bati recipe on gas

Bati Recipe :

Ingredients :
  • 500 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
  • 100 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
  • 300 ગ્રામ ઘી (Ghee)
  • મીઠું પ્રમાણસર (Salt)
Bati Recipe in Gujarati Language :
  • ઘઉં નો લોટ અને ચણાના લોટને મીક્સ કરીને ચોળી લેવો.
  • 50 ગ્રામ ઘી નું મોઅણ લેવું.
  • તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું, પાણી થી લોટ બાંધવો, સહેજ કઠણ રાખવો.
  • 10 મિનીટ ઢાંકીને રાખવો, ત્યારબાદ તેના નાના નાના લુઆ કરવા, તેને તાંદુર ના કુકરમાં મૂકવા.
  • ગુલાબી કલર થાય ત્યાં સુધી શેકવો, તાંદુર નું કુકર ગેસ ની ધીમી આંચ પર મુકવું.
  • બાટી તૈયાર થઇ જાય પછી તેને બહાર કાઢી લેવી.
  • અને દબાવી ને ઘી માં નાખવી, અને તરતજ કાઢી લેવી, 
  • આ બાટી ને દાલ ફ્રાય સાથે પીરસવી.

lilva singdana ni bhakri recipe

Lilva Singdana Bhakri Recipe :

Ingredients :

  • 1/2 કપ તુવેર ના દાણા (લીલવા) 
  • 1 કપ સીંગદાણા (Sing Dana)
  • 1 ટેબલ સ્પૂન આદું મરચા ની પેસ્ટ (Ginger Garlic paste)
  • 1 કપ ઘઉં નો ઝીણો લોટ (Wheat thin flour) 
  • 1 કપ ઘઉં નો જાડો લોટ (Wheat thick flour)
  • 1 ટેસ્પૂન સોયાબીન અથવા ચણા નો લોટ (Soyabean or Gram flour)
  • 1 ટેસ્પૂન શેકેલા તલ (Sesame seed)
  • 1/2 કપ દહીં (Yogurt)
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર (Coriander)
  • મીઠું (Salt)
  • ખાંડ (Sugar)
  • હળદર (Turmeric)
  • લાલ મરચું પાવડર (Red Chili Powder)


Lilva Singdana Bhakri Recipe in Gujarati Language :

  • ચીલી કટર નો ઉપયોગ કરી આદું - મરચા વાટવા, નટ કટર નો ઉપયોગ કરી તુવેર ના લીલવા ક્રશ કરવા અને સીંગ દાણા પણ શેકી ફોતરા ઉખાડી નટ કટરમાં ક્રશ કરવા.
  • ઘઉં નો લોટ, ચણા નો લોટ, ચાળી તેલ નું મોણ નાખી, કોથમીર, આદું - મરચા બીજો મસાલો નાખી સીંગ દાણા અને લીલવા નો ભૂક્કો નાખી જાડી છાસ થી લોટ બાંધવો.
  • દસ મિનીટ ઢાંકી રાખવો.
  • ત્યાર બાદ તેના ગોળ લુઆ કરી, ભાખરી ની જેમ વણવા.
  • અને તેને નોન સ્ટીક તવી પર ગુલાબી રંગ ના શેકવા.

vegetable sandwich recipe

Vegetable Sandwich Recipe in Gujarati Language : 

(વેજીટેબલ સેન્ડવીચ)

Ingredients :
  • 100 ગ્રામ બટાકા (Potato) 
  • 1 બીટ (Beetroot)
  • 1 લીંબુ (Lemon)
  • બ્રેડ ની સ્લાઈસ (Bread slice)
  • 100 ગ્રામ ટામેટા (Tomato)
  • 100 ગ્રામ ડુંગળી (Onion)
  • 50 ગ્રામ કાકડી (Cucumber)
  • 1 ટેસ્પૂન માખણ/ બટર (Butter)   
  • કોથમીર ની ચટણી (Coriander Chutney)
  • મરિયા નો ભૂક્કો (Pepper Powder)
Recipe :
  • બટાકા બાફી છોલી, ગોળ પાતળી સ્લાઈસ જેવા કટકા કરવા.
  • એક બ્રેડની સ્લાઈસ ઉપર માખણ લગાડો 
  • બીજી બ્રેડ પહેલા પર કોથમીર ની ચટણી લગાવો
  • તેના પર બટાકા ની સ્લાઈસ મૂકો, તેના ડુંગળી ની સ્લાઈસ મૂકો, અને તેના પર ટામેટા ની સ્લાઈસ, બીટ ની સ્લાઈસ મૂકો. 
  • હવે બટર લગાવેલી બ્રેડ તેના પર મૂકો અને તેના ચાર સરખા ભાગ કરો.
  • હવે તેના પર ટામેટા નો સોસ લગાવો, અને મરિયા નો ભૂક્કો છાંટો અને સર્વ કરો.
Recipe:

  • Boil the potato first and make its thin round slices.
  • Take one bread slice and spread the butter on it.
  • Take second bread slice and spread the coriander chutney on it.
  • Put the Potato pieces, onion pieces and tomato pieces and beatroot pieces on where coriander chutney on the slice.
  • Put the butter bread slice on it
  • cut this into four pieces and spread above tomato sauce and sprinkle pepper powder and if you like then sprinkle besan thin sev.

Note: સેન્ડવીચ પર ચણા ના લોટ ની ઝીણી સેવ નાખી શકાય.

Sandwich is the instant recipe and easy to make and all age people can eat this recipe. and vegetable sandwich is also good for health because of its having good vegetables. 

vegetable cutlet recipe

Vegetable Cutlet Recipe in Gujarati Language :

Ingredients :
  • 100 ગ્રામ ફણસી (French beans/ fansi) 
  • 100 ગ્રામ ગાજર (Carrot)
  • 100 ગ્રામ વટાણા (Green peas)
  • 2 કાચા બટાકા (Potato)
  • 100 ગ્રામ ચોળી (Beans)
  • 2 ટેબલસ્પૂન વાટેલા આદું - મરચા (Ginger garlic paste)
  • 1 લીંબુ (Lemon)
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો (Garam Masalo)
  • 1 ટીસ્પૂન તેલ (Oil) 
  • 1 ટીસ્પૂન ટોસ્ટ નો ભૂક્કો (Toast Crumb)
  • મીઠું પ્રમાણસર (salt to taste)
Vegetable Cutlet Recipe in Gujarati Language :
  • બધાજ શાક ઝીણા સમારીને વરાળ થી બાફવા
  • ઠંડા પડે એટલે થોડા છુંદીને તેમાં ટોસ્ટ નો ભૂક્કો આદું મરચા લીંબુ ગરમ મસાલો અને મીઠું નાખી બધું ભેગું કરવું.
  • હવે કટલેસ બનાવવાના બીબા વડે કટલેસ નો આકાર આપવો 
  • કટલેસ ને ટોસ્ટ ના ભૂક્કામાં રગદોળી, નોન  સ્ટીક પેનમાં તેલ મૂકી બંને બાજુ સાંતળવું.
  • ટમેટો કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો.
Recipe :
  • First Take all the Vegetables and chopped them in a small pieces and boil them with steam.
  • Once it gets cool make its pulp and add toast crumb, ginger, chili, lemon juice, garam masala, salt and mix all well.
  • Now take a mold of making cutlet and fill the mixture and give a shape of cutlet.
  • Now put the cutlet into a toast crumb move up and down side. now take pen and grease the oil and put the cultlet in it.
  • Serve with tomato catchup and chutney.