mohan thal recipe

Mohanthal Recipe in Gujarati Language :

(મોહન થાળ )

Ingredients :
  • 500 ગ્રામ ચણા નો કકરો લોટ (Gram flour)
  • 400 ગ્રામ ખાંડ (Sugar)
  • 400 ગ્રામ ઘી  (Ghee)
  • 1/2 સ્પૂન કલર (Food colour orange colour)
  • 3 ટીસ્પૂન જેટલું દૂધ (દાબો દેવા માટે) (milk)
ડેકોરેશન માટે : (For Decoration)
  • ચારોડી (charoli : Buchanania lanzan)
  • ઇલાઇચી (Elaichi/ Green Cardamom)
  • પીસ્તા (Pistachio)
gujarati mohanthal sweet
Mohanthal
Recipe:
  • ચણા ના કકરા લોટને ઘી અને થોડું દુધ નાખી દાબો દેવો.
  • પછી લોટ ને ચોખાના ચારણે ચાળી ને ઘસી ને લેવો.
  • ઘી ગરમ થાય એટલે લોટ નાખી શેકવો. 
  • લોટ શેકાઈ જાય એટલે તેમાં કલર નાખી હલાવી દેવો. 
  • નીચે ઉતારીને ઠંડો કરવો પછી 3 તારની ચાસણી બનાવવી. 
  • ચાસણી બની જાય એટલે શેકેલા ઠંડો લોટ તેમાં નાખી ને હલાવવો. 
  • થોડું ઠંડુ પડે એટલે ઠારવો. 
  • તેમાં ઇલાઇચી નો ભુક્કો, આખી ચારોડી, અને પીસ્તા ના ટુકડા ભભરાવવા.
  • મોહન થાળ ઠરી જાય એટલે સરખા ચોરસ પીસ પાડી ભરી લેવો.          
3 તારની ચાસણી બનાવવા માટે :    
  • એક તાસરામાં 400 ગ્રામ ખાંડ લઇ, તે ખાંડ ડૂબે એટલું પાણી લેવું. 
  • અને ગેસ પર ચાસણી તૈયાર થવા દો. 
  • બધી ખાંડ ઓગળી ને 3 તારની ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો. 
Note : મોહન થાળ બનાવતી વખતે ચાસણી બનાવવા માં ખાસ ધ્યાન રાખવું.

Mohanthal is the Diwali Special Sweet Recipe, each and every housewife Recommends this recipe make at home, and its a very popular Recipe in Gujarat. and also be made on many social events and functions.