dry fruit kachori recipe

Dry Fruit Kachori Recipe:

Ingredients :
500 ગ્રામ મેંદાનો લોટ (Maida flour)
કાજુ (Cashew)
બદામ (Almond)
ઇલાઇચી નો ભુક્કો (Elaichi powder)
કોપરાની છીણ (coconut crumb)
સૂકી દ્રાક્ષ (Dry grapes)
સિંગદાણા (Ground Nut)
પીસ્તા (Pista)
બુરુખાંડ (crumbed sugar)
દૂધ અને ખાંડ જરૂર મુજબ (Milk and sugar according to taste)

Dry Fruit Kachori Recipe : 
  • સૌ પ્રથમ દુધમાં ખાંડ નાખી અને ઉકાળવું દુધમાં ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી. 
  • દૂધ ઠંડુ થવા દેવું, ત્યારબાદ મેંદાના લોટમાં ઘી નું મોણ નાખી ઇલાઇચી નો પાવડર નાખી, દૂધ થી લોટ બાંધવો. 
  • ત્યારબાદ કાજુ બદામ ના અધકચરા ટુકડા કરવા, દ્રાક્ષ પીસ્તા ની ઉભી ઉભી નાની પાતળી છીણ કરવી.
  • અને કોપરાની છીણ, બુરુખાંડ આ બધુજ સરસ રીતે બધુજ ભેગું કરી દેવું.
  • તેમાં ખસખસ અને તલ પણ ઉમેરવા. 
  • ત્યારબાદ પૂરી વણી તેમાં વચ્ચે આ ડ્રાયફ્રૂટ વાળું પૂરણ ભરી કચોરીની જેમ વાળી દેવી.
  • હવે એક તાસરામા ઘી અથવા તેલ લઇ તેમાં તળી લેવું. 
  • આમ ડ્રાયફ્રૂટ કચોરી તૈયાર થઇ જશે.

nankhatai recipe

Nan Khatai Recipe :

Ingredients :
  • 225 ગ્રામ મેંદો 
  • 125 ગ્રામ દળેલી ખાંડ
  • 2 ટેસ્પૂન રવો
  • 150 ગ્રામ ઘી
  • ઇલાઈચી નો ભૂક્કો
  • 2 ટેસ્પૂન પાણી       
Nan Khatai Biscuit Recipe :
  • એક તપેલીમાં ઘી ને ચમચા વડે બરાબર ફીણો. 
  • ઘી હલકું પડે એટલે ખાંડ ને ઉમેરી ફરીથી ફીનો બંને બરાબર હલકું થઇ જાય ત્યાર સુધી ફીણો.
  • ત્યારબાદ તેમાં રવો ઉમેરી ચમચા થી બરાબર ખુબજ હલાવો. 
  • ત્યારબાદ ઇલાઈચી નો પાવડર નાખવો, ત્યારબાદ તેમાં મેંદો ઉમેરી અને થોડુક જ પાણી ઉમેરી
  • હાથ વડે બરાબર ટુપી ને તેને ગોળ ગોળ પેંડા ને જેમ બનાવી તેની ઉપર બદામ અથવા પીસ્તા નાં ટુકડા લગાવી દેવા.
  • ત્યારબાદ તપેલા ઓવન માં તેને ગ્રીસ કરીને નાન ખટાઈ ના ગોળ છુટા છુટા ગોઠવીને 300 ફે પર 30 થી 40 મિનીટ બેક કરવા.       

ghughra recipe

Ghughra Recipe in Gujarati Language :

Ingredients:
  • Maida Flour - 500 ગ્રામ (મેંદો)
  • Milk and Water (દૂધ અને પાણી જરૂર પ્રમાણે લોટ બાંધવા)
  • Sugar (ખાંડ) દૂધ ગળ્યું થાય એટલી એટલે જરૂર પ્રમાણે
  • Cardamom (ઇલાઇચી પાવડર)
  • Cashew (કાજુ)
  • Almond (બદામ)
  • Ground nut seeds (સિંગદાણા)
  • Dry Grapes (દ્રાક્ષ)
  • Coconut crushed (કોપરાની છીણ)
  • Ghee મોણ માટે (ઘી)
  • Soji flour (Rava flour) 5 ટેબલસ્પૂન સોજી       
  Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ અને પાણી ખાંડ નાંખી ઉકાળવા મૂકો.  
  • દૂધમાં ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો. 
  • દૂધ ઠંડુ થાય એટલે એક મોટી તાસ માં લોટ લઇ, તેમાં ઇલાઇચી નો પાવડર નાખી મોણ માટેનું ઘી નાખી બે હાથે મસળીને પછી થોડુક થોડુક ઘી નાખી કણેક બાંધવી.
  • બહુ ઢીલો નહિ અને બહુ કઠણ નહિ એવો લોટ બાંધવો.
  • ત્યારબાદ તેને ઢાંકીને સાઇડમાં મૂકી રાખો. 
  • હવે એક તાસરામા કાજુ, બદામ નો ભૂક્કો, કોપરાની છીણ, દ્રાક્ષ અને જરૂર જેટલી બુરુખાંડ સોજી બધુંજ ભેગું કરી સરસ રીતે તેને શેકી મસાલો તૈયાર કરો. 
  • હવે લોટની રોટલી જેટલી પૂરી વણી તેમાં એક બાજુ ચમચી જેટલો મસાલો ભરી, બીજી બાજુ ના ભાગથી આખું કવર કરી તેની ચપટી ચપટી કરી ગમે  તેવી ડિઝાઇન કરી આખો ઘુઘરો તૈયાર કરવો 
  • અને પછી તેલમાં તળી લેવા અથવા ઘી માં તળી લેવા.
Recipe:
  • Take bowl and add milk and water and sugar and heat them.
  • Once sugar melt in milk and turn off the gas.
  • Once milk get cool, take flour in vessel and add cardamon powder and add ghee and mix and make dough.
  • Make dough which is not too tight or too loose.
  • Then cover the dough and put aside.
  • Now in one kadhai roast cashew, almond powder, coconut crushed, dry grapes, sugar cumbed mix all well and roast and make masala.
  • Now make chapati size puri and fill one table spoon masala in it, and cover them from second side and seal it. you can give the shape which you like or easy for you.
  • Now heat the oil or ghee in frying pen and fry the Ghughra in it.     
Ghughra Recipe is the Diwali Sweet Recipe and most in every house this recipe is made in the diwali festival, and special item for sweet dish in diwali.


coconut biscuit recipe

Coconut Biscuit Recipe in Gujarati Language:

Ingredients :
  • 100 ગ્રામ મેંદો (Maida flour) 
  • 4 ટેસ્પૂન માખણ (Butter)
  • 2 ટેસ્પૂન દળેલી ખાંડ (Sugar)
  • 2 ટેસ્પૂન સૂકા કોપરાનું છીણ (Coconut crushed)
  • 1 ટેસ્પૂન મધ (Honey)
  • ગ્લેઝ  ચેરી (Cherry)    
Coconut biscuit Recipe :
  • સૌ પ્રથમ એક તાસ માં મેંદો લઇ તેમાં માખણ નાખવું, સાથે દળેલી ખાંડ, કોપરાનું છીણ, મધ, નાખી બધું સરસ  રીતે મિક્સ કરી કણેક બાંધવી. 
  • બરાબર મસળીને 3/4 થી 1" ના ડાયામીટર ના (અખરોટ જેવડા) ગોળ બનાવીને ઉપર ચેરી મૂકવી.
  • ગ્રીસ કરેલી બેકિંગ શીટ પર છુટા ગોઠવી.
  • 350 ફે હીટ પર ઓવન માં ગુલાબી બેક કરી દેવા.        

mohan thal recipe

Mohanthal Recipe in Gujarati Language :

(મોહન થાળ )

Ingredients :
  • 500 ગ્રામ ચણા નો કકરો લોટ (Gram flour)
  • 400 ગ્રામ ખાંડ (Sugar)
  • 400 ગ્રામ ઘી  (Ghee)
  • 1/2 સ્પૂન કલર (Food colour orange colour)
  • 3 ટીસ્પૂન જેટલું દૂધ (દાબો દેવા માટે) (milk)
ડેકોરેશન માટે : (For Decoration)
  • ચારોડી (charoli : Buchanania lanzan)
  • ઇલાઇચી (Elaichi/ Green Cardamom)
  • પીસ્તા (Pistachio)
gujarati mohanthal sweet
Mohanthal
Recipe:
  • ચણા ના કકરા લોટને ઘી અને થોડું દુધ નાખી દાબો દેવો.
  • પછી લોટ ને ચોખાના ચારણે ચાળી ને ઘસી ને લેવો.
  • ઘી ગરમ થાય એટલે લોટ નાખી શેકવો. 
  • લોટ શેકાઈ જાય એટલે તેમાં કલર નાખી હલાવી દેવો. 
  • નીચે ઉતારીને ઠંડો કરવો પછી 3 તારની ચાસણી બનાવવી. 
  • ચાસણી બની જાય એટલે શેકેલા ઠંડો લોટ તેમાં નાખી ને હલાવવો. 
  • થોડું ઠંડુ પડે એટલે ઠારવો. 
  • તેમાં ઇલાઇચી નો ભુક્કો, આખી ચારોડી, અને પીસ્તા ના ટુકડા ભભરાવવા.
  • મોહન થાળ ઠરી જાય એટલે સરખા ચોરસ પીસ પાડી ભરી લેવો.          
3 તારની ચાસણી બનાવવા માટે :    
  • એક તાસરામાં 400 ગ્રામ ખાંડ લઇ, તે ખાંડ ડૂબે એટલું પાણી લેવું. 
  • અને ગેસ પર ચાસણી તૈયાર થવા દો. 
  • બધી ખાંડ ઓગળી ને 3 તારની ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો. 
Note : મોહન થાળ બનાવતી વખતે ચાસણી બનાવવા માં ખાસ ધ્યાન રાખવું.

Mohanthal is the Diwali Special Sweet Recipe, each and every housewife Recommends this recipe make at home, and its a very popular Recipe in Gujarat. and also be made on many social events and functions.