sabudana khichdi

Sabudana Khichdi Recipe (Gujarati style) :

Ingredients :
  • Sabudana - 500g (સાબુદાણા)
  • Potato - 2 Piece (બટાકા)
  • Lemon - 2 (લીંબુ)
  • Green Chili - 4 to 5 piece (લીલા મરચા)
  • Ground Nut Seeds (સિંગદાણા)
  • Coriander Leaves (કોથમીર)
  • Crushed Coconut (ટોપરાની છીણ)
  • Pharali Chevado - ફરાળી ચેવડો
  • Pomegranate Seeds - (દાડમ ના દાણા)
  • Banana Chips - (કેળા વેફર)

Sabudana Khichdi Recipe :
sabudana khichdi recipe
Sabudana Khichdi

  • Take one bowl and fill it with water then add Sabudana in it, 
  • Then cut the potatoes in small pieces, and cut the green chili into small pieces, then add oil in fry pen.
  • And add cumin seed, asafoetida, curry leaves, sesame seed, green chili add and mix it little, and add potatoes in it, 
  • Then after add salt, turmeric, and sprinkled lemon juice and sugar in it and mix it, and hide bowl mouth with plate and add water on the plate, and keep the potatoes cooked, after potatoes cooked well, then add sabudana and give heat and cooked. 
  • Once sabudana khichdi is ready then served in it a dish, and farali cevado, coconut crushed, pomegranate and coriander leaves and kela wafer crumb on it.   
Sabudana Khichdi in Gujarati Language :
  • સૌ પ્રથમ સાબુદાણા ને 2 કલાક પાણીમાં ડુબાડી રાખો. 
  • ત્યારબાદ બટાકા ઝીણા ઝીણા સુધારવા. લીલા મરચા ઝીણા સુધારવા. 
  • એક કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, તલ, લીલા મરચા નાખી સહેજ હલાવી, તેમાં બટાકા નાખવા. 
  • સહેજ હળદર, મીઠું નાખી લીંબુ નીચોવી ખાંડ નાખી ઉપર થાળી માં પાણી મૂકી ચઢવા દો. 
  • બટાકા ચઢી જાય એટલે સાબુદાણા નાખી સહેજ શેકાવા દો. 
  • સાબુદાણા ની ખીચડી તૈયાર થઇ જાય, એટલે ડીશ માં પીરસી તેની ઉપર ફરાળી ચેવડો, ટોપરાની છીણ ઝીણી કોથમીર, દાડમ ના દાણા, કેળાની વેફર નો ભુક્કો કરી, ભભરાવો ગરમ ગરમ પીરસો.

kadhi recipe

Gujarati Kadhi Recipe in Gujarati Language :

Ingredients :
  • Yogurt - (દહીં) - 1 Bowl 
  • Gram flour - (ચણા નો લોટ) - 2 Tablespoon  
  • Green Chili (ગ્રીન મરચા) 6 to 7 
  • Garlic (5 થી 6 કળી લસણ) - 5 to 6 piece 
  • Salt (મીઠું)
  • Sugar (ખાંડ)
  • Ghee - 2 tea spoon (ઘી)
  • Cumin seed (જીરું)
  • Fenugreek seed (મેથી)
  • Asafoetida (હિંગ)
  • Curry leaves - મીઠો લીમડો
  • Cinnamon - તજ
  • Cloves- Laung - લવિંગ 
  • Black pepper - મરી
kadhi recipe gujarati style
Gujarati Kadhi - (ગુજરાતી કઢી) 

Kadhi Recipe :
  • Take 1 big bowl then add 1 bowl yogurt in it, add gram flour and two glass water and add salt, sugar, green chili and garlic paste, then mix it well with blender. 
  • Then leave it on slow flame, then on second burner take one small bowl and add ghee and once heated add cumin seed, fenugreek, hing, curry leaves, cloves, Cinnamon, black pepper, add this tadka into kadhi and give 4 to 5 boiling (ઉભરો). 
  • Stand there and mix it well and brewed it well. 
  • Then after add fresh chopped coriander in it, and served this tasty Kadhi with Pearl Millet's Rotala, or with Rice or with Simple khichdi (સાદી ખીચડી). or vaghareli khichdi.
Gujarati Kadhi Recipe in Gujarati Language :
  • એક મોટી તપેલી માં 1 બાઉલ દહીં લઇ તેમાં ચણાનો લોટ નાખી, બે ગ્લાસ પાણી ઉમેરી તેમાં મીઠું, ખાંડ, લીલા મરચા, સુકું લસણ, બધુજ ઉમેરી બ્લેન્ડર ફેરવી એક મિશ્ર કરી લેવું. 
  • ત્યારબાદ તેને ધીમા તાપે ઉકાળવા મૂકી, બીજી બાજુ એક નાની વાટકી માં ઘી મૂકી વઘાર આવતા તેમાં જીરું, સુકી મેથી, હિંગ, મીઠો લીમડો, તજ, લવિંગ, મરી, નાખી તે વઘાર કઢી માં ઉમેરી લો. 
  • ત્યાર બાદ કઢી ના 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી તેની સાથે ઉભા રહી તેને હલાવી ને ઉકાળવી, ત્યાર બાદ જીણી સમારેલી કોથમીર ઉમેરવી. 
  • ગરમ ગરમ કઢી બાજરી ના રોટલા, ભાખરી કે ભાત અથવા પુલાવ સાથે લઇ શકાય.

toor dal recipe


Toor Dal Recipe in Gujarati Language : (Gujarati Dal Recipe)

Ingredients :
  • 1 Bowl Toor Dal (તુવેરની દાળ)
  • Ground nut According to Taste (મગફળી ના દાણા)
  • Salt (મીઠું)
  • Jaggery (ગોળ)
  • Fenugreek (મેથી)
  • Red Chili Powder
  • Turmeric (હળદર)
  • Asafoetida (હિંગ)
  • Cumin Coriander Seed Powder
  • Coriander (કોથમીર)
  • Tomato - 1 piece (ટામેટું)
  • Curry Leaves - (મીઠો લીમડો)
  • Lemon - 1 piece (લીંબુ) 
Recipe :
Tuvar Dal Recipe Gujarati Style
Toor Dal
  • First wash the toor dal with clean water and take the water in pressure cooker as the toor dal boiled completely,
  • And add ground nut, salt, jaggery, fenugreek in it and cooked it with 4-5 whistle with on medium flame. 
  • Now toor dal is cooked in the cooker then add turmeric, salt, chili powder and for sour add small chopped tomato, and 1 lemon juice add into it.
  • Now blend this toor dal and mix it well, then put the toor dal on flame for heat, in Second stove into a small bowl Take oil and add mustard seed, curry leafs, (asafoetida)hing, long, fry and add this tadka into toor dal. 
  • And cook this toor dal five minutes and then add coriander leafs on it.
Tuvar Dal Recipe : (ગુજરાતી દાળ)
  • સૌ પ્રથમ તુવેરની દાળ ને સ્વચ્છ પાણી થી ધોઈ ને તેમાં દાળ ચઢે તેટલું પાણી મૂકી તેમાં સિંગ દાણા, મીઠું, ગોળ, સુકી મેથી, નાખી બાફવી.  
  • હવે દાળ બફાઈ ગઈ હોય તો તેમાં હળદર, મરચું, મીઠું, ધાણા જીરું નાખી વલોણી થી દાળ ને મિશ્ર કરી લેવી. 
  • ત્યારબાદ દાળ ઉકળવા મુકવી. 
  • બીજી બાજુ એક વાટકી માં તેલ મૂકી તેમાં રાઈ, મીઠો લીંબડો, હિંગ, નો વઘાર કરી દાળ માં ઉમેરવો.  
  • ખટાશ માટે લીંબુ નીચોવો તથા એક જીણું સુધારેલું ટામેટું ઉમેરો. 
  • ત્યારબાદ કોથમીર જીણી સુધારી ઉપર ભભરાવવી.