Lila Vatana Lilva Tuver na Paratha Recipe in Guajrati :
"લીલા વટાણા, લીલવા તુવેર ના પરોઠા"
Ingredients:
Recipe:
"લીલા વટાણા, લીલવા તુવેર ના પરોઠા"
Ingredients:
- 200 લીલા વટાણા (Green peas)
- 200 ગ્રામ લીલી તુવેર ના દાણા (Lilva Tuver beans)
- 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો (Coriander & Mint)
- 1 ટી સ્પૂન ગરમ મસાલો (Garam Masala)
- લીલા મરચાં (Green Chili)
- લસણ (Garlic)
- 1 નંગ લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- 1 ટી સ્પૂન તલ (Sesame seed)
- 125 ગ્રામ ઘઉંનો લોટ (Wheat flour)
- મીઠું પ્રમાણસર (salt to taste)
Recipe:
- સૌ પ્રથમ વટાણા અને તુવેર ના દાણા ને મીક્ષર માં ક્રશ કરી દેવા.
- લીલા મરચાં અને લસણ સાથે ક્રશ કરી લેવાં.
- એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરું તલ, હિંગ વાટેલું મિશ્રણ તેમાં નાખી સાંતળવું.
- તેમાં કોથમીર, ફુદીનો, ગરમ મસાલો, લીંબુ નો રસ પણ ઉમેરવો તેમજ મીઠું, હળદર, મરચું, ઉમેરવું.
- બધુજ એક મિશ્ર થાય અને સતડાઈ જાય, એટલે તેને ઠંડુ પડવા દો.
- ત્યારબાદ લોટમાં મીઠું અને મોણ નાખી લોટ બાંધી થોડુંક વણી, તેમાં આ પૂરણ ભરી ફરી વણવું.
- અને તવીમાં તેલ મૂકી શેકી દેવું, (આલું પરોઠા ની જેમ વણી લેવા).
No comments:
Post a Comment