Bhakarwadi Recipe

Bhakarwadi Recipe in Gujarati Language :

Ingredients :
  • Gram flour - 200 ગ્રામ - ચણા નો લોટ
  • Wheat flour - 50 ગ્રામ - ઘઉં નો લોટ
  • Oil - 1 ટેસ્પૂન - તેલ
  • Salt - મીઠું
  • Turmeric - હળદર પ્રમાણસર
મસાલો: (Masala)

  • Dry Coconut crumb - 125 ગ્રામ સૂકા કોપરાની કાચલી ને છીણીને
  • Cinnamon - તજ
  • Clove- લવીંગ
  • Pepper - મરી 
  • Tamalpatra - તમાલપત્ર
  • Dry Red chili (સૂકા લાલ મરચાં) (Dry Red Chilli)
  • Sesame Seed - (તલ)
  • Variyali/ (English name: Fennel)) વરિયાળી
  • Salt - (મીઠું)
  • Turmeric - (હળદર)
  • Chili powder - (મરચું)
  • oil - (તેલ)
  • Amchur Powder - (આમચૂર પાવડર)
  • Sugar - 1 ટેસ્પૂન (ખાંડ)

Recipe :
  • સૌ પ્રથમ ઘઉંનો ચણાનો લોટ ભેગાં કરી તેમાં મીઠું, સહેજ હળદર તથા પ્રમાણસર મોણ નાખીને કઠણ લોટ બાંધીને એક કલાક ઢાંકી રાખો. 
  • ત્યાં સુધી એક તાસરામાં સહેજ તેલ લઇ તેમાં તજ, લવિંગ, મરિયા, તમાલપત્ર, સુકા લાલ મરચા, તલ, વરીયાળી, બધુજ શેકી દેવું સહેજ મસાલો લાલાસ પડતો થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવો.
  • ઠંડો પડતા તેને મિક્સરમાં ક્રશ કરી લેવો.
  • ત્યારબાદ કોપરાની કાચલીને છીણી તૈયાર રાખો, અને મસાલા માં આમચુર  પાવડર, ખાંડ ઉમેરી દેવી.
  • હવે કલાક પૂરો થઇ ગયો હોય તો, બાંધેલા લોટ ના એક સરખા મોટા ગુલ્લાં કરી મોટો અને પાતળો રોટલો વણવો. 
  • જેટલા રોટલા હોય તેટલાં મસાલાના ભાગ કરી લેવા વણેલા રોટલા ઉપર મસાલો ભરચક સરસ રીતે બરાબર પાથરી લેવો.
  • ત્યારબાદ તેની ઉપર કોપરાની છીણ ભભરાવવી.
  • ગોળ ગોળ રોટલાં ના રોલ વાળવો, દબાવીને ચપ્પાથી તેના પીસ કરી અથવા અડધે સુધી કાપા પાડી ને આડા વીટા તળવા.
  • વીટા ઠરે પછી કાપા માંથી ટુકડા ટુકડા પાડવા.