green peas potato samosa recipe

Green peas potato Samosa Recipe in Gujarati Language:

[ લીલા વટાણા બટાકા ના સમોસા ]

Ingredients:

  • એક મોટો બાઉલ - લીલા વટાણા - Green Peas
  • 4 થી 5 નંગ - બટાકા - Potato
  • 4 ટીસ્પૂન  - આદું મરચાં લસણ ની પેસ્ટ - Ginger Garlic Paste   
  • તલ - Cumin seed
  • વરીયાળી - Fennel seed
  • હળદર - Turmeric
  • મરચું - Red chili powder
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Cumin coriander seed powder
  • ગરમ મસાલો - Garam masala
  • લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • કોથમીર જરૂર પ્રમાણે - Fresh Coriander  
  • 500 ગ્રામ - મેંદો - Maida
  • મીઠું - Salt
  • મોણ જરૂર પ્રમાણે - Oil            

Recipe:
    samosa shape making
  • સૌ પ્રથમ લીલા વટાણા અને બટાકા ને બાફી લો.
  • સહેજ વાર પછી લીલા વટાણા બટાકા છુંદી માવો તૈયાર કરવો 
  • ત્યાર બાદ તેમાં આદું મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરવી.
  • તેમાં તલ, વરીયાળી, હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુ, ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી, હાથથી બધુંજ એક મિક્સ કરી માવો તૈયાર કરવો.
  • ત્યારબાદ મેંદામાં મીઠું, મોંણ નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી, પૂરી જેવો લોટ બાંધવો. 
  • પૂરી વણી વચ્ચે થી કાપી સમોસા નો આકાર આપી તેમાં આ માવો ભરી સમોસું સરસ રીતે પેક કરી લેવું જેથી ખુલી ના જાય અને ગરમ તેલમાં આછા ગુલાબી તળી લેવાં.
  • ગળી ચટણી સાથે અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવા.                 

methi khakhra recipe

Methi Khakhra Recipe in Gujarati Language: 

[ મેથી ના ખાખરા ] 

Ingredients:
  • 250 ગ્રામ - ઘઉં નો લોટ - Wheat flour
  • 50 ગ્રામ - લીલી મેથી - Green fenu greek
  • સુકું લાલ મરચું - જરૂર પ્રમાણે - Red chili powder 
  • 1/2 ટેબલ સ્પૂન અજમો (ઝીણો ખાડેલો)  
  • 1/2 ટેબલ સ્પૂન તલ - Sesame seed
  • મીઠું - Salt
  • હળદર - જરૂર પ્રમાણે - Turmeric
  • તેલ - Oil
  • ઘી - Ghee
gujarati methi na khakhra
Methi Khakhra

Recipe:
  • સૌ પ્રથમ લીલી મેથીને ચૂંટી ને સમારી ને પાંદડા સ્વચ્છ પાણી થી ધોઈ નીતારી લો.
  • એક તાસ માં મેથી લઇ, મરચું, ઝીણો ખાંડેલો અજમો, તલ, મીઠું અને ઘઉં નો લોટ અને તેલ નાખી બરાબર હલાવી દો. 
  • 2 મિનીટ રહેવા દો. 
  • પછી તેમાં લોટ બાંધવા જેટલું પાણી ઉમેરી લોટ બાંધી લો.
  • 5 મિનીટ લોટ રહેવા દો, પછી ગોળ ગોળ લુવા પાડી લો અને રોટલી ની જેમ સહેજ ચપટી કોરો લોટ લઇ મોટી પાતળી રોટલી વણી લો.
  • હવે લોઢી ધીમા તાપ પર મૂકી તેનાં પર પાતળા ખાખરા થોડી વાર શેકી લો. (પૂરા શેકવા નહિ).
  • ખાખરા ની બંને બાજુ ઘી કે તેલ લગાવી દો, થોડી વાર રહેવા દો.
  • પછી ધીમા તાપ પર કપડા થી દબાવી બંને બાજું ગુલાબી શેકી લો અને હવા ચુસ્ત ડબ્બા મા ભરી લો.
  • પીરસતી વખતે ઘી લગાવી સંચળ કે ખાખરાનો મસાલો નાખી સર્વ કરવા.                 
Methi Khakhra is a Good Light Snacks to Carry while travelling or on a long tours.