Palak Corn Soup Recipe in Gujarati Language:
Ingredients:
Recipe:
Ingredients:
- 250 ગ્રામ - પાલક (Spinach)
- 1 નંગ મકાઈ ડોડો (Fresh Corn)
- 5 થી 6 કળી - લસણ (Garlic)
- 1 નંગ - ડુંગળી (Garlic)
- 2 નંગ - ટામેટું (Tomato)
- મીઠું (Iodised Salt)
- મરચું (Red Chili Powder)
- તજ નો ભૂક્કો (Cinamon Powder)
- લવિંગ નો ભૂક્કો (Loung Powder)
Recipe:
- સૌ પ્રથમ પાલક ને જીણો સમારી સ્વચ્છ પાણી થી ધોઈ નાખવો.
- તેમજ મકાઈ ને ફોતરા કાઢી તેના દાણા કાઢી પ્રેશર કુકર માં બાફી નાખવા.
- તેમજ સાથે કુકરમાં ડુંગળી, લસણ, ટામેટું પણ નાખીને બાફી લેવું તેમજ પાલકને તપેલીમાં પાણી મૂકી બાફી લેવી.
- ત્યારબાદ મિક્સરમાં બાફેલી પાલકને સહેજ પાણી નાખી ક્રશ કરી લેવી અને બાફેલા દાણા ને જુદા કાઢી લેવા.
- ટામેટા, ડુંગળી, લસણ ને પણ મિક્સરમાં ક્રશ કરી પાલક ની અંદર ઉમેરી દેવી.
- સહેજ મીઠું, મરચું, તજ, લવિંગ નો ભુક્કો નાખવો સહેજ ખાંડ નાખી મકાઈ ના દાણા ઉમેરી દેવા.
- અને ઉકળવા દેવું ત્યારબાદ ગરમ ગરમ પીરસવો.