vegetable handvo recipe

Vegetable Handvo Recipe : વેજીટેબલ હાંડવો

Ingredients :

  • 500 ગ્રામ બટાકા (Potato)
  • 500 ગ્રામ મકાઈ (Fresh Corn)
  • 100 ગ્રામ વટાણા (Green Peas)
  • 100 ગ્રામ ગાજર (Carrot)
  • 50 ગ્રામ ફણસી (French beans)
  • 1 કપ રાંધેલો ભાત (Cooked Rice)
  • સ્વાદ મુજબ મીઠું, લીંબુ, ખાંડ (Salt, Lemon and Sugar)
  • આદું મરચા વાટેલા (Ginger Chili Paste)
  • ઝીણી સમારેલી કોથમીર (Small Chopped Coriander)
  • 1 કપ ટોમેટો કેચઅપ (Tomato Sauce)
  • 1/4 કપ ટોસ્ટ નો ભુક્કો (Toast Crumb)

વઘાર માટે :

  • 3 ટેબલસ્પૂન તેલ (oil) 
  • 2 ટીસ્પૂન રાઈ (Mustard seed)
  • 2 ટીસ્પૂન તલ (Sesame seed)
  • 1/4 ટીસ્પૂન હિંગ (Asafoetida)
  • બે તજ (Cinamon)
  • બે લવિંગ (Clove)
vegetable handvo recipe
Vegetable Handvo


Vegetable Handvo Recipe :
  • બટાકા અને મકાઈ ને કુકર માં બાફી લો.
  • ગાજર ફણસી ઝીણા સમારી વટાણા સાથે બાફી લો, પાણી નીતારી કોરા કરો. 
  • બટાકા ને છોલી માવો તૈયાર કરો બાફેલી મકાઈ ને છીણી કાઢો. 
  • બટાકા ના માવામાં મકાઈ નું છીણ બાફેલા શાકભાજી રાંધેલા ભાત વાટેલા આદું, મરચા, કોથમીર, મીઠું, લીંબુ, ખાંડ નાખો તેલ ગરમ કરી વઘાર ની બધીજ સામગ્રી ઉમેરો.
  • આ વઘાર માંથી અડધો વઘાર ના માવામાં બરાબર મિક્સ કરો.
  • બેક કરવાની ઊંડી ડીશ માં થોડું તેલ લગાવી બટાકાનું મિક્સર તેમાં ભરવું.
  • ઉપર ટોમેટો કેચપ પાથરો બાકી રહેલું અડધું બટાકાનું મિશ્રણ ફરીથી કેચપ પર પહોળું કરી થેપી દો.
  • બાકી રહેલો વઘાર ઉપર પહોળો કરવો ટોસ્ટ નો ભુક્કો ભભરાવો. 
  • ગરમ ઓવન માં કે ઊંચા ઉષ્ણતામાને ગુલાબી થાય, ત્યાં સુધી બેક કરો.
  • હાંડવા ના કુકરમાં પણ આ હાંડવો બનાવી શકાય.