lemon sweet pickle recipe

Lemon Sweet Pickle Recipe in Gujarati Language:

Ingredients:
  • 1 કિલો લીંબુ - Lemon
  • 11/2 કિલો ખાંડ - Sugar
  • હળદર - Turmeric
  • લાલ મરચું - Red Chili Powder
  • મીઠું - Salt 
Recipe:
  • સૌ પ્રથમ દરેક લીંબુ ના ચાર ટુકડા કરી મીઠા અને હળદર માં 15 દિવસ રાખવા (લીંબુ ની છાલ પોચી પડે ત્યાં સુધી રાખવાં) રોજ ઉછાળવા.
  • લીંબુ ના ટુકડા કરી બીયા કાઢી થાળીમાં છુટા પાડવા, ખાંડ ડૂબે તેટલું પાણી લઇ 2 તારની ચાસની કરવી
  • ચાસણી ઠંડી પાડવી. 
  • તેમાં મીઠું અને લાલ મરચું નાખી લીંબુ ના ટુકડા નાંખવા.
  • બરાબર હલાવી બરણી માં ભરવાં.  
 Recipe:
  • First make the four pieces of all lemons and put it in a salt and turmeric powder mixture for 15 days. (Put it Until the upper skin of lemon can be soften.)
  • Make the pieces of lemon and put it in a plate separately, take the enough water where sugar can be dissolve properly and make two string chasni from this mixture.
  • Let cool the chasni.
  • And add salt, red chili powder and lemon pieces in it.
  • Mix them all well.
  • Store Lemon Pickle - limbu nu athanu in a Glass jar.



makai masala puri recipe

Makai Masala Puri Recipe in Gujarati Language

Ingredients:
  • 3 કપ મકાઈ નો લોટ - Corn flour
  • 1 કપ થી ઓછો ઘઉં નો લોટ - wheat flour
  • 200 ગ્રામ દૂધી - Bottle gourd
  • આદું, મરચાં લસણ ની પેસ્ટ - Ginger, Chili, Garlic paste
  • 1/2 ટી સ્પૂન હળદર - Turmeric
  • 2 ટેબલ સ્પૂન ગોળ - Jaggery
  • તેલ - oil
  • 1 ટી સ્પૂન અજમો - caraway seed
  • દહીં - Yogurt
  • મીઠું - Salt           
Recipe:
  • મકાઈ અને ઘઉં નો લોટ ભેગો કરી તેમાં દૂધી છીણી ને નાખવી, તેમજ વાટેલાં આદું મરચાં, લસણ, અજમો મોણ મીઠું અને ખાટું દહીં નાખી લોટ બાંધવો.
  • લોટ કઠણ બાંધવો.
  • લોટ 2 કલાક રહેવા દેવો, પછી પૂરી બનાવવી.
  • અથવા ઘઉં ના લોટનું અટામણ લઈને વણવું.
  • ત્યારબાદ પ્લાસ્ટિક ની કોથળીમાં મૂકી વણવું.
  • તવા પર તેલમાં પૂરી શેકી તૈયાર કરવી, મોળા દહીંમાં મરચું, મીઠું નાખી તેની સાથે સર્વ કરવું.
Recipe:
  • Mix Corn flour and Wheat flour together and add Shredded bottle gourd in it, and add ginger, chili, garlic and caraway seeds, oil, salt, and yogurt and dough. 
  • Make tight dough. Take bit of wheat flour to roll the puri.
  • Take plastic put the small portion of dough between and roll round puri.
  • Fry puri on tava and serve it with yogurt added of salt, and chili powder in it.


      
        

upma recipe

Upma Recipe in Gujarati Language

Ingredients:
  • 1 કપ - રવો - Semolina flour/ soji flour
  • 1 ટેબલ સ્પૂન - અડદ ની દાળ - Urad dal
  • 2 ટેબલ સ્પૂન ઘી - Ghee/ Butter
  • રાઈ - Mustard seed
  • તલ - Sesame seed 
  • હિંગ - Asafoetida
  • મીઠું - Salt   
  • 1 - નંગ ડુંગળી - Onion
  • 1 કપ છાસ - Butter Milk
  • 1 ટી સ્પૂન તજ લવિંગ નો ભુક્કો - Cinnamon Cloves crumb
  • 2 ટી સ્પૂન ખાંડ - Sugar
  • 1 નંગ ટામેટું - Tomato
  • લીલા મરચાં - Green Chili
  • મીઠો લીમડો - Curry Leaves
  • કોથમીર  - Coriander        
Recipe : 
  • સૌ પ્રથમ એક તાસરા માં ઘી મૂકી રાઈ, તલ, હિંગ નો વઘાર કરી ડુંગળી સાતળી, ઘી સાથે અડદ ની દાળ પણ નાખી દેવી.
  • અડદ ની દાળ ગુલાબી થાય એટલે બધુંજ સતડાઈ જાય એટલે રવો નાખવો.
  • ધીમા તાપે શીરા ની જેમ હલાવી શેકવો.
  • રવો ગુલાબી રંગ નો થાય એટલે ગરમ પાણી ઉમેરો, 1 કપ રવો હોય તો 2 કપ પાણી 1 કપ છાસ ઉમેરવી
  • તેમાં મીઠું, તજ, લવિંગ નો ભૂકો, ખાંડ નાંખવી.
  • ટામેટા નાના સમારી નાંખવા કોથમીર ભભરાવવી. 
  • બધુંજ પાણી બળી જાય અને સરસ રીતે સીજી જાય એટલે ઉપમા તૈયાર થઇ જશે. 
Upma Recipe:
  • First of all take butter in pan add mustard seed, sesame seed, add asafoetida, onion and urad dal into it.
  • Once urad dal get pink colour and all can be properly cooked then add soji flour.
  • stir like making sheera.
  • once soji flour get pink colour add water, 1 cup soji flour then add 2 cup of water, 1 cup butter milk.
  • add salt, clove, cinnamon powder.and sugar.
  • add small chopped tomatoes.
  • all the water is get steamed out and cooked well. upma is ready to eat.

              

Makai ni Khamani Recipe


Makai Ni Khamani Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 નંગ - છીણેલી મકાઈ - Grated Fresh Corn
  • 250 મિલી - દૂધ - Milk
  • રાઈ - Mustard Seed 
  • તલ  - Sesame Seed
  • હિંગ - Asafoetida
  • લીલા મરચાં - Green Chili
  • આદું - Ginger
  • લસણ - Garlic
  • મીઠો લીમડો - Curry Leaves
  • ખાંડ - Sugar
  • મીઠું - Salt
  • હળદર - Turmeric
  • લીંબુ નો રસ - Lemon Juice 
  • સેવ  - Sev          
Recipe :
  • સૌ પ્રથમ કઢાઈ માં તેલ મૂકવું, વઘારમાં રાઈ, તલ, મીઠો લીમડો નાખવો.
  • ત્યારબાદ આદું મરચાં લસણ નાખવા થોડા સતડાઈ જાય એટલે છીણેલી મકાઈ નાખવી.
  • મકાઈ થોડીવાર સતડાઈ જાય એટલે તેમાં દૂધ નાખવું.
  • ત્યારબાદ ખાંડ, લીંબુ નો રસ, મીઠું નાખવું, થોડી ઢીલી ખમણી રાખવી, તેમાં મીઠો લીમડો નાખવો.
  • ત્યારબાદ કોથમીર અને સેવ નાખી સર્વ કરવી.            
Makai Khamani Recipe :
  • First Take One Pan and add Oil and add mustard seed, sesame seed, curry leaves in it.
  • Then add Ginger, Chili, Garlic and add Grated Fresh Corn in it.
  • Once Corn can cook for few minute then add milk in it.
  • Then add Sugar, Lemon Juice, Salt, Keep the khamani little bit loose and add curry leaves.
  • Then add Coriander leaves and Sev in it.
  • Makai Khamani is Ready to Eat.

Dudhi Poha (Pauva) Ni Kachori

Dudhi Pauva ni Kachori Recipe in Gujarati Language :

Ingredients :

  • 250 ગ્રામ દૂધી - Bottle Gourd/ Dudhi
  • 100 ગ્રામ નાયલોન પૌવા - Poha
  • તેલ - Oil
  • હિંગ - Asafoetida
  • જીરું - Cumin seed
  • લીંબુ ના ફૂલ - Citric Acid 
  • ખાંડ - Sugar
  • 2 ટી સ્પૂન વાટેલાં આદું મરચાં - Ginger Chili Paste
  • 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર - Small Chopped Coriander Leaves
  • 250 ગ્રામ મેંદો - Maida flour
  • લાલ ચટણી - Red Chutney (ખજુર ટામેટા ની ચટણી)
  • મીઠું - Salt       



Recipe :

  • દૂધી ને પાણીમાં છીણી ને બાફી લેવી.
  • બફાયા પછી નીચોવી નાખવી અંદર થી પાણી બિલકુલ બહાર કાઢી નાખવું પછી તેમાં પૌવા નાંખવા.
  • એક વાસણમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી જીરા અને હિંગ નો વઘાર કરી મીઠું,  ખટાશ , ખાંડ, વાટેલાં આદું મરચાં કોથમીર નાંખવા.
  • પછી તેમાં દૂધી, પૌવા નાખી બધાનું મિશ્રણ કરી ગોળીઓ બાંધવી મેંદા માં મીઠું અને સહેજ તેલ નાખી પૂરી જેવો લોટ બાંધવો પૂરી વાણીને કાચોરી ની જેમ ભરવી. 
  • તાવડીમાં તેલ મૂકી સહેજ ગુલાબી તળવી.
  • લાલ ચટણી સાથે સર્વ કરવી.                



  Recipe:
  • Boil the bottle gourd in water.
  • Then Once the Bottle gourd boil then extract water from bottle gourd and add poha in it.
  • Take One Pan heat the oil for tadka and add cumin seed and asafoetida and add salt, lemon juice, sugar, ginger chili paste and coriander in it.
  • Then add Bottle gourd, Poha and  make small round balls of the mixture. 
  • add salt in maida flour and make dough and fill the stuff in it and cover it.
  • Then heat the oil and fry this kachirs in it.
  • served the Kachori with Red Khajoor, Tomato Chutney. 

poha dungri batata na samosa

Poha, Dungri, Batata Na Samosa Recipe in Gujarati Language:

Ingredients :
  • 150 ગ્રામ પૌઆ - Poha
  • 300 ગ્રામ ડુંગળી - Onion
  • 1 નંગ મોટો બટાકો - Potato
  • 1 ટીસ્પૂન અડદ ની દાળ - Urad Dal
  • 2 ટીસ્પૂન લીલાં મરચાં - Green Chili
  • 1 નંગ લીંબુ - Lemon
  • 2 ટીસ્પૂન ખાંડ - Sugar
  • 1 ટીસ્પૂન  ગરમ મસાલો - Garam Masala Powder
  • રોટલી નો લોટ - Wheat flour of Chapati Making
  • મીઠું - Salt According to Taste    
Recipe :
  • પૌવા પલાળવા ડુંગળી ને ઝીણી સમારવી અને બટાકા ને ઝીણા સમારી બાફી લેવા.
  • એક તાસરામા તેલ મૂકી અડદ ની દાળ નો વઘાર કરી ડુંગળી નાખવી, ડુંગળી સતડાઈ જાય એટલે બટાકા નાંખવા અને સાથે લીલાં મરચાં, લીંબુ, ખાંડ, ગરમ મસાલો, મીઠું, હળદર નાખી પૌવા ઉમેરી દેવા.
  • ત્યારબાદ રોટલી નો લોટ બાંધી રોટલી વણી અડધી રોટલી કાપીને મોટા સમોસા ભરવા, ત્યારબાદ સમોસા તેલ માં તળી લેવાં.              
Recipe:
  • First of all Soad the Poha in Water and then Remove the Water, Cut the Onion and Potato in Small Size.
  • Take one Pan and Heat the Oil, Once Oil Heated add urad dal, Onion, and mix well and till onion cooked well then add potato, green chili, lemon juice, sugar, garam masala powder, salt to taste, turmeric and poha and mix the mixture well, this is a stuffing of samosa.
  • Then make the dough of wheat flour of making chapati, roll the dough in round shape and cut them in two pieces, then take one piece and join both sharp sides and make like a cone shape and fill the stuffing in it and seal the corners and borders
  • then heat the oil for fry, and fry samosas in it. your Poha, Onion, Potato Samosa is Ready to Eat.

    

Bhinda tameta nu shaak

Bhinda Tameta Nu Shaak Recipe in Gujarati Language :

Ingredients :
  • 300 ગ્રામ ભીંડા - Lady's Finger
  • 300 ગ્રામ ટામેટા - Tomato
  • તેલ - Oil
  • હીંગ - Asafoetida
  • જીરું - Cumin seed
  • હળદર - Turmeric
  • મરચું - Red Chili Powder
  • ધાણાજીરું - Cumin Coriander Seed Powder
  • મીઠું - Salt
  • કોથમીર - Coriander
Recipe :
  • ભીંડા ના લાંબા ટુકડા કરી તળી લેવા
  • એક તાસરામા તેલ મૂકી જીરા, હીંગ નો વઘાર કરી તેમાં હળદર, ધાણાજીરું, મરચું, મીઠું નાખી ટામેટા ઉમેરી સાંતળવા.
  • ત્યારબાદ ભીંડા નાખી બધું મીક્ષ કરી લેવા.
  • ત્યારબાદ ગેસ બંધ કરી કોથમીર, કોપરાની છીણ ભભરાવવી.
Recipe:
  • Take Lady's Finger and Make Long Stripes of Lady's finger.
  • Take One Pan and add heat the oil, Oil Once Heated add Cumin seed and Asafoetida and add turmeric, cumin coriander seed powder, red chili powder, salt to taste and add tomatoes in it and cook well.
  • Then add Lady's finger and mix well once cooked, turn off the gas and sprinkle fresh chopped coriander on it and served it with chapatis or parathas.


.         

Banana coconut halwa recipe

Banana Coconut Halwa Recipe in Gujarati Language:

( પાકા કેળા ટોપરા નો હલવો )  

Ingredients :
  • 5 થી 6 નંગ - પાકા કેળા - Ripe Banana
  • 1/4 કપ - ઘી - Ghee/ Butter
  • 1/2 કપ - ખાંડ - Sugar
  • 1/2 કપ છીણેલું કોપરું - Grated Coconut
  • 1/2 ટીસ્પૂન ઈલાઇચી પાવડર
  • કાજુ - Cashew Nut
  • દ્રાક્ષ - Dry Grapes / Kismis           
Recipe :
  • સૌ પ્રથમ 2 ટેબલ સ્પૂન ઘી મૂકી તેમાં છીણેલા કેળા નાખી ને હલાવ્યા કરવું
  • નહિતર ચોંટી જશે.
  • સહેજ રંગ આવે એટલે જરૂરત મુજબ ખાંડ નાખવી પછી કોપરું નાખવું બરોબર ભળી જાય એટલે બાકીનું ઘી નાખવું.
  • ઇલાઇચી પાવડર, કાજુ દ્રાક્ષ નાખવાં, ઘી છુટું પડે હળવો તૈયાર થયો ગણાય, ઠંડુ થાય ત્યારે ચોસલા પાડી ને પીરસવા. 
Recipe :
  • First of all Take 2 Table Spoon Butter and add grated banana and continue stirring.
  • It gets little colour then add sugar and add coconut crumbed once it can be mixed well then add rest butter in it.
  • Add Elaichi powder, Cashew nut, Dry grapes and once butter can be release then Banana Coconut Halwa is Ready then make its square pieces and served.  

idli bhel recipe

Idli Bhel Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 વાડકી ઈડલી નો લોટ - Idli Flour
  • 50 ગ્રામ ફણસી - French Beans, Green Beans
  • 50 ગ્રામ - ગાજર - Carrot
  • 100 ગ્રામ - વટાણા - Green Peas
  • અંબોડીયા ની ચટણી - Ambodiya Chutney
  • કોથમીર ની ચટણી - Coriander Chutney
  • લસણ ની ચટણી - Garlic Chutney
  • ઝીણી સેવ - Sev
  • મીઠું પ્રમાણસર - Salt to Taste
  • 1 નંગ - ડુંગળી - Onion
 Recipe :
  • સૌ પ્રથમ ઈડલી ના લોટમાં મીઠું, દહીં નાખી 4 થી 5 કલાક પલાળવો.
  • ત્યારબાદ લોટમાં આથો આવી જાય એટલે તેમાં જીણા સમારેલાં ફણસી, ગાજર, વટાણા બાફી ઉમેરી લેવાં અને પછી સહેજ સાજી ના ફૂલ નાખી બરાબર લોટને હલાવી બધુંજ એક મીક્ષ કરી ઈડલી બનાવવી.
  • ઈડલી તૈયાર થઇ જાય એટલે એક બાઉલ માં ઈડલી મૂકી તેની ઉપર આંબોડીયા ની ગળી ચટણી નાખવી, ત્યારબાદ લસણ ની ચટણી નાખવી, ત્યારબાદ કોથમીર ની ચટણી નાખવી. 
  • અને પછી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સેવ ભભરાવવી અને ઉપરથી જીરું મરી નો પાવડર ઉમેરી દેવો અને જીણી સમારેલી કોથમીર ભભરાવી દેવી અને પછી સર્વ કરો  
Idli Bhel Recipe :
  • Take Idli Flour and add Salt, Yogurt, and Leave it for idle for 4 to 5 Hours.
  • Then Check Yeast Comes in Flour then add Chopped French beans, Carrot, Boiled Peas, and also add cirtic acid (Saji ka Phool) and mix them well and make idli from this mixture.
  • Once Idli is ready then put them in a dish and add Ambodiya Chutney, Garlic Chuntey, and Coriander Chutney on it.
  • and Add Small chopped Onion, Sev and Cumin, Black Chili Powder on it and Add Coriander on it. and Served it.


              

Dhokla khamani recipe

Dhokla Khamani Recipe in Gujarati Language :

Ingredients :
  • ઢોકળા નો લોટ - 1 બાઉલ - Dhokla Flour
  • 2 ટીસ્પૂન - લસણ મરચાં ની પેસ્ટ - Garlic Chili Paste
  • દહીં - 1 ટેબલ સ્પૂન - Yogurt
  • મીઠું જરૂર પ્રમાણે - Salt
  • હળદર - Turmeric
  • મરચું - Red Chili Powder
  • વઘાર માટે :
  • રાઈ - Mustard seed 
  • તલ - Seasame seed
  • મીઠો લીમડો - Curry Leaves 
  • 1 નંગ - ડુંગળી - Onion  
Dhokla Khamani Recipe :
  • સૌ પ્રથમ ઢોકળા ના લોટમાં મીઠું દહીં અને સહેજ પાણી નાખી ચાર થી પાંચ કલાક પલાળો
  • ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચું, ધાણાજીરું અને લીલા લસણ મરચાં  ની પેસ્ટ નાખી સહેજ સાજી ના ફૂલ નાખી બરાબર હલાવી ઢોકળા ઉતારવા 
  • ઢોકળા ઉતરી જાય એટલે તેને ઠંડા પાડવા દો બરાબર ઢોકળા ઠંડા પડી જાય એટલે તેને બે હાથ થી મસળી ને ભુક્કો કરવો 
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને લસણ ની પેસ્ટ નાખી એક નાની ડુંગળી ઝીણી સમારી તેમાં ઉમેરી દેવી. 
  • બધુંજ બરાબર સાંતળવું ત્યારબાદ તેમાં ઢોકળા નું ખમણ ઉમેરી બરાબર હલાવી દેવું, ત્યારબાદ પાંચ મીનીટમાં તેને ગેસ પરથી ઉતારી લેવું. 
  • તેમાં ઝીણી સેવ, ઝીણી સમારેલી કોથમીર ભભરાવો અને તેની ઉપર કોપરાની છીણ ભભરાવો અને ગરમ ગરમ પીરસો.     
Recipe :
  • First of all Add Salt, and Yogurt in Dhokla Flour and Leave for Four to Five Hour Idle.
  • Then add Turmeric, Salt, Chili Powder, Cumin Coriander Seed Powder, Garlic Chili Paste, and Citric Acid and Mix well and Make Dhokla.
  • Once Dhokla is Ready let them Cool, them make the crum of Dhoka with the help of Hand
  • Then take one Pan add Oil and add Mustard Seed, Sesame Seed, Curry Leaves, Garlic Paste, Small Chopped Onion in it.
  • Cook all Well and then add Dhoka Crumbles in it and Mix them well, then cook five minute and turn of the Gas.
  • Then add Sev, Coriander, and Coconut Crumble on it and Garnish Dhokla Khamani is Ready to Eat.
   

Bhinda Capsicum Nu Shaak

Bhinda (Lady's Finger) Capsicum Nu Shaak Recipe in Gujarati Language :

Ingredients :
  • 250 ગ્રામ ભીંડા
  • 250 ગ્રામ કેપ્સીકમ મરચાં - Capsicum
  • તેલ - Oil
  • જીરું - Cumin Seed 
  • હિંગ - Asafoetida
  • આદું - મરચાં ની પેસ્ટ - Ginger Chili Paste
  • હળદર - Turmeric
  • મરચું - Red Chili Powder
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Coriander Cumin seed Powder
  • કોથમીર - Coriander
  • કોપરાની છીણ - Coconut Crushed            
Bhinda Capsicum Nu Shaak Recipe :
  • ભીંડા ની  લાંબી લાંબી ચીરી કરવી. 
  • તેમજ કેપ્સીકમ ને લાંબી ચીરી કરવી. 
  • અને ભીંડા અને કેપ્સીકમ ની ચીરી ને તેલમાં તળી લેવાં.
  • એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરાનો, હિંગ નો વઘાર કરી આદું-મરચાં ની પેસ્ટ નાખવી અને તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ઉમેરી તેમાં ભીંડા અને કેપ્સીકમ ઉમેરી દેવા
  • ઉપરથી ટોપરાની છીણ અને કોથમીર ભભરાવવી બરાબર હલાવી દેવા.
Recipe :
  • Take Lady's Finger Vegetable and make its Long Stipes.
  • Also make Capsicum and make its Long Stipes.
  • Then Fry Lady's Finger and Capsicum Stipes in Oil
  • Then Take One Pan and add Little Oil and Heat then add Cumin seed, and add Ginger Chili Paste and Turmeric, Red Chili Powder, Salt, and Lady's Finger and Capsicum in it and mix them well.
  • Garnish with Coconut Crumble and Chopped Coriander and Mix Well.
  • Lady's Finger (Bhinda) Capsicum Sabji is Ready to Eat.  


            

mag ni dal palak nu shaak

Mag ni Dal Palak nu Shaak Recipe in Gujarati Language:

Ingredients:
  • 1/2 કપ મગની દાળ (ફોતરા વગરની) - Moong Dal, Mag Ni Dal
  • 2 ટેબલ સ્પૂન - તેલ - Oil
  • હિંગ - Asafoetida
  • જીરું - Cumin seed
  • હળદર - Turmeric
  • મરચું - Red Chili Powder
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Cumin coriander seed powder
શાકભાજી: (Vegetables)
  • 1 જૂડી - પાલક / Spinach  
  • 2 નંગ - ટામેટા / Tomato
  • કોથમીર - Fresh Coriander
Recipe :
  • સૌ પ્રથમ મગની દાળ કલાક પહેલા પલાળવી.
  • પાલક ને ચૂંટીને ઝીણી સમારવી અને સારી રીતે ધોઈ નાખવી.
  • ત્યારબાદ એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું, હિંગ, નો વઘાર કરી તેમાં ટામેટું ઉમેરી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરી તેમાં મગની દાળ નાખી ચઢવા દેવી.
  • મગની દાળ ચઢી જવા આવે એટલે તેમાં જીણી સમારેલી પાલક ઉમેરવી અને ગરમ મસાલો અને ખાંડ નાખી બરાબર ચઢવા દેવું. એટલે મગની દાળ પાલક નું શાક તૈયાર થઇ જશે.
Mag Ni Dal Palak Nu Shaak Recipe :
  • First Soak the Moong Dal in Water Before One Hour.
  • Then take Spinach Chopped it Small and Wash them Well.
  • Then take one Pan and Heat the Oil in it and Once oil heated add Cumin Seed, Asafoetida, and add Tomato, Turmeric, Red Chili Powder, Salt, Cumin Coriander seed powder, and Add Moon dal and let them cook.
  • Once Moon dal Cooked then add Small Chopped Spinach into it, and add Garam Masala Powder and Sugar according to taste and mix them well and let cooked.
  • Then Turn off the Gas, Now Mag Ni Dal Palak Nu Shaak/ Moong Dal Spinach Sabji is Ready to Eat.      
        

palak batata nu shaak recipe

Palak Batata Nu Shaak Recipe in Gujarati Language

Ingredients :
  • 1 જુડી - પાલક / Spinach
  • 2 નંગ - બટાકા/ Potato
  • મીઠું - Salt
  • મરચું - Red Chili Powder
  • હળદર - Turmeric
  • ધાણાજીરું - Cumin Coriander Seed Powder 
  • ખાંડ - Sugar
  • હિંગ - Asafoetida
  • ગરમ મસાલો - Garam Masala
  • કોથમીર - Fresh Green Coriander
  • લીલા મરચાં - લસણ ની પેસ્ટ - Green Chili Garlic Paste
  • 1 નંગ ટામેટું - Tomato
  • 1 નંગ ડુંગળી - Onion 
Recipe :
  • સૌ પ્રથમ ડુંગળી, ટામેટા અને બટાકા ને જીણા સમારી લેવા.
  • સૌ પ્રથમ એક તાસરામા તેલ મૂકી જીરું, હિંગ નાખી લીલા લસણ મરચાં ની પેસ્ટ નાખી ટામેટા અને ડુંગળી નાખી સાંતળવું. 
  • અને પછી તેમાં બટાકા નાખી તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સહેજ પાણી નાખી બટાકા ચઢવા દેવા.
  • બટાકા ચઢી જવા આવે એટલે જીણી સમારેલી પાલક ઉમેરી ચઢવા દો.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખવી અને હલાવી દેવું એટલે પાલક બટાકા નું શાક તૈયાર છે.    
Spinach Potato Shaak Recipe :
  • Take Onion, Tomato and Potato and Cut them in Small Pieces.
  • Then take Pen and add Oil, Cumin Seed, Turmeric Powder, and Red Chili Garlic Paste, and Tomato and Onion in it and Cook.
  • Then add Potato in it, and add turmeric, chili powder, salt, cumin coriander seed powder, garam masala and water into it and let cook the Potato.
  • Once Potato can Cooked well add the Chopped Spinach in it and Cook.
  • Then add sugar according to taste and mix them well, Palak batata nu shaak/ Spinach Potato Curry is Ready to Eat.
  • Served it with Chapati or Parathas.



Gajar halwa gajar no halvo

Gajar Halwa / Gajar No Halvo Recipe in Gujarati Language :

Ingredients :
  • 500 ગ્રામ ગાજર - Carrot
  • 600 મિલી દૂધ - Milk
  • 2 ટેબલ સ્પૂન - ઘી - Butter
  • 175 ગ્રામ ખાંડ - Sugar
  • કાજુ - Cashew Nut
  • દ્રાક્ષ - Dry Grapes/ Kismis
  • ઈલાઇચી - Cardamon/ Elaichi       
Recipe :
  • ગાજર નો હલવો બનાવવા માટે એકદમ લાલ ગાજર પસંદ કરવા.
  • સૌ પ્રથમ ગાજર ને સ્વચ્છ પાણીથી ધોઈ ને છીણી લેવા.
  • એક મોટા તાસરામાં 1 ટેબલ સ્પૂન ઘી મૂકી, તેમાં ગાજર ની છીણ ઉમેરી સાંતળવું.
  • સહેજ ગરમ થાય એટલે છીણ નો કલર સહેજ કેસરી જેવો લાગે એટલે તેમાં દૂધ ઉમેરવું.
  • દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરવી, ખાંડ ઓગળી જાય અને ખાંડ નું પાણી બળી ને ઘી છુટે એટલે તેમાં કાજુ દ્રાક્ષ ઉમેરવા અને ઉપરથી એક ટેબલ સ્પૂન ઘી પણ ઉમેરવું અને ઇલાઇચી નો ભુક્કો ઉમેરી બરાબર હલાવી દેવું.          
 Recipe :
  • Choose the Red Carrots and Wash them well with Clean Water and Remove its Skin and Grit them.
  • Take Big Pan and add Butter and Add Carrot Grits in it and Let Cook.
  • Once Mixture get little hot and the carrot grit colour change like a little orange in colour then add milk into it.
  • Once Milk totally burned then add sugar in it, once sugar is totally melt in the mixture and ghee can released in the mixture then add cashew and dry grapes/kismis in it  add extra one table spoon ghee and cardamom powder and mix them well. 
  • Now Gajar Ka Halwa/ Gajar no Halvo/ Carrot Halwa is Ready to Eat. Served it Hot.



summer salad recipe

Summer Salad Recipe in Gujarati Language:

Ingredients :
  • Tomato (ટામેટા) - 1 નંગ  
  • Cucumber (કાકડી) - - 1 નંગ 
  • Cabbage (કોબીજ) - 1/4 નંગ
  • Green Grapes (લીલી દ્રાક્ષ) - 50 ગ્રામ 
  • Pomegranate Seeds (દાડમ ના દાણા) - 50 ગ્રામ
  • Salt - (મીઠું) જરૂર મુજબ 
  • Chat Masala - (ચાટ મસાલો) જરૂર મુજબ  
Recipe :
  • Take Tomato, Cucumber, Cabbage, Grapes and Wash them with Clean water.
  • Then Chopped the Tomatoes, Cucumber and Cabbage and mix Green Grapes and pomegranates Seeds in it.
  • And add Salt and Chat Masala According to Taste.  
  • Summer Salad is Ready to Eat.
Summer Salad Recipe :
  • સૌ પ્રથમ બધાજ શાકભાજી તથા દ્રાક્ષ ને સ્વચ્છ પાણી થી ધોઈ લો.
  • ત્યારબાદ ટામેટા, કાકડી, કોબીજ ને જીણા સમારી લો, અને તેમાં દ્રાક્ષ અને દાડમ ઉમેરી દો.
  • તેમાં જરૂર મુજબ મીઠું તથા ચાટ મસાલો ઉમેરી બરાબર હલાવી પીરસો.
નોંધ : સારું સલાડ બનાવવા માટે જયારે સલાડ ઉપયોગ માં લેવાનું હોય તે પહેલા તરતજ બનાવવું જેથી ઠંડુ અને ફ્રેશ રહેશે.  

     

palak methi muthia recipe

Palak (Spinach) Methi (Fenu greek) Muthia Recipe in Gujarati Language :

Ingredients :
  • અડધી જુડી પાલક (1/2 Bunch fresh Chopped Spinach)
  • અડધો કપ લીલી મેથી (1/2 Cup Green Fenu greek ) 
  • 3/4 કપ ઘઉં નો જાડો લોટ (Wheat thick flour)
  • 1 ચમચો બાજરી નો લોટ
  • 1 ટીસ્પૂન મરચું (Red Chili Powder)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1/4 ટીસ્પૂન અજમો (Caraway Seeds)
  • અડધો કપ દહીં (Yogurt)
  • મીઠું પ્રમાણસર (Salt Proportionate)
  • તલ (Sesame seed)
  • રાઈ (Mustard seed)
  • હિંગ (Asafoetida)
  • તેલ (oil)
  • 2 ટીસ્પૂન વાટેલાં લસણ - લીલા મરચાં ની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂન સાજી ના ફૂલ
Recipe :
  • સૌ પ્રથમ અડધી જુડી પાલક ને ચૂંટી ને ઝીણી સમારી ને ચોખ્ખા પાણી થી ધોઈ લો.
  • તેમજ અડધો કપ મેથી ને પણ ચૂંટી ને ઝીણી સમારી ચોખ્ખા પાણી થી ધોઈ લો.
  • એક તાસમાં ઘઉંનો લોટ અને બાજરીનો લોટ મિક્સ કરો અને તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું તેમજ તલ અજમો, દહીં, આદું, લીલા મરચાં ની પેસ્ટ તથા સાજી ના ફૂલ, અને તેલ નું મોણ નાખી બધું એક મિક્ષ કરી લો ત્યારબાદ ધોયેલી પાલક ને અંદર ઉમેરી સહેજ ખાંડ ઉપરથી ઉમેરી દેવી, 
  • બધુંજ મિશ્રણ હાથથી મિક્સ કરી ગોળ ગોળ લુવા વાળી મુઠિયા વરાળ થી બાફવા મૂકવા,
  • મુઠિયા બફાઈ જાય એટલે તેના  ગોળ ગોળ પીસ કરી લેવા,  
  • એક તપેલીમાં એક ટેબલ સ્પુન તેલ લઇ તેમાં રાઈ તલ હિંગ મીઠો લીમડા નો વઘાર કરી તેમાં મુઠિયા ના પીસ ઉમેરી બરાબર હલાવી દેવા ત્યાર બાદ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સહેજ વાર ગરમ થવા દેવા,
  • પાલક અને લીલી મેથી ના મુઠિયા તૈયાર થઇ જશે ગરમા ગરમ ચા સાથે પીરસવા

Recipe :
  • Take Half (1/2) Bunch of Fresh Green Spinach, Sort them and Cut it in Small Pieces and then Clean it With Clean Water.
  • Also take Half Cup of Fresh Fenugreek and Sort it Chopped them and clean it with Clean water. 
  • Take one Pan and Add Wheat flour and Millet flour and mix them well. and add turmeric powder, chili powder, Salt to taste, Cumin Coriander seed powder (Dhanajiru), Sesame seed, Cumin seed, Yogurt, Garlic chili paste, Citric acid, and Oil, and Add Spinach and Fenugreek and Mix all Well. 
  • Mix all the mixture and make Round long dough and Cook it on the steam.
  • Once Dough can be Boiled then make its round pieces.
  • Take One Pan and Add 1 table Spoon oil and add Mustard seed, Asafoetida, Curry leaves, and Muthia pieces in it mix them all well and Sprinkle fresh chopped coriander on it. leave few minute and turn off the gas.
  • Spinach Muthia (Palak na Muthiya) is Ready to Serve, Served it with Tea. Spinach is a good source of sodium and dietry fiber.

palak spinach muthia recipe

Palak (Spinach) Muthia Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 Bunch fresh Chopped Spinach - જુડી પાલક 
  • 3/4 Cup - Wheat thick flour - ઘઉં નો જાડો લોટ 
  • 1 Tablespoon - Millet flour - બાજરી નો લોટ
  • 1 Teaspoon - Red Chili Powder - લાલ મરચું 
  • 1/4 Teaspoon - Turmeric Powder - હળદર
  • 1/4 Teaspoon - (Caraway Seeds) અજમો
  • 1/2 Cup Yogurt - અડધો કપ દહીં
  • Salt Proportionate - મીઠું પ્રમાણસર
  • Sesame Seed - તલ 
  • Mustard Seed - રાઈ
  • Asafoetida - હિંગ 
  • Oil - તેલ 
  • 2 Teaspoon Garlic - Green Chili Paste - વાટેલાં લસણ - લીલા મરચાં ની પેસ્ટ
  • 1/2 Teaspoon - Citric acid - સાજી ના ફૂલ
Recipe :
  • સૌ પ્રથમ એક જુડી પાલક ને ચૂંટી ને ઝીણી સમારી ને ચોખ્ખા પાણી થી ધોઈ લો.
  • એક તાસમાં ઘઉંનો નો લોટ અને બાજરી નો લોટ મિક્સ કરો અને તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું તેમજ તલ અજમો દહીં લીલા આદું મરચાં ની પેસ્ટ સાજી ના ફૂલ, અને તેલ નું મોણ નાખી બધું એક મિક્ષ કરી લો ત્યારબાદ ધોયેલી પાલક ને અંદર ઉમેરી સહેજ ખાંડ ઉપરથી ઉમેરી દેવી, 
  • બધુંજ મિશ્રણ હાથથી મિક્સ કરી ગોળ ગોળ લુવા વાળી મુઠિયા વરાળ થી બાફવા મૂકવા,
  • મુઠિયા બફાઈ જાય એટલે તેના  ગોળ ગોળ પીસ કરી લેવા,  
  • એક તપેલીમાં એક ટેબલ સ્પુન તેલ લઇ તેમાં રાઈ તલ હિંગ મીઠો લીમડા નો વઘાર કરી તેમાં મુઠિયા ના પીસ ઉમેરી બરાબર હલાવી દેવા ત્યાર બાદ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સહેજ વાર ગરમ થવા દેવા,
  • પાલક ના મુઠિયા તૈયાર થઇ જશે. ચા સાથે પીરસવા,         
Palak Spinach Muthia Recipe :
  • Take one Bunch of Fresh Green Spinach, Sort them and Cut it in Small Pieces and then Clean it With Clean Water.
  • Take one Pan and Add Wheat flour and Millet flour and mix them well. and add turmeric powder, chili powder, Salt to taste, Cumin Coriander seed powder (Dhanajiru), Sesame seed, Cumin seed, Yogurt, Garlic chili paste, Citric acid, and Oil Mix all Well. Add Spinach in it.
  • Mix all the mixture and make Round long dough and Cook it on the steam.
  • Once Dough can be Boiled then make its round pieces.
  • Take One Pan and Add 1 table Spoon oil and add Mustard seed, Asafoetida, Curry leaves, and Muthia pieces in it mix them all well and Sprinkle fresh chopped coriander on it. leave few minute and turn off the gas.
  • Spinach Muthia (Palak na Muthiya) is Ready to Serve, Served it with Tea. Spinach is a good source of sodium and dietry fiber.