cutlet sandwich recipe in gujarati

Cutlet Sandwich Recipe in Gujarati Language:

Ingredients:
  • 50 ગ્રામ ફણસી (French beans)
  • 200 ગ્રામ બટાકા (Potato)
  • 50 ગ્રામ ગાજર (Carrot)
  • 100 ગ્રામ લીલા વટાણા (Green Peas)
  • તેલ પ્રમાણસર (oil)
  • 1 ટીસ્પૂન તલ (Sesame seed)
  • 1 ટીસ્પૂન વરીયાળી (Fennel)
  • 1 ટીસ્પૂન વાટેલાં આદું મરચાં (Ginger chili paste)
  • કોથમીર (Coriander)
  • લીંબુ (Lemon)
  • ખાંડ જરૂર મુજબ (Sugar)
  • 2 ટેબલ સ્પૂન આરાનો લોટ (Ara flour)
  • ટોસ્ટ નો ભુક્કો (Toast Crumb) 
  • મીઠું (Salt)
  • 16 સ્લાઇસ બ્રેડ (Bread slice)
  • સોસ (Sauce)
  • ચાટ મસાલો (Chat Masala)
  • ચીઝ (Cheese)
  • બટર (Butter)
Recipe:
  • એક તપેલીમાં ફણસી, ગાજર, વટાણા જીણા સમારી વરાળથી બાફવા, બટાકા ને બાફી છીણી થી છીણી લેવા.
  • એક વાસણ માં તેલ મૂકી હિંગ, તલ નો વઘાર કરી, આદું મરચાં, વરીયાળી, કોથમીર, લીંબુ, ખાંડ બધુંજ ઉમેરી દેવું.
  • આરાનો લોટ નાખતા જવું અને હલાવતા જવું જેથી ગાંગડી ન પડે પછી તેમાં 1 ટેબલસ્પૂન ટોસ્ટ નો ભુક્કો નાખવો.
  • આરાનો લોટ અને કોથમીર સતડાઈ જાય ત્યારે શાકમાં જરૂરી ટોસ્ટ નો ભુક્કો અને મીઠું નાંખી બધા મસાલા સાથે મિક્સ કરવું.
  • કટલેસ ના બીબા થઈ કટલેસ પાડવી.
  • ટોસ્ટ ના ભૂક્કા માં રગદોળી ગરમ તેલમાં તળવી.
  • હવે બ્રેડ પર બટર લગાવવું તેના પર સોસ અને ચટણીઓ અને કટલેસ મૂકવા.
  • ચાટ મસાલો નાખવો, ચીઝ છીણવી.
  • બીજી બ્રેડ બટર લગાવીને તેના પર મૂકવી.