Khichu Recipe in Gujarati Language :
ખીચું બનાવવાની રીત:
Ingredients :
ખીચું બનાવવાની રીત:
Ingredients :
- 1 મોટી તપેલી - કમોદ ની કણકી નો લોટ (Kamod Kanki Flour)
- લીલા મરચાં જરૂર મુજબ (Green Chili)
- જીરૂ (Cumin seed)
- મીઠું (Salt)
- 1 1/2 તપેલી પાણી (દોઢ તપેલી) (Water)
- તેલ ( Oil )
- મેથી નો મસાલો
- સૌ પ્રથમ લીલા મરચાં અને જીરૂ મિક્સર માં ક્રશ કરી લેવા.
- ત્યારબાદ એક તપેલામાં દોઢ તપેલી પાણી ઉમેરી, તેમાં જીરૂ, મરચું, મીઠું નાખી પાણી બરાબર ઉકળવા દેવું.
- ( જે તપેલીમાં લોટ હોય તેજ તપેલી નું પાણી નું માપ લેવું ) ત્યારબાદ બરાબર પાણી ઉકળે એટલે લોટ ઉમેરતાં જવું અને વેલણ થી હલાવતાં જવું.
- બધુંજ એક મિશ્ર થાય એટલે નીચે તવી મૂકી ધીમાં તાપે સીજવા દેવું.
- ત્યારબાદ ખીચું ચઢી જાય એટલે ગરમ ગરમ એક બાઉલ માં ખીચું કાઢી, તેમાં મેથી નો મસાલો નાખી તેલ નાખી પીરસવું.
This Khichu Recipe is Favourite of all Gujarati People Living anywhere in the World !
No comments:
Post a Comment