suki tuvar shaak recipe

Suki Tuvar Shaak Recipe in Gujarati Language (કઠોળ) :

Ingredients :
  • 1 વાડકી સૂકી તુવેર (Suki Tuvar)
  • 2 નંગ સૂકી ડુંગળી (Onion)
  • 5 થી 6 કળી સુકું અથવા લીલું લસણ (Green Garlic)
  • 1 નંગ ટામેટું (Tomato) 
  • 1 ટીસ્પૂન ચણા નો લોટ (Gram flour)
  • મીઠું (Salt)
  • મરચું (Chili) 
  • હળદર (Turmeric)
  • ધાણાજીરૂં (Cumin coriander seed powder/ Dhanajiru)
  • કોથમીર (Coriander)
  • સ્વાદ મુજબ લીંબુ (Lemon)c
  • 1 ટીસ્પૂન ખાંડ (Sugar)           
Recipe : 
  • સૌ પ્રથમ સૂકી તુવેર ને ગરમ પાણી લઇ બાર કલાક પલાળી રાખો.
  • ત્યારબાદ જયારે બનાવવી હોય ત્યારે અંદર હાથ નાખ્યા પાણી નીતારી કુકર માં બીજું પાણી નાખી સહેજ સાજી ના ફૂલ નાખી ધીમા તાપે 6 થી 7 વ્હીસલ બોલાવી તુવેર બાફવી. 
  • તુવેર ના દાણા બરાબર બફાઈ જાય એટલે એક તાસરામા તેલ મૂકી તેમાં હિંગ અને જીરા નો વઘાર કરવો. 
  • તેમાં મીઠો લીમડો નાખવો તેમજ ડુંગળી લસણ ટામેટું જીણું સુધારી સાંતળવું. 
  • ત્યારબાદ ચણા નો લોટ નાખી, સહેજ પાણી ઉમેરી ચણા નો લોટ શેકી લેવો.
  • અને પછી તરતજ તુવેર અંદર ઉમેરી દેવી.
  • રસાવાળી તુવેર બનાવવી હોય તો સહેજ બીજું પાણી ઉમેરવું ત્યારબાદ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂં, કોથમીર, સ્વાદ મુજબ લીંબુ ખાંડ ઉમેરી દેવી.                

No comments:

Post a Comment