potato chivda recipe

Farali Potato Chivda Recipe in Gujarati Language :

(લીલો બટાકા નો ચેવડો

Ingredients :
  • 4 થી 5 બટાકા (Potato)
  • તળવા માટે તેલ (Oil)
  • તલ (Sesame seed)
  • વરિયાળી (Variyali/ English Name Fennel)
  • મીઠો લીમડો (Curry Leaves)
  • લાલ મરચું (Red Chili)
  • મીઠું (Salt)     
  • કાજુ (Cashew)
  • સૂકી દ્રાક્ષ (Kismis / Dried grape)
  • સીંગ દાણા ના કટકા (Ground nut)
  Recipe : 
  • બટાકા ને ધોઈ છોલી છીણી કાઢવા છીણવા માટે કાતરી નો સંચો લેવો.
  • પછી તેને પાણી માં નાખી બે થી ત્રણ વાર ધોઈ લો. 
  • ત્યારબાદ તેને કોટન કપડામાં પહોળી કરી લેવી. 
  • પાણી શોષાઈ જાય એટલે તેને તળી લેવું.
  • ત્યારબાદ એક તોસરામાં તેલ મૂકી તેમાં તલ વરિયાળી અને મીઠા લીમડાનો વઘાર કરી તેમાં નાખી દેવો.
  • ત્યારબાદ ઉપર લાલ મરચુ મીઠું બુરૂ ખાંડ ભભરાવી કાજુ, સીંગ દાણા ના કટકા, અને સૂકી દ્રાક્ષ તેલ  માં તળી ઉપરથી ઉમેરી દેવું.
Make Farali Bataka no Chivdo at Home for Festival Fasts.  

bataka no shiro recipe

Bataka No Shiro Recipe in Gujarati Language :
(Potato Shiro / બટાકા નો શીરો)

Ingredients:
  • 500 ગ્રામ બટાકા (Potato)
  • 1 ટીસ્પૂન ઘી (Ghee)
  • 1 નાની વાડકી ખાંડ (Sugar)
  • 1 કપ દૂધ (Milk)
Recipe:
  • સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી તેને કૂકર માં બાફી લો.
  • પછી એક તાસરામાં ઘી મૂકી તેમાં બટાકા નો માવો બનાવી શેકી લેવો. 
  • માવો સહેજ ગુલાબી થાય એટલે, તેમાં દૂધ ઉમેરવું. 
  • બધું દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરવી, ખાંડ નું પાણી બળી જાય અને ઘી છુટે એટલે બટાકા નો શીરો તૈયાર થઇ જશે. 
  • ત્યારબાદ તેની ઉપર બદામ કાજુ, પિસ્તા, ઇલાઇચી નો ભુક્કો ભભરાવી ગરમ ગરમ પીરસો.             
Bataka (Potato) Shiro Recipe, you can make on fasts Day.

jamfal guava chutney recipe

Jamfal Guava Chutney Recipe in Gujarati Language :

Ingredients:
કાચા જામફળ - 2 (Raw Guava)
5 થી 6 નંગ - લીલા મરચાં (Green Chili)
સ્વાદ પ્રમાણે મીઠું (Salt) , કોથમીર (Coriander), ખાંડ (Sugar)  
દહીં 1 ટીસ્પૂન (Yogurt)
તેલ 1 ટીસ્પૂન (Oil)

Guava Chutney Recipe:
  • સૌ પ્રથમ કાચા જામફળ ને ધોઈ પીસ કરી તેના બીયા કાઢી લેવા 
  • ત્યારબાદ બીયા કાઢેલા જામફળ અને લીલા મરચાં તેમજ કોથમીર ખાંડ, દહીં, તેલ, મીઠું બધુજ મિક્સ કરી મિક્સર માં ક્રશ કરી લેવું. 
  • પછી સહેજ પાણી નાખી પછી ફરીથી એક વખત મિક્સર માં મિક્સ કરી દેવું.
  • કાચા જામફળ ની ચટણી તૈયાર છે.   
Enjoy Guava fruit in different taste with making of it chutney.