Dakho Recipe in Gujarati Language:
Ingredients:
- 1/2 કપ તુવેર ની દાળ (Toor Dal)
- 1/2 કપ ચણા ની દાળ (Chana Dal)
- 1/2 કપ મગની દાળ (Moong Dal)
- 100 ગ્રામ મેથી ની ભાજી (Fenugreek Bhaji)
- 100 ગ્રામ પાલક ની ભાજી (Palak/ Spinach)
- 50 ગ્રામ સિંગદાણા (Ground Nut)
- મીઠું (Salt)
- વાટેલા આદું - મરચા (Ginger Garlic Paste)
- 1 નાનો કટકો ગોળ (Jaggery)
- આંબલી થોડી (Ambli)
- 50 ગ્રામ ફુલવડી (Fulwadi)
- 50 ગ્રામ ખારેક (Kharek)
Recipe :
- 3 દાળ ને ભેગી ધોઈ ને બાફીલો.
- સિંગદાણા સૂરણ અને ખારેક ના ટુકડા બાફીલો.
- બાફેલી દાળ ને વલોવીને તેમાં સિંગદાણા અને ખારેક ના ટુકડા ઉમેરો.
- 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી રાઈ, હિંગ, અને 2 તજ, 2 લવિંગ, ચાર લીમડાના પત્તા નો વઘાર કરી ઝીણી સમારેલી ધોયેલી પાલક અને મેથીની ભાજી ઉમેરો.
- ભાજી ચઢી જાય એટલે તેમાં મીઠું, હળદર, ગોળ, મરચું, આંબલી નો રસ બાફેલું સૂરણ સિંગદાણા અને ખારેક ના ટુકડા નાખી ઉકાળવા મુકો.
- ઉપર 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી, તેમાં ફુલવડી ઉમરો.
- અને ઉપર કોથમીર ભભરાવી અને ગરમ નાન સાથે પીરસો.