dry fruit kachori recipe

Dry Fruit Kachori Recipe:

Ingredients :
500 ગ્રામ મેંદાનો લોટ (Maida flour)
કાજુ (Cashew)
બદામ (Almond)
ઇલાઇચી નો ભુક્કો (Elaichi powder)
કોપરાની છીણ (coconut crumb)
સૂકી દ્રાક્ષ (Dry grapes)
સિંગદાણા (Ground Nut)
પીસ્તા (Pista)
બુરુખાંડ (crumbed sugar)
દૂધ અને ખાંડ જરૂર મુજબ (Milk and sugar according to taste)

Dry Fruit Kachori Recipe : 
  • સૌ પ્રથમ દુધમાં ખાંડ નાખી અને ઉકાળવું દુધમાં ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી. 
  • દૂધ ઠંડુ થવા દેવું, ત્યારબાદ મેંદાના લોટમાં ઘી નું મોણ નાખી ઇલાઇચી નો પાવડર નાખી, દૂધ થી લોટ બાંધવો. 
  • ત્યારબાદ કાજુ બદામ ના અધકચરા ટુકડા કરવા, દ્રાક્ષ પીસ્તા ની ઉભી ઉભી નાની પાતળી છીણ કરવી.
  • અને કોપરાની છીણ, બુરુખાંડ આ બધુજ સરસ રીતે બધુજ ભેગું કરી દેવું.
  • તેમાં ખસખસ અને તલ પણ ઉમેરવા. 
  • ત્યારબાદ પૂરી વણી તેમાં વચ્ચે આ ડ્રાયફ્રૂટ વાળું પૂરણ ભરી કચોરીની જેમ વાળી દેવી.
  • હવે એક તાસરામા ઘી અથવા તેલ લઇ તેમાં તળી લેવું. 
  • આમ ડ્રાયફ્રૂટ કચોરી તૈયાર થઇ જશે.