Soan Papdi Recipe
Ingredients :
Soan Papdi Recipe in Gujarati Language :
Ingredients :
- 1 1/4 કપ ચણા નો લોટ (Gram flour)
- 1 1/4 કપ મેંદાનો લોટ (Maida flour)
- 250 ગ્રામ ઘી (Ghee)
- 2 1/2 કપ ખાંડ (Sugar)
- 1 1/2 કપ પાણી (Water)
- 2 ટેબલસ્પૂન દુધ (Milk)
- 1/2 ટેબલસ્પૂન અધકચરો એલાઈચી પાવડર (Elaichi Powder)
- 4 નંગ પ્લાસ્ટિક ની શીટ (Plastic sheet)
Soan Papdi Recipe in Gujarati Language :
- એક મોટી તપેલીમાં બંને લોટ ભેગા કરી લો.
- એક મોટા તાસરમાં ઘી ગરમ કરી, બંને ભેગા કરેલા લોટ ને શેકો.
- લોટ નો આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય, ત્યારે ગેસ બંધ કરી સાઈડ માં મૂકી દો.
- ત્યારબાદ એક બીજા તાસરમાં પાણી ખાંડ અને દૂધ મિક્ષ કરી ચાસણી બનાવો.
- બેથી અઢી તારની ચાસણી બની જાય, એટલે ગેસ બંધ કરી દેવો.
- આ ચાસણી ને લોટમાં નાંખી કાંટા વાળી ચમચી ની મદદ થી ભેગું કરો.
- મિશ્રણ માં તાર દેખાવા લાગે, ત્યાં સુધી મિશ્રણ ને હલાવતાં રહો.
- ત્યારપછી એક થાળી માં ઘી લગાવી, મિશ્રણ ને તેમાં કાઢી હળવા હાથે દબાવી, ઇલાઇચી પાવડર નાખી સહેજ ઠંડુ થવા દો.
- સોન પાપડી ઠંડી થઇ જાય એટલે, તેના સરખા ચોરસ ટુકડા કરી, દરેક પીસ ને પ્લાસ્ટિક શીટ માં વીંટી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.