Sprouted Moong Chick pea Samosa Recipe:
Ingredients:
Recipe:
Ingredients:
- ફણગાવેલા મગ - 2 વાડકી - Sprouted Moong
- બાફેલા ચણા - 2 વાડકી - Boil chick pea
- મકાઈ ના ડોડા - 2 નંગ - Fresh corn
- બટાકા - 3 થી 4 નંગ - Potato
- ડુંગળી - 2 નંગ - Onion
- બીટ - 1 નંગ - Beat root
- મેગી નુડલ્સ - 1 નાનું પેકેટ - Noodles
- લસણ - Garlic
- આદું મરચાંની પેસ્ટ - 3ટી સ્પૂન - Ginger garlic paste
- હળદર - Turmeric
- મરચું - Red chili powder
- મીઠું - Salt
- ધાણાજીરું - Cumin coriander seed powder
- ગરમ મસાલો - Garam Masala
- વરિયાળી - Fennel seed
- તલ - Sesame seed
- 1 લીંબુ - Lemon
- ખાંડ - Sugar
- કોથમીર - Coriander
- મેંદો - 500 ગ્રામ - Maida flour
- તેલ - Oil
Recipe:
- સૌ પ્રથમ બટાકા ને બાફી ને નાના નાના પીસ કરી લેવા.
- મકાઈ ના દાણા ને બાફી અધકચરા ક્રશ કરી લેવા.
- ડુંગળી, બીટ જીણું સમારી લેવું.
- લસણ આદું મરચાં ની પેસ્ટ તૈયાર કરી લેવી.
- ત્યાર બાદ મેગી ને નાની તપેલીમાં પાણી મૂકી ચઢવી દેવી.
- ત્યારબાદ ચણા ને કુકરમાં બાફી લેવા, અને હાથથી મસળી અધકચરા કરી લેવા.
- ત્યારબાદ એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરા નો અને હિંગ નો વઘાર કરી.
- સૌ પ્રથમ ફણગાવેલા મગ નાખવા.
- ત્યારબાદ ડુંગળી અને આદું મરચાં લસણ ની પેસ્ટ નાખવી, બરાબર હલાવતા રહેવું અને સાથે મકાઈ ના દાણા, ચણા, બટાકા ના પીસ, બીટ ના પીસ બધુજ ઉમેરતા જવું.
- અને હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, વરીયાળી, તલ, લીંબુ, ખાંડ, કોથમીર બધુજ ઉમેરી તૈયાર થયેલી મેગી નાખી બરાબર પુરણ તૈયાર કરવું.
- બીજી બાજુ મેંદા ના લોટમાં મીઠું, તેલ નાખી પૂરી નો લોટ બાંધવો અને પૂરી વણી સમોસા નો આકાર આપી પૂરણ ભરી, સમોસા વાળવા.
- ગરમ તેલમાં આછા ગુલાબી તળી, ગળી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસવા.
No comments:
Post a Comment