Bhakarwadi Recipe in Gujarati Language :
Ingredients :
Recipe :
Ingredients :
- Gram flour - 200 ગ્રામ - ચણા નો લોટ
- Wheat flour - 50 ગ્રામ - ઘઉં નો લોટ
- Oil - 1 ટેસ્પૂન - તેલ
- Salt - મીઠું
- Turmeric - હળદર પ્રમાણસર
- Dry Coconut crumb - 125 ગ્રામ સૂકા કોપરાની કાચલી ને છીણીને
- Cinnamon - તજ
- Clove- લવીંગ
- Pepper - મરી
- Tamalpatra - તમાલપત્ર
- Dry Red chili (સૂકા લાલ મરચાં) (Dry Red Chilli)
- Sesame Seed - (તલ)
- Variyali/ (English name: Fennel)) વરિયાળી
- Salt - (મીઠું)
- Turmeric - (હળદર)
- Chili powder - (મરચું)
- oil - (તેલ)
- Amchur Powder - (આમચૂર પાવડર)
- Sugar - 1 ટેસ્પૂન (ખાંડ)
Recipe :
- સૌ પ્રથમ ઘઉંનો ચણાનો લોટ ભેગાં કરી તેમાં મીઠું, સહેજ હળદર તથા પ્રમાણસર મોણ નાખીને કઠણ લોટ બાંધીને એક કલાક ઢાંકી રાખો.
- ત્યાં સુધી એક તાસરામાં સહેજ તેલ લઇ તેમાં તજ, લવિંગ, મરિયા, તમાલપત્ર, સુકા લાલ મરચા, તલ, વરીયાળી, બધુજ શેકી દેવું સહેજ મસાલો લાલાસ પડતો થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવો.
- ઠંડો પડતા તેને મિક્સરમાં ક્રશ કરી લેવો.
- ત્યારબાદ કોપરાની કાચલીને છીણી તૈયાર રાખો, અને મસાલા માં આમચુર પાવડર, ખાંડ ઉમેરી દેવી.
- હવે કલાક પૂરો થઇ ગયો હોય તો, બાંધેલા લોટ ના એક સરખા મોટા ગુલ્લાં કરી મોટો અને પાતળો રોટલો વણવો.
- જેટલા રોટલા હોય તેટલાં મસાલાના ભાગ કરી લેવા વણેલા રોટલા ઉપર મસાલો ભરચક સરસ રીતે બરાબર પાથરી લેવો.
- ત્યારબાદ તેની ઉપર કોપરાની છીણ ભભરાવવી.
- ગોળ ગોળ રોટલાં ના રોલ વાળવો, દબાવીને ચપ્પાથી તેના પીસ કરી અથવા અડધે સુધી કાપા પાડી ને આડા વીટા તળવા.
- વીટા ઠરે પછી કાપા માંથી ટુકડા ટુકડા પાડવા.