Gujarati Churma Ladoo Recipe : (ચુરમા ના લાડું)
Ingredients :
Recipe :
Ingredients :
- 3 વાડકી ઘઉં નો ભાખરી નો કકરો લોટ - Wheat flour
- અડધી વાડકી ચણાનો લોટ - Gram flour
- અડધી વાડકી સોજી નો લોટ - Soji Flour
- બૂરું ખાંડ જરૂર પ્રમાણે
- ઇલાઇચી નો ભૂકો Elaichi
- કાજુ - Cashew
- દ્રાક્ષ - Dry Grapes - Kismis
- આખી સાકર નાની - Whole Sugar Small Size
- ઘી જરૂર પ્રમાણે - Ghee
Recipe :
- સૌ પ્રથમ એક મોટી તાસમાં ત્રણે લોટ ભેગા કરી મુઠી વળે, એટલું ઘી અંદર નાખી.
- તેનાં મુઠીયા બનાવી તેલમાં ગુલાબી થાય તેવા તળી લેવા.
- ત્યાર બાદ મુઠીયા ને ભાગી ઠંડા પડે એટલે મિક્ષર માં ક્રશ કરી
- એકદમ ઝીણું કરી દેવું, અને ચારણા થી ઝીણું કરી દેવું.
- જેથી દાણા દાણા જેવું ચુરમું તૈયાર થશે.
- ત્યારબાદ તેમાં પહેલાં થોડું બુરું ખાંડ નાખવું, અને ઘી ગરમ કરીને જોઈતા પ્રમાણ નાખવું.
- બધું બરાબર મિક્ષ કરી સહેજ ચાખવું, જો મોળું લાગતું હોય તો જોઈએ તે પ્રમાણે બુરું ખાંડ નાખવું. અને જરૂર પ્રમાણે ઘી ઉમેરવું.
- તેમજ ઇલાઇચી નો ભુક્કો કાજુ ના ટુકડા, અને દ્રાક્ષ અને આખી સાકર નાખી, સહેજ પાણી ના છાંટા નાખી.
- બધુજ ભેગું કરી થોડી વાર પછી ગોળ ગોળ લાડવા વાળવા, અને ઉપર થી ખસખસ લગાડવી.
This Churma Na Ladoo Can be Made in Gujarati homes in Many Social Events like Wedding, Janoi, and Many Ceremony and Celebrations.