Lila vatana lilva tuver na paratha

Lila Vatana Lilva Tuver na Paratha Recipe in Guajrati :

"લીલા વટાણા, લીલવા તુવેર ના પરોઠા"  

Ingredients:

  • 200 લીલા વટાણા (Green peas)
  • 200 ગ્રામ લીલી તુવેર ના દાણા (Lilva Tuver beans)
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો (Coriander & Mint)
  • 1 ટી સ્પૂન ગરમ મસાલો (Garam Masala)
  • લીલા મરચાં (Green Chili)
  • લસણ (Garlic)
  • 1 નંગ લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • 1 ટી સ્પૂન તલ (Sesame seed)
  • 125 ગ્રામ ઘઉંનો લોટ (Wheat flour)
  • મીઠું પ્રમાણસર (salt to taste)          

Recipe:

  • સૌ પ્રથમ વટાણા અને તુવેર ના દાણા ને મીક્ષર માં ક્રશ કરી દેવા.
  • લીલા મરચાં અને લસણ સાથે ક્રશ કરી લેવાં.
  • એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરું તલ, હિંગ વાટેલું મિશ્રણ તેમાં નાખી સાંતળવું.
  • તેમાં કોથમીર, ફુદીનો, ગરમ મસાલો, લીંબુ નો રસ પણ ઉમેરવો તેમજ મીઠું, હળદર, મરચું, ઉમેરવું.
  • બધુજ એક મિશ્ર થાય અને સતડાઈ જાય, એટલે તેને ઠંડુ પડવા દો.
  • ત્યારબાદ લોટમાં મીઠું અને મોણ નાખી લોટ બાંધી થોડુંક વણી, તેમાં આ પૂરણ ભરી ફરી વણવું.
  • અને તવીમાં તેલ મૂકી શેકી દેવું, (આલું પરોઠા ની જેમ વણી લેવા).                     


            

coriander kothmir thepla recipe

Coriander (Kothmir) Thepla Recipe in Gujarati Language :

Ingredients:
  • 250 ગ્રામ  ઘઉંનો લોટ (Wheat Flour)
  • 50 ગ્રામ બાજરી નો લોટ (Bajri (Millet) flour)
  • 250 ગ્રામ કોથમીર ઝીણી સમારેલી (Fresh Chopped Coriander)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Coriander Cumin seed)
  • તલ (Sesame seed)
  • દહીં (Yogurt)          
Recipe:
  • સૌ પ્રથમ બાજરી અને ઘઉંના લોટને ભેગો કરી.
  • તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી, તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, તલ ઉમેરવા.
  • અને દહીં થી લોટ બાંધવો, તેલનું મોણ નાખવું તથા ખાંડ ઉમેરવી.
  • અન્ય ઢેબરા ની જેમ લોટ બાંધી તેને ગોળ તવીમાં શેકી લેવા.
  • દહીં અથવા અથાણા સાથે લઇ શકાય.

beetroot puri recipe

Beatroot Puri Recipe (બીટ ની પૂરી):

Ingredients:
  • 150 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
  • 150 ગ્રામ બીટ (Beatroot)
  • મીઠું (Salt)
  • તેલ (Oil)
  • સંચળ (Black Salt)
Beatroot Puri Recipe:
  • ઘઉં ના લોટમાં મીઠું અને તેલ નાખવું.
  • બીટ ને છોલી ને ક્રશ કરી તેનાથી લોટ બાંધવો.
  • જાડી પુરી વણીને ગરમ તેલમાં તળવું. 
  • પુરી તળાઈ જાય એટલે, ઉપરથી સંચળ ભભરાવવું.    


vaal ni dal recipe in gujarati

Vaal Ni Dal Recipe in Gujarati Language :

"ગુજરાતી વાલ ની દાળ" "ગુજરાતી વાલ" 

Ingredients:
  • 1 કપ વાલ ની દાળ (Vaal)
  • 4 ટી સ્પૂન તેલ (oil)
  • અજમો જરૂર પ્રમાણે (Caraway Seed)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili Powder)
  • મીઠું જરૂર પ્રમાણે (Salt)
  • ચપટી હિંગ (Pinch of Asafoetida)
  • 2 ટી સ્પૂન ખાંડ (Sugar)
  • ચપટી સાજી ના ફૂલ (Citric acid)            
Recipe:
  • વાલ ની દાળ ને રાત્રે પલાળવી, સવારે એક કઢાઈ માં તેલ મૂકી. 
  • તેમાં અજમાનો વઘાર કરી, વાલ ભેળવી દઈ સહેજ પાણી ઉમેરવું.
  • સાજીના ફૂલ નાંખી વાલને ચઢવા દેવા.
  • વાલ ચઢી જાય એટલે તેમાં હળદર, મરચું, મીઠું, નાખી દેવું
  • તેમજ ખાંડ ઉમેરવી કોથમીર ભભરાવવી.
  • ખટાશ માં આંબોળીયા નો પાવડર નાખવો.
Recipe:
  • Soak the Vaal in Water for Whole Night, in the Morning Put the oil in Pan.
  • And Add Celery Seed Tadka and mix the Vaal Seeds in it and Add little water.
  • Add Citric acid and let them cook and add turmeric, chili powder, salt in it.
  • Also add Sugar and Coriander.
  • And add Ambodiya Powder.
This Recipe is Also Known as "Vaal nu Shaak" or "Kathod na Vaal",  and this recipe can be made on social functions in gujarat.         

urad dal recipe in gujarati

Urad Dal Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 કપ અડદ ની દાળ (Urad dal)
  • 1 ટી સ્પૂન વાટેલાં આદું મરચાં (Ginger Chili Paste)
  • 1 નંગ લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • જીરું (Cumin Seed)
  • હિંગ (Asafoetida)
  • કોથમીર (Coriander)
  • મીઠું પ્રમાણસર (Salt)
  • 1 ટેબલ સ્પૂન ઘી (Ghee)
  • મીઠો લીમડો  Mitho Limdo (Curry Leaves)    

Urad Dal Recipe (Gujarati Style):

  • અડદ દાળ ને ધોઈ ને કૂકરમાં બાફવા મૂકવી.
  • દાળ બફાઈ જાય એટલે એક કઢાઈ માં ઘી મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, વાટેલા આદું મરચાં, લસણ નાખી.
  • તેમાં બાફેલી દાળ ને નાખી દેવી.
  • ત્યારબાદ તેમાં હળદર મરચું, મીઠું, ધાણાજીરું નાખવું.
  • ત્યારબાદ બરાબર વલોણી થી હલાવી દેવું.           
  • જેથી બધુંજ એક મિશ્ર થઇ જાય છેલ્લે લીંબુ ની ખટાશ ખાંડ ઉમેરવી.
  • કોથમીર ભભરાવી સહેજ વાર ઉકળવા દેવી પછી દાળ તૈયાર થઇ જશે.
  • ગરમ ગરમ બાજરી ના રોટલા સાથે અથવા ભાખરી સાથે સર્વ કરવી.    
This Urad dal is a Special Recipe of Winter and Monsoon, Where body needs the more Hot Food and Energetic Food. Urad dal is a good source of Protein and Nutrients.  

chana dal recipe in gujarati

Chana ni dal nu shaak recipe in Gujarati Language :

Ingredients:
  • 1 કપ ચણા ની દાળ (Chana Dal)
  • 4 ટી સ્પૂન તેલ (oil)
  • 1/2 ટી સ્પૂન રાઈ (Mustard seed)
  • 1 ડુંગળી (Onion)
  • 1 ટામેટું (Tomato)
  • 1 ટી સ્પૂન લસણ (Garlic)
  • હળદર (Turmeric)
  • મરચું (Chili)
  • ગોળ (Jaggery)
  • મીઠું (Salt)
  • જરૂર પ્રમાણે મીઠો લીમડો (Mitho Limdo / Sweet neem)
  • 2 ટી સ્પૂન લીલા આદું મરચાં ની પેસ્ટ (Ginger Chili Paste)
Recipe:
  • સૌ પ્રથમ ચણા ની દાળ ને બે કલાક પાણીમાં પલાળી કૂકરમાં બાફી લેવી.
  • એક કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, નાખી તેમાં લસણ લીલા મરચાં નાખવા તેમજ ડુંગળી ટામેટા ઝીણા સમારી અંદર ઉમેરવા.
  • તેમાં સહેજ મીઠું ગરમ મસાલો નાખવો.
  • ત્યારબાદ બાકીની દાળ ને વલોવી એક રસ કરી તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું નાખી તેમાં આ વઘાર ઉમેરી દેવો અને ગોળ પણ ઉમેરી દેવો.
  • લીંબુ ની ખટાશ નાખી ઉપર કોથમીર ભભરાવવી, રસાવાળી દાળ કરવી.
Recipe:
  • Soad the Chana dal till two hours in a water, then boil it in pressure cooker.
  • Put the Kadhai Fry Pen and add oil to heat, add mustard seed once sizzle add turmeric, sweet neem, garlic, green chili, onion, tomato and add it.
  • Add little garam masala in it.
  • Then blend other chana dal and make mixture add turmeric, chili powder, salt, cumin coriander seed powder and jaggery in it.
  • Also add the lemon juice and coriander on it. curry type dal is ready.

  

mix fruit salad recipe

Mix Fruit Salad Recipe in Gujarati Language:

Ingredients:
  • Guava - (જામફળ) 
  • Tomato - (ટામેટા) 
  • Pomegranate - (દાડમ)
  • Grapes - (દ્રાક્ષ)
  • Salt - (મીઠું)
  • Cumin Seed - (વાટેલું જીરું)
  • Black Pepper - (મરીયા)     
Recipe:
  • જામફળ, ટામેટા, દ્રાક્ષ ને સ્વચ્છ પાણી થી ધોઈ લો.
  • જામફળ, ટામેટા ને ગોળ સુધારવા.
  • દાડમ નાં દાણા કાઢવા, દ્રાક્ષ ના દાણા છુટા પાડવા.
  • ત્યારબાદ બધાજ ફ્રુટ અને ટામેટા ને મિક્સ કરી. 
  • તેમાં મીઠું, વાટેલું જીરું, મરી નો ભુક્કો ઉમેરવો અને ત્યારબાદ સર્વ કરવું.
Recipe:
  • Wash the Guava, Tomato, Grapes with Clean Water.
  • Then Cut the Guava, Tomato in Round shape.
  • Remove the Pomegranate seed from pomegranate,
  • Then mix all the fruit and tomato and add salt, cumin powder, pepper powder and serve. 

simple salad recipe

Simple Salad Recipe in Gujarati Language:

Ingredients:
  • કાકડી 1 નંગ (Cucumber)
  • ડુંગળી 1 નંગ (Onion/Dungdi)
  • કોબીજ જરૂર પ્રમાણે (Cabbage/Kobij)
  • ગાજર (Carrot)
  • ટામેટા (Tomato)
  • કેપ્સીકમ (Capsicum)
  • બીટ (Beat)
  • કોથમીર (Coriander)
  • લીંબુ (Lemon)
  • ચાટ મસાલો (Chat Masala)
  • મીઠું જરૂર પ્રમાણે (Salt)            
Simple Salad Recipe:

  • First Wash all the Vegetables with Clean Water.
  • Then Cut all the vegetables and mix all them together.
  • Sprinkle Salt and Chat Masala on the Vegetables and Sprinkle Lemon Juice and Chopped Corianders on it. 
  • You can cut the vegetables in different shapes to decorate the salad dish.


Recipe:
  • સૌ પ્રથમ બધાજ શાકભાજી ને સ્વચ્છ પાણી થી ધોઈ લો. 
  • ત્યારબાદ બધાજ શાકભાજી ને જીણા જીણા સુધારી ભેગા કરવા. 
  • તેની ઉપર મીઠું, ચાટ મસાલો, લીંબુ ઉમેરી, ઉપર કોથમીર નાખવી.  
  • આ બધા શાક ને જુદા જુદા આકાર માં સુધારી સલાડ ની ડીશ ડેકોરેટીવ કરી શકાય.          

mix beans salad recipe

Mix Beans Salad Recipe in Gujarati Language :

Ingredients:

  • મગ (Moong) 
  • મઠ (Math)
  • ચણા (Peas)
  • રાજમા (Rajma)  
  • ચાટ મસાલો (Chat Masala)
  • મીઠું (Salt)
  • લીંબુ (Lemon)      

Recipe:

  • સૌ પ્રથમ મગ, મઠ, ને ફણગાવવા.  
  • ત્યારબાદ ચણા, રાજમા ને બાફી લેવા.  
  • ત્યારબાદ મગ, મઠ, ચણા, રાજમા ને ભેગા કરવા, તેમાં મીઠું, લીંબુ, ચાટ મસાલો ઉપર ભભરાવવો.