ragda patties recipe

Ragda Patties Recipe : રગડા પેટીસ

Ingredients :
2 નંગ બટાકા (Potato)
150 ગ્રામ સુકા વટાણા (Dry Peas)
2 થી 3 નંગ ડુંગળી (Onion)
2 નંગ ટામેટા (Tomato)
આદું મરચા ની પેસ્ટ (Ginger, Garlic Paste)
કોથમીર (Coriander)
1 ટીસ્પૂન ગરમ મસાલો (Hot Spices)
1 નંગ લીંબુ (Lemon)
ખાંડ (Sugar)
તેલ (Oil)
રાઈ (Mustard)
1/2 ટીસ્પૂન હળદર (Turmeric)
ચપટી હિંગ (Asafoetida)
2 ટીસ્પૂન ગોળ (Jaggery)
આંબલીનું પાણી (Imli Water)
3 થી 4 કળી લસણ (Garlic)

Ragda Patties Recipe :
  • બટાકા, વટાણા બાફીને બટાકાને છીણવા.
  • તેમાં બધો મસાલો ભેળવી પેટીસ વાળી અટામણ લગાડી ગરમ તેલ માં નાખવી.
  • જો રગડા સાથે પેટીસ બનાવવી હોય તો, લોઢી ઉપર તેલ મૂકી પેટીસ ને બંને બાજુ સાતળવી.
  • વટાણા આખા રહે તેમ બાફવા. 
  • 2 ડુંગળી ને છીણવી, 2 ટેબલ સ્પૂન તેલમાં રાઈ અને તલ મૂકી ડુંગળી સાતળવી.
  • અને તેમાં લસણ નાખવું, ટામેટા સમારીને નાખવા.
  • પછી બધો મસાલો નાખવો અને વટાણા નાખવા બટાકા બાફી તેના નાના નાના ટુકડા કરી નાખવા.
  • કોથમીર અને ખજૂર ની ત્રણેય ચટણીઓ નાખવી પીરસવું.
  • ગાજર બીટ છીણીને મૂકવા, ડુંગળી ઝીણી સમારીને મૂકવી.

pudina palak paratha

Pudina Palak Paratha Recipe in Gujarati Language: 

(Mint, Palak Paratha) ફુદીનો અને પાલક ના પરોઠા:

Ingredients :
  • 250 ગ્રામ ઘઉંનો લોટ (Wheat flour)
  • 100 ગ્રામ મેંદો (Maida flour)
  • 150 ગ્રામ દહીં (Yogurt)
  • 50 ગ્રામ માખણ (Butter)
  • 25 ગ્રામ ફુદીનો (Fresh Mint)
  • 3 ટેસ્પૂન તેલ (Oil)
  • 25 ગ્રામ પાલક (Palak / Spinach)
  • 1/2 ટી સ્પૂન સોડા (Soda)
  • સ્વાદ મુજબ મીઠું (Salt)
  • આદું મરચાં ની પેસ્ટ (Ginger - Garlic Paste)

Pudina Palak Paratha Recipe :
  • ફુદીનો અને પાલક ઝીણો સમારવો 
  • બંને લોટ ભેગા કરવા, તેમાં તેલ, મીઠું, સોડા, આદું મરચાં ની પેસ્ટ, ઝીણો સમારેલો ફુદીનો, પાલક તેમજ દહીં નાખવું. 
  • જરૂર પડે તે રીતે નવશેકું પાણી ઉમેરવું, બહુ કઠણ નહિ અને બહુ નરમ નહિ તેવી કણેક બાંધવી
  • થોડીવાર રહેવા દો.
  • પરોઠા વણીલો અને, નોન સ્ટીક તવા ઉપર વણેલા પરોઠા, બંને બાજુ શેકવા.  
  • બંને બાજુ ગુલાબી શેકવા, માખણ લગાવી ગરમ પીરસવા.
Recipe:
  • Cut the Mint and Spinach in small pieces.
  • Mix the two flour, and add oil, salt, soda, ginger chili paste. add small pieces of mint and spinach and add yogurt.
  • If required then add little hot water, make dough not too tight or too loose of the flours.
  • Let the dough few minute.
  • Make dough small pieces and make paratha on pan.
  • And make light pink in colour and served with spreading with butter.


mango sweet chutney recipe in gujarati

Mango Sweet Chutney Recipe in Gujarati :

Ingredients :

  • Mango - 1.5 કિલો (કેરી) 
  • Sugar - 1 કિલો (ખાંડ) 
  • Cinnamon - (તજ) 
  • Clove - (લવિંગ)
  • Black cardamom - (ઇલાઈચી)
  • Pepper - 20 ગ્રામ (મરી નો ભૂકો)
  • Crumbed Chili - 20 ગ્રામ (ખાંડેલું મરચું) 
  • Salt 30 ગ્રામ (મીઠું)
  • Ginger 30 ગ્રામ (આદું)
  • Cumin seed - 30 ગ્રામ (જીરું)
  • Acidic Acid - 30 ગ્રામ (એસીડીક એસીડ) 

Mango Sweet Chutney Recipe in Gujarati :
  • પૂર્ણ વિકસિત અને સહેજ ચીકાશ પડતી કેરી ચટણી માટે પસંદ કરો.
  • સ્વચ્છ પાણી થી ધોઈ સ્ટીલ ના ચપ્પા વડે છાલ કાઢી ટુકડા કરો. 
  • ટુકડામાં સહેજ પાણી ઉમેરી, બાફી લો. 
  • કિચન માસ્ટર માંથી પસાર કરી માવો તૈયાર કરવો.
  • માવામાં ખાંડ અને મીઠું નાખી આદું ના ટુકડા, ઉમેરી ગરમી ઉપર મૂકો.
  • ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી મરચા ની ભૂકી, ગરમ મસાલાનો બારીક ભૂકો, અને મીઠું ભેળવી દો
  • ચટણી એકદમ ઠંડી થાય, એટલે એસીટીક એસીડ નાખી જીવાણું રહિત બોટલમાં ભરી લો.
Recipe:

  • Choose the mango for chutney purpose which is fully grown and in excessive oiliness.
  • Wash mango with clean water and remove the skin and make pieces with knife.
  • Add the little water into pieces and boil it.
  • Make the mesh from juicer or kitchen master.
  • Add the sugar, salt and ginger pieces and put it on gas.
  • When get thick then put it down from gas and add crumbed chili, garam masala powder and salt.
  • Once chutney get cool then add (Acetic acid) prservative and store it in a bacteria free bottle.




mix fruit chutney recipe

Mix Fruit Chutney Recipe : મિક્ષ ફ્રુટ ચટણી

Ingredients :
1 કિલો ગ્રામ ફળનો માવો (Apple, Papaiya, Gauva, Kotha, Mango)
(સફરજન, પપૈયું, જામફળ, કોઠું, કેરી)
ટામેટા (Tomato)
ખજૂર (Khajoor)
ખાંડ (Sugar)
50 ગ્રામ આદું (Ginger)
10 ગ્રામ સાઈટ્રીક એસીડ (Citrik Acid)
50 ગ્રામ લાલ મરચું (Red Chilli)
50 ગ્રામ મીઠું (Salt)
5 ગ્રામ તજ, લવિંગ (Taj, Laung)
10 ગ્રામ મરી (Mari)
5 ગ્રામ જીરું (Cumin seed)

15 મિલી એસિડીક એસિડ (Acidic acid)

Mix Fruit Chutney Recipe :

  • ફળ ને ધોઈ છાલ ઉતારી ટુકડા કરવા. 
  • ટુકડા સખત હોય તો ચોથા ભાગનું પાણી ઉમેરો, બાફી મુલાયમ બનાવવા.
  • ત્યારબાદ ફળનો પલ્પ તૈયાર કરવો. 
  • પલ્પનું વજન કરવું, વજન જેટલી ખાંડ ઉમેરવી.
  • સાઈટ્રીક એસીડ ઉમેરી ગરમી  ઉપર મૂકો, ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઠંડુ પાડો.
  • મરચું, ગરમ મસાલાનો ભૂકો, અને મીઠું તેમજ એસીડીક એસીડ બરાબર મેળવો.
  • જીવાણું  રહિત કરેલ બોટલ માં સંગ્રહ કરવો.


apple chutney recipe

Apple Chutney Recipe : સફરજન ની ચટણી

Ingredients :
250 ગ્રામ સફરજન (Apple)
150 ગ્રામ ખાંડ (Sugar)
10 ગ્રામ આદું (Ginger)
6.5 ગ્રામ એસીડીક એસીડ (Acidik Acid)
5 થી 10 ગ્રામ મીઠું (Salt)
5 ગ્રામ ગરમ મસાલો (Garam Masala)
1 તજ (Taj)
લવિંગ (Laung)
મરી (Pepper)
ઇલાઇચી નો ભૂકો (Elaichi)                                    

Apple Chutney Recipe :
  • સફરજન ને ધોઈ નાના ટુકડા કરવા 50 મિલી પાણી ઉમેરી. 
  • સફરજન ને ગરમી પરથી ઉતારી કિચન માસ્ટર માં ક્રશ કરી માવો તૈયાર કરી ખાંડ ઉમેરો. 
  • સાફ કરેલા આદુના ઝીણા ટુકડા અને સાઈટ્રીક એસિડ નાખી, ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ગરમ કરો. 
  • ગરમી પરથી ઉતારી ગરમ મસાલો મેળવવો. 
  • લાલ ખાદ્ય રંગના 2 ટીપા નાખી શકાય. 
  • છેલ્લે એસીડીક એસીડ ઉમેરી જીવાણુંરહિત કરેલ બોટલ માં ચટણી ભરવી.


tomato chutney recipe

Tomato Chutney Recipe : ટામેટા ની ચટણી

Ingredients : 
500 ગ્રામ ટામેટા (Tomato)
12 કળી લસણ (Garlic)
1 કટકો આદું (Ginger)
10 મિલી તેલ (Oil)
રાઈ 1/2 ટીસ્પૂન (Mustard)
જીરું (Cumin seed)
3 થી 4 નંગ સૂકા મરચાં (Dry Chilli)        
લાલ મરચું (Red chilli powder)
મીઠું સ્વાદ મુજબ (salt)
એસીડીક એસીડ દર કિલોગ્રામ દીઠ 100 મિલી (Acidic Acid )

Tomato Chutney Recipe :
  • ટામેટા ના ઝીણા કટકા કરી ગરમી ઉપર મૂકો.
  • ચઢી જાય એટલે તેમાં મીઠું અને મરચું નાંખવા
  • બીજા વાસણ માં તેલ ગરમ કરી, રાઈ, જીરું અને સૂકા મરચાં નો વઘાર કરી
  • ત્યાર બાદ લસણ અને આદું ની પેસ્ટ ઉમેરો.
  • બાફેલા ટામેટા નાખી ખદખદાવી ગરમી પરથી ઉતારી લો.
  • ચટણી ઠંડી પડે એટલે એસીડીક એસીડ નાખી, જીવાણું રહિત બોટલમાં ભરી ફ્રીજ માં સંગ્રહ કરવો.