Makai Methi na Gota Recipe in Gujarati Language :
મકાઈ, મેથી ના ગોટા બનાવવાની રીત :
Ingredients :- 2 નંગ મકાઈ ડોડા - (Fresh Corn)
- 1 જુડી લીલી મેથી (Fenu greek)
- 1 મોટો બાઉલ ચણા નો લોટ (Gram flour)
- હળદર (Turmeric)
- મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Cumin coriander seed)
- ગરમ મસાલો (Garam Masala)
- તલ (sesame seed)
- વરીયાળી (Fennel seed)
- કોથમીર (Fresh Coriander)
- 8 થી 9 નંગ - લીલા મરચાં (Green chili)
- 6 થી 8 કળી - લસણ (Garlic)
- આદું અડધો ટુકડો (Ginger)
- મોણ માટે તેલ (Oil)
- 1 ટેબલ સ્પૂન - દહીં (Yogurt)
- ખાંડ (Sugar)
- સૌ પ્રથમ મકાઈ ને બાફી ક્રશ કરી લેવી.
- લીલી મેથી ચૂંટી ને જીણી સમારી પાણીમાં ધોઈ નાખવી.
- એક તપેલીમાં ચણા નો લોટ અને ઘઉં ના કકરા લોટને મિક્સ કરી તેમાં તેલનું મોણ ઉમેરી ક્રશ કરેલી મકાઈ અને આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી, તેમજ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, તલ, વરીયાળી, ગરમ મસાલો વગેરે ઉમેરવું અને જીણી સમારેલી મેથી ઉમેરવી.
- દહીં અને ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી બરાબર હાથથી હલાવી જરૂર પ્રમાણે પાણી ઉમેરવું અને ખીરું તૈયાર કરવું.
- અને તેલ ગરમ કરવા મૂકી લૂવા મૂકવા અને આછા ગુલાબી ગોટા ઉતારવા.