gram flour dabka sabji

Gram flour Dabka Sabji Recipe in Gujarati Language:

Ingredients:
  • Gram flour - ચણા નો લોટ - 1 વાડકી
  • Turmeric - હળદર
  • Red chili powder - મરચું
  • Salt - મીઠું
  • Cumin coriander seed powder - ધાણાજીરું
  • Ginger Chili paste - લીલા આદું - મરચા
  • Coriander - કોથમીર
  • Lemon - લીંબુ
  • Sugar - ખાંડ         
Recipe:
  • ચણા ના લોટમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, લીલા આદું મરચાં, કોથમીર, લીંબુ ખાંડ ઉમેરી સહેજ પાણી નાખી કઠણ મુઠીયા વાળવા.
  • ત્યારબાદ એક તપેલીમાં પાણી મૂકી તે પાણી માં જ મુઠીયા ડુબાડુબ મૂકી બફાવા દેવા.
  • મુઠીયા બફાઈ જાય એટલે મુઠીયા કાઢી તેને કાપી દેવા.
  • તપેલી ના અંદર ના પાણીમાં સહેજ છાસ નાખી તેમાં હળદર, મરચું, મીઠું નાખી વલોવી મૂકી રાખવું.
  • તેમજ એક તાસરા માં તેલ મૂકી તેમાં રાઈ હિંગનો વઘાર કરી કાપેલા મુઠીયા વઘારવા.
  • તેમાં તૈયાર કરેલું પાણી ઉમેરી દેવું બધુંજ બરાબર ખદખદવા દો.
  • પાણી ઉકળી બળી જાય રસો ઘટ્ટ થાય એટલે કોથમીર નાખી પીરસવું.