Karela bataka kaju nu shaak Recipe in Gujrati Language
કારેલા, બટાકા, કાજુ નું શાક બનાવવાની રીત:
Ingredients :
- 250 ગ્રામ કારેલા (Karela / Momordica charantia)
- 250 ગ્રામ બટાકા (Potato)
- કાજુ ના ટુકડા (Kaju/ Cashew pieces)
- હળદર (Turmeric)
- મરચું (Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Coriander cumin seed powder)
- ગોળ (Jaggery)
- તેલ (oil)
Recipe :
- સૌ પ્રથમ કરેલાને સ્વચ્છ પાણી થી ધોઈ ને તેના ઉભા પીસ કરી લેવા
- મીઠું ઉમેરી એક બાજુ મૂકી રાખવા, બટાકાના ઉભા પીસ કરવા
- ત્યારબાદ કારેલાને દબાવી બે હાથે નીચોવી કડવાશ કાઢી લેવી
- ત્યારબાદ એક તાસરા માં તેલ મૂકી તેમાં કારેલા તળી લેવાં અને બટાકા ના પીસ, કાજુ તળી લેવા.
- પછી એક નાના તાસરા માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નો વઘાર કરી, તેમાં કારેલા બટાકા કાજુ ઉમેરી, તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને ગોળ ઉમેરી સહેજવાર ચઢવા દો.
- ગોળ ઓગળી જાડો રસો થાય એટલે શાક તૈયાર થઇ જશે.