Dabeli recipe

Dabeli Recipe in Gujarati Language:

[ દાબેલી ]

Dabeli Dry Masala Powder Making at Home Recipe:
  • 6 થી 7 નંગ આખા સૂકા લાલ મરચાં - Dry Red Chili
  • 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું - Dry Kashmiri Chili Powder
  • 1 ટીસ્પૂન - જીરું Cumin seed
  • 1 નંગ - તજ - Cinnamon
  • 1 ટેબલ સ્પૂન આખા ધાણા - Whole Coriander seed
  • 2 નંગ - લવિંગ - Cloves
    કાશ્મીરી લાલ મરચું સિવાય ઉપરોક્ત બધાજ મસાલાને તવીમાં લઇ શેકી લો, શેકાયા ની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી ને સહેજ ઠંડા પડવા દઈ મિક્સર માં દળી પાવડર બનાવી લો. પછી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દો અને કાચ ની બરણી માં ભરી લો.   

આંબોડીયા ની ચટણી....!!!!


આંબોડીયા ની ચટણી બનાવવા માટે આંબોડીયા નો પાવડર, ગોળ, મીઠું, મરચું, ભેગાં કરીને જરૂર મુજબ પાણી નાંખી ને ઉકાળવું એટલે આંબોડીયા ની ચટણી તૈયાર થઇ જશે.         

લસણ ની ચટણી....!!!

લસણ ની ચટણી બનાવવા માટે લસણ ની પેસ્ટ, મીઠું, મરચું, ગોળ, અને જીરું ભેગા કરીને વાટી લેવું જરૂર મુજબ સહેજ પાણી નાખવું.     
dabeli recipe in gujarati
Dabeli
Ingredients:
  • 10 થી 14 નંગ દાબેલી ના બન - Dabeli bun
  • 500 ગ્રામ બટાકા - Potato
  • 100 ગ્રામ શેકેલી સિંગ - Roasted Ground nut seed / Singdana
  • 25 ગ્રામ તલ નો ભૂક્કો - Sesame seed powder
  • 2 ટેબલ સ્પૂન કોથમીર - Fresh Coriander
  • 10 ગ્રામ વરિયાળી - Fennel Seed
  • 1 ટેબલ સ્પૂન આંબોડીયા નો પાવડર - Ambodiya powder
  • 1 નંગ લીંબુ - Lemon
  • 2 ટેબલ સ્પૂન ખાંડ - Sugar
  • ઘી - Butter/ Ghee
  • લસણ - Garlic
  • જીરું - Cumin seed   
  • ગોળ - Jaggery
  • 2 નંગ ઝીણી ડુંગળી - Onion
  • 100 ગ્રામ દાડમ - Pomegranate 
  • તેલ - oil
  • ટોમેટો સોસ - કેચપ - Tomato Sauce/ Ketchup
  • મીઠું - Salt    
Recipe:
  • સૌ પ્રથમ બટાકા બાફી લો.  
  • ત્યારબાદ બટાકા ઠંડા પડે એટલે ને છોલીને છીણી નાંખવા, 
  • શેકેલી સીંગ ને અડધા ફાડયા રહે તેમ ખાંડવી.
  • ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નો ભૂક્કો નાખી સહેજ સાંતળવું એટલે મસાલા સીંગ થઇ જશે. 
  • હવે એક તાસરામા સહેજ તેલ મૂકી બટાકાનો માવો તેમાં નાખી સહેજ હિંગ નાખી સાતડો અને    
  • બટાકા ના માવામાં દાબેલી નો બનાવેલો મસાલો નાંખવો, અને વરિયાળી નો ભૂક્કો નાખી બટાકા વડા જેવો બધો મસાલો નાખવો, ખાંડ નાંખી, લીંબુ નીચોવી અને બધુંજ બરાબર મિક્સ કરી દેવું અને દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી પણ ઉમેરી દેવી અને મિક્સ કરી દેવું એટલે દાબેલીમાં ભરવા માટેનો મસાલો થઇ જશે ગેસ બંધ કરી દેવો અને તાસરાને નીચે ઉતારી લો. દાબેલીનો માવો સહેજ ઠંડો થાય એટલે   .     
  • દાબેલી બનમાં કાપો કરી પ્રથમ લસણ અને પછી આંબોડીયા ની ચટણી નાખો, ચટણી નાખી પછી દાબેલીનો માવો ભરવો.
  • પછી દાબેલી ને તવી માં તેલ અથવા બટર લઈ શેકી લોં અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
  • દાબેલી શેકાયા પછી ચપ્પા વડે પીસ કરી સોંસ અને ઝીણી નાયલોન સેવ નાખી પણ સર્વ કરી શકાય.

No comments:

Post a Comment