Corn Potato Paratha Recipe in Gujarati Language:
(મકાઈ અને બટાકાના પરોઠા )
Ingredients :- 2 નંગ - મકાઈ ડોડા (Fresh Corn)
- 500 ગ્રામ - બટાકા (Potato)
- 6 થી 7 નંગ - લીલા મરચાં (Green Chili)
- 6 થી 8 કળી લસણ (Garlic)
- લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- હળદર (Turmeric)
- મરચું (Red chili powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Cumin coriander seed powder)
- ગરમ મસાલો (Garam Masala)
- તલ (Sesame seed)
- વરીયાળી (Fennel seed)
- કોથમીર (Fresh Chopped Coriander)
- આદું નાનો ટુકડો (Ginger)
- 1 મોટો બાઉલ - ઘઉં નો લોટ (રોટલીનો) (Wheat flour (Chapati Making Flour)
- તેલ મોણ માટે (Oil)
- મીઠું (Salt)
Recipe :
- સૌ પ્રથમ મકાઈના ડોડા ને છોતરા કાઢી કુકર માં બાફી લેવા અને બટાકા ને પણ કુકરમાં બાફી લેવા
- બાફેલા.
- બાફેલા મકાઈ ના દાણા ને મિક્સર માં ક્રશ કરી લેવા, અને બટાકાના છોતરા કાઢી હાથથી માવો તૈયાર કરવો.
- બટેકાના માવામાં ક્રશ કરેલી મકાઈ મિક્સ કરવી, તેમજ વાટેલા આદું મરચાં, લસણ ઉમેરવું.
- ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, તલ, વરીયાળી ઉમેરી લીંબુ, ખાંડ નાખવું. તેમજ કોથમીર ભભરાવવી, બધુંજ એક મિક્સ કરી લેવું.
- ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવું, અને બીજી બાજુ રોટલીના લોટને મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધવો.
- ત્યારબાદ નાનું પરોઠું વણી તેમાં આ માવો ભરવો અને બધી બાજુથી ગોળ વણી ફરીથી પરોઠું વણવું. અને તવી ઉપર તેલ મૂકી ગુલાબી થાય તેવા પરોઠા શેકવા.