chana dal mango pickle recipe

Chana dal mango pickle Recipe in Gujarati Recipe

ચણા ની દાળ - કેરી નું અથાણું  

Ingrdients:

  • 1 નંગ રાજાપૂરી કેરી (Rajapuri Mango)
  • 200 ગ્રામ સરસીયું (Sarasiya Oil)
  • 1 નાની વાડકી કોરી ચણા ની દાળ (Chana dal)
  • હિંગ ચપટી (Pinch of Asafoetida)
  • 1 વાડકી મેથી ના કુરિયા (Methi na kuria/ Split Fentugreek seed)
  • 1 નાની વાડકી આખી કાળી રાઈ (Mustard seed)       
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)  

Recipe:
  • સૌ પ્રથમ રાજાપૂરી કેરી ને છોલી ને તેના નાના નાના ટુકડા કરવા.
  • તે નાના નાના ટુકડા ની અંદર જ આખી ચણા ની દાળ અને મેથી ના કુરિયા નાખવા.
  • તેમજ આખી કાળી રાઈ ને ખાંડણી માં અધકચરી કરી તેમાં નાખવી અને ચપટી હિંગ, હળદર અને મીઠું નાખી બધુંજ મિક્સ કરી તપેલી ઢાંકી બે દિવસ રહેવા દેવું.
  • ખટાસ અને મીઠા ના કારણે ચણા ની દાળ ચઢી જશે.
  • ત્યારબાદ સરસીયાનું તેલ ગરમ કરી ઠંડુ પડે એટલે તેમાં ઉમેરી દેવું.
  • સરસીયાનું તેલ અથાણા ને ડૂબાડૂબ રાખે તેવું લેવું.
  • આમ અથાણું સરસ રીતે તૈયાર થઇ જશે.