puran poli recipe

Puran Poli (Vedhmi) Recipe in Gujarati Language

(પુરણપોળી બનાવવાની રીત : ગળી રોટલી) 

Ingredients :
  • 200 ગ્રામ ચણા ની દાળ - Gram Dal
  • 200 ગ્રામ ગોળ - Jaggery
  • 3 ગ્રામ ટોપરાનું છીણ - Coconut Crushed
  • 3 થી 4 નંગ તમાલ પત્ર - Tamalpatra
  • એલચી - Cardamom
  • મીઠું - Salt
  • તેલ - Oil
  • ઘી - Ghee
  • ઘઉં નો લોટ - Wheat flour
Puran Poli/ Vedhmi Recipe :
  • સૌ પ્રથમ બધી ચણા ની દાળ ને કુકર માં બાફીલો.
  • ત્યારબાદ તેમાંથી પાણી કાઢી લો. 
  • તેમાં મીઠું અને ગોળ ઉમેરો અને ચણાની દાળ ને ગેસ પર ગરમ થવા દો. 
  • જ્યાં સુધી તે જાડી ન થાય ત્યાં સુધી તેને ગેસ પર રાખો.
  • ત્યાર બાદ તેને એક થાળીમાં પાથરો.
  • અને તેની ઉપર છીણેલું કોપરું એલચી નો પાવડર અને ચારોળી પાથરો.
  • ત્યાર બાદ ઘઉંના લોટમાં તેલ નાખી ને લોટ બાંધો.
  • ત્યારબાદ તેના લુવા વાળી ને તેની હલ્કા હાથે રોટલી વણો.
  • ત્યારબાદ તેને લોઢી પર શેકો આ રોટલી પાતળી હોવી જરૂરી છે.
Recipe :
  • First Boil the Gram Dal in cooker.
  • Then take them out of the water.
  • Add the salt and Jaggery and Gram dal and let the warm on gas.
  • Until it is thick, hold it on the gas.
  • Then Spread on a plate and spread shredded coconut, cardamom powder and caroli on it.
  • Then Add oil into wheat flour and make dough of wheat flour.
  • And make small pieces of the dough and make the thin chapati with delicate hand.
  • Roast the chapati on the pan, Make this chapati is thin is necessary.     
પોષકતત્વો : (Nutrients)
  • (Gram Dal) ચણા ની દાળ - 2nd class Protein  
  • (Jaggery) ગોળ - કાર્બોહાઈડ્રેડ 
  • (Coconut Crushed) ટોપરાનું છીણ - ચરબી  
  • (Salt) મીઠું - આયોડીન
ઉપસંહાર :
  • રંગ : બ્રાઉન
  • સ્વાદ : ગળ્યો
  • સ્વરૂપ : ગોળ
This Puran poli Recipe (Gari Rotli in Gujarati or sweet thick chapati in english) is favourite Sweet Recipe in Gujarat and Maharashtra. can be suit with Tikhi Potato Sabji and Kadhi and pickle.

sev tameta nu shaak recipe

Sev Tameta nu Shaak Recipe in Gujarati: 

(સેવ - ટામેટા નું શાક)

Ingredients:
  • 500 ગ્રામ - ટામેટા - Tomato
  • 3 થી 4 નંગ - ડુંગળી - Onion
  • 5 થી 6 કળી લસણ - Garlic
  • લીલા મરચાં - Green Chili
  • તીખી લસણીયા સેવ (રતલામી સેવ) - Ratlami Tikhi Sev
  • હળદર - Turmeric
  • મીઠું - Salt
  • મરચું - Chili Powder
  • ધાણા જીરૂ - Coriander cumin seed powder
Sev Tomato Sabji Recipe :
  • સૌ પ્રથમ ટામેટા ને જીણા, જીણા સમારી લેવાં, ડુંગળી ને પણ જીણી જીણી સુધારી લેવી. 
  • લસણ, મરચાં ખાંડણી માં જીણા ખાંડી દેવા.
  • તાસરાં માં તેલ મૂકી, તેલ માં રાઈ નો વઘાર કરી. તેમાં લીલાં લસણ, મરચાં નાંખી ડુંગળી નાંખી હળદર, મરચું, મીઠું, ધાણા જીરૂ, ગરમ મસાલો નાંખી અને સહેજ પાણી નાંખી. ડુંગળી ને ચઢવા દો. 
  • ડુંગળી ચઢી જવા આવે એટલે ટામેટા ઉમેરી દેવા. 
  • ટામેટા સહેજ ચઢે અને તેલ છૂટે એટલે તેમાં જીણી લસણીયા સેવ ઉમેરી દેવી. અને ગેસ બંધ કરી દેવો. અને કોથમીર ઉમેરવી (સેવ જમવાના સમયે જ ઉમેરવી) આ શાક બાજરી ના રોટલાં સાથે ખાવા ની ખૂબ મજા આવે છે.
Recipe :
  • First chopped small tomatoes and onion separately.
  • Make the Garlic Chili Paste.
  • Take oil in fry pen, add mustard seed, chili, garlic paste and onion, turmeric, red chili powder, salt, cumin coriander seed powder, garam masala and little water and mix all well, and let cook the onion.
  • Once onion get cook then add tomatoes.
  • Once Tomato cook and Spread the oil then add Sev in it and turn off the gas and sprinkle the coriander on it. 
Note: This sabzi you can also take with bread. bhakri or parathas. this sev tameta nu shaak recipe is favourite of Saurashtra Region of Gujarat.

bharela bhinda nu shaak

Bharela bhinda nu shaak Recipe in Gujarati : 

Filled Lady's finger Vegetable Recipe

"ભરેલા ભીંડા નું શાક"

Ingredients :
  • 250 ગ્રામ ભીંડા - (Lady's finger)
  • 2 ચમચી ચણા નો લોટ - (Gram flour) 
  • સીંગ - (Ground Nut Seeds)
  • તલ - (Sesame Seed)
  • હળદર - (Turmeric)
  • મરચું - (Green Chilies)
  • મીઠું - (Salt)
  • ધાણાજીરૂ - (Coriander Cumin Seed powder)
  • ખાંડ - (Sugar) 
  • લીંબુ - (Lemon)
  • ગરમ મસાલો - (Garam Masala)
  • કોથમીર - (Fresh Coriander)
Recipe :
  • સૌ પ્રથમ એક ડીશમાં ચણા નો લોટ લેવો તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, ખાંડ, લીંબુ, ગરમ મસાલો, કોથમીર નાખવું. 
  • તેમજ સહેજ એક ચમચી તેલ નાખવું તેમજ ખલ માં સિંગ અને તલ ખાંડી તેમાં ઉમેરવું. 
  • ત્યાર બાદ હાથથી બધુંજ મિક્ષ કરી લેવું 
  • ત્યારબાદ ભીંડા ને ભીના કપડાં થી સરસ રીતે સાફ કરી તેમાં વચ્ચે થી કાપો પાડી તેમાં બનાવેલો ચણા ના લોટ નો મસાલો ભરવો 
  • ત્યારબાદ ગેસ પર તાસરા માં 3 ટીસ્પૂન જેટલું તેલ મૂકી તેમાં ભરેલા ભીંડા ઉમેરી દેવા 
  • ત્યાર બાદ બાકી રહેલો ચણા ના લોટ નો મસાલો ઉપર ભભરાવી દેવો 
  • ત્યાર બાદ તેની ઉપર થાળી માં પાણી મૂકી ચઢવા દો 
  • શાક ને હલાવવા માટે તાવેતા નો જ ઉપયોગ કરવો હંમેશા નીચે થી ઉપર એવી રીતે હલાવવું જેથી ભીંડા આખા રહે.    
Recipe :
  • Take Gram flour in a one plate add turmeric, chili, salt, cumin coriander seed powder, sugar, lemon, garam masala, and coriander.
  • And add one teaspoon of oil and add crushed ground nut seed and sesame seed in it.
  • Then mix the mixture with your hand. 
  • Then clean the lady's finger with clean cloth and make a cut in a center and fill the fillings between.
  • Then take 3 teaspoon of oil and add it in a pen and put the filled lady's finger in this pen.
  • Then put the plate on the pen add little water in plate.
  • Cook the lady's finger with help of tablespoon or teaspoon, do not touch your hand, and cook with care so filling in the lady's finger could not come out side. 

Simple Bhinda Nu Shaak Recipe Read Here.    

bataka vada recipe

Bataka Vada Recipe :

Ingredients :

  • 500 ગ્રામ બટાકા - Potato
  • 1 વાડકી ચણા નો લોટ - Gram flour
  • 7 થી 8 લીલા મરચા - Green Chili
  • 7 થી 8 કળી લસણ - Garlic
  • નાનો ટુકડો આદું - Ginger
  • હળદર - Turmeric
  • મીઠું - Salt
  • મરચું  - Chili Powder
  • લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • કોથમીર - Coriander Leaves

Bataka Vada Recipe in Gujarati Language :


  • સૌ પ્રથમ બટાકા ને બાફી દેવા, બફાઈ ગયા પછી તેને થોડા ઠંડા પડવા દો, 
  • ત્યાર બાદ તેની છાલ ઉતારી એક મોટી તાસમાં બટાકા નો માવો તૈયાર કરવો. 
  • બટાકા ના માવામાં લીલા મરચાં, આદું, ખાંડણી થી જીણું ખાંડી ને તેમાં ઉમેરવા. (બટાકા ના જીણા જીણા કટકા કરી હાથ થી ખમણી માવો તૈયાર કરવો) 
  • પછી તેમાં હળદર, મીઠું , મરચું, લીંબુ, ખાંડ, કોથમીર તેમજ ગરમ મસાલો નાંખી ગોળ ગોળ બોલ્સ જેવા વાળી મૂકવા. 
  • ત્યરબાદ એક તપેલી માં ચણાનો લોટ લઈ તેમાં સહેજ મીઠું નાંખી, અને પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરવું. 
  • ત્યાર બાદ ગેસ પર એક તાસરા માં તેલ મૂકી બટાકા ના બોલ્સ ને ચણા ના લોટ માં બોળી ને તેલ માં તળી લેવા અને ગોળ આંબોડીયા ની ગળી ચટણી સાથે ખાઈ શકાય.          
Recipe :

  • First of all boil the potatoes, once it boiled, let it be cool.
  • Then remove the skin of potatoes make the pulp in a big pen.
  • Add Green chili, ginger paste in potato pulp mix it well.
  • Then add turmeric, salt, chili, lemon, sugar, coriander, and garam masala and mix it well and make round small balls from this.
  • Then take gram flour in a one bowl and add salt, water and make thin beestings.
  • Then take pen and heat the oil and take potato balls and put it in a gram flour beestings and put it in a oil and fry them, serve it with sweet chutney.

Note : You can take this bataka vada placing in between of pav with tomato catchup and chutney. the vada pav vada is prepared same style.