potato chips and waffle recipe

Potato Chips and Waffle Recipe :
  • કાતરી ના મોટા બટાકા - 250 ગ્રામ (Big Chips Potato)
  • મીઠું - (Salt)
  • પાણી - (Water)

Potato Chips and Waffle Recipe :
  • બટાકા ને ધોઈ છોલી નાખવા, પછી કાતરી અથવા વેફર ની છીણી વડે કાતરી પાડી.
  • ત્યાર બાદ તપેલી માં પાણી લઇ, મીઠું નાખી ઉકળવા દેવું.
  • આ મીઠાના ઉકળતા પાણીમાં કાતરી અથવા વેફર નાખી, વધારે હોય તો 3 થી 5 મિનીટ રહેવા દો.
  • અને ઓછી હોય તો તરતજ કાઢી લેવું, જેથી બટાકા અધકચરા ચઢી જશે.
  • પ્લાસ્ટિક ના પેપર ઉપર કરી સુકવણી કરવી.
  • વેફર સુકાઈ જાય ત્યારબાદ ડબ્બામાં ભરી લેવી, જરૂર મુજબ તેલમાં તળી ઉપયોગ માં લઇ શકાય.  

amla murabba recipe gujarati language

Amla Murabba Recipe : આમળા નો મુરબ્બો

Ingredients :
200 ગ્રામ આમળા - Amla
350 ગ્રામ - ખાંડ (સવા ગણી) - Sugar

કેસર ઇલાઇચી સ્વાદ મુજબ - Kesar, Elaichi

Amla Murabba Recipe in Gujarati :

  • મોટા તથા પીળા રંગના આંબળા પસંદ કરી, ધોઈ સ્ટીલ ની છીણી થી છીણવા.
  • સવાગણી ખાંડ નાખી, ખાંડ ઓગળે ત્યાં સુધી મિશ્રણ રહેવા દેવું.
  • ત્યાર બાદ તેને ગરમી પર મૂકી, એક તારની ચાસણી થાય એટલે કેસર અને ઇલાઇચી નાખી, તરતજ ગરમી પરથી ઉતારી લો. 
  • એકદમ ઠંડુ પડે એટલે સારી કરેલી બોટલમાં સંગ્રહ કરવો.


paneer chilla recipe

Paneer Chilla Recipe :

Ingredients :
1 કપ મગની ફોતરાવાળી દાળ (Photaravali Mung Dal)
1 ટુકડો આદું (Ginger)
લીલા મરચા (Green Chilli)
3 ટેસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (Chopped Coriander)
2 નંગ ડુંગળી (Onion)
4 કળી લસણ (Garlic)
પ્રમાણસર પનીર
ખજૂર ની ગળી ચટણી (Khajur Sweet Chutney)
મીઠું (salt)

Paneer Chilla Recipe in Gujarati :
  • મગની દાળ 2 કલાક પલાળી મધ્યમસર વાટવી.
  • તેમાં આદું, મરચા, કોથમીર, મીઠું નાખવું
  • લસણ વાટીને અને ડુંગળી છીણીને નાખવી.
  • પછી તવામાં નાનો પુલ્લો ઉતારવો, તેના પર મરચા, આદું તથા પનીર નાખવું.
  • અને ફેરવીને તેલ મુકવું, હલાવવું
  • ચીલ્લો ફેરવીને એટલે કે પનીર અને આદું ઉપર રહે તેમ રાખીને તેના ઉપર કોથમીર નાખીને લસણ ની ચટણી મૂકીને પીરસવી. 
  • ખજૂર ની ગળી ચટણી પણ નાખી શકાય.

mix flour chapati recipe

Mix Flour Chapati Recipe :

Ingredients :
100 ગ્રામ ધઉં નો લોટ (Wheat flour)
50 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
50 ગ્રામ સોયાબીન નો લોટ (Soyabean Flour)
મીઠું (Salt)
મરચું (Chilli)
તેલ (Oil)
પાણી - (Water)

Mix flour Chapati Recipe :
  • સૌ પ્રથમ ત્રણેય લોટને ભેગો કરી લેવો.
  • તેમાં મીઠું મરચું નાખવું, પાણી નાખી કણેક બાંધવી.
  • તેમાં તેલ પણ નાખવું, ત્યારબાદ તેના નાના ગોળ લુવા કરો.
  • લુવાને વાણી નોનસ્ટીક તવી ઉપર બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
  • ગરમા ગરમ પીરસો.

fangavela mug math ni curry

Fangavela Mug and Math Ni Curry :

Ingredients :
1/2 કપ ફણગાવેલા મગ - (Fangavela Mag)
1/2 કપ ફણગાવેલા મઠ - (Math)
1 કપ ખાટું દહીં - (Yogurt)
2 ટેસ્પૂન ચણા નો લોટ - (Gram Flour)
હિંગ - (Asafoetida)
હળદર - (Turmeric)
મીઠું - (Salt)
મરચું - (Chilli)
મીઠો લીમડો - (Curry Leaves)

લીલા મરચાં - (Green Chilli)

Fangavela Mug and Math Ni Recipe :

  • સૌ પ્રથમ ફણગાવેલા મગ અને મઠ ને બાફી લો.
  • પછી કઢાઈ માં તેલ ગરમ કરી, તેમાં રાઈ લીમડાના પાનનો વઘાર કરી
  • તેમાં દહીંની છાસ બનાવીને, અડધી છાસ અને અડધી છાસ માં ચણાનો લોટ ઓગાળવો. 
  • અને પછી તે છાસ પણ નાખવી. 
  • પછી મીઠું, મરચું નાખી ઉભરો આવે, એટલે બાફેલા મગ અને મઠ નાખવા.
  • અને કોથમીર ભભરાવવી ઠંડી પીરસવી.

Chickoo Halwa Recipe

Chickoo Halwa Recipe in Gujarati Language :

[ ચીકુ નો હલવો ] 

Ingredients :
  • 500 ગ્રામ ચીકુ (Chiku / Chikoo / Sapota / Sapodilla)
  • 200 ગ્રામ માવો (Milk khoya)
  • 1 ચમચી ઘી (Ghee)
  • 200 ગ્રામ ખાંડ (Sugar)
  • 1 ચમચો કોકો અથવા ચોકલેટ પાવડર (Coco OR Chocolate Powder)
  • 1 ટીપું રોઝ એસેન્સ (Rose essence)
Recipe :
  • સૌ પ્રથમ ચીકુ ને છોલીને માવો તૈયાર કરો.
  • ઘી ગરમ કરી, તેમાં ચીકુ નો માવો અને ખાંડ ઉમેરો.
  • માવા ને સાધારણ શેકી ને અંદર ઉમેરો, મિશ્રણ બરાબર મિક્સ કરી ઘી લગાડેલી થાળીમાં પાથરી દો.
  • ઠંડુ પડે એટલે ટુકડા કરો અને પછી પીરસો.
Recipe:
  • Remove the skin of Chikoo/Sapota and Make the Pulp.
  • Heat the Ghee and add Chiku Pulp and Sugar in it.
  • Roast the Milk khoya for few minute add it this into the above mixture, and mix all well.
  • Take one plate grease them with ghee and spread the mixture in this plate and leave for set cool.
  • once it get cool then make the square pieces and serve. 

mix vegetable dal recipe

Mix Vegetable Dal Recipe in Gujarati Language :

Ingredients :

  • 1 કપ - તુવેરની દાળ (Toor Dal)
  • 1 નંગ - બટાકા (Potato)
  • 1 ચમચો - ચણા ની દાળ (Chana Dal)
  • 2 નંગ - ગાજર (Carrot)
  • 30 ગ્રામ - દૂધી (Bottle Gourd)
  • 30 ગ્રામ - ફણસી (Fansi - French Beans)

વઘાર માટે:  

  • તેલ (Oil)
  • રાઈ  (Mustard seed)
  • હિંગ (Asafoetida)
  • ગોળ (Jaggery)
  • આંબલી નું પાણી Ambli (Imli) Water
  • બધો લીલો અને સૂકો મસાલો (Spices)

Mix Vegetable Dal Recipe:
  • બધી દાળ અને શાક ઝીણું સમારી કુકરમાં બાફી લો.
  • વઘાર માટે પહેલા તેલ, નાખી ગોળ, આંબલી નું પાણી વઘારી પછી કાંદા નો વઘાર કરો.
  • પછી તેમાં દાળ અને બાફેલા શાકભાજી નાખી વઘારી લો.
  • 5 મિનીટ સુધી દાળ ઉકળવા દો.
  • દાળ પીરસતી વખતે, ઉપર કોથમીર ભભરાવી પીરસવું.
Recipe:
  • Boil all the Pulses and Vegetable in Pressure Cooker.
  • Then take fry-pen add the oil, once oil heated, add jaggery, imli water, onion tadka.
  • Then add dal and vegetables in it.
  • Cook the dal till five minutes.
  • While you serve add small chopped coriander on it.