gulab jamun recipe
Gulab Jamun Recipe in Gujarati Language:
"ગુલાબજાંબુ બનાવવાની રીત"
Gulab Jamun Ingredients:
- 1 કિલો (મોળો) માવો (Milk Mawa)
- 250 ગ્રામ મેંદો (Maida flour)
- 750 ગ્રામ ખાંડ (Sugar)
- ઇલાઈચી નો પાવડર (Elaichi Powder)
- સાજી ના ફૂલ (જરૂર પ્રમાણે)
Gulab Recipe:
- સૌ પ્રથમ એક કિલો માવો છીણી તેમાં મેંદો ઉમેરતા જવું અને મસળતા જવું.
- તેમજ ઇલાઈચી નો પાવડર અને અડધી ચમચી સાજી ના ફૂલ પણ ઉમેરી દેવો.
- બધું બરાબર મિક્સ કરી, હાથથી બરાબર મસળી ગોળ ગોળ લીસ્સા બોલ વળવા.
- ગેસ ઉપર તાસરામા તેલ ગરમ થવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી એક મોટી પહોળી તપેલીમાં 750 ગ્રામ ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગેસ ની બીજી બાજુ ચાસણી થવા મૂકવી
- ચાસણી ધીમે ધીમે હલાવતા રહેવું 1/2 (અડધા) તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવો
- તેલ ગરમ થયું હોય તેમાં આ બોલ તળી આછા ગુલાબી થાય તે ચાસણી માં નાખી દેવા.
- ચાસણી વધારે ટેસ્ટી બનાવવા માટે કેસર અને ઇલાઈચી પાવડર તેમાં ઉમેરવો.
- 7 થી 8 કલાકે ગુલાબ જાંબુ ચાસણી પી તૈયાર થઇ જશે.
- ઠંડા પડે એટલે તપેલી ઢાંકી ને ફ્રિઝ માં મૂકી દેવી જેથી વધારે ઠંડા ગુલાબ જાંબુ થઇ શકે.