Showing posts with label muthia. Show all posts
Showing posts with label muthia. Show all posts

palak methi muthia recipe

Palak (Spinach) Methi (Fenu greek) Muthia Recipe in Gujarati Language :

Ingredients :
  • અડધી જુડી પાલક (1/2 Bunch fresh Chopped Spinach)
  • અડધો કપ લીલી મેથી (1/2 Cup Green Fenu greek ) 
  • 3/4 કપ ઘઉં નો જાડો લોટ (Wheat thick flour)
  • 1 ચમચો બાજરી નો લોટ
  • 1 ટીસ્પૂન મરચું (Red Chili Powder)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1/4 ટીસ્પૂન અજમો (Caraway Seeds)
  • અડધો કપ દહીં (Yogurt)
  • મીઠું પ્રમાણસર (Salt Proportionate)
  • તલ (Sesame seed)
  • રાઈ (Mustard seed)
  • હિંગ (Asafoetida)
  • તેલ (oil)
  • 2 ટીસ્પૂન વાટેલાં લસણ - લીલા મરચાં ની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂન સાજી ના ફૂલ
Recipe :
  • સૌ પ્રથમ અડધી જુડી પાલક ને ચૂંટી ને ઝીણી સમારી ને ચોખ્ખા પાણી થી ધોઈ લો.
  • તેમજ અડધો કપ મેથી ને પણ ચૂંટી ને ઝીણી સમારી ચોખ્ખા પાણી થી ધોઈ લો.
  • એક તાસમાં ઘઉંનો લોટ અને બાજરીનો લોટ મિક્સ કરો અને તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું તેમજ તલ અજમો, દહીં, આદું, લીલા મરચાં ની પેસ્ટ તથા સાજી ના ફૂલ, અને તેલ નું મોણ નાખી બધું એક મિક્ષ કરી લો ત્યારબાદ ધોયેલી પાલક ને અંદર ઉમેરી સહેજ ખાંડ ઉપરથી ઉમેરી દેવી, 
  • બધુંજ મિશ્રણ હાથથી મિક્સ કરી ગોળ ગોળ લુવા વાળી મુઠિયા વરાળ થી બાફવા મૂકવા,
  • મુઠિયા બફાઈ જાય એટલે તેના  ગોળ ગોળ પીસ કરી લેવા,  
  • એક તપેલીમાં એક ટેબલ સ્પુન તેલ લઇ તેમાં રાઈ તલ હિંગ મીઠો લીમડા નો વઘાર કરી તેમાં મુઠિયા ના પીસ ઉમેરી બરાબર હલાવી દેવા ત્યાર બાદ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સહેજ વાર ગરમ થવા દેવા,
  • પાલક અને લીલી મેથી ના મુઠિયા તૈયાર થઇ જશે ગરમા ગરમ ચા સાથે પીરસવા

Recipe :
  • Take Half (1/2) Bunch of Fresh Green Spinach, Sort them and Cut it in Small Pieces and then Clean it With Clean Water.
  • Also take Half Cup of Fresh Fenugreek and Sort it Chopped them and clean it with Clean water. 
  • Take one Pan and Add Wheat flour and Millet flour and mix them well. and add turmeric powder, chili powder, Salt to taste, Cumin Coriander seed powder (Dhanajiru), Sesame seed, Cumin seed, Yogurt, Garlic chili paste, Citric acid, and Oil, and Add Spinach and Fenugreek and Mix all Well. 
  • Mix all the mixture and make Round long dough and Cook it on the steam.
  • Once Dough can be Boiled then make its round pieces.
  • Take One Pan and Add 1 table Spoon oil and add Mustard seed, Asafoetida, Curry leaves, and Muthia pieces in it mix them all well and Sprinkle fresh chopped coriander on it. leave few minute and turn off the gas.
  • Spinach Muthia (Palak na Muthiya) is Ready to Serve, Served it with Tea. Spinach is a good source of sodium and dietry fiber.

palak spinach muthia recipe

Palak (Spinach) Muthia Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 Bunch fresh Chopped Spinach - જુડી પાલક 
  • 3/4 Cup - Wheat thick flour - ઘઉં નો જાડો લોટ 
  • 1 Tablespoon - Millet flour - બાજરી નો લોટ
  • 1 Teaspoon - Red Chili Powder - લાલ મરચું 
  • 1/4 Teaspoon - Turmeric Powder - હળદર
  • 1/4 Teaspoon - (Caraway Seeds) અજમો
  • 1/2 Cup Yogurt - અડધો કપ દહીં
  • Salt Proportionate - મીઠું પ્રમાણસર
  • Sesame Seed - તલ 
  • Mustard Seed - રાઈ
  • Asafoetida - હિંગ 
  • Oil - તેલ 
  • 2 Teaspoon Garlic - Green Chili Paste - વાટેલાં લસણ - લીલા મરચાં ની પેસ્ટ
  • 1/2 Teaspoon - Citric acid - સાજી ના ફૂલ
Recipe :
  • સૌ પ્રથમ એક જુડી પાલક ને ચૂંટી ને ઝીણી સમારી ને ચોખ્ખા પાણી થી ધોઈ લો.
  • એક તાસમાં ઘઉંનો નો લોટ અને બાજરી નો લોટ મિક્સ કરો અને તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું તેમજ તલ અજમો દહીં લીલા આદું મરચાં ની પેસ્ટ સાજી ના ફૂલ, અને તેલ નું મોણ નાખી બધું એક મિક્ષ કરી લો ત્યારબાદ ધોયેલી પાલક ને અંદર ઉમેરી સહેજ ખાંડ ઉપરથી ઉમેરી દેવી, 
  • બધુંજ મિશ્રણ હાથથી મિક્સ કરી ગોળ ગોળ લુવા વાળી મુઠિયા વરાળ થી બાફવા મૂકવા,
  • મુઠિયા બફાઈ જાય એટલે તેના  ગોળ ગોળ પીસ કરી લેવા,  
  • એક તપેલીમાં એક ટેબલ સ્પુન તેલ લઇ તેમાં રાઈ તલ હિંગ મીઠો લીમડા નો વઘાર કરી તેમાં મુઠિયા ના પીસ ઉમેરી બરાબર હલાવી દેવા ત્યાર બાદ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સહેજ વાર ગરમ થવા દેવા,
  • પાલક ના મુઠિયા તૈયાર થઇ જશે. ચા સાથે પીરસવા,         
Palak Spinach Muthia Recipe :
  • Take one Bunch of Fresh Green Spinach, Sort them and Cut it in Small Pieces and then Clean it With Clean Water.
  • Take one Pan and Add Wheat flour and Millet flour and mix them well. and add turmeric powder, chili powder, Salt to taste, Cumin Coriander seed powder (Dhanajiru), Sesame seed, Cumin seed, Yogurt, Garlic chili paste, Citric acid, and Oil Mix all Well. Add Spinach in it.
  • Mix all the mixture and make Round long dough and Cook it on the steam.
  • Once Dough can be Boiled then make its round pieces.
  • Take One Pan and Add 1 table Spoon oil and add Mustard seed, Asafoetida, Curry leaves, and Muthia pieces in it mix them all well and Sprinkle fresh chopped coriander on it. leave few minute and turn off the gas.
  • Spinach Muthia (Palak na Muthiya) is Ready to Serve, Served it with Tea. Spinach is a good source of sodium and dietry fiber.
  

vegetable muthia recipe

Vegetable Muthia Recipe in Gujarati Language :

Ingredients:
  • અડધો કપ છીણેલું કોબીજ (Cabbage)
  • અડધો કપ છીણેલું ગાજર (Carrot)
  • 3/4 કપ ઘઉં નો જાડો લોટ (Wheat thick flour)
  • 1 ટીસ્પૂન મરચું (Red Chili Powder)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1/4 ટીસ્પૂન અજમો (Caraway Seeds)
  • અડધો કપ દહીં (Yogurt)
  • મીઠું પ્રમાણસર (Salt Proportionate)
Vegetable Muthia Recipe in Gujarati Language:
  • કોબીજ અને ગાજર ને ધોઈને છીણી વડે છીણી લેવા.
  • તેને ઘઉં ના લોટ માં નાખવા, તેમાં બધો મસાલો નાખવો, લોટ નાખવો.
  • પછી મુઠિયા વાળી તેને ઢોકડિયા માં મૂકી, વરાળ થી બાફવા.
  • મુઠિયા બફાઈ જાય એટલે થોડા ઠંડા પડવા દઈ કાપીને તેલ નો વઘાર કરી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો નાખી વધારી લેવા.
  • તેમાં સહેજ ખાંડ નાખવી,  ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી, અને બરાબર હલાવી દેવા.
  • અને ગરમ ગરમ પીરસવા.
Vegetable Muthia Recipe:
  • First Wash the Cabbage and Carrot with Fresh Water and Grit them.
  • Then add Minced cabbage and carrot in wheat flour and add other spices and make dough.
  • Then make muthia (like medium round thick sticks) from the dough and boil them using steam.
  • Once muthia can be boil then let them cool, and make its small pieces.
  • Then take vessel and add oil and heat, once oil heat add mustard seeds, sesame seed, curry leaves, pinch of asafoetida, sugar, fresh chopped coriander and add all the muthia's in this vessel and mix all well.
  • Now vegetable muthia is ready to serve.

dudhi cabbage mix muthia recipe

Dudhi, Cabbage, Coriander, Cooked Rice Mix Muthia Recipe in Gujarati Language :

Ingredients:
  • 3 Bowl wheat flour (ભાખરી નો લોટ)
  • 500 ગ્રામ - Dudhi/ Doodhi - Bottle gourd (દુધી)
  • Cabbage - Half - Cauliflower (કોબીજ)
  • Coriander leaves - 1 Bowl - કોથમીર 
  • Cooked Rice - (વધેલો રાંધેલો ભાત)
  • Caraway seed - અજમો
  • Sesame seed - (તલ)
  • Turmeric - હળદર
  • Salt - મીઠું
  • Red Chili powder - મરચું 
  • Green chili - લીલા મરચા 
  • Garlic - લસણ 
  • Coriander Cumin Seed powder - ધાણાજીરું
  • Tart yogurt - ખાટું દહીં
  • Oil - તેલ 
  • Citric acid - સાજી ના ફૂલ ચપટી
gujarati muthia recipe
Gujarati Muthia
Recipe :
  • સૌ પ્રથમ એક મોટી તાસ માં દુધી અને કોબીજ ને છીણી લેવું. 
  • પછી તેમાં જિણી સમારેલી કોથમીર અને રાંધેલો ઠંડો ભાત મિક્ષ કરવો. 
  • ત્યારબાદ તેમાં ઘઉંનો ભાખરી નો લોટ નાખી, તેમાં હળદર, મીઠું, લાલ મરચું, તેમજ તલ, અજમો, તેમજ લીલા મરચા, લસણ, ની પેસ્ટ, દહીં અને ખાંડ અને મોંણ માટેનું તેલ નાખી હાથ થી ચોળી બધું એક મિક્ષ કરી લેવું. 
  • સહેજ પાણી ઉમેરી હાથ થી ગોળ મુઠિયા ના લાંબા રોલ વાળી વરાળે બાફવા મુકો. (તપેલી માં પાણી મૂકી તેના ઉપર કાણા વાળી ચાયણી માં ગોળ વાળેલા મુઠીયા ના રોલ ઉપર ઉપરી સરસ રીતે મૂકી દેવા.) આવી રીતે તેને બાફવા મુઠીયા બફાઈ જાય એટલે તેને ઠંડા પાડી તેના પીસ પાડવા. 
  • ત્યારબાદ એક તપેલી માં બે ચમચી તેલ મૂકી, તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને હિંગ નાખી મુઠિયા તેમાં નાખી વધારી લેવા.
  • ત્યારબાદ ઉપર જીણી સમારેલી કોથમીર ભભરાવી ગરમ ગરમ મુઠિયા પીરસવા. 
Recipe:
  • Take one Pan and Crumb the Bottle gourd (Dudhi/Doodhi) and Cabbage.
  • Then add Small Chopped Coriander and Morning Cooked Rice in it. (adding rice is optional it makes muthiya smooth and tasty).
  • Then add Wheat flour in it and add turmeric, salt, red chili powder, sesame seed, caraway seed, green chili, garlic paste, yogurt, sugar and oil and mix it all well.
  • Add little Water and make Round long Muthia Rolls and Boil them using Steam.
  • Once Muthia boiled then let them aside for few minute to cool.
  • Then cut them in small round pieces and take pan and add two teaspoon oil in it, and add mustard seeds, sesame seed, curry leaves, and asafoetida and Muthia pieces and mix all them well add the sugar according to taste.
  • then Sprinked Small Chopped Coriander on it and Served it Hot with Tea.