osayeli ghau ni sev recipe

Osayeli Ghau ni Sev Recipe in Gujarati Language

"ઓસાયેલી ઘઉં ની સેવ"  

Ingredients :
  • 250 ગ્રામ - ઘઉં ની સેવ (Wheat flour Sev)
  • પાણી અડધી મોટી તપેલી (Water)
  • બુરુખાંડ - (Crumbed Sugar)
  • ઘી - (Ghee) 
Recipe :
  • સૌ પ્રથમ સેવ ને ભાંગી નાની નાની કરવી.
  • ત્યારબાદ એક તપેલીમાં અડધી અડધી તપેલી પાણી મૂકી ને સેવ અંદર ઉમેરવી.
  • 2 થી 3 ઉભરા આવે અને સહેજવાર ઉકળે એટલે સેવ ચઢી જશે.
  • ત્યારબાદ ચારણી માં સેવ કાઢી પાણી નીતારી લેવું. 
  • ત્યારબાદ ડિશ માં સેવ લઇ તેમાં જરૂર પ્રમાણે બુરુંખાંડ અને ઘી ઉમેરી મિક્સ કરી સર્વ કરવું.

karela bataka kaju nu shaak

Karela bataka kaju nu shaak Recipe in Gujrati Language

કારેલા, બટાકા, કાજુ નું શાક બનાવવાની રીત:

Ingredients :
  • 250 ગ્રામ કારેલા (Karela / Momordica charantia)
  • 250 ગ્રામ બટાકા (Potato) 
  • કાજુ ના ટુકડા (Kaju/ Cashew pieces)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Coriander cumin seed powder)
  • ગોળ (Jaggery) 
  • તેલ (oil)
Recipe :
  • સૌ પ્રથમ કરેલાને સ્વચ્છ પાણી થી ધોઈ ને તેના ઉભા પીસ કરી લેવા 
  • મીઠું ઉમેરી એક બાજુ મૂકી રાખવા, બટાકાના ઉભા પીસ કરવા
  • ત્યારબાદ કારેલાને દબાવી બે હાથે નીચોવી કડવાશ કાઢી લેવી
  • ત્યારબાદ એક તાસરા માં તેલ મૂકી તેમાં કારેલા તળી લેવાં અને બટાકા ના પીસ, કાજુ તળી લેવા.
  • પછી એક નાના તાસરા માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નો વઘાર કરી, તેમાં કારેલા બટાકા કાજુ ઉમેરી, તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને ગોળ ઉમેરી સહેજવાર ચઢવા દો.
  • ગોળ ઓગળી જાડો રસો થાય એટલે શાક તૈયાર થઇ જશે.

biranj recipe

Biranj Recipe in Gujarati Language:

બીરંજ (ઘઉં ની સેવ) બનાવવાની રીત :

Ingredients:
  • 250 ગ્રામ ઘઉં ની સેવ (Wheat Sev)
  • પાણી (Water) 
  • દૂધ (Milk)    
  • 4 થી 5 ચમચી ઘી (Ghee)
  • ખાંડ (Sugar)
  • કાજુ (Cashew)
  • બદામ (Almond) 
Biranj Recipe :
  • સૌ પ્રથમ સેવને જીણી કરી, એક તાસરામાં ઘી મૂકી.
  • ઘી ગરમ થાય એટલે સેવ અંદર નાખી તાવેતાથી શેકવી, સેવ આછી ગુલાબી શેકાઈ જાય એટલે તેમાં પાણી અને દૂધ મિક્સ કરી ચાર વાડકી જેટલું ઉમેરવું.
  • બધુંજ પાણી અને દૂધ ઉકળી અને બળી જાય એટલે જેટલું ગળ્યું બનાવવું હોય તે પ્રમાણે ખાંડ નાખવી.
  • ખાંડ બધીજ ઓગળી તેનું પાણી બળી જાય અને ઘી છુટે એટલે તેમાં કાજુ બદામ ના ટુકડા નાખવા, અને ઇલાઇચી નો ભુક્કો નાખવો અને ગરમ ગરમ પીરસવું.
  • અને જો ઠંડું ખાવું હોયતો થાળી માં પાથરી ફ્રીજ માં મૂકી દેવું ઠરી જાય એટલે સુખડી ની જેમ પીસ પાડીને સર્વ કરવું.