makai nu shaak corn sabzi recipe

Makai Nu Shaak Corn Sabzi Recipe in Gujarati Language:

Ingredients:

  • 1 નંગ લીલી મકાઈ (Fresh American Corn/ Makai)
  • 2 નંગ ડુંગળી (Onion)
  • 3 નંગ ટામેટા (Tomato)
  • 5 થી 6 કળી લસણ (Garlic)
  • 5 થી 7 નંગ લીલા મરચાં (Green chili)
  • હળદર (Turmeric)
  • મરચું (Red Chili Powder)
  • મીઠું (Salt)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • ગરમ મસાલો (Garam Masala)
  • કોથમીર (Coriander)  
Recipe:
  • સૌ પ્રથમ મકાઈ ડોડા માંથી દાણા કાઢી તેને બાફી લેવા.
  • ત્યારબાદ થોડાક દાણા ને મિક્સર માં ક્રશ કરવા અને લીલા મરચાં, લસણ મિક્સરમાં ક્રશ કરવા અને ગ્રેવી તૈયાર કરવી.
  • ત્યારબાદ એક તાસરામાં તેલ અને ઘી મૂકી જીરું અને હીંગ નો વઘાર કરી, તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી, તેમાં સહેજ પાણી નાખી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર સાંતળો.
  • ગ્રેવી સતડાઈ જાય એટલે તેમાં મિક્સરમાં ક્રશ કરેલી મકાઈ ની પેસ્ટ તેમજ આખા બાફેલા દાણા પણ ઉમેરી દો. 
  • બરાબર મિક્સ કરી તેમાં કોથમીર ભભરાવવી અને દૂધ ઉપર જામેલી તાજી મલાઈ એક ચમચી ઉમેરવી.