Suki Tuvar Shaak Recipe in Gujarati Language (કઠોળ) :
Ingredients :
Ingredients :
- 1 વાડકી સૂકી તુવેર (Suki Tuvar)
- 2 નંગ સૂકી ડુંગળી (Onion)
- 5 થી 6 કળી સુકું અથવા લીલું લસણ (Green Garlic)
- 1 નંગ ટામેટું (Tomato)
- 1 ટીસ્પૂન ચણા નો લોટ (Gram flour)
- મીઠું (Salt)
- મરચું (Chili)
- હળદર (Turmeric)
- ધાણાજીરૂં (Cumin coriander seed powder/ Dhanajiru)
- કોથમીર (Coriander)
- સ્વાદ મુજબ લીંબુ (Lemon)c
- 1 ટીસ્પૂન ખાંડ (Sugar)
- સૌ પ્રથમ સૂકી તુવેર ને ગરમ પાણી લઇ બાર કલાક પલાળી રાખો.
- ત્યારબાદ જયારે બનાવવી હોય ત્યારે અંદર હાથ નાખ્યા પાણી નીતારી કુકર માં બીજું પાણી નાખી સહેજ સાજી ના ફૂલ નાખી ધીમા તાપે 6 થી 7 વ્હીસલ બોલાવી તુવેર બાફવી.
- તુવેર ના દાણા બરાબર બફાઈ જાય એટલે એક તાસરામા તેલ મૂકી તેમાં હિંગ અને જીરા નો વઘાર કરવો.
- તેમાં મીઠો લીમડો નાખવો તેમજ ડુંગળી લસણ ટામેટું જીણું સુધારી સાંતળવું.
- ત્યારબાદ ચણા નો લોટ નાખી, સહેજ પાણી ઉમેરી ચણા નો લોટ શેકી લેવો.
- અને પછી તરતજ તુવેર અંદર ઉમેરી દેવી.
- રસાવાળી તુવેર બનાવવી હોય તો સહેજ બીજું પાણી ઉમેરવું ત્યારબાદ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂં, કોથમીર, સ્વાદ મુજબ લીંબુ ખાંડ ઉમેરી દેવી.