milk fruit salad recipe indian style

Milk Fruit Salad Recipe : દૂધ નો  ફ્રુટ  

Ingredients :
1 સફરજન  Apple
2 નંગ કેળુ - Banana
1 નંગ દાડમ - Pomegranate
2 નંગ ચીકુ - Chickoo / Sapota
1 લીટર દૂધ - Milk
1 વાડકી ખાંડ - Sugar
કસ્ટર્ડ પાવડર - Custard Powder
કેસર - Kesar
ઈલાઈચી - Elaichi      

Milk Fruit Salad Recipe :  
  • સૌ પ્રથમ દૂધ ઉકળવા મૂકવું,
  • દૂધ ઉકળે ત્યારે તેમાં ઈલાઇચી નો ભુક્કો નાખવો. અને કેસર પણ ઉમેરી દેવું. 
  • કસ્ટર્ડ પાવડર એક વાડકી માં લઇ દૂધ નાખી ઓગળી દૂધ માં ઉમેરી દેવું. 
  • અને ખાંડ ઉમેરી અને ઓગાળી દેવી ત્યારબાદ ફ્રિજ માં ઠંડુ પાડવા મૂકો. 
  • ત્યારબાદ સફરજન કેળા ચીકુ ના નાના નાના ટુકડા કરવા અને દાડમ ના દાણા કાઢી લેવા.
  • જમવાના સમય વખતે દૂધને ફ્રિજ માંથી કાઢી બધાજ ફ્રુટ ઉમેરી બરાબર હલાવી દેવું.
Fruit Salad Recipe :
Boil the Milk in Big Bowl, then after add the Elaichi Powder into it and Kesar, take custard powder in small bowl and add little milk and mix it well then add this into a Big Milk Bowl then add the Sugar and melt it, once sugar melted put his into a Refrigerator to make Cool then Cut the the Apple, Banana, Chickoo into small pieces and take pomegranate seeds too. on the Lunch time take out the Milk out of fridge and add all the fruits into it. Fruit salad is Ready.

doodh pak recipe

Doodh Pak Recipe : દૂધપાક

Ingredients :
1 લીટર દૂધ - Milk
2 વાટકી ખાંડ - Sugar
1 વાટકી ચોખા - Rice
બદામ - Almond
પીસ્તા - Pista
કાજુ - Cashew
ઇલાઇચી - Elaichi
કેસર - Kesar

Doodh Pak Recipe In Gujarati Language :

doodh pak recipe gujarati style
  • સૌ પ્રથમ દૂધને મોટી તપેલીમાં ઉકળવા મૂકો સાથે સાથે ચોખા ધોઈ ને તેને દૂધમાં ઉમેરી દો
  • ચોખા ચઢે ત્યાં સુધી દૂધ ઉકળવા દો.
  • ત્યાર બાદ ખાંડ ઉમેરી દેવી, ખાંડ ઓગળી જાય અને ચોખા ચઢી જાય એટલે ગેસ બંધ કરી.
  • તેમાં બદામ પીસ્તા કાજુ ના નાનાં નાનાં ટુકડા કરી ઉમેરવા. 
  • ઇલાઇચી નો ભુક્કો ઉમેરવો અને કેસર પણ ઉમેરી દેવું. 
  • જેથી સ્વાદીસ્ટ દૂધ પાક તૈયાર થઇ જાય છે.

Doodh Pak in English :

Boil the milk in Big Bowl and Along with Clean the Rice with Clean water and Add it into the Milk, Boil the Milk until the Rice are Cooked well. then add the Sugar and also melt it, Once the Rice is cooked then shut off the Gas. and add the Almond, Pista, Cashew Small pieces in it and elaichi powder and kesar, and mix it well Doodh Pak is Ready for Serve.
              
Doodh Pak is Gujarati Menu Sweet Liquid Recipe made from Milk, Rice, Sugar Combination and Dry Fruits. you can serve it hot or cold too.

mix fruit raita recipe

Mix Fruit Raita Recipe : ( મિક્ષ ફ્રુટ રાઈતુ )

Ingredients :
200 ગ્રામ મોળું દહીં - Tame Yogurt
1 નંગ કેળુ - Banana
1 નંગ ચીકુ - Chickoo / Sapota
દાડમ થોડા દાણા - Pomegranate
પાઈનેપલ - Pineapple
વાટેલું જીરૂ - jiru powder
મરી - Pepper
ચાટ મસાલો - Chat Masala
       
Recipe :
  • સૌ પ્રથમ બધા ફ્રુટને ધોઈને સમારવા
  • દહીં માંથી પાણી કાઢી લેવું. તેમાં મીઠું, મરચું, જીરૂ, તેમાં ઉમેરવા. 
  • બધા ફ્રુટ પણ તેમાં ઉમેરી દેવા. 
  • ખટાશ લાગતી હોય તો ખાંડ ઉમેરવી હલાવી ને ફ્રિજ માં ઠંડુ કરવા મૂકવું.

fruit salad with jelly recipe

Fruit Salad With Jelly Recipe : ફ્રુટ સલાડ વિથ જેલી

Ingredients:
250 ગ્રામ બીટ
1 પેકેટ જેલી
1/3 સ્પૂન કસ્ટર્ડ પાવડર
ખાંડ
2 સ્લાઇસ  સફરજન
2 સ્લાઇસ ચીકુ
2 સ્લાઇસ કેળા
2 સ્લાઇસ નાસપતી
2 સ્લાઇસ પાઈનેપલ         

Fruit Salad Recipe: 
સૌ પ્રથમ જેલી પેકેટમાંથી જે.લી સેટ કરવા મૂકવી. ત્યારબાદ ક્રીમની અંદર પાવડર અને ખાંડ ઓગાળવા, સફરજન, ચીકુ, કેળા, નાસપતી, પાઈનેપલ વગેરેના નાના નાના ટુકડા કરવા અને ક્રીમની અંદર ભેગું કરવું. જેલી સેટ થયા બાદ તેને મોલ્ડ માંથી કાઢી લેવી. તેના નાના ટુકડા કરી ક્રીમ સલાડ સાથે મિક્સ કરી ઠંડુ થવા દેવું.

sweet corn soup recipe

Sweet Corn Soup : (મકાઈ નો સૂપ) Makai No Soup

Ingredients :

  • 1 કિલો મકાઈ (Fresh Corn)
  • 1/4 ટેસ્પૂન સોયા સોસ (Soya Sauce)
  • 1/2 ચીલી સોસ (Chili Sauce)
  • ચીલી ઇન વિનેગર -  (Chili In Vinegar)
  • મીઠું (Salt)
  • મરી (Black Pepper)
  • ખાંડ (Sugar)   

Recipe :

  • સૌ પ્રથમ મકાઈ ના છોતરા કાઢી તેને બાફી ને છીણી લો, થોડા મકાઈ ના દાણા કાઢી લો. 
  • ત્યારબાદ પાણી માં કોર્નફલોર ઓગાળી મકાઈ ના મિશ્રણ માં ઉમેરી ઉકાળવા મૂકો. 
  • તેમાં મીઠું, મરી, ખાંડ ઉમેરો. 
  • સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ નાખવો.