dungri papad nu shaak

Dungri Papad nu Shaak Recipe in Gujarati Language:

[ ડુંગળી પાપડ નું શાક ] 

Ingredients :
  • 3 નંગ સૂકી ડુંગળી - Onion
  • 3 નંગ પાપડ - Papad
  • 1 ટીસ્પૂન મરચું - Red Chili Powder
  • 1/2 ટીસ્પૂન હળદર - Turmeric Powder 
  • 1/2 ટીસ્પૂન જીરું - Cumin seed 
  • 1 ટીસ્પૂન ધાણાજીરું - Cumin Coriander Seed powder
  • 2 ટીસ્પૂન તેલ વઘાર માટે - Oil 
  • હિંગ - Asafoetida
  • મીઠું - Salt         
Recipe :
  • સૌ પ્રથમ પાપડ ના ટુકડા કરવા
  • ત્યારબાદ તાસરામા વઘાર માટે તેલ, તેલ આવે એટલે જીરું અને હિંગ નાખી પાપડ વઘારવા
  • ડુંગળી સમારી દો, 1 કપ પાણી નાખો અને તરત ડુંગળી ધોઈ ને નાખો.
  • 6 થી 8 મિનિટમાં ચઢી જશે એટલે મીઠું, ધાણાજીરું, મરચું, હળદર નાખવાં.
  • ગરમ ગરમ પીરસો, રોટલી કે પરોઠા સાથે પીરસો,         
Recipe :
  • First Take Urad Papad and Make its Small Pieces.
  • Then Take Pan and Add Oil once Oil Heated add Cumin Seed, and Asafoetida and add Papad.
  • Cut the Onion, add 1 cup of Water and Wash the Onion.
  • It can Cooked in 6 to 8 Minutes then add Salt, Cumin Coriander Seed Powder, Red Chili Powder, Turmeric.
  • Serve it Hot with Roti or Paratha.                

bread roll recipe

Bread Roll Recipe in Gujarati Language:

(બ્રેડ રોલ)

Ingredients :
  • 15 સ્લાઈસ - સેન્ડવીચ બ્રેડ - Sandwich Bread 
  • 3 થી 4 નંગ - બટાકા - Potato
  • 2 નંગ - ડુંગળી - Onion
  • 4 ટીસ્પૂન - આદું મરચાં ની પેસ્ટ - Ginger chili paste  
  • લીંબુ ના ફૂલ જરૂર પ્રમાણે - Limbu na phool 
  • ગરમ મસાલો - Garam Masala
  • મરચું - Red chili powder
  • હળદર - Turmeric
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Coriander Cumin Seed powder
Recipe :
  • સૌ પ્રથમ બટાકાને બાફી તેનો માવો તૈયાર કરવો.
  • તેના માવામાં જીણી સમારેલી ડુંગળી, કોથમીર, આદું, મરચાં, લસણ, ની પેસ્ટ લીંબુ ના ફૂલ, ખાંડ, હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો બરાબર મિક્સ કરી માવો તૈયાર કરવો.
  • બ્રેડ ની કિનારી કાપી લો અને બ્રેડ ને સહેજ પાણી માં પલાળી નીચોવી તેમાં માવો ભરી બરાબર બંધ કરી હલાવીને લંબગોળ આકાર આપવો.
  • પછી વધારે તાપ રાખી ગરમ તેલમાં તળી લેવા.
  • ગળી ચટણી સાથે સર્વ કરવા. 

green peas potato samosa recipe

Green peas potato Samosa Recipe in Gujarati Language:

[ લીલા વટાણા બટાકા ના સમોસા ]

Ingredients:

  • એક મોટો બાઉલ - લીલા વટાણા - Green Peas
  • 4 થી 5 નંગ - બટાકા - Potato
  • 4 ટીસ્પૂન  - આદું મરચાં લસણ ની પેસ્ટ - Ginger Garlic Paste   
  • તલ - Cumin seed
  • વરીયાળી - Fennel seed
  • હળદર - Turmeric
  • મરચું - Red chili powder
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Cumin coriander seed powder
  • ગરમ મસાલો - Garam masala
  • લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • કોથમીર જરૂર પ્રમાણે - Fresh Coriander  
  • 500 ગ્રામ - મેંદો - Maida
  • મીઠું - Salt
  • મોણ જરૂર પ્રમાણે - Oil            

Recipe:
    samosa shape making
  • સૌ પ્રથમ લીલા વટાણા અને બટાકા ને બાફી લો.
  • સહેજ વાર પછી લીલા વટાણા બટાકા છુંદી માવો તૈયાર કરવો 
  • ત્યાર બાદ તેમાં આદું મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરવી.
  • તેમાં તલ, વરીયાળી, હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુ, ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી, હાથથી બધુંજ એક મિક્સ કરી માવો તૈયાર કરવો.
  • ત્યારબાદ મેંદામાં મીઠું, મોંણ નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી, પૂરી જેવો લોટ બાંધવો. 
  • પૂરી વણી વચ્ચે થી કાપી સમોસા નો આકાર આપી તેમાં આ માવો ભરી સમોસું સરસ રીતે પેક કરી લેવું જેથી ખુલી ના જાય અને ગરમ તેલમાં આછા ગુલાબી તળી લેવાં.
  • ગળી ચટણી સાથે અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવા.                 

methi khakhra recipe

Methi Khakhra Recipe in Gujarati Language: 

[ મેથી ના ખાખરા ] 

Ingredients:
  • 250 ગ્રામ - ઘઉં નો લોટ - Wheat flour
  • 50 ગ્રામ - લીલી મેથી - Green fenu greek
  • સુકું લાલ મરચું - જરૂર પ્રમાણે - Red chili powder 
  • 1/2 ટેબલ સ્પૂન અજમો (ઝીણો ખાડેલો)  
  • 1/2 ટેબલ સ્પૂન તલ - Sesame seed
  • મીઠું - Salt
  • હળદર - જરૂર પ્રમાણે - Turmeric
  • તેલ - Oil
  • ઘી - Ghee
gujarati methi na khakhra
Methi Khakhra

Recipe:
  • સૌ પ્રથમ લીલી મેથીને ચૂંટી ને સમારી ને પાંદડા સ્વચ્છ પાણી થી ધોઈ નીતારી લો.
  • એક તાસ માં મેથી લઇ, મરચું, ઝીણો ખાંડેલો અજમો, તલ, મીઠું અને ઘઉં નો લોટ અને તેલ નાખી બરાબર હલાવી દો. 
  • 2 મિનીટ રહેવા દો. 
  • પછી તેમાં લોટ બાંધવા જેટલું પાણી ઉમેરી લોટ બાંધી લો.
  • 5 મિનીટ લોટ રહેવા દો, પછી ગોળ ગોળ લુવા પાડી લો અને રોટલી ની જેમ સહેજ ચપટી કોરો લોટ લઇ મોટી પાતળી રોટલી વણી લો.
  • હવે લોઢી ધીમા તાપ પર મૂકી તેનાં પર પાતળા ખાખરા થોડી વાર શેકી લો. (પૂરા શેકવા નહિ).
  • ખાખરા ની બંને બાજુ ઘી કે તેલ લગાવી દો, થોડી વાર રહેવા દો.
  • પછી ધીમા તાપ પર કપડા થી દબાવી બંને બાજું ગુલાબી શેકી લો અને હવા ચુસ્ત ડબ્બા મા ભરી લો.
  • પીરસતી વખતે ઘી લગાવી સંચળ કે ખાખરાનો મસાલો નાખી સર્વ કરવા.                 
Methi Khakhra is a Good Light Snacks to Carry while travelling or on a long tours.

        

bhel recipe

Bhel Recipe in Gujarati Language:

Ingredients:
  • 300 ગ્રામ વઘારેલા સેવ મમરા - Vagharela Sev Mamra  
  • 1 નંગ - દાડમ - Pomegranate
  • 4 ટેબલ સ્પૂન - ઝીણી સમારેલી કોથમીર - Small chopped coriander   
  • 3 નંગ - બટાકા - Potato 
  • 1 નંગ - બીટ - Beat root
  • 3 નંગ - ટામેટા - Tomato
  • 3 થી 4 નંગ ડુંગળી - Onion
  • ખજૂર ની ચટણી - Khajur Chutney
  • લસણ ની ચટણી - Garlic Chutney 
  • કોથમીર ની ચટણી - Coriander Chutney       
  • મીઠું - Salt 
Recipe:
  • સૌ પ્રથમ એક મોટી તપેલી અથવા તાસરામાં વઘારેલા સેવ મમરા લો, તેમાં તીખી પૂરી  અથવા ફરસી પૂરી કે પકોડી ભાંગી ને નાખો. 
  • ત્યારબાદ બટાકા બાફી લો.  
  • તેમાં ઝીણા સમારેલા બટાકા, ટામેટા, બીટ, ડુંગળી, ખજૂર ની ચટણી, લસણ ની ચટણી, કોથમીર ની ચટણી નાખી તેમજ ઝીણી સમારેલી કોથમીર નાખી બધુંજ બરાબર હલાવી દો.
  • એટલે સરસ ચટાકેદાર ભેળ તૈયાર થઇ જશે.        
Recipe:
  • First take one big bowl and add fried sev mamra it it, add tikhi puri, or farsi puri or pakodi and break into in mamra.
  • Boil the potato, once cool remove skin and chopped in small pieces.
  • Then add Potato, small chopped tomato, onion, khajur chutney, garlic chutney, coriander chutney, and small chopped coriander in it and mix all well then spicy delcious bhel is ready to eat.



bataka nu shaak

Bataka nu Shaak Recipe in Gujarati Language:

Ingredients:
  • 250 ગ્રામ - બટાકા - Potato
  • 2 નંગ લીલા મરચા - Green chili 
  • તેલ - oil
  • રાઈ - Mustard seed
  • જીરું - Cumin seed 
  • હિંગ - Asafoetida    
  • હળદર - Turmeric
  • મરચું - Red Chili Powder
  • મીઠું - Salt
  • ધાણાજીરું  - Cumin coriander seed powder   
  • ગોળ - Jaggery
  • આંબોડીયા નો પાવડર - Ambodiya Powder  
  • કોથમીર - Coriander
bataka nu shaak recipe

Recipe:
  • સૌ પ્રથમ બટાકા ને ધોઈ છાલ સાથે સમારી દો.
  • પછી કૂકર માં તેલ મૂકી તેલ આવે એટલે રાઈ અને જીરા નો વઘાર કરી હિંગ નાખી, સમારેલા બટાકા તેમાં ઉમેરવા અડધો ગ્લાસ પાણી ઉમેરી દો. 
  • અને હળદર, મરચું, ધાણાજીરું ઉમેરી દો તથા ગોળ અને આંબોડીયા નો પાવડર પણ ઉમેરી દો.
  • બરાબર હલાવી દો અને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દો કૂકર ઠંડુ પડે એટલે કૂકર ખોલી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સહેજ ખદખદવા દો.
  • એટલે બટાકા નું રસાવાળુ શાક તૈયાર થઇ જશે.       
 Recipe:
  • Take Potato and Wash well with Clean water and Cut Potatoes with Skin.
  • Then Put Pressure Cook on the Gas, add oil and heat, once oil heated add mustard seed, cumin seed, asafoetida and potato pieces in it. and add half glass of water in it.
  • And other spices like turmeric, cumin coriander seed powder, jaggery, ambodiya powder and mix well all.
  • Then play three whistle and turn off the gas, and once cooker get cool open the cooker and add small chopped coriander in it and let two minutes on gas mix all well, and turn off the gas.
  • Tasty Potato Sabji (bataka nu shaak) is Ready to Serve.


Dabeli recipe

Dabeli Recipe in Gujarati Language:

[ દાબેલી ]

Dabeli Dry Masala Powder Making at Home Recipe:
  • 6 થી 7 નંગ આખા સૂકા લાલ મરચાં - Dry Red Chili
  • 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું - Dry Kashmiri Chili Powder
  • 1 ટીસ્પૂન - જીરું Cumin seed
  • 1 નંગ - તજ - Cinnamon
  • 1 ટેબલ સ્પૂન આખા ધાણા - Whole Coriander seed
  • 2 નંગ - લવિંગ - Cloves
    કાશ્મીરી લાલ મરચું સિવાય ઉપરોક્ત બધાજ મસાલાને તવીમાં લઇ શેકી લો, શેકાયા ની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ને સહેજ ઠંડા પડવા દઈ મિક્સર માં દળી પાવડર બનાવી લો. પછી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દો અને કાચ ની બરણી માં ભરી લો.   

આંબોડીયા ની ચટણી....!!!!


આંબોડીયા ની ચટણી બનાવવા માટે આંબોડીયા નો પાવડર, ગોળ, મીઠું, મરચું, ભેગાં કરીને જરૂર મુજબ પાણી નાંખી ને ઉકાળવું એટલે આંબોડીયા ની ચટણી તૈયાર થઇ જશે.         

લસણ ની ચટણી....!!!

લસણ ની ચટણી બનાવવા માટે લસણ ની પેસ્ટ, મીઠું, મરચું, ગોળ, અને જીરું ભેગા કરીને વાટી લેવું જરૂર મુજબ સહેજ પાણી નાખવું.     
dabeli recipe in gujarati
Dabeli
Ingredients:
  • 10 થી 14 નંગ દાબેલી ના બન - Dabeli bun
  • 500 ગ્રામ બટાકા - Potato
  • 100 ગ્રામ શેકેલી સિંગ - Roasted Ground nut seed / Singdana
  • 25 ગ્રામ તલ નો ભૂક્કો - Sesame seed powder
  • 2 ટેબલ સ્પૂન કોથમીર - Fresh Coriander
  • 10 ગ્રામ વરિયાળી - Fennel Seed
  • 1 ટેબલ સ્પૂન આંબોડીયા નો પાવડર - Ambodiya powder
  • 1 નંગ લીંબુ - Lemon
  • 2 ટેબલ સ્પૂન ખાંડ - Sugar
  • ઘી - Butter/ Ghee
  • લસણ - Garlic
  • જીરું - Cumin seed   
  • ગોળ - Jaggery
  • 2 નંગ ઝીણી ડુંગળી - Onion
  • 100 ગ્રામ દાડમ - Pomegranate 
  • તેલ - oil
  • ટોમેટો સોસ - કેચપ - Tomato Sauce/ Ketchup
  • મીઠું - Salt    
Recipe:
  • સૌ પ્રથમ બટાકા બાફી લો.  
  • ત્યારબાદ બટાકા ઠંડા પડે એટલે ને છોલીને છીણી નાંખવા, 
  • શેકેલી સીંગ ને અડધા ફાડયા રહે તેમ ખાંડવી.
  • ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નો ભૂક્કો નાખી સહેજ સાંતળવું એટલે મસાલા સીંગ થઇ જશે. 
  • હવે એક તાસરામા સહેજ તેલ મૂકી બટાકાનો માવો તેમાં નાખી સહેજ હિંગ નાખી સાતડો અને    
  • બટાકા ના માવામાં દાબેલી નો બનાવેલો મસાલો નાંખવો, અને વરિયાળી નો ભૂક્કો નાખી બટાકા વડા જેવો બધો મસાલો નાખવો, ખાંડ નાંખી, લીંબુ નીચોવી અને બધુંજ બરાબર મિક્સ કરી દેવું અને દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી પણ ઉમેરી દેવી અને મિક્સ કરી દેવું એટલે દાબેલીમાં ભરવા માટેનો મસાલો થઇ જશે ગેસ બંધ કરી દેવો અને તાસરાને નીચે ઉતારી લો. દાબેલીનો માવો સહેજ ઠંડો થાય એટલે   .     
  • દાબેલી બનમાં કાપો કરી પ્રથમ લસણ અને પછી આંબોડીયા ની ચટણી નાખો, ચટણી નાખી પછી દાબેલીનો માવો ભરવો.
  • પછી દાબેલી ને તવી માં તેલ અથવા બટર લઈ શેકી લોં અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
  • દાબેલી શેકાયા પછી ચપ્પા વડે પીસ કરી સોંસ અને ઝીણી નાયલોન સેવ નાખી પણ સર્વ કરી શકાય.

Dudhi halwa recipe

Dudhi Halwa Recipe in Gujarati Language:

[ દૂધી નો હલવો ] 

Ingredients:
  • 400 ગ્રામ - કૂણી દૂધી - Bottle Gourd
  • 5 કપ - દૂધ - Milk
  • ઇલાઇચી નો ભુક્કો - Cadamom Seed
  • 150 ગ્રામ માવો - Milk khoya
  • 5 ટેબલ સ્પૂન - ઘી
  • 250 ગ્રામ ખાંડ - Sugar      
  • કાજુ - Cashew
  • દ્રાક્ષ - Dry grapes / Raisin
  • વરખ - Varak - (Optional)
Recipe:
  • સૌ પ્રથમ દૂધી ને છોલી ને પાણીમાં બાફી લેવી, કપડામાં કાઢી ને બરાબર નીચોવી લેવી 
  • એક વાસણમાં થોડુંક ઘી મૂકી તેમાં દૂધી સાંતળવી.
  • બીજા ગેસ પર દૂધ બરાબર ઉકાળવું દૂધી સાંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખી હલાવવું,
  • બરાબર ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખવી, બરાબર ઘટ્ટ થાય એટલે થોડુંક ઘી નાખી, તેમજ કાજુ, દ્રાક્ષ ના ટુકડા નાખી હલાવી નીચે ઉતારી લેવું
  • એમાં ઇલાઇચી નો ભૂક્કો નાખવો અને થાળીમાં તેલ લગાડી ઠારી દેવું, અને ઠરી જાય એટલે સરસ ચોરસ પીસ કરી દેવા. 
  • ઉપર વરખ લગાડી શકાય.
  • માવો નાખવો હોય તો ખાંડ નું પાણી બળી જાય એટલે માવો શેકી ને નાખવો અને હલાવવું. 
Recipe:
  • First Chipping the bottle gourd and boil them, and take it in a cloth and and remove all the water.
  • Take Ghee in one vessel and scroch the bottle gourd.
  • On another gas boil the milk, once bottle gourd scroch then add hot milk in it and mix.
  • This mixture get thicker, then add sugar, once it is total thick then add ghee, cashew, raisin on it and mix it.
  • also add green cardamom powder and greese oil in the plate and spread the mixture in the plate and leave for set cool.
  • you can also spread the varak on it.
  • If you want to add milk khoya then once sugar water burned then roast the khoya and mix.
Dudhi halwa recipe is sweet and healthy recipe specially made on many social events like wedding, reception, and festivals.