saragva nu shaak drumstick curry

Saragva nu Shaak Recipe in Gujarati Language (Drustick curry) :

Ingredients:
  • સરગવો 250 ગ્રામ - Drumstick / Saragva
  • 2 ટેબલસ્પૂન - ચણા નો લોટ - Gram flour
  • આદું મરચાં લસણ ની પેસ્ટ - 2 ટી સ્પૂન - Ginger chili paste
  • હળદર - Turmeric
  • મરચું - Chili
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Cumin coriander seed powder
  • જીરું - Cumin seed
  • મીઠો લીમડો - Curry leaves
  • હિંગ - Asafoetida
Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં 2 ટેબલસ્પૂન ચણા નો લોટ લઇ.
  • એક ગ્લાસ જેટલી છાસ અંદર ઉમેરી, વલોણી થી વલોવી દેવું, જરૂર પ્રમાણે પાણી લેવું.
  • તાસરામા તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી તેમાં ચણા ના લોટ, છાસ નું મિશ્રણ ઉમેરી દો  
  • અને આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી. 
  • તથા હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું તથા ખાંડ ઉમેરવી.
  • અને બીજી બાજુ સરગવાને ધોઈ છોલી લૂછી ને પીસ કરી બાફી લેવો.
  • બાફેલો સરગવો તેમાં ઉમેરી જાડો રસો થાય ત્યાં સુધી ખદખદવા દેવું. 
  • અને કોથમીર ભભરાવવી અને ગરમ ગરમ પીરસવું. 
Recipe:
  • First of all take 2 table spoon gram flour in bowl add one glass of butter milk in it and mix well with hand blender add water according to need in it. 
  • Put the Bowl add oil in it and heat, once oil heated add mustard and cumin seed and add gram flour, butter milk mixer in it.
  • Then add ginger garlic paste in it, and turmeric, chili powder, cumin coriander seed powder and sugar and mix.
  • Wash the Drustick (Saragva) remove skin and boil it with little salt.
  • Once saragva sticks are boil then add them in to the mixture and let it cook until it gets thick curry.
  • once it can be cooked well then turn off the gas and serve it with chapati and plain rice or pulav.
Saragva/Drumstick Vegetable is Good for Eyes and it's Summer Best Vegetable.
     
         
    

ringan bataka nu shaak

Ringan Bataka (Brinjal - Potato) nu Shaak Recipe in Gujarati Language:

રીંગણ - બટાકા નું શાક 

Ingredients:
  • 3 નંગ - રીંગણ (Brinjal)
  • 2 નંગ બટાકા (Potato)
  • 3 ટેબલ સ્પૂન તેલ (oil)
  • 1/2 ટીસ્પૂન રાઈ (Mustard seed)    
  • 1/2 ટીસ્પૂન જીરું (Cumin seed)
  • હિંગ (Asafoetida)
  • 100 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
  • 1 ટીસ્પૂન લાલ મરચું  (Red chili powder)
  • 1/2 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1 ટીસ્પૂન ધાણાજીરું (Cumin Coriander seed powder)
  • મીઠું (Salt)
  • ખાંડ જરૂર મુજબ (Sugar)
  • 4 કળી લસણ (Garlic)  
Recipe:
  • સૌ પ્રથમ રીંગણ અને બટાકાને ધોઈ ને સમારી લો.
  • ત્યારબાદ કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, જીરું નો વઘાર કરી રીંગણ અને બટાકા નાખી તેમાં મીઠું, લસણ ની પેસ્ટ અને સહેજ પાણી નાખી ને શાક ચઢવા દો.
  • તેમજ સહેજ ચણા નો લોટ ઉમેરી દો અને જરૂર પ્રમાણે હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરી દો.
  • બધુંજ બરોબર હલાવી દો અને ચઢવા દો, એટલે રસાવાળું શાક તૈયાર થઇ જશે.
Recipe:
  • Take Brinjal and Potato and Wash it with fresh clean water and chopped it in medium pieces.
  • Then take the pan add oil and heat, once oil heating add Mustard Seed, Cumin seed, and add brinjal and potato in it, also add the salt, garlic chili paste, and little water in it.
  • And add little gram flour and other spices like turmeric, chili powder, and cumin coriander seed powder in it.
  • Mix the all well and let it be cook, then Brinjal Potato Sabji is ready.

moong dal tandalja ni bhaji nu shaak

Moong dal Tandalja ni bhaji nu shaak recipe in Gujarati Language :

Ingredients :
  • 1/2 કપ મગ ની દાળ (Moong dal)
  • 1 જૂડી તાંદળજા ની ભાજી (Tandalja bhaji/ Tandaljo)
  • તેલ (oil)
  • 1 ટેબલ સ્પૂન જીરું (Cumin seed)
  • હિંગ (Asafoetida)
  • 1/2 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1 ટીસ્પૂન મરચું (Chili)
  • 2 ટામેટા (Tomato)
  • ખાંડ (Sugar)
  • 2 કળી લસણ (Garlic)
  • 2 લીલા મરચાં (Green chili)   
  • મીઠું (Salt)             
Recipe :
  • મગ ની દાળ કલાક પહેલાં પલાળવી, તાંદળજા ની ભાજી ને ચૂંટી ને ઝીણી સમારવી અને સરસ રીતે ધોઈ નાખવી.
  • ત્યારબાદ તાસરામા માં તેલ ગરમ કરવા મૂકી તેમાં લસણ મરચાં ની પેસ્ટ, જીરું, હિંગ, હળદર, મરચું, નાખી મગની દાળ ધોઈ ને વઘારવી.
  • તેમાં તાંદળજા ની ભાજી નાખી ને ચઢવા દેવી.
  • પછી તેમાં મીઠું, જીણા સમારેલા ટામેટા અને ખાંડ નાખી હલાવી દેવું ચઢી જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લેવું.
  • મગ ની દાળ અને તાંદળજા ની ભાજી નું શાક ગરમ ગરમ સર્વ કરવું.           
Recipe:
  • First of all soaked the moong dal in water for 1 hour, and sort the tandalja bhaji and chopped small and wash it properly.
  • Take one bowl add oil in it and heat, once oil heat add cumin seed, mustard seed, garlic chili paste, asafoetida, turmeric, red chili powder and add well washed Moong dal in it.
  • Then add Tandalja ni bhaji it it and let cook.
  • Then add Salt, Small Chopped Tomato, Sugar, and Mix well, and Turn off the Gas.
  • Serve the Moong dal tandalja ni bhaji nu shaak.        

panchamrut recipe

Panchamrut Recipe in Gujarati Language:

Ingredients:
  • 4 ટેબલ સ્પૂન દહીં - Yogurt
  • 2 ટેબલ સ્પૂન ખાંડ - Sugar
  • 4 ટેબલ સ્પૂન દૂધ - Milk
  • 2 ટેબલ સ્પૂન મધ - Honey
  • 1 ટેબલ સ્પૂન ઘી - Ghee 
  • તુલસી ના પાન - Basil leaves   
Recipe:
  • સૌ પ્રથમ ઠંડુ દહીં લઇ તેમાં ખાંડ ઉમેરી દો.
  • પછી તેમાં દૂધ, મધ, અને ઘી નાખી બધુંજ બરાબર હલાવી દો.
  • પછી તેમાં તુલસી ના પાન પાણી થી ધોઈ ને નાખી દો.
  • પંચામૃત તૈયાર થઈ જશે.
Panchamrut (Panchamrit) is also know as Charnamrit. In India in many Religious, Social Occasions this panchamrut is used, Like Satyanaran Katha, Havan, Laxmi Poojan on Dhanteras of Diwali Festival.       

onion cucumber tomato cabbage salad

Onion Cucumber Tomato Cabbage Salad Recipe in Gujarati Language:

Ingredients:
  • Onion - 1 નંગ - ડુંગળી  
  • Cucumber - 1 નંગ કાકડી 
  • Tomato - 2 નંગ ટામેટા 
  • Cabbage - 1 મોટી વાડકી 
  • Carrot - ગાજર - 1 નંગ  
  • Salt - મીઠું 
  • Black salt - સંચળ
  • Black Pepper - મરી પાવડર   
  • Lemon - લીંબુ જરૂર મુજબ 
Vegetable Salad Recipe:

  • સૌ પ્રથમ કાકડી, ટામેટા અને કોબીજ ને ચોખ્ખા પાણી થી ધોઈ ને ઝીણા સમારી લો. 
  • ડુંગળી ને પણ જીણી સમારી લો.
  • ત્યારબાદ તેમાં મીઠું, સંચળ, મરી અને લીંબુ નીચોવી બધુંજ બરાબર મિક્સ કરી દો.
  • ત્યારબાદ 10 મિનીટ સુધી તેને ઢાંકી ને એમજ રહેવા દો અને ત્યારબાદ સર્વ કરો.
Onion, Cucumber, Tomato, Cabbage Salad Recipe:
  • First wash Cucumber, Tomato, Cabbage, and Carrot with Fresh water.
  • Then chopped all the vegetables in small pieces.
  • Then sprinkle the salt, black salt, black pepper and lemon juice in it mix all well with spoon and leave it for 10 Minutes then serve it.
Fresh Vegetable Salad is Healthy and Gives the Nutrients and Good Health.

gram flour papdi recipe

Papdi Gathiya Recipe in Gujarati Language :

Ingredients:
  • 3 કપ ચણા નો લોટ - Gram flour
  • 1 કપ તેલ - Oil
  • સાજી ના ફૂલ - Citric acid
  • 2 કપ પાણી - Water
  • 1/2 ટીસ્પૂન અજમો - Carom seed 
  • તેલ તળવા માટે - Oil
Papdi Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં પાણી અને તેલ ને ફીણી લો.
  • તેમાં મીઠું, સાજીના ફૂલ, અજમો વાટીને નાખવો.
  • તેમાં સમાય એટલો લોટ નાખવો. બધું બરોબર મિક્સ થઇ જશે એટલે લોટ બંધાઈ જશે. 
  • પછી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
  • કઢાઈ માં તેલ ગરમ થાય એટલે વધુ ગેસ રાખી, 
  • કઢાઈ પર પાપડી પાડવા માટેનો ઝારો ગોઠવી, ઝારા પર લોટ મૂકી પાપડી ઘસવી.
  • પછી ગેસ ધીમો કરવો.
  • આ પાપડી તળેલા મરચાં અને પપૈયા ની ચટણી સાથે પીરસવી.    
Recipe:
  • First of all take one bowl and mix well water and oil in it.
  • Then add salt, citric acid, carom seed after crushed.
  • And add gram flour according to the mixture and make the loose dough.
  • then heat the oil on the gas stove to fry papdi.
  • Once oil can be heat place papdi making zara on it, and place the dough on the zara and rub the dough slowly.
  • Fry the papdi in oil well. then serve it with chili and papaya chutney. 

In the State of Gujarat, Bhavnagar city Gathiya and Papdi are the famous Snacks from past many years. this recipe is also well known in Saurashtra.
      

papaya chutney crushed recipe

Papaya Chutney Crushed Recipe in Gujarati Language:

Ingredients:
  • 1 નાનું કાચું પપૈયું - Raw Papaya
  • 1 લીંબુ - Lemon 
  • 1/2 ટીસ્પૂન - રાઈ - Mustard seed
  • હિંગ - Asafoetida
  • 2 ટેબલ સ્પૂન તેલ - Oil
  • 3 થી 4 લીલાં મરચાં - Green Chili
  • મીઠું - Salt
  • હળદર - Turmeric
  • ખાંડ - Sugar
  • મીઠો લીમડો -  Curry leaves   
Recipe:
  • કાચા પપૈયા ને છોલી  ને તેમાં મીઠું નાખી રહેવા દેવું
  • પછી પાણી નીચોવી દેવું 
  • પછી છીણ માં જરૂર મુજબ મીઠું અને લીંબુ ઉમેરી દો.
  • ત્યારબાદ કઢાઈ માં તેલ મૂકી રાઈ, હળદર, મરચા અને હિંગ તથા છીણ નાખી ખાંડ નાખી બરાબર હલાવી દો.
  • થોડીવાર રહી તરતજ ગેસ બંધ કરી દો.
Recipe:
  • Crush the raw Papaya and add salt in it.
  • Then remove the from it.
  • Then add salt and lemon juice in it.
  • Then add oil, mustard seed, turmeric, chili, asafoetida, crushed papaya and sugar according to taste in it.
  • Mix the all well and turn off the Gas.
You can eat this Papaya Chutney with Bhakri, Rotli or Papdi and Gathiya.                

sprouted moong chick pea samosa

Sprouted Moong Chick pea Samosa Recipe:

Ingredients:
  • ફણગાવેલા મગ - 2 વાડકી - Sprouted Moong
  • બાફેલા ચણા - 2 વાડકી - Boil chick pea
  • મકાઈ ના ડોડા - 2 નંગ - Fresh corn
  • બટાકા - 3 થી 4 નંગ - Potato
  • ડુંગળી - 2 નંગ - Onion
  • બીટ - 1 નંગ - Beat root
  • મેગી નુડલ્સ - 1 નાનું  પેકેટ - Noodles
  • લસણ - Garlic
  • આદું મરચાંની પેસ્ટ - 3ટી સ્પૂન - Ginger garlic paste
  • હળદર - Turmeric
  • મરચું - Red chili powder 
  • મીઠું - Salt
  • ધાણાજીરું - Cumin coriander seed powder
  • ગરમ મસાલો - Garam Masala
  • વરિયાળી - Fennel seed
  • તલ - Sesame seed
  • 1 લીંબુ - Lemon
  • ખાંડ - Sugar
  • કોથમીર - Coriander
  • મેંદો - 500 ગ્રામ - Maida flour
  • તેલ - Oil                     

Recipe:

  • સૌ પ્રથમ બટાકા ને બાફી ને નાના નાના પીસ કરી લેવા.
  • મકાઈ ના દાણા ને બાફી અધકચરા ક્રશ કરી લેવા.
  • ડુંગળી, બીટ જીણું સમારી લેવું.
  • લસણ આદું મરચાં ની પેસ્ટ તૈયાર કરી લેવી.
  • ત્યાર બાદ મેગી ને નાની તપેલીમાં પાણી મૂકી ચઢવી દેવી.
  • ત્યારબાદ ચણા ને કુકરમાં બાફી લેવા, અને હાથથી મસળી અધકચરા કરી લેવા.
  • ત્યારબાદ એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરા નો અને હિંગ નો વઘાર કરી.
  • સૌ પ્રથમ ફણગાવેલા મગ નાખવા.
  • ત્યારબાદ ડુંગળી અને આદું મરચાં લસણ ની પેસ્ટ નાખવી, બરાબર હલાવતા રહેવું અને સાથે મકાઈ ના દાણા, ચણા, બટાકા ના પીસ, બીટ ના પીસ બધુજ ઉમેરતા જવું.
  • અને હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, વરીયાળી, તલ, લીંબુ, ખાંડ, કોથમીર બધુજ ઉમેરી તૈયાર થયેલી મેગી નાખી બરાબર પુરણ તૈયાર કરવું. 
  • બીજી બાજુ મેંદા ના લોટમાં મીઠું, તેલ નાખી પૂરી નો લોટ બાંધવો અને પૂરી વણી સમોસા નો આકાર આપી પૂરણ ભરી, સમોસા વાળવા.
  • ગરમ તેલમાં આછા ગુલાબી તળી, ગળી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસવા.  


                   
               

sandwich bhajia recipe

Sandwich Bhajia Recipe in Gujarati Language:

Ingredients :
  • 6 નંગ - બટાકા - Potato 2 નંગ - ડુંગળી - Onion
  • 1 નંગ - કાકડી  - Cucumber
  •  મકાઈ ડોડા - 2 નંગ - Fresh Corn 
  • ચણા નો લોટ - 1 વાડકી - Gram flour
  • ચોખા નો લોટ - 1 નાની વાડકી - Rice flour 
  • મીઠું - Salt
  • હળદર - Turmeric
  • લાલ મરચું - Red chili powder
  • ધાણાજીરું - Cumin Coriander seed powder
  • લીલા મરચાં આદું ની પેસ્ટ - 2 ટીસ્પૂન - Green Chili Ginger chili paste
  • કોથમીર - Coriander
  • તેલ - Oil           
Recipe :
  • પ્રેશર કુકરમાં બટાકા ને ફક્ત 2 વ્હીસલ વગાડીને બાફવા છોલીને જાડી સ્લાઈસ કાપવી.
  • મકાઈ નાં દાણા ને કુકરમાં બાફી ક્રશ કરી લેવા.
  • ત્યારબાદ એક તાસરામા સહેજ તેલ મૂકી મકાઈ ના ક્રશ કરેલા દાણા, જીણી સમારેલી ડુંગળી અથવા ડુંગળી અને કાકડી ને છીણી તેમાં ઉમેરી દેવી અને મીઠું, આદું મરચાંની પેસ્ટ ઉમેરવી અને સહેજ પાણી ઉમેરવું અને ખદખદવા દેવું.
  • લચકા પડતું મિશ્રણ થાય એટલે ઉતારી તેમાં લીંબુ નો રસ, ખાંડ તથા કોથમીર નાખવી, હલાવી પૂરણ તૈયાર કરી દેવું, 
  • ત્યાર પછી ચણા નો લોટ ભેગો કરવો પાણી અને મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો. ધાણાજીરું નાખી ખીરું પાતળું તૈયાર કરવું.
  • ત્યારબાદ બે બટાકા ની સ્લાઈસ ની વચ્ચે મકાઈ, ડુંગળી, કાકડી નું તૈયાર કરેલું પૂરણ મૂકી.
  • સેન્ડવીચ તૈયાર કરવી.
  • એક તાસરામાં તેલ મૂકી તેલ આવે એટલે આ સેન્ડવીચ ખીરા માં બોળી તેલમાં આછી ગુલાબી તળવી. 
  • આમ ભજિયા તૈયાર થઇ જશે.
  • જે લીલી ચટણી લસણ ની ચટણી અથવા દહીં ની ચટણી અને ટોમેટો કેમ્પ સાથે પણ લઇ શકાય.    
Recipe :

  • Boil Potatoes in Pressure cooker by playing two whistle of pressure cooker, then remove the potato skin and cut them in a thick slices.
  • Boil the corn seeds in pressure cooker and crush them.
  • Then take bowl and put the oil and add crushed corn seeds, small chopped onion, cucumber and add salt, ginger chili paste and add water and cook it.
  • Once the mixture can get little thicker then put off and add lemon juice, sugar, coriander and mix it well.
  • Take gram flour and add water, salt, turmeric, red chili powder, Garam Masala, Cumin Coriander Seed Powder and make thin mixture.
  • Then put corn, onion, cucumber mixture in between of potato slice and prepare sandwich.
  • Take oil in pan for frying once oil heated, put the sandwich in gram flour thin mixture and then put it in a oil for fry. fry like in a pink color.
  • Sandwich Bhajia is Ready.
  • Serve the Sandwich Bhajia with Green Garlic Chutney or with Curd Chutney or Tomato Catchup. 




                       

corn potato vada recipe

Corn Potato Vada Recipe in Gujarati Language:

Ingredients:
  • Potato - 5 નંગ - બટાકા
  • Fenu Greek - 1 વાડકી - જીણી સમારેલી લીલી મેથી
  • Fresh Corn - 3 નંગ - મકાઈ ડોડો
  • Gram flour - 1 વાડકી - ચણા નો લોટ
  • Salt - મીઠું 
  • Garlic - લસણ 
  • Sesame seed - તલ
  • Fennel seed - વરીયાળી
  • Turmeric - હળદર
  • Red chili powder - લાલ મરચું
  • Cumin coriander seed powder - ધાણાજીરું
  • Garam Masala - ગરમ મસાલો
  • Pomegranate Seeds - દાડમ નાં દાણા
  • Coriander - કોથમીર
  • Lemon - લીંબુ
  • Sugar - ખાંડ               
Recipe:
  • સૌ પ્રથમ બટાકાને કુકરમાં બાફી લેવા, અને મકાઈ દાણા કાઢી તેને કુકરમાં બાફી લેવા.
  • ત્યારબાદ બટાકા નો માવો તૈયાર કરવો. 
  • અને મકાઈ નાં દાણા ક્રશ કરી તેમાં ઉમેરી દેવા.
  • ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, દાડમ ના દાણા, કોથમીર, લસણ, લીલા આદું મરચાં ની પેસ્ટ, તેમજ  જીણી સમારેલી મેથી, બધુંજ મિક્સ કરવું અને લીંબુ, ખાંડ ઉમેરવી.
  • ત્યારબાદ બધોજ માવો મિક્સ કરી, ગોળ ગોળ બોલ વાળવા
  • બીજી બાજુ એક તપેલીમાં ચણા નો લોટ લઇ મીઠું જરૂર પ્રમાણે લઇ સહેજ હળદર નાખી પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરવું.
  • એક તાસરામાં તેલ મૂકી, તેલ આવે એટલે ગોળ વાળેલા બોલ ને ટોસ્ટ ના ભુક્કામાં રગદોળી ખીરામાં બોળી બટાકા વડા ની જેમ બટાકા મકાઈ નાં વડા આછા ગુલાબી તળવા અને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.                   
Corn Potato Vada Recipe :
  • First Boil the Potatoes in Pressure Cooker and also Remove the Corn Seed and Also Boil them in Cooker.
  • Then Mesh the Boil Potatoes and Mak Mawa from it.
  • and then Crush the Boiled Corn seeds and crush them.
  • Then add Turmeric, Chili Powder, Salt, Cumin Coriander seed Powder, Spices Powder, Pomegranate Seeds, Coriander, Garlic, Green Ginger, Chili Paste, Small Chopped fenugreek, mix all and add lemon and sugar in it.
  • Then mix all the mixture and make round ball of them.
  • Take Gram flour in one bowl and add salt according to taste, turmeric, and water in it and make thin mixture.
  • Take Oil in Pan once oil hot, then take round balls of the potato and corn put it in the toast powder and fry them in oil. and serve with green chutney and serve hot.
   

dryfruit peda recipe

Dry fruit Peda Recipe in Gujarati Language:

Ingredients:
  • Milk Khoya - 250 ગ્રામ દૂધ નો માવો
  • Crumbed Sugar - 125 ગ્રામ બુરું ખાંડ
  • Green Cardamom Seed Powder - ઇલાઇચી નો ભુક્કો   
  • Kesar - કેસર 
  • Cashew - કાજુ 
  • Almond - બદામ 
  • Pistachio - પીસ્તા 
Recipe:
  • માવા ને છીણી સહેજ ગરમ કરી ઠંડો કરવો.
  • તેમાં બુરુંખાંડ અને ઇલાઇચી નો ભુક્કો નાંખવો તેમજ કાજુ, બદામ અને પીસ્તા ને એકદમ જીણા સમારવા. અથવા ભુક્કો કરી અંદર ઉમેરવા અને કેસર ઘુંટી ને નાખવું.
  • બધું બરાબર ભેળવીને ગોળ ગોળ પેંડા વાળવા અને ઉપર બદામ લગાડવી અથવા પીસ્તા નાં બે ફાડિયા કરી તે લગાડવાં.
  • આમ ડ્રાય ફ્રુટ પેંડા તૈયાર થઇ જશે, જે પ્રસાદ તરીકે ઉપયોગ માં લઇ શકાય.             
This Dry fruit peda is sweet, delicious and healthy too !!

vagharela dhokla recipe

Vagharela Dhokla Recipe in Gujarati Language:

(વઘારેલા ઢોકળા)

Ingredients:

  • Dhokla flour - 500 ગ્રામ - ઢોકળા નો લોટ
  • Yogurt - 2 ટીસ્પૂન - દહીં
  • Fenugreek - 1 ટીસ્પૂન - મેથી  
  • Salt - મીઠું
  • Turmeric - હળદર
  • Red Chili Powder - મરચું
  • Cumin Coriander seed Powder - Dhanajiru - ધાણાજીરું
  • Green chili ginger paste - લીલા આદું મરચાં ની પેસ્ટ - 3 ટીસ્પૂન
  • Mustard seed - રાઈ
  • Sesame seed - તલ
  • Curry leaves - મીઠો લીમડો
  • Sugar - ખાંડ


vagharela dhokla recipe

   
Recipe:
  • ઢોકળા ના લોટને 3 થી 4 કલાક સુધી દહીં મીઠું મેથી નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી પલાળી ને મુકવું.
  • ત્યારબાદ 4 કલાક બાદ તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, લીલા આદું મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવવી.
  • ઢોકળા ઉતારવા, બધાજ ઢોકળા ઉતરી જાય એટલે તેને ઠંડા થવા દેવા.
  • ત્યારબાદ એક તપેલીમાં તેલ મૂકી રાઈ, તલ, મીઠા લીમડાનો વઘાર કરી તેમાં ઢોકળા નાખી દેવા.
  • ઢોકળા ને ભાગી ભુક્કો કરવો અને અડધા આખા ઢોકળા રાખવા.
  • બધુજ બરાબર હલાવી તેમાં કોથમીર ભભરાવવી અને ગરમ ગરમ ચા સાથે સર્વં કરો.            
Recipe:
  • First take the Dhokla flour and keep the flour 3 to 4 hour and add yogurt, fenugreek and water to soak it.
  • Then Place this flour mixture till 4 hours and add turmeric, red chili powder, salt, cumin coriander seed powder, green chili garlic paste.
  • Add the flour mixture in thali and spread it, and boil them once done then keep it aside.
  • Then take one pan add oil, mustard seed, and add curry leaves in it and add dhokla in it.
  • Then break the half dhokla and keep the half dhokla pieces as it is.
  • Mix all the mixture well and add the coriander on it and serve it with tea.  
  •        

guvar bataka nu shaak

Guvar Bataka Nu Shaak Recipe in Gujarati Language:

Ingredients:
  • Guvar (cluster bean) - 300 ગ્રામ ગુવાર
  • Potato - 2 નંગ - બટાકા
  • Garlic - 4 થી 5 કળી લસણ
  • Oil - 2 ટીસ્પૂન -  તેલ  
  • Celery seed - અજમો - જરૂર પ્રમાણે
  • Turmeric - હળદર
  • Salt - મીઠું
  • Red Chili Powder - લાલ મરચું
  • Cumin coriander seed powder (dhanajiru) - ધાણાજીરું  
  • Sugar - 1/2 ટીસ્પૂન - ખાંડ      

Recipe:
  • સૌ પ્રથમ ગુવાર તથા બટાકા ને સ્વચ્છ પાણી થી ધોઈ ગુવાર તેમજ બટાકા ( બટાકા છોલી ને) સમારી દો.         
  • એક કુકરમાં તેલ મૂકી અજમા નો વઘાર કરવો.
  • તેમાં વાટેલું લસણ ઉમેરવું.
  • ત્યારબાદ ગુવાર અને બટાકા તેમાં ઉમેરી દો.
  • જરૂર મુજબ પાણી ઉમેરવું.
  • ત્યારબાદ હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું ઉમેરવું અને સહેજ ખાંડ નાખવી.
  • બરાબર હલાવીને મિક્સ કરી દેવું.
  • ત્યારબાદ બે વ્હીસલ બોલાવી દો એટલે શાક તૈયાર થઇ જશે.     
Recipe:

  • First of all wash the guvar and potato and cut the guvar and remove potato skin and also cut the potato small pieces.
  • Take the pressure cooker add little oil and once oil hot add the celery seed, garlic paste.
  • And then add Guvar and Potato Vegetables Pieces.
  • Add the Water as you required to cook it well.
  • Then add turmeric, salt, chili powder, cumin coriander seed powder, and sugar to taste.
  • Then play two whistle then guvar potato sabji is ready to eat.



    It is also known in gujarat, gavar and it has many use, This vegetable is also used in making Guar Meal Korma Guar Meal Can be used in producing Agriculture Pet Animals feeds.

gram flour dabka sabji

Gram flour Dabka Sabji Recipe in Gujarati Language:

Ingredients:
  • Gram flour - ચણા નો લોટ - 1 વાડકી
  • Turmeric - હળદર
  • Red chili powder - મરચું
  • Salt - મીઠું
  • Cumin coriander seed powder - ધાણાજીરું
  • Ginger Chili paste - લીલા આદું - મરચા
  • Coriander - કોથમીર
  • Lemon - લીંબુ
  • Sugar - ખાંડ         
Recipe:
  • ચણા ના લોટમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, લીલા આદું મરચાં, કોથમીર, લીંબુ ખાંડ ઉમેરી સહેજ પાણી નાખી કઠણ મુઠીયા વાળવા.
  • ત્યારબાદ એક તપેલીમાં પાણી મૂકી તે પાણી માં જ મુઠીયા ડુબાડુબ મૂકી બફાવા દેવા.
  • મુઠીયા બફાઈ જાય એટલે મુઠીયા કાઢી તેને કાપી દેવા.
  • તપેલી ના અંદર ના પાણીમાં સહેજ છાસ નાખી તેમાં હળદર, મરચું, મીઠું નાખી વલોવી મૂકી રાખવું.
  • તેમજ એક તાસરા માં તેલ મૂકી તેમાં રાઈ હિંગનો વઘાર કરી કાપેલા મુઠીયા વઘારવા.
  • તેમાં તૈયાર કરેલું પાણી ઉમેરી દેવું બધુંજ બરાબર ખદખદવા દો.
  • પાણી ઉકળી બળી જાય રસો ઘટ્ટ થાય એટલે કોથમીર નાખી પીરસવું.

corn sprouted moong chickpea raita

Corn, Sprouted Moong, and Chickpea Raita Recipe in Gujarati Language:

Ingredients:
  • Fresh Corn - મકાઈ ડોડો - 1 નંગ 
  • Sprouted Moong - ફણગાવેલા મગ - 1 વાડકી 
  • Chickpea - ચણા - 1 વાડકી 
  • Salt - મીઠું
  • Chat Masala - ચાટ મસાલો
  • Red chili powder - લાલ મરચું
  • Yogurt - દહીં       
Recipe:
  • સૌ પ્રથમ દહીં ને વલોવી નાખવું તેમાં મકાઈના દાણા બાફી, ચણા બાફી ને ઉમેરવા.
  • ફણગાવેલા મગ પણ તેમાં ઉમેરી દેવા. 
  • તેમજ મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, કોથમીર ઉમેરવી.
Recipe:
  • First blend the yogurt, add boiled Corn seed, and black Peas in it.
  • Also add Sprouted Moong in it.
  • And add Salt, Chat Masala, Red chili powder, and small chopped coriander and mix all them well. 

sprouted moong vegetable tikki

Sprouted Moong Vegetable Tikki Recipe in Gujarati Language:

Ingredients:
  • Sprouted Moong - ફણગાવેલા  મગ - 1 વાડકી 
  • Potato - બટાકા - 5 નંગ 
  • Onion - ડુંગળી - 2 નંગ  
  • Green Garlic - લીલું લસણ - 2 થી 3 કળી   
  • Green Fenugreek - લીલી મેથી - 1 નાની વાડકી
  • Green Peas - લીલા વટાણા - 1 નાનો બાઉલ
  • Ginger Chili Paste - લીલા આદું મરચાં
  • Sesame seed - તલ
  • Fennel seed - વરીયાળી
  • Water chestnut flour - (સિંગોડા નો લોટ)
  • Toast crumb - (ટોસ્ટ નો ભૂક્કો)
  • Lemon - (લીંબુ)
  • Sugar - (ખાંડ)
  • Turmeric - (હળદર)
  • Chili Powder - (મરચું)
  • Salt - (મીઠું) 
  • Garam Masala - (ગરમ મસાલો)
  • Oil - (તેલ)              
Recipe:
  • સૌ પ્રથમ બટાકા અને વટાણા કુકરમાં બાફી લેવા.
  • ત્યારબાદ બટાકા અને વટાણા નો માવો તૈયાર કરવો.
  • આ માવામાં ફણગાવેલા મગ, જીણી સમારી સાંતળેલી ડુંગળી, લીલી મેથી, લીલું લસણ, જીણું સમારી લીલા આદું મરચાં, તલ, વરીયાળી, હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, લીંબુ, ખાંડ, કોથમીર, બધુંજ નાંખી હાથ થી મસળી સહેજ સહેજ સિંગોડા નો લોટ નાખવો.
  • ગોળ ગોળ ટીક્કી વડે એટલો લોટ ઉમેરો.
  • ત્યારબાદ ટોસ્ટ ના ભૂક્કામાં રગદોળી ગરમ તેલમાં તળવી.
  • અને જો બહુ તેલ વાળી ન યોગ્ય હોય તો, નોન સ્ટીક ની તવીમાં સહેજ તેલ મૂકી શેકી લેવી.
  • ત્યારબાદ એક બાઉલ માં આ ટીક્કી મૂકી સાથે ગળી ચટણી/ અથવા ટામેટા નો સોસ, દહીં માં લાલ મરચું નાખી પીરસો.


sprouted moong raita

Sprouted Moong Raita Recipe in Gujarati Language:

Ingredients:
  • Yogurt - દહીં - 1 વાડકી
  • Salt - મીઠું જરૂર પ્રમાણે 
  • Sprouted Moong - 1 વાડકી - ફણગાવેલા મગ
  • Red chili  Powder - લાલ મરચું
  • Cumin coriander seed powder - ધાણાજીરું - 1 ટીસ્પૂન  
  • Coriander - કોથમીર જીણી સમારેલી 
Recipe:
  • સૌ પ્રથમ દહીં ને વલોવીને ભાગી દેવું.
  • તેમાં ફણગાવેલા મગ ને તેમાં ઉમેરી દો.  
  • પછી તેમાં લાલ મરચું, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દો અને ત્યારબાદ પીરસો.
Recipe:
  • First blend the yogurt.
  • Add the Sprouted moong it it.
  • Then add red chili powder, sugar and mix them all and serve.    

sprouted moong salad recipe

Sprouted Moong Salad Recipe in Gujarati Language:

Ingredients:

  • Sprouted Moong - ફણગાવેલા મગ - 1 વાડકી
  • Onion - ડુંગળી - 1 નંગ
  • Tomato - ટામેટું -  1 નંગ
  • Lemon - લીંબુ - અડધું
  • Red chili powder - લાલ મરચું - 1 ટી સ્પૂન
  • Salt - મીઠું    
  • Fresh Coriander - કોથમીર
  • Cumin Coriander Seed Powder - ધાણાજીરું 
Recipe:
  • સૌ પ્રથમ ફણગાવેલા મગને એક બાઉલ માં લેવા. 
  • તેમાં જીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, ધાણાજીરું લાલ મરચું, મીઠું, લીંબુ વગેરે ઉમેરી એક મિક્સ કરી લેવું
  • ફણગાવેલા મગનું સલાડ તૈયાર થઇ ગયું.  
Recipe:
  • First Take Sprouted moong in one bowl
  • Add small chopped onion, tomato, coriander, cumin coriander seed powder, red chili powder, salt, lemon juice in it and mix them well.
  • Sprouted moong salad is ready to serve.

lapsi recipe

Lapsi Recipe in Gujarati Language: ( લાપસી )

Ingredients:
  • Wheat flour - ઘઉં નો લોટ - 1 વાડકી 
  • Ghee - ઘી - 1 ટેબલ સ્પૂન 
  • Sugar - ખાંડ - 1 નાની વાડકી
  • Water - પાણી - 1 1/2 વાડકી  
Recipe:
  • સૌ પ્રથમ એક તાસરામા 11/2 વાડકી પાણી ઉકળવા મૂકવું.
  • પાણી બરાબર ઉકળે ત્યાં સુધી એક થાળીમાં 1 વાડકી ઘઉં નો જાડો લોટ લઇ તેમાં 1 ટીસ્પૂન તેલ નાખી લોટ મોઈ ને પાણીમાં નાખી વેલણ થી બરાબર હલાવી બધુંજ એક મિક્ષ કરી.
  • ઢાકણ ઢાંકી નીચે તવી મૂકી લાપસી સીજવા દેવી.
  • લાપસી ચઢી જાય એટલે એક થાળીમાં લાપસી કાઢી તેમાં ઘી અને બૂરુંખાંડ ઉમેરી બરાબર હાથથી બધુંજ એક મિક્ષ કરી લેવું.
  • આમ લાપસી તૈયાર થઇ જશે.           
Healthy Sweet Lapsi can be prepared in every good Occasions, and Festivals.