tea masala recipe

Tea Masala Recipe in Gujarati Language:
                              
(ચા નો મસાલો )

Ingredients:
  • 50 ગ્રામ તજ (Cinnamon)
  • 50 ગ્રામ મરી (Black Pepper)
  • 20 ગ્રામ ઇલાઈચી (Elaichi / Black Cardamon)
  • 1 જાયફળ (Jaiphal/ Nutmeg)
  • 100 ગ્રામ સૂંઠ (Dried Ginger)
  • થોડીક જાવંત્રી (Javantri / Javitri Mace)        
Chai masala Recipe
  • સૌ પ્રથમ તજ, મરી, ઇલાઈચી, જાવંત્રી, અને સૂંઠ  ખાંડી લો, તેમજ જાયફળ જીણું સમારી ખાંડી લો.  
  • અને બધાજ મસાલા બરાબર મિક્સ કરી, ચારણી થી ચાળી લો અને કાચ ની બરણી માં ભરી લો. 
  • ચા બનાવતી વખતે આ મસાલો તેમાં ઉમેરવો ચા સ્વાદીસ્ટ લાગે છે.
Recipe:

  • First Take Cinnamon, Green Cardamom, Javantri, and Dried ginger, and jaiphal powder.
  • and mix all the spices well and strain them and store it in a glass jar.
  • while making a tea add this tea masala in it, it make tea taste tastier. 

                         
                      

chat masala powder recipe

Chat Masala powder recipe in Guajrati Language:

ચાટ - મસાલો બનાવવાની રીત ]

Ingredients:
  • 50 ગ્રામ આંબોડીયા નો પાવડર (Ambodiya Powder)
  • 20 ગ્રામ - મરી નો પાવડર (Pepper Powder)
  • 1 ટી સ્પૂન - હીંગ (Asafoetida)
  • 2 ટી સ્પૂન સંચળ (Black salt)
  • 40 ગ્રામ - કાચા જીરા નો પાવડર (Raw Cumin seed powder)
  • મીઠું પ્રમાણસર - (Salt)
Recipe:
  • આંબોડીયા નો પાવડર, મરી પાવડર, હીંગ, સંચળ, કાચા જીરા નો પાવડર, અને મીઠું આ બધુંજ મિક્સ કરી ચારણી થી ચાળી ને ભરી લેવું. 
  • આ મસાલા નો ઉપયોગ પાણી પકોડી, શેરડી ના રસ, લીંબુ શરબત, ખાખરા વગેરે માં ઉપર ભભરાવવા માટે કરી શકાય.      
Recipe:
  • First of all take Ambodiya powder, black pepper powder, asafoetida, black salt, and cumin seed powder and salt and mix all them well and stain it with strainer and store it in a glass jar.
  • While you make recipes like pani puri, sugar cane juice, or lemon juice or khakhra you can use this chat masala to sprinkle in the recipe.

tomato raita recipe

Tomato raita Recipe in Gujarati Language

Ingredients:
  • 4 નંગ ટામેટા (Tomato)
  • 250 ગ્રામ મોળું દહીં (Yogurt)
  • 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
  • મીઠું (Salt)
  • કોથમીર (Fresh Coriander)    
Recipe:
  • સૌ પ્રથમ ટામેટાના નાના નાના ટુકડા કરવા
  • મોળા દહીને વલોવીને તેમાં શેકેલું જીરું, મીઠું, ખાંડ, કોથમીર નાખવી 
  • અને  ત્યારબાદ ટામેટા ઉમેરી દેવા.
Recipe:
  • Make the smll pieces of tomatoes.
  • Blend the yogurt and add roasted cumin, salt, sugar and coriander.
  • And then add tomatoes and mix it, tomato raita is ready to eat.

pumpkin raita recipe

Pumpkin Raita recipe in Gujarati Language

Ingredients:
  • 200 ગ્રામ કોળું (Pumpkin)
  • 200 મિલી દહીં (Yogurt) 
  • 1/2 ટેબલ સ્પૂન વાટેલા આદું-મરચાં (Ginger chili paste) 
  • 1 ટી સ્પૂન જીરું (Cumin seed)
  • 2 ટી સ્પૂન ખાંડ (Sugar)
  • મીઠું  પ્રમાણસર (Salt) 
Recipe:
  • સૌ પ્રથમ કોળા ને છોલી તેને છુંદી નાખવું અને ત્યારબાદ બાફી નાખવું.
  • દહીં માંથી પાણી નીતારી તેમાં કોળું નાખવું.
  • લીલા આદું મરચાં વાટેલું જીરું મીઠું અને ખાંડ નાખવી.
  • ફ્રીજ માં ઠંડુ કરી સર્વ કરવું.     

kharek raita recipe

Kharek raita recipe in Gujarati Language

Ingredients:
  • 100 ગ્રામ ખારેક (Kharek)
  • 200 ગ્રામ મોળું દહીં (Yogurt)
  • 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • મીઠું (Salt)
  • ખાંડ (Sugar)     
Recipe:
  • સૌ પ્રથમ ખારેક ને 4 કલાક પલાળવી અને તેના ટુકડા કરવા.
  • દહીંમાં મીઠું, જીરું અને ખાંડ નાખવી અને તેમાં ખારેક ના ટૂકડા મિક્સ કરવા.
  • ઠંડુ કર્યા બાદ સર્વ કરવું.    
Kharek have good energy and source of natural sugar, and it is good dry fruit for helath. 

rayan raita recipe

Rayan Raita Recipe in Gujarati Language

રાયણ નું રાયતું બનાવવાની રીત  

Ingredients:
  • 100 ગ્રામ રાયણ Khirni / Manikara hexandra)
  • 200 મિલી દહીં (Yogurt)
  • 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
  • 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • મીઠું (Salt)    
Recipe:
  • સૌ પ્રથમ દહીં ને વલોવવું, રાયણ ને પાણીમાં પલાળી ઠળિયા કાઢી નાખવા.
  • હવે દહીંમાં ઠળિયા કાઢેલી રાયણ તેમજ ખાંડ, જીરું, મીઠું, નાખવું.
  • થોડું ઠંડુ કરી સર્વ કરવું.
Recipe;
  • First make the thin yogurt with the help of valoni. soak the rayana (khirni) into water and remove the seeds.
  • Now add the skin of khirni into yougrt and also add sugar, cumin, salt into yougrt.
  • Mix them well and place it in fridge, then serve it.
Rayan fruit is available in Summer season and it is good energetic fruit with sweet taste. this tree is found in many village farms. this fruit plant is also used in grafting chiku fruit plant.    


apple halwa recipe

Apple Halwa Recipe in Gujarati Language

Ingredients:

  • 3 સફરજન (Apple)
  • 3 ટેબલસ્પૂન ઘી (Ghee)
  • 1 લીટર દૂધ (Milk)
  • 150 ગ્રામ ખાંડ (Sugar)
  • 1 લીંબુ (Lemon)
  • ઇલાઇચી (Elaichi)      

Recipe:

  • સફરજન ને છોલી ને નાના ટુકડા કરવા.
  • 1 ટેબલ સ્પૂન ઘી મૂકી તેમાં સાંતળવા ચઢી જાય એટલે તેમાં દૂધ રેડવું.
  • થોડુંક જાડું થાય એટલે ખાંડ અને લીંબુ નાખવા ઘટ્ટ થાય એટલે 1 ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર હલાવી ઉતારી લેવું અને ઇલાઇચી નો ભુક્કો નાખી થાળી માં તેલ લગાવી પાથરી ઠારી દેવો.    

    

chana dal mango pickle recipe

Chana dal mango pickle Recipe in Gujarati Recipe

ચણા ની દાળ - કેરી નું અથાણું  

Ingrdients:

  • 1 નંગ રાજાપૂરી કેરી (Rajapuri Mango)
  • 200 ગ્રામ સરસીયું (Sarasiya Oil)
  • 1 નાની વાડકી કોરી ચણા ની દાળ (Chana dal)
  • હિંગ ચપટી (Pinch of Asafoetida)
  • 1 વાડકી મેથી ના કુરિયા (Methi na kuria/ Split Fentugreek seed)
  • 1 નાની વાડકી આખી કાળી રાઈ (Mustard seed)       
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)  

Recipe:
  • સૌ પ્રથમ રાજાપૂરી કેરી ને છોલી ને તેના નાના નાના ટુકડા કરવા.
  • તે નાના નાના ટુકડા ની અંદર જ આખી ચણા ની દાળ અને મેથી ના કુરિયા નાખવા.
  • તેમજ આખી કાળી રાઈ ને ખાંડણી માં અધકચરી કરી તેમાં નાખવી અને ચપટી હિંગ, હળદર અને મીઠું નાખી બધુંજ મિક્સ કરી તપેલી ઢાંકી બે દિવસ રહેવા દેવું.
  • ખટાસ અને મીઠા ના કારણે ચણા ની દાળ ચઢી જશે.
  • ત્યારબાદ સરસીયાનું તેલ ગરમ કરી ઠંડુ પડે એટલે તેમાં ઉમેરી દેવું.
  • સરસીયાનું તેલ અથાણા ને ડૂબાડૂબ રાખે તેવું લેવું.
  • આમ અથાણું સરસ રીતે તૈયાર થઇ જશે.