
Ingredients :
- 3 ગ્લાસ દૂધ
- 4 ટેબલ સ્પૂન ખાંડ
- 1 ટી સ્પૂન કોફી
- 1 ટી સ્પૂન ચોકલેટ પાવડર
- 50 ગ્રામ ક્રીમ
- ચોકલેટ કેડબરી
Recipe :
- એક તપેલીમાં દૂધ, ખાંડ, કોફી ભેગાં કરી બ્લેન્ડર મશીન થી મિશ્રણ કરવું.
- અને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું.
- ચોકો ક્રીમ સર્વ કરતી વખતે બરફનો ભુક્કો નાખી ઉપર ચોકલેટ પાવડર ક્રીમ તથા છીણેલી ચોકલેટ નાખવી.
Mix Mukhwas Recipe in Gujarati:
Ingredients:
- 200 ગ્રામ ધાણા ની દાળ
- 200 ગ્રામ વરિયાળી
- 50 ગ્રામ તલ
- અડધી કાચલી કોપરાની છીણ
- 25 ગ્રામ મગજતરીના બીજ
- 1 ટી સ્પૂન લવલી હીરામોતી
Recipe:
- તલ, મગજતરીના બીજ 5 મિનીટ શેકવા.
- તેમાં કોપરાની છીણ અને ધાણા ની દાળ નાખવી.
- બધુંજ શેકાઈ જાય એટલે ઠંડુ પાડી પછી લવલી મસાલો નાખવો.
Lemon Ginger Juice Recipe in Gujarati Language:
Ingredients :
- 1 કિલો લીંબુ (Lemon)
- 250 ગ્રામ ફુદીનો, આદું (Ginger)
- ખાંડ પ્રમાણસર (Sugar)
- સંચળ (Black Salt)
- શેકેલું જીરું (Roasted Cumin)
- મીઠું (Salt)
Recipe :
- લીંબુ નો રસ કાઢવો, ત્યારબાદ ખાંડ ને એક તપેલીમાં લઇ તેને ગરમ કરી તેની 1 તારની ચાસણી તૈયાર કરવી.
- તેને ઠંડી કરી લીંબુ ના રસમાં ઉમેરવી, તેમાં આદું વાટીને નાખવું.
- પછી ગરણી થી ગાળી લેવું, જેથી કુચા નીકળી જાય અને ફુદીનો પીસી ને શરબત માં નાખવો.
- સર્વ કરતી વખતે એક તપેલીમાં 5 ટેબલ સ્પૂન શરબત લઇ તેમાં ઠંડુ પાણી બરફ, સંચળ, શેકેલું જીરું અને મીઠું નાખવા.
Recipe :
- Take Lemon Juice first, then take sugar in bowl and make one string syrup,
- Once sugar syrup get cool, then add it in a lemon juice and add the paste of ginger in it.
- then mix and strain the juice with strainer, so the waste can remove and add mint paste in the juice.
- while you serve, take 5 table spoon juice add cool water, ice cubes, black salt, cumin seed and salt mix all well and serve.
Kadi Draksh Falsa Juice Recipe in Gujarati Language :
Ingredients:
- 450 ગ્રામ કાળી દ્રાક્ષ (black grape)
- 400 ગ્રામ ફાલસા (Falsa)
- 250 ગ્રામ ખાંડ (sugar)
- મીઠું (salt)
- સંચળ (black salt)
- મરી પાઉડર (black pepper)
Recipe:
- 450 ગ્રામ કાળી દ્રાક્ષ, 400 ગ્રામ ફાલસા લઇ પલાળવા, બંને ધોઈ ને ક્રશ કરી 250 ગ્રામ ખાંડ નાખવી.
- મીઠું, સંચળ, મરી પાવડર નાખી ઠંડુ કરવું.
- જ્યુસ ચાખી ફાલસા ની ખટાશ પ્રમાણે ખાંડ ની વધઘટ કરવી.
Plum Juice Recipe in Gujarati Language:
Ingredients:
- 100 ગ્રામ પ્લમ (Plum)
- 50 ગ્રામ ખાંડ (Sugar)
- 1 ટી સ્પૂન મરી નો ભુક્કો (Black Pepper)
- સ્વાદ પ્રમાણે મીઠું (Salt)
Recipe:
- 100 ગ્રામ પ્લમ ને ગરમ પાણીમાં 2 મિનીટ રાખી, તેની છાલ અને ઠળિયા કાઢી તેમાં મીઠું, 1 ટી સ્પૂન મરી નો ભુક્કો અને થોડીક ખાંડ નાખી વાટવું.
- પછી ગાળીને બરફ નાખી પીરસવું ખાંડ પ્લમ ની ખટાશ પ્રમાણે લેવી.
Kachi Keri No Baflo Recipe in Gujarati Language :
Ingredients:
- 150 ગ્રામ કાચી કેરી
- 4 થી 5 કપ પાણી
- 120 ગ્રામ ગોળ
- 1/4 ટી સ્પૂન મરચું
- 1/2 ટી સ્પૂન ખાંડેલું જીરું
- મીઠું પ્રમાણસર
Recipe:
- કેરી ને ધોઈને બાફીને તેનો માવો કાઢી લેવો.
- એક વાસણ માં 4 થી 5 કપ પાણી લઇ તેમાં ગોળનો ભુક્કો નાખી ઓગળી કેરીનો માવો નાખી, બ્લેન્ડર મશીન ફેરવી, બધુ બરાબર ભેગું કરવું.
- તેમાં મીઠું, મરચું નાખી ફ્રીજ માં ઠંડુ કરી પીરસવું.