sprouted moong chick pea samosa

Sprouted Moong Chick pea Samosa Recipe:

Ingredients:
  • ફણગાવેલા મગ - 2 વાડકી - Sprouted Moong
  • બાફેલા ચણા - 2 વાડકી - Boil chick pea
  • મકાઈ ના ડોડા - 2 નંગ - Fresh corn
  • બટાકા - 3 થી 4 નંગ - Potato
  • ડુંગળી - 2 નંગ - Onion
  • બીટ - 1 નંગ - Beat root
  • મેગી નુડલ્સ - 1 નાનું  પેકેટ - Noodles
  • લસણ - Garlic
  • આદું મરચાંની પેસ્ટ - 3ટી સ્પૂન - Ginger garlic paste
  • હળદર - Turmeric
  • મરચું - Red chili powder 
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Cumin coriander seed powder
  • ગરમ મસાલો - Garam Masala
  • વરિયાળી - Fennel seed
  • તલ - Sesame seed
  • 1 લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • કોથમીર - Coriander
  • મેંદો - 500 ગ્રામ - Maida flour
  • તેલ - Oil                     

Recipe:

  • સૌ પ્રથમ બટાકા ને બાફી ને નાના નાના પીસ કરી લેવા.
  • મકાઈ ના દાણા ને બાફી અધકચરા ક્રશ કરી લેવા.
  • ડુંગળી, બીટ જીણું સમારી લેવું.
  • લસણ આદું મરચાં ની પેસ્ટ તૈયાર કરી લેવી.
  • ત્યાર બાદ મેગી ને નાની તપેલીમાં પાણી મૂકી ચઢવી દેવી.
  • ત્યારબાદ ચણા ને કુકરમાં બાફી લેવા, અને હાથથી મસળી અધકચરા કરી લેવા.
  • ત્યારબાદ એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરા નો અને હિંગ નો વઘાર કરી.
  • સૌ પ્રથમ ફણગાવેલા મગ નાખવા.
  • ત્યારબાદ ડુંગળી અને આદું મરચાં લસણ ની પેસ્ટ નાખવી, બરાબર હલાવતા રહેવું અને સાથે મકાઈ ના દાણા, ચણા, બટાકા ના પીસ, બીટ ના પીસ બધુજ ઉમેરતા જવું.
  • અને હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, વરીયાળી, તલ, લીંબુ, ખાંડ, કોથમીર બધુજ ઉમેરી તૈયાર થયેલી મેગી નાખી બરાબર પુરણ તૈયાર કરવું. 
  • બીજી બાજુ મેંદા ના લોટમાં મીઠું, તેલ નાખી પૂરી નો લોટ બાંધવો અને પૂરી વણી સમોસા નો આકાર આપી પૂરણ ભરી, સમોસા વાળવા.
  • ગરમ તેલમાં આછા ગુલાબી તળી, ગળી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસવા.  


                   
               

sandwich bhajia recipe

Sandwich Bhajia Recipe in Gujarati Language:

Ingredients :
  • 6 નંગ - બટાકા - Potato 2 નંગ - ડુંગળી - Onion
  • 1 નંગ - કાકડી  - Cucumber
  •  મકાઈ ડોડા - 2 નંગ - Fresh Corn 
  • ચણા નો લોટ - 1 વાડકી - Gram flour
  • ચોખા નો લોટ - 1 નાની વાડકી - Rice flour 
  • મીઠું - Salt
  • હળદર - Turmeric
  • લાલ મરચું - Red chili powder
  • ધાણાજીરું - Cumin Coriander seed powder
  • લીલા મરચાં આદું ની પેસ્ટ - 2 ટીસ્પૂન - Green Chili Ginger chili paste
  • કોથમીર - Coriander
  • તેલ - Oil           
Recipe :
  • પ્રેશર કુકરમાં બટાકા ને ફક્ત 2 વ્હીસલ વગાડીને બાફવા છોલીને જાડી સ્લાઈસ કાપવી.
  • મકાઈ નાં દાણા ને કુકરમાં બાફી ક્રશ કરી લેવા.
  • ત્યારબાદ એક તાસરામા સહેજ તેલ મૂકી મકાઈ ના ક્રશ કરેલા દાણા, જીણી સમારેલી ડુંગળી અથવા ડુંગળી અને કાકડી ને છીણી તેમાં ઉમેરી દેવી અને મીઠું, આદું મરચાંની પેસ્ટ ઉમેરવી અને સહેજ પાણી ઉમેરવું અને ખદખદવા દેવું.
  • લચકા પડતું મિશ્રણ થાય એટલે ઉતારી તેમાં લીંબુ નો રસ, ખાંડ તથા કોથમીર નાખવી, હલાવી પૂરણ તૈયાર કરી દેવું, 
  • ત્યાર પછી ચણા નો લોટ ભેગો કરવો પાણી અને મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો. ધાણાજીરું નાખી ખીરું પાતળું તૈયાર કરવું.
  • ત્યારબાદ બે બટાકા ની સ્લાઈસ ની વચ્ચે મકાઈ, ડુંગળી, કાકડી નું તૈયાર કરેલું પૂરણ મૂકી.
  • સેન્ડવીચ તૈયાર કરવી.
  • એક તાસરામાં તેલ મૂકી તેલ આવે એટલે આ સેન્ડવીચ ખીરા માં બોળી તેલમાં આછી ગુલાબી તળવી. 
  • આમ ભજિયા તૈયાર થઇ જશે.
  • જે લીલી ચટણી લસણ ની ચટણી અથવા દહીં ની ચટણી અને ટોમેટો કેમ્પ સાથે પણ લઇ શકાય.    
Recipe :

  • Boil Potatoes in Pressure cooker by playing two whistle of pressure cooker, then remove the potato skin and cut them in a thick slices.
  • Boil the corn seeds in pressure cooker and crush them.
  • Then take bowl and put the oil and add crushed corn seeds, small chopped onion, cucumber and add salt, ginger chili paste and add water and cook it.
  • Once the mixture can get little thicker then put off and add lemon juice, sugar, coriander and mix it well.
  • Take gram flour and add water, salt, turmeric, red chili powder, Garam Masala, Cumin Coriander Seed Powder and make thin mixture.
  • Then put corn, onion, cucumber mixture in between of potato slice and prepare sandwich.
  • Take oil in pan for frying once oil heated, put the sandwich in gram flour thin mixture and then put it in a oil for fry. fry like in a pink color.
  • Sandwich Bhajia is Ready.
  • Serve the Sandwich Bhajia with Green Garlic Chutney or with Curd Chutney or Tomato Catchup. 




                       

corn potato vada recipe

Corn Potato Vada Recipe in Gujarati Language:

Ingredients:
  • Potato - 5 નંગ - બટાકા
  • Fenu Greek - 1 વાડકી - જીણી સમારેલી લીલી મેથી
  • Fresh Corn - 3 નંગ - મકાઈ ડોડો
  • Gram flour - 1 વાડકી - ચણા નો લોટ
  • Salt - મીઠું 
  • Garlic - લસણ 
  • Sesame seed - તલ
  • Fennel seed - વરીયાળી
  • Turmeric - હળદર
  • Red chili powder - લાલ મરચું
  • Cumin coriander seed powder - ધાણાજીરું
  • Garam Masala - ગરમ મસાલો
  • Pomegranate Seeds - દાડમ નાં દાણા
  • Coriander - કોથમીર
  • Lemon - લીંબુ
  • Sugar - ખાંડ               
Recipe:
  • સૌ પ્રથમ બટાકાને કુકરમાં બાફી લેવા, અને મકાઈ દાણા કાઢી તેને કુકરમાં બાફી લેવા.
  • ત્યારબાદ બટાકા નો માવો તૈયાર કરવો. 
  • અને મકાઈ નાં દાણા ક્રશ કરી તેમાં ઉમેરી દેવા.
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, દાડમ ના દાણા, કોથમીર, લસણ, લીલા આદું મરચાં ની પેસ્ટ, તેમજ  જીણી સમારેલી મેથી, બધુંજ મિક્સ કરવું અને લીંબુ, ખાંડ ઉમેરવી.
  • ત્યારબાદ બધોજ માવો મિક્સ કરી, ગોળ ગોળ બોલ વાળવા
  • બીજી બાજુ એક તપેલીમાં ચણા નો લોટ લઇ મીઠું જરૂર પ્રમાણે લઇ સહેજ હળદર નાખી પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરવું.
  • એક તાસરામાં તેલ મૂકી, તેલ આવે એટલે ગોળ વાળેલા બોલ ને ટોસ્ટ ના ભુક્કામાં રગદોળી ખીરામાં બોળી બટાકા વડા ની જેમ બટાકા મકાઈ નાં વડા આછા ગુલાબી તળવા અને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.                   
Corn Potato Vada Recipe :
  • First Boil the Potatoes in Pressure Cooker and also Remove the Corn Seed and Also Boil them in Cooker.
  • Then Mesh the Boil Potatoes and Mak Mawa from it.
  • and then Crush the Boiled Corn seeds and crush them.
  • Then add Turmeric, Chili Powder, Salt, Cumin Coriander seed Powder, Spices Powder, Pomegranate Seeds, Coriander, Garlic, Green Ginger, Chili Paste, Small Chopped fenugreek, mix all and add lemon and sugar in it.
  • Then mix all the mixture and make round ball of them.
  • Take Gram flour in one bowl and add salt according to taste, turmeric, and water in it and make thin mixture.
  • Take Oil in Pan once oil hot, then take round balls of the potato and corn put it in the toast powder and fry them in oil. and serve with green chutney and serve hot.